Friday, 5 May 2017

*ઈતિહાસમાં ૬ મેનો દિવસ*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

*ઈતિહાસમાં ૬ મેનો દિવસ*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

💐 કાર્લ માર્ક્સનો જન્મદિવસ  💐

👉સામ્યવાદની થિયરીના જન્મદાતા માર્ક્સનો જન્મ વર્ષ 1818 ની 5 મેના રોજ પ્રશિયા -આજના જર્મનીમાં થયો હતો . જર્મન ચિંતક ફ્રેડ્રિક સાથે મળી તેમણે સામ્યવાદી રાજનીતિ અને અર્થતંત્રના ખયાલની ભેટ આપી હતી .

🦉આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ 🦉

👉 પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે.

👉 દાયણો ( midwives )(સુવાવડ કરાવનાર નર્સ બહેનો)નાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ 'આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ'ની પરીષદમાં,કરાયેલ.

🎓હિંદુ ડિવોર્સ બિલ પસાર થયું 🎓

👉 સંસદે વર્ષ 1955 ની પાંચમી મેના રોજ હિંદુ ડિવોર્સ બિલ પસાર કર્યું હતું . સમાજમાં લગ્નને માન્યતા તથા પતિ -પત્ની છુટા પડવા માટે સ્વતંત્ર થઈ શકે તેવી કાયદેસરની વ્યવસ્થા આ બિલ દ્વારા ગોઠવાઈ હતી .

🚩 ગ્યાની ઝૈલ સિંઘ  🚩

👉 ૧૯૮૨થી ૧૯૮૭ના વર્ષ સુધી દેશના સાતમા રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ઝૈલ સિંઘનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૬માં પંજાબ પ્રાંતના સાંધવન ખાતે થયો હતો . તેમના કાર્યકાળમાં વિવાદાસ્પદ ઓપરેશન ' બ્લ્યૂ સ્ટાર ' થયુ હતું .

🔻  નૌશાદ અલી 🔻

👉 ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતને ફિલ્મોમાં લોકપ્રિય કરનાર સંગીતકાર તરીકેનું શ્રેય એમને આપવામાં આવે છે.

👉 ભારતીય ફિલ્મમોમાં ૧૯૪૦થી ૧૯૯૨ સુધી સંગીત આપનારા અને દાદા સાહેબ ફાળકે તથા પદ્મભૂષણ એવોર્ડ મેળવનારા મ્યુઝિક ડિરેક્ટર નૌશાદનું અવસાન ૮૬ વર્ષની વયે ૨૦૦૬માં થયું હતું .

👉 સંગીતકાર નૌશાદ અલીનો જન્મ પચ્ચીસમી ડિસેમ્બર , ૧૯૧૯ના દિવસે ઉત્તર પ્રદેશમાં આવેલા
લખનૌ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો.

👉 ૩૫ જેટલી સિલ્વર જ્યુબીલી હીટ, ૧૨ ગોલ્ડન જ્યુબીલી તેમ જ ૩ ડાયમંડ જ્યુબીલી ફિલ્મો આપી ભવ્ય સફળતા મેળવી. એમને ભારતીય ચલચિત્ર ઉદ્યોગમાં કરેલા ઉત્તમ યોગદાન બદલ ઈ. સ. ૧૯૮૨ના વર્ષમાં
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા

🚩 નેપોલિયન ડિ બોનાપાર્ટ. 🚩

👉 ૧૮૦૪થી ૧૮૧૫ સુધી યુરોપિયન રાજકારણમાં ધાક જમાવનારા ફ્રાંસના સમ્રાટ નેપોલિયનને વોટરલૂના યુદ્ધમાં પરાજય બાદ બ્રિટને સેન્ટ હેલેના ટાપુ પર રાખ્યો હતો , જ્યાં આજના િ દવસે વર્ષ ૧૮૨૧માં તેનું મોત થયું હતું .

👉 ફ્રેન્ચ લશ્કરી વડો અને શાસક હતો. તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. નેપોલિયન પહેલા (Napoleon I) તરિકે તે ૧૮૦૪થી ૧૮૧૪ અને ફરીથી એક વખત ૧૮૧૫ દરમ્યાન ફ્રાન્સના સમ્રાટ (એમ્પેરર ઓફ ધ ફ્રેન્ચ) પદે રહ્યો.

👉 નેપોલિયને લગભગ બે દાયકા સુધી યુરોપમાં પોતાનો પ્રભાવ જમાવી રાખ્યો, જે સમય દરમ્યાન તેણે નેપોલિયોનિક વોર્સ તરીકે જાણીતા શ્રેણીબદ્ધ યુદ્ધોમાં ફ્રાન્સનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૧૫માં તેનો આખરી પરાજય થયો તે પહેલા તેણે મોટાભાગના યુદ્ધોમાં વિજય મેળવીને લગભગ સમગ્ર યુરોપિય ખંડ પર આધિપત્ય જમાવ્યું હતું. ઇતિહાસના મહાન કમાન્ડરો પૈકિના એક તરીકે તેની ગણના થાય છે અને તેના શાસન અને નેતૃત્વનો અભ્યાસ આજે પણ વિશ્વભરની લશ્કરી શાળાઓમાં થાય છે. સાથે સાથે તેની ગણના યુરોપના ઇતિહાસમાંના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ રાજકીય નેતાઓમાં પણ થાય છે.

👉 બ્રિટિશ ઇતિહાસકાર એન્ડ્ર્યુ રોબર્ટ્સ નોંધે છે તેમ, તેણે યુરોપભરમાં મુલકી બાબતોમાં ઉદારમતવાદીના સિદ્ધાંતો પ્રચલિત કર્યા

👉 ૧૮૩૫ – બેલ્જીયમમાં ( Belgium ), યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' (Brussels) અને 'મેચેલેન' (Mechelen) વચ્ચે શરૂ થઇ.

📮 યુરોપ દિન 📮

👉 યુરોપમાં ,શાંતિ અને એકતા માટે દર વર્ષે મે ૫નાં રોજ 'યુરોપિયન સમિતી' દ્વારા યુરોપ દિન ઉજવાય છે, જોકે 'યુરોપિય સંઘ' દ્વારા આ દિવસની ઉજવણી મે ૯નાં અલગથી કરવામાં આવે છે.

👉 'યુરોપિયન સમિતી' દ્વારા ઉજવાતો દિવસ,તેની ૧૯૪૯માં થયેલ રચનાની યાદગીરી સુચવે છે,જ્યારે 'યુરોપિય સંઘ' દ્વારા ઉજવાતો દિવસ ૧૯૫૦માં તેમની રચનાનાં સુચનની ઉજવણીરૂપે છે.

📮📮📮📮📮📮📮📮📮📮

Wednesday, 3 May 2017

📝ડૉ.આર.ડી.દેસાઈ📝

📮૪ મે 📮

📝ડૉ.આર.ડી.દેસાઈ📝
             
📨➖ગુજરાતના મહાન વૈજ્ઞાનિક ડૉ.આર.ડી.દેસાઈ નો જન્મ તા.૪/૫/૧૮૯૭ના રોજ  પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં થયો હતો.

📨➖પિતાનું નામ દાજીભાઇ દેસાઈ અને માતાનું નામ ડાહીબેન હતું.

📨➖ઈ.સ. ૧૯૧૬માં વલસાડની બાઈ આવાબાઇ હાઈસ્કૂલમાં મેટ્રીકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી.

📨➖તેમણે રસાયણ વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી.

📨➖ઈ.સ.૧૯૨૧ થી ૨૪ દરમ્યાન બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો.

📨➖ઈ.સ.૧૯૨૬માં એમ.એસ.સી સંશોધનની ઉપાધી મેળવી.

📨➖તેઓ ઈ.સ.૧૯૨૪ થી ૧૯૨૬ દરમ્યાન વિલ્સન કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા.

📨➖તેમણે કાર્બન તત્વના પરમાણુના સંયુક્ત બંધારણ પર સઘન અભ્યાસ કર્યો હતો.

📨➖સાડા ત્રણ વર્ષ બાદ તેમણે ડોક્ટર ઓફ સાયન્સ ની ઉપાધી મેળવી.

📨➖ઈ.સ.૧૯૩૧ થી ૩૮ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં કાર્બનિક રસાયણશાસ્ત્રના રીડર તરીકે જોડાયા.

📨➖ઈ.સ. ૧૯૫૦ થી ૫૮ સુધી અમદાવાદમાં આવેલી એલ.ડી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી.

📨➖ત્યારપછી તેઓ એમ.જી. સાયન્સ કોલેજમાં પણ આચાર્ય તરીકે સેવા આપી હતી.

📨➖તેમણે ૧૫૦ થી પણ વધુ સંશોધનપત્રો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ કર્યા હતા.

📨➖ રસાયણશાસ્ત્ર ઉપરાંત તેઓ સાંસ્કૃત સાથે પણ સંકળાયેલા હતા. ઈ.સ.૧૯૫૨ માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ રસાયણ વિભાગના અધ્યક્ષ હતા. આ ઉપરાંત ઇન્ડિયન કેમિકલ સોસાયટીના પ્રમુખ તરીકે પણ રહેલા હતા.

📨➖ડૉ. આર.ડી.દેસાઈ ગુજરાતના તો ખરા જ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં તેમણે યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી હતી.

📨➖આવા મહાન ગુજરાતી વિજ્ઞાની તા. ૧૫ નવેમ્બર૧૯૯૧ના રોજ વલસાડ ખાતે અવસાન થયું. 

📮📝 જ્ઞાન કી દુનિયા 📝📮

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿
🌹 Today Birth

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

⏰જન્મઃ
✔ ૬ / ૪ / ૧૯૦૧

⏰જન્મસ્થળઃ
✔સુરત

⏰વતનઃ
✔ સુરત

⏰પિતાઃ
✔ ચીમનલાલ મહેતા

⏰અભ્યાસઃ
🔜માધ્યમિક શિક્ષણ સુરતમાંથી,

🔜બી.એ મુંબઇ એલ્ફિન્સ્ટ કોલેજ માંથી.

⏰વ્યવસાયઃ 
🔜વડોદરા મહારાજા સયાજીરાવ યુનિ.સંચાલિત ડાન્સ અને ડામેટિકલ કોલેજના અઘ્યાપક

🛍કૃતિઓઃ

👁‍🗨‘અખો’ (૧૯૨૭),
👁‍🗨 ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭),
👁‍🗨‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩),
👁‍🗨‘આગગાડી’ (૧૯૩૩),
👁‍🗨‘રમકડાંની દુકાન’ (૧૯૩૪)
👁‍🗨‘નર્મદ’ (૧૯૩૭),
👁‍🗨 ‘નાગાબાવા’ (૧૯૩૭),
👁‍🗨‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭),
👁‍🗨 ‘સીતા’ (૧૯૪૩),
👁‍🗨‘શિખરિણી’(૧૯૪૬),
👁‍🗨‘પાંજરાપોળ’ (૧૯૪૭),
👁‍🗨 ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧),
👁‍🗨‘રંગભંડાર’ (૧૯૫૩),
👁‍🗨‘સોનાવાટકડી’ (૧૯૫૫),
👁‍🗨‘માઝમરાત’ (૧૯૫૫),
👁‍🗨‘મદીરા’(મિડિયા) (૧૯૫૫),
👁‍🗨 ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬),
👁‍🗨‘હોહોલિકા’ (૧૯૫૭),
👁‍🗨‘કપૂરનો દીવો’ (૧૯૬૦),
👁‍🗨‘પરમ માહેશ્વર’ (૧૯૬૦),
👁‍🗨 ‘સતી’ (૧૯૬૦),
👁‍🗨 ‘કરોળિયાનું જાળું’(૧૯૬૧),
👁‍🗨 ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬),
👁‍🗨‘ધરાગુર્જરી’ (૧૯૬૮),
👁‍🗨 ‘અંદર અંદર’ (૧૯૬૯),
👁‍🗨‘અબોલા રાણી’ (૧૯૭૨),
👁‍🗨 ‘સંતાકૂકડી’ (૧૯૭૨),
👁‍🗨‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪),
👁‍🗨 ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).
👁‍🗨 ‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો 
👁‍🗨‘મંગલમયી’ (૧૯૭૫)
👁‍🗨‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪),
👁‍🗨‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘સફર ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨),
👁‍🗨 ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨 ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧),
👁‍🗨 ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩)
👁‍🗨‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬)
👁‍🗨 ‘લિરિક’ (૧૯૬૨),
👁‍🗨 ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્યરંગ’ (૧૯૭૩),
👁‍🗨 ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪),
👁‍🗨 ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’(૧૯૭૪),
👁‍🗨‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫),
👁‍🗨 ‘વાક્’ (૧૯૭૫)

🔊પ્રખ્યાત કાવ્ય

🌿મા‘ વ્હલી માતા ! શિશુસમયમાં બોલતો કાલું

🌿ચાંદાપોળી-વિવિધ રમયને દીધ લ્હાણી અનેરી . ’

💐અવસાનઃ ૪ / ૫ / ૧૯૯૧

😊સમીર પટેલ 😊
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

📝 *પ્રજારામ રાવળ* 📝

⚫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⚫

👩🏻‍💻 સાહિત્યકાર જન્મદિન 👩🏻‍💻
📝 *પ્રજારામ રાવળ* 📝
       
🌾➖ગુજરાતી કવિ અને અનુવાદક  રાવળ પ્રજારામ નરોત્તમ નો જન્મ તા. ૩/૫/૧૯૧૭ના રોજ તેમના વતન  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો.

🌾➖પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વતનમાં જ લીધું.

🌾➖ઈ.સ.૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા.

🌾➖ઈ.સ.૧૯૫૪ થી ૧૯૭૨ સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને ત્યારપછી ઈ.સ.૧૯૭૫ સુધી આચાર્ય તરીકે સેવા આપી હતી.

🌾➖તેમણે  *‘મહાયુદ્ધ’* નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં *‘આગામી મહાયુદ્ધ’* કાવ્ય એમણે રચેલું છે.

🌾➖એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ *‘પદ્મા’* ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે.

🌾➖તેમાં કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે.  

🌾➖એમના બીજા બે કાવ્યસંગ્રહો *‘નાન્દી’* અને *‘નૈવેદ્ય’* દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને તેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે.

🌾➖વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે.

🌾➖ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે.

🌾➖ *‘ઝાલાવાડી ધરતી’* વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.

▪🗞 *સમીર પટેલ* 🗞▪
👁🍂 *જ્ઞાન કી દુનિયા* 🍂👁

📝 *3 મે મહત્વની ઘટનાઓ* 📝

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

📝 *3 મે મહત્વની ઘટનાઓ* 📝

🍀૧૪૯૪ ➖ કોલંબસે (Christopher Columbus), જમૈકા (Jamaica) થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.

🍀૧૮૦૨ ➖ 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.

🍀૧૯૩૭ ➖ 'ગોન વિથ ધ વિન્ડ' (Gone with the Wind), 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખયેલ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize)મળ્યું.

🍀૧૯૩૯ ➖ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (All India Forward Bloc) નામનાં પક્ષની સ્થાપના કરાઇ.

🍀૧૯૭૩ ➖ શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર (Sears Tower), વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.

🍀૧૯૭૮ ➖ 'ડિજીટલ ઇકવિપમેન્ટ કોર્પો. દ્વારા,અમેરિકાનાં તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર,પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા (જે પછીથી "સ્પામ" તરીકે જાણીતા થયા).

🍀૨૦૦૨ ➖ રાજસ્થાન પાસે,લશ્કરી મીગ-૨૧ (MiG-21) વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.

👩🏻‍💻 *સમીર પટેલ* 👩🏻‍💻
📰🍃 *જ્ઞાન કી દુનિયા* 🍃📰

🗞 *વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ* 🗞

👩🏻‍💻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍💻

👁 *૩ મે , ૨૦૧૭*
🗞 *વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ* 🗞

📰➖વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવવામાં આવે છે.

📰➖પત્રકારિત્વમાં પોતાની જાન ગુમાવનાર પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ વૈશ્વિક હીત માટે કાર્ય કરનારને આજના દિવસે બિરદાવવામાં આવે છે.

📰➖આ વર્ષના ઈન્ડેક્ષમાં ભારતનું વૈશ્વિક પત્રકારિત્વ જગતમાં 136મુ સ્થાન છે અને આજ સુધીમાં 26 ભારતીય પત્રકારોએ પોતાની જાનની આહૂતિ આપી છે.

📰➖વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવાય છે.

📰➖અભિવ્યક્તિ સંકલિત થીમ પર દર વર્ષે 3જી મેના દિવસે વિશ્વભરમાં મનાવાય છે.

📰➖પત્રકારીતામાં સિદ્ધિ હાંસલ કરવા અને સૈદ્ધાંતિક નીતિઓ માટે તૈયાર કરાયેલ થીમ પર આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું આયોજન છે.

📰➖જેમાં *"Critical Minds for Critical Times: Media’s role in advancing peaceful, just and inclusive societies"* ની થીમ UNO દ્વારા આ વર્ષે તૈયાર કરી છે.

📰➖પત્રકારીતાએ રાજકિય સુદ્રઢ વ્યવસ્થાનો ચોથો સ્તંભ(Forth piller) કહેવામાં આવે છે.

📰➖રાજકીય તાકાતો જ્યારે કાબુ બહાર જાય કે પોતાની નિરંકુશ મર્યાદાઓ ઓળંગે ત્યારે પત્રકારીતા એક એવુ માળખુ છેકે જે તેને રોકી શકે છે.

📰➖વિશ્વમાં લોકોને પત્રકારીતાથી અવગત કરવા અને સાર્વત્રિક જાગૃતિ લાવવા આ “વર્લ્ડ ફ્રીડમ ડે” થીમ તૈયાર કરાય છે.

📰➖ UNO દ્વારા ૧૯૯૩માં સૌ પ્રથમ આફ્રિકન પ્રેસને પ્રોત્સાહિત કરવા યોજાયેલ સેમિનાર બાદ તેને આજ પ્રર્યત મનાવવામાં આવે છે.

📰➖દર વર્ષે નવા નવા થીમ પર UNO દ્વારા પત્રકારીતામાં જવાબદેહીની ભાવના જાગૃત કરવાનું કામ કરે છે.

📰➖ 1991માં દુનિયામાં સૌપ્રથમ વખત આફ્રિકામાં 3જી મેના રોજ “ફ્રી પ્રેસ” માટેના સિદ્ધાંતો “ડીકલેરેશન ઓફ વિન્ધોએક” સાથે મુકવામાં આવ્યા હતા તેની યાદમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.

📰➖1998થી શરૂ કરેલ થીમ પર સંવાદનો સીલસીલો આજે પણ યથાવત્ છે.

🌾🍂સમીર પટેલ 🍂🌾
📝▪જ્ઞાન કી દુનિયા ▪📝
👩🏻‍💻👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👩🏻‍💻

Tuesday, 2 May 2017

📝ગુજરાતી વર્તમાનપત્રો📝

👁👆🏿👆🏿

📝ગુજરાતી વર્તમાનપત્રો📝

➖ગુજરાત સમાચાર
➖સંદેશ
➖ગુજરાતમિત્ર અને ગુજરાતદર્પણ
➖દિવ્ય ભાસ્કર દૈનીક
➖કચ્છમિત્ર
➖અકિલા
➖ફુલછાબ
➖અવધ ટાઇમ્‍સ દૈનીક
➖મુંબઇ સમાચાર

📝ગુજરાતી સામયિકો📝

🍂સફારી - સામાન્ય જ્ઞાનનું મેગેઝિન

🍂જનકલ્યાણ - જીવનવિકાસલક્ષી સામયિક

🍂શક્તિ દર્શનમ્ - ધર્મપ્રેમી વાચકો માટેનું સામયિક

👩🏻‍💻સમીર પટેલ 👩🏻‍💻
🍀⚫જ્ઞાન કી દુનિયા ⚫🍀