Monday 26 December 2016

💐banaskantha 💐

◼ગુજરાત ટુરિઝમે લોન્ચ કર્યો સીમાદર્શન પ્રોજેક્ટ, બોર્ડર-પાકિસ્તાન જોવાની અનેરી તક◼

📮બનાસકાંઠા પાસેની ભારત-પાકિસ્તાન બોર્ડર જોવાનો સામાન્ય લોકોને મળે તે માટે ગુજરાત ટુરિઝમ દ્વારા સીમા દર્શન નામના એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.

📮ગુજરાત ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે સીમાદર્શન નામનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં પ્રવાસીઓ બોર્ડરથી એકદમ નજીક જઈને પાકિસ્તાન જોઈ શકશે.

📮આ વિશેની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, બોર્ડર પાસેના નળાબેટ ખાતે 24 ડિસેમ્બરથી સીમાદર્શન કાર્યક્રમ શરૂ થશે.

📮 બોર્ડર પર પહેલીવાર આવો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, જેનુ ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે થશે.

📮ગુજરાત બોર્ડર પર હવે પંજાબની વાઘા બોર્ડર જેવો નજારો સર્જાશે.

📮 જેમાં મુસાફરો માટે વિવિધ આકર્ષણો મૂકવામાં આવ્યા છે.

📮બીએસએફના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે.

📮જેનો મુખ્ય હેતુ ગુજરાત ટુરિઝમને પ્રમોટ કરવાનો છે.

📮એકસાથે 450થી 500 જેટલા મુસાફરો બોર્ડર પર ઉભા રહીને રોમાંચ અનુભવી શકશે.

💭મુસાફરો પાકિસ્તાન જોઈ શકશે💭

📮સૂઈગામથી નળાબેટ જવા પાસ, બીએસએફ પાસ પર પંચ લગાવશે. જેના આધારે ફેન્સિંગ એટલે કે ઝીરો પોઈન્ટ પર જવા દેવાશે. અહીંથી પાકિસ્તાન સામે જ જોવા મળશે. પાકિસ્તાન બોર્ડર રેન્જરની પોસ્ટ જોવા મળશે. નગર પાર ત્યાંથી 21 કિમી છે. પાકિસ્તાની પહાડીઓ નજર સામે જોવા મળશે. દૂરબીનની વ્યવસ્થા બીએસએફ દ્વારા કરાવવામાં આવશે.

💭બીજું શું શું બતાવાશે💭

📮કાર્યક્રમમાં શહિદોના પરિજનોનું કરાશે સન્માન
📮પ્રવાસીઓને BSFની કાર્યપધ્ધતિથી અવગત કરાવાશે
📮પ્રવાસન દ્ગારા સેલ્ફીઝોન અને બેઠક માટે વિશેષ આયોજન
📮પ્રવાસીઓ દુર્લભ પક્ષીઓનો પણ નજારો માણી શકશે
📮બીએસએફના શસ્ત્રો અને સ્પેશિયલ ઈક્વિપમેન્ટ્સનું પ્રદર્શન કરાશે
📮BSF પર બનેલી ફિલ્મ દર્શાવાશે, જે નેશનલ જ્યોગ્રાફી દ્વારા બનાવવામાં આવી છે.

📇⚫ ज्ञान की दुनिया ⚫📇