Friday 12 May 2017

ðŸ’ŠðŸ― *‘āŠ§ āŠ—્āŠ°ેāŠŸ āŠ–āŠēી’* ðŸ’ŠðŸ―

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

  💪🏽 *‘ધ ગ્રેટ ખલી’* 💪🏽

👉🏿સૌથી તાકતવર વ્યક્તિ ખલી ને કોણ નથી ઓળખતું.

👉🏿‘ધ ગ્રેટ ખલી’ નું અસલી નામ ‘દલીપ સિંહ રાણા’ છે,

👉🏿 જેમનો જન્મ હિમાચલ પ્રદેશ ના રાજપુત પરિવારમાં થયો છે. ‘ધ ગ્રેટ ખલી’ સિવાય તેમને ‘જાયન્ટ સિંહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

👉🏿 ખલી ઘણી બધી હોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

👉🏿ઉપરાંત તેઓ ભારતનો સૌથી વધુ ચર્ચિત અને કોન્ટ્રોવર્શિયલ શો ‘બીગબોસ-4’ પણ જોવા મળ્યા હતા.

👉🏿તેઓ એક પ્રોફેશનલ રેસલર છે, જેઓ મહાબલી ‘અન્ડરટેકર’ ને પણ WWE માં ઘૂડ ચટાવી ચુક્યા છે.

👉🏿રેસલમેનીયા માં પણ આમનું ખાસું નામ પ્રખ્યાત છે.

👉🏿 આના સિવાય તેઓ એટલા બધા તાકતવર છે કે એકવાર એક જ ઘુસામાં પહેલવાન ‘બીગ શો’ ને બેહોશ કરી દીધો હતો.

👉🏿ખલીની છાતી ૫૬ ઇંચની નથી પણ ૬૩ ઇંચની છે, જે ભારતીય રેકોર્ડ છે.

👉🏿 સાત ફૂંટ એક ઇંચ લાંબા ભીમકાય શરીર ઘરાવતો ખલી મહાકાળી માતા નો મોટો ભક્ત છે. વિદેશી લોકો એ જ તેમને ‘ખલી’ નામ આપ્યું છે.

👉🏿તમને જણાવી દઈએ કે ૧૯૦ કિલો વજન વાળો ખલી ભારતના જંગલમાં ફરવા જાય છે. તેને અજ્ગરથી ડર નથી લાગતો. તેઓ શુદ્ધ શાકાહારી છે. શાકાહાર નો પ્રબળ સમર્થન કરતા ખલી તમાકુ અને દારૂથી પણ દુર જ રહે છે.

👉🏿ખલી રોજ સવારે ૧૦ લીટર દૂધ, ૨૦ ઉકાળેલા ઈંડા, ૫ ગ્લાસ મિક્સ જ્યુસ, ૫ ગ્લાસ દાડમનું જ્યુસ પીવે છે.

👉🏿 નાનપણમાં ખલીના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે પોતાના ભાઈઓ સાથે મજદૂરી નું કામ કરવું પડ્યું હતું તેથી તેમને ભણતર પૂરું કર્યું ન હતું.

👉🏿ધ ગ્રેટ ખલી ના લગ્ન હરવિંદર કૌર સાથે થયા છે જે એક પંજાબી મહિલા છે.

👉🏿ખલીને Gigantism નામની બીમારી છે જેના કારણે તેમનું શરીર મહાકાય જેવું વિશાળ છે.

👉🏿 ખલી એ ઘણી બધી જાહેરાતો પણ કરી છે.

👉🏿હાલમાં તેઓ ભારતમાં નહિ પણ અમેરિકાના ટેક્સાસ શહેરમાં રહે છે.

📮 *વારિશ* 📮

✔ *"āŠĶુāŠĻિāŠŊાāŠĻી āŠļૌāŠĨી āŠŪોāŠŸી āŠ•ંāŠŠāŠĻી ‘Apple’*

👆🏿

✔  *"દુનિયાની સૌથી મોટી કંપની ‘Apple’*

👉🏿જો દુનિયામાં સૌથી શક્તિશાળી કંપનીની વાત કરવામાં આવે તો Apple નું નામ જ આવે.
👉🏿શરૂઆતમાં આ કંપનીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સમગ્ર વિશ્વમાં પોતાની અલગ અને અનોખી ટેકનોલોજીને કારણે પ્રખ્યાત કંપની ‘એપ્પલ’ ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

👉🏿કોઇપણ વ્યક્તિને પોતાની લાઈફમાં એકવાર તો એવી ખ્વાહીશ થાય જ કે મારે પણ એપ્પલ નો ફોન લેવો છે.
👉🏿 આજે બધા લોકો Apple નો ફોન અને Apple ની પ્રોડક્ટ લેવાનું પસંદ કરે છે.

👉🏿 એપ્પલ કંપનીની સ્થાપના એપ્રિલ ફૂલના દિવસે વર્ષ ૧૯૭૬માં થઇ હતી.

👉🏿 ‘સ્ટીવ જોબ્સ’ વિશ્વ વિખ્યાત કંપની એપ્પલ ના સંસ્થાપક હતા (૨૦૧૧માં તેમનું મૃત્યુ થયું), આની લીધે જ આપણને iPhone અને iPad જેવા ઉપકરણોનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો.

👉🏿 સ્ટીવ જોબ્સે બોદ્ધ ઘર્મને અપનાવ્યો હતો. તેઓ આજીવન શાકાહારી હતા.

👉🏿 સ્ટીવ જોબ્સે ૧૨ વર્ષની આયુમાં પહેલી વાર computer જોયું હતું.

👉🏿એપ્પલની શરુઆતમાં પ્રોડક્ટ પર ન્યુટન ની તસ્વીર આવતી હતી. એપ્પલની એક પ્રોડક્ટનું નામ પણ ન્યુટન હતું. જ્યાં સુધી આઈફોન આવ્યો ન હતો ત્યાં સુધી લોકો આ પ્રોડક્ટ ના ગુણગાન કરતા હતા. પરંતુ, જયારે આઈફોન માર્કેટમાં આવતા જ સ્ટીવ જોબ્સે એપ્પલથી ન્યુટનને હટાવી દીધો.

👉🏿 એપ્પલ ના એમ્પલોઈઝ (કામદારો) પ્રત્યેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે.

👉🏿 Apple હેડક્વાટરમાં કાર્યરત (એમ્પલોઈઝ) દરેક કામદારોની સરેરાશ આવક $125,000 છે.

👉🏿 વર્ષ ૨૦૧૦માં એપ્પલે પૂરી દુનિયાને ચોકાવી દીધી અને Microsoft ને પણ પાછળ છોડી દીધી.

👉🏿Apple એક મિનિટ માં $300,000 કમાઈ છે, જે રશિયન સ્ટોક માર્કેટ કરતા ખુબ વધારે છે.

👉🏿વર્ષ ૨૦૧૧માં એક સમય એવો આવ્યો જયારે એપ્પલ પાસે અમેરિકા ના સરકાર કરતા પણ વધારે પૈસા હતા.
👉🏿 તે સમયે એપ્પલ પાસે ૭૬.૪ બિલિયન ડોલર હતા જયારે અમેરિકાની સરકાર પાસે ૭૩.૭ બિલિયન ડોલર હતા.

👉🏿 Apple ની કંપની ૧ મીનીટે ૨ કરોડ રૂપિયાની કમાણી કરે છે.

👉🏿જો તમે Apple કમ્પાઉન્ડ ની પાસે સિગારેટ પિતા પકડાઈ જાવ તો તમને તેમની કોઈ પણ પ્રોડક્ટમાં વોરંટી ન મળે.

👉🏿વર્ષ ૨૦૧૪માં એપ્પ્લે એટલી બધી કમાણી કરી કે Google, Facebook અને Amazon ની કમાણીને ભેગી મેળવીએ તો પણ પૂરી ન થાય.

👉🏿 એવું કહેવામાં આવે છે કે અમેરિકાની ‘હાર્વર્ડ યુનિવર્સિટી’ માં એકવાર દાખલો (એડમિશન) મળી શકે છે પરંતુ Apple માં નોકરી મેળવવી ખુબજ મુશ્કેલ છે.

👉🏿 સમગ્ર વિશ્વમાં એપલના 80,000 કામદારો છે. જોકે આ પોતાના માં જ એક મોટી વાત છે.

👉🏿 જાપાનનો એક આદમી iPhone 6 માટે ૭ મહિના સુધી બહાર લાઈનમાં ઉભો હતો. આનાથી લોકોમાં Apple ની લોકપ્રિયતા વધી હતી.

👉🏿 હાલમાં Apple ના CEO ‘ટીમ કુક’ છે. આના વિષે ખાસ વાત છે કે આ Apple ના પ્રત્યેક કર્મચારીઓને સવારે ૪:૩૦ વાગ્યે ઈ-મેલ કરી દે છે.

👉🏿Apple iPhone ની પ્રત્યેક જાહેરાતમાં ૯:૪૧ મિનીટ હોય છે. આનુ કારણ એ છે કે ૨૦૦૭માં સ્ટીવ જોબ્સે આ મોબાઈલને આ જ સમય પર જનતા સામે પ્રસ્તુત કર્યો હતો.

👉🏿 દુનિયામાં ત્રણ સૌથી કીમતી બ્રાંડ છે, જેમાંથી એક છે Apple.

👉🏿 ફક્ત ૨૫ વર્ષની ઉમરમાં એપ્પલ કંપનીના દમ પર સ્ટીવ જોબ્સ કરોડપતિ બની ગયા હતા.

® āŠ­ાāŠ°āŠĪ āŠĻા āŠŪુāŠ–્āŠŊ āŠļāŠ°ોāŠĩāŠ° ®

® ભારત ના મુખ્ય સરોવર ®

🌺 સાંભર,પુષ્કર,ઢેબર,નખી ➖ રાજસ્થાન

🌺 વુલર,દા્લ,પોંગોંગ સો ➖ જમ્મુ કાશ્મીર

🌺 નૈનિતાલ, ભિમતાલ ➖ ઉત્તરાખંડ

🌺 કોલેરું,પુલિકત ➖ આંધ્રપ્રદેશ

🌺 હુસૈનસાગર, ઓસમાંનસાગર ➖ તેલંગાણા

🌺 લોનાર, શિવાજીસાગર (કોટાના) ➖ મહારાષ્ટ્ર

🌺 ચિલ્કા ➖ ઓડિશા

🌺 વેમ્બનાદ ક્યાલ, અસ્થમુદી ➖ કેરળ

🌺 ફુલ્હર ➖ ઉત્તરપ્રદેશ

🌺 લોકતક ➖ મણિપુર

🌺 સુખના ➖ ચંદીગઢ

⚓રોહિત.....

® āŠ•ેāŠŸāŠēાāŠ• āŠĶેāŠķોāŠĻા āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠšિāŠĻ્āŠđ ®

® કેટલાક દેશોના રાષ્ટ્રીય ચિન્હ ®

📮 ભારત ➖ અશોક સ્તંભનો શિર્શભાગ

📮 યુ.કે ➖ સફેદ કમળ

📮રશિયા ➖ ડબલ હેદેડ એગ્લ

📮તુર્કી ➖ ચંદ્ર અને તારા

📮ઈટલી ➖ સફેદ કમળ

📮નોર્વે ➖ સિંહ

📮ઈરાન ➖ ગુલાબ નું ફૂલ

📮બાંગ્લાદેશ ➖ વોટર લીલી

📮જાપાન ➖ગુલ્દાઉદી (પીળા કલર જેવું ફૂલ )

📮યુ.એસ.એ. ➖ ગોલ્ડન રોડ

📮કેનેડા ➖ મેપલ લીફ

📮ઓસ્ટ્રેલિયા ➖ વેટલ

📮નેધરલેન્ડ ➖ સિંહ

📮ન્યુઝીલેન્ડ ➖ કિવી

📮સ્પેન ➖ ઇગલ

📮ફ્રાંસ ➖લીલી

⚓રોહિત.....

📝āŠĩિāŠķ્āŠĩ āŠ†ંāŠĪāŠ°āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠĻāŠ°્āŠļ āŠĶિāŠĻ📝

👩‍🔬👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩‍🔬

⚫ ૧૨ મે  ⚫
📝વિશ્વ આંતરરાષ્ટ્રીય નર્સ દિન📝
                    

📮➖સમગ્ર વિશ્વમાં નર્સિંગ વ્યવસાયને ગૌરવ અપાવનાર મહિલા બ્રિટન ફ્લોરેન્સ નાઈટીગેઈલનો જન્મ ૧૨ મે ૧૮૨૦ના રોજ ઈંગ્લેન્ડના ગર્ભશ્રીમંત પરિવારમાં થયો હતો.

📮➖બચપણથી  બિમાર લોકોની સેવા કરવાની અદમ્ય ઈચ્છા રહેતી હતી.

📮➖તેમણે પોતાના માતાપિતાથી અજાણ ચોરીછૂપીથી નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

📮➖ત્યારપછી તેઓ એક મોટી હોસ્પીટલના સુપરવાઈઝ તરીકે નિમણૂંક થઇ હતી.

📮➖ ઈ.સ. ૧૮૫૪માં કોમીયા (રશિયા) ની લડાઈ થઇ ત્યારે તેઓ ૩૮ નર્સોની એક ટૂકડી લઇ ઘાયલ સૈનિકોની સેવા  અને આરોગ્યપ્રદ ભોજન આપી સેવા કરી.

📮➖ બ્રિટનના નાગરીકોએ અને સૈનિકોએ તેમની આ કામગીરીની કદર કરી ૪૪૦૦ પાઉન્ડ એકઠા કરી તેમનું સન્માન કર્યું હતું.

📮➖પરંતુ ફ્લોરેન્સ નાઈટીંગેઈલને ઈચ્છાને માં આપી તેમણે એક નર્સિંગ સ્કૂલની સ્થાપના કરી હતી.

📮➖ઈ.સ. ૧૮૬૦માં આ સ્કૂલનું નામ ‘ સેટ થોમસ સ્કૂલ ઓફ નર્સિંગ’ રાખવામાં આવ્યું હતું.

📮➖ ઈ.સ. ૧૮૪૬માં મદ્રાસ ખાતે સૌપ્રથમ સરકારી હોસ્પીટલની સ્થાપના થઇ ત્યારબાદ ઈ.સ.૧૮૮૮માં આધુનિક નર્સિંગની શરૂઆત થઇ.

📮➖ઈ.સ. ૧૯૨૬માંભારતમાં મિલેટ્રી નર્સિંગ શરૂ કરવામાં આવી હતી.

📮➖ ફ્લોરેન્સ નાઈટીંગેઈલ જીવન દરમ્યાન સખત પરિશ્રમ અને કષ્ટમય જીવનને પછાડ આપી તેમણે પાછલી અવસ્થામાં રાત્રે પણ હાથમાં ફાંસ લઈને સૈનિકોની સેવા માટે ખૂણે ખૂણે ભમી વળતા હતા.

📮➖આ મહાન સન્નારી સેવિકા ઘાયલ સૈનિકોએ તેમને ‘ લેડી વિથ ધ લેમ્પ’ એવા વ્હાલસોયા નામથી જ ઓળખતા હતા.

📮➖તેમનું અવસાન તા.૧૮/૮/૧૯૧૦માં થયું હતું. તેમનો જન્મદિન ૧૨ મે સમગ્ર વિશ્વ ‘ આંતરરાષ્ટ્રીય નર્સ – પરિચારિકા દિન’ તરીકે ઉજવાય છે.

📮➖કિશ્ચયન મિશનરીઓએ આ વ્યવસાયને ભારતમાં વેગ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

📮➖ભારતીય નર્સો માટે ઈ.સ. ૧૮૭૨માં તેના વર્ગોની શરૂઆત થઇ.

📮➖ઈ.સ. ૧૯૦૭માં તેમણે નર્સિંગ પરીક્ષા માટે બોર્ડની સ્થાપના કરવામાં આવી.

📮➖ ભારતમાં સૌપ્રથમ ઈ.સ. ૧૯૪૧માં દિલ્લીમાં નર્સિંગ કોર્સની શરૂઆત કરવામાં આવી હતી.

📮➖ત્યારપછી ઈ.સ. ૧૯૪૬માં નર્સિંગ કોલેજની શરૂઆત થઇ હતી.

📮➖ગુજરાત રાજ્યમાં આ કોર્સ રાજ્ય સરકાર  તથા પ્રાઈવેટ સંસ્થાઓ આ અભ્યાસ કરાવે છે.

📮➖ આ દિવસે નર્સોની સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવે છે.

📨 સમીર પટેલ 📨
👨‍❤‍👨👩‍🔬જ્ઞાન કી દુનિયા 👩‍🔬👨‍❤‍👨

✔ *āŠ…āŠŪેāŠ°િāŠ•ાāŠĻા ‘āŠĩ્āŠđાāŠˆāŠŸ āŠđાāŠ‰āŠļ’ āŠĩિāŠ·ે.*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

✔ *અમેરિકાના ‘વ્હાઈટ હાઉસ’ વિષે.*

👉🏿‘વ્હાઈટ હાઉસ’ સંયુક્ત રાજ્ય અમેરિકા ના ‘વોશિંગ્ટન ડીસી’ માં સ્થિત એક ભવન નું નામ છે. આ અમેરિકાના રાષ્ટ્રપતિ નું અધિકારિક (સરકારી) નિવાસ સ્થાન અને મુખ્ય કાર્યાલય છે.

👉🏿વ્હાઈટ હાઉસને આયરીશ મૂળના અમેરિકી આર્કિટેક્ચર જેમ્સ હોબને વાસ્તુ મુજબ ડીઝાઇન કર્યું છે. આની પહેલી ઈંટ ૧૭૯૨માં નાખવામાં આવી હતી. આને તૈયાર કરવાનો સમય ૮ વર્ષનો લાગ્યો હતો.

👉🏿કહેવામાં આવે છે વ્હાઈટ હાઉસમાં દર અઠવાડિયે ૬૫,૦૦૦ ચિઠ્ઠીઓ આવે છે. જયારે પ્રતિદિન ૨,૫૦૦ – ૩,૫૦૦ ફોન કોલ્સ, ૧,૦૦૦ ફેક્સ અને ૧,૦૦,૦૦૦ EMAIl આવે છે.

👉🏿વ્હાઈટ હાઉસ ને સામાન્ય માણસો પણ જોવા જઈ શકે છે. આને જોવા માટે તમારે પૈસા નથી આપવા પડતા પણ છ મહિના અગાઉ
👉🏿અરજીપત્રક આપવું પડે છે.

👉🏿આ ભવ્ય રાષ્ટ્રપતિ ભવન માં કુલ ૧૩૨ રૂમો છે. ઉપરાંત ૩૫ બાથરૂમ, ૪૧૨ દરવાજા, ૧૪૭ બારીઓ, ૨૮ સ્ટોવ (રસોઈ બનાવવાનું સાધન), ૮ દાદર અને ૩ લીફ્ટ છે.

👉🏿આ ૫૫,૦૦૦ જેવા આલીશાન ક્ષેત્રફળ માં બનેલ છે. જમીન થી ૭૦ ફૂંટની ઊંચાઈએ સ્થિત આની પહોળાઈ ૧૭૦ ફૂંટ અને ઊંડાઈ ૮૫ ફૂંટ છે. આ ૧૮ એકર જમીનમાં ફેલાયેલ છે.

👉🏿આ સુંદર ભવ્ય ઈમારતનું નિર્માણ ૧૩ ઓક્ટોબર ૧૭૯૨માં શરુ કરવામાં આવ્યું અને સમાપન ૧ નવેમ્બર ૧૮૦૦માં થયું હતું.

👉🏿 રાષ્ટ્રપતિ જોર્જ વોશિંગ્ટન જ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જે ક્યારેય વ્હાઈટ હાઉસ રહ્યા નથી. તેઓ કામ માટે જ આના કાર્યાલય નો ઉપયોગ કરતા.

👉🏿વ્હાઈટ હાઉસ જેવી જ સેમ કોપી ટુ કોપી દુનિયામાં હજુ પણ બે ઈમારત છે, ફ્રાંસમાં અને આયર્લેન્ડ (ડબ્લીન) માં.

👉🏿 આ છ માળનું છે. જેમાં ૨ ભોયતળીયા, ૨ પબ્લિક માળ અને બાકીના માળનો ઉપયોગ રાષ્ટ્રપતિ અને તેમની ફેમિલી કરે છે.

👉🏿આ શાનદાર ભવન માં ૧૪૦ મહેમાનો એકસાથે ભોજન કરી શકે તેવી સુવિધા છે. ઉપરાંત આ તમામ સુખ-સુવિધા થી સજ્જ છે. આમાં ટેનીસ કોર્ટ, જોગીંગ ટ્રેક, સ્વીમીંગ પુલ, મુવી થીયેટર અને બૌલીંગ લેન છે.

👉🏿વ્હાઈટ હાઉસ ની આજુબાજુ એટલી બધી લીલીછમ હરીયાળીઓ છે કે આપણે અહીના વાતાવરણ ને ૧૦૦ % પ્રદૂષણ મુક્ત કહી શકીએ.

👉🏿આશ્ચર્યની વાત છે કે વ્હાઈટ હાઉસની ફક્ત બહાર કલર કરવા ૫૭૦ ગેલન રંગની જરૂર પડે છે. ૧૯૯૪માં કલર કરવાનો ખર્ચો ૨,૮૩,૦૦૦ ડોલર એટલેકે ૧ કરોડ ૭૨ લાખ કરવા વધારે રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

👉🏿આમાં ૫ ફૂલટાઈમ પ્રોફેશનલ શેફ (રસોઈયા) કામ કરે છે.

👉🏿મોટાભાગે લોકો આ વાત નથી જાણતા કે આમાં રહેતા રાષ્ટ્રપતિ ને રહેવા બદલ ખર્ચો સરકારને આપવો પડે છે. રાષ્ટ્રપતિ અને તેની ફેમિલીને ભોજન, ટુથપેસ્ટ, ડ્રાઈ ક્લીનીંગ વગેરે વસ્તુનું દર મહિનાની છેલ્લી તારીખે પૈસાનું બીલ આપવું પડે છે.

💐 *વારિશ* 💐

✔ *Sports āŠœāŠ—āŠĪ āŠĩિāŠ·ે*

✔ *Sports જગત વિષે*

👉🏿સમગ્ર વિશ્વમાં ફૂટબોલ સૌથી વધારે જોવાયેલ રમત છે. આના ૧ બિલિયન (અરબ) કરતા પણ વધારે ફેંસ છે.

👉🏿ઓલમ્પિક રમતમાં સૌથી વધુ મેડલ જીતનાર સોવિયેત ના જીમ્નાસ્ટ ‘લેરીસ લેટીની’ નું નામ સૌથી ઉપર આવે છે. લેરીસે ૧૯૫૬ થી ૧૯૬૪ સુધી કુલ ૧૮ મેડલ્સ જીત્યા છે.

👉🏿 ફૂટબોલ ના બોલને ચામડાના ૩૨ ટુકડા સાથે જોડીને ૬૪૨ ટાંકા લઈ સિલાઈ કરી જોડયા બાદ તૈયાર થાય છે.

👉🏿 ક્રિકેટનો બોલ બનાવવા બોલમાં ૬૫ થી ૭૦ ટાંકા લીધા બાદ તૈયાર થાય છે.

👉🏿 ગોલ્ફ એકમાત્ર એવો ખેલ છે જેણે ચંદ્રની સપાટી પર રમવામાં આવ્યો છે. છે ને ખરેખર ચોકાવનારી વાત!

👉🏿 સૈફ અલી ખાન ના દાદા ઇફ્તીહાર અલી ખાન પટૌડી ક્રિકેટના એકમાત્ર એવા પ્લેયર હતા જેમણે ટેસ્ટ મેચ બે દેશો તરફથી રમી છે. તેમણે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમ માંથી મેચ રમી છે.

👉🏿 ઓલમ્પિક (Olympics) રમતની શરૂઆત ‘ઓલમ્પ્સ’ નામના યુનાની દેવતા ના સમ્માનમાં સૌપ્રથમ ૭૭૬ ઈ.સ. પૂર્વે થઇ હતી. તે સમયે આમાં નાટક, સંગીત, સાહિત્ય, કળા અને જીમ્નાસ્ટીક જેવી રમતો આયોજિત થતી હતી.

👉🏿૮૦ % કરતા પણ વધુ ફૂટબોલ પાકિસ્તાન માં બનાવવામાં આવે છે.

👉🏿 ઓલમ્પિક રમત નું આયોજન દર ચાર વર્ષ પછી કરવામાં આવે છે.

👉🏿રસપ્રદ! ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક સ્ટેવર્ટ (Alec Stewart) નો જન્મ 8-4-63 માં થયો હતો અને તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં 8463 રન બનાવ્યા હતા.

👉🏿વોલીબોલ રમતની શોધ વર્ષ ૧૮૯૫માં અમેરિકાના ‘વિલિયમ જ્યોર્જ મોર્ગને’ કરી હતી..

💐વારિશ 💐

ðŸŽŊāŠ­ોāŠœા āŠ­āŠ—āŠĪ ( āŠœāŠĻ્āŠŪ )

📚📚📚📚📚📚📚📚
*Gyan Ki Duniya*
*Hemanshu Tilavat*
📚📚📚📚📚📚📚📚
👉 આજનો દિવસ :-
🎯ભોજા ભગત ( જન્મ )
ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦), જેઓ ભોજલ અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના હિંદુ સંત કવિ હતા.

🎯 જન્મ ૧૭૮૫
ફતેપુર અથવા દેવકી ગલોળ, ગુજરાત, ભારત

🎯 મૃત્યુ ૧૮૫૦
વીરપુર, ગુજરાત, ભારત

🎯 વ્યવસાય ખેડૂત, સંત, કવિ
માતાપિતા કરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા

👉 જીવન :
ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.
વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે.
૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.

👉 સર્જન:
તેમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા. કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયાં લખ્યા છે પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના ચાબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે. સામાજીક વિસંગતતાઓ પર તેમણે તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા દેખાઇ આવે છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતાં છે. તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મય અંગે છે.

👉 પ્રભાવ:
તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને જાય છે જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે. તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.
તેમને ઘણાં શિષ્યો હતા જેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જાણીતાં સંતોમાં વીરપુરના જલારામ અને ગારીયાધારના વાલમરામનો સમાવેશ થાય છે.

👉 હાલો ને કીડીબાઇની જાનમાં – ભોજા ભગત
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….
મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….
મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….
મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….
ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….
વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..
- ભોજા ભગત
📚📚📚📚📚📚📚📚
*Gyan Ki Duniya*
*H€M@N$HU TiL@V@T*
📚📚📚📚📚📚📚📚

💐 *āŠ†āŠĻ્āŠ§્āŠ° āŠŠ્āŠ°āŠĶેāŠķ* 💐

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💐 *આન્ધ્ર પ્રદેશ* 💐 

👉🏿ભારતની દક્ષીણ-પૂર્વ માં આવેલ રાજ્ય છે.

👉🏿આન્ધ્ર પ્રદેશની સીમાએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટક આવેલા છે.

👉🏿તે ભારત મા ક્ષેત્રફળ ની રીતે ચોથો અને

👉🏿વસતી ની રીતે પાંચમો ક્રમાંક ધરાવે છે.

👉🏿તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર હૈદરાબાદ છે.

👉🏿 આન્ધ્ર પ્રદેશ નો વિસ્તાર ક્રૃષ્ણા અને ગોદાવરી નદીઓથી ફળદ્રુપ છે.

👉🏿આ રાજ્ય ભારત માં ૯૭૨ કિમી(૬૦૪ માઇલ) લાંબો દરિયાકિનારો ધરાવે છે,જે બધા રાજ્યો માં બીજો ક્રમાંક ધરાવે છે.

👉🏿ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. 

👉🏿દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.

👉🏿 નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.

👉🏿બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્રપ્રદેશ" રાખવામાં આવ્યા.

👉🏿આંધ્ર પ્રદેશ રાજ્યમાં કુલ ૨૩ જિલ્લાઓ આવેલા હતા, ૨ જૂન ૨૦૧૪ના રોજ બે રાજ્ય, આંધ્રપ્રદેશ (સિમાંધ્ર) અને તેલંગાણામાં વિભાજન પછી આંધ્રપ્રદેશમ નીચેના ૧૩ જિલ્લાઓ આવેલા છે.

➖અનંતપુર જિલ્લો
➖ચિત્તૂર જિલ્લો
➖પૂર્વ ગોદાવરી જિલ્લો
➖ગુન્ટૂર જિલ્લો
➖કડપ્પા જિલ્લો
➖કૃષ્ણા જિલ્લો
➖કુર્નૂલ જિલ્લો
➖નેલ્લોર જિલ્લો
➖પ્રકાસમ જિલ્લો
➖શ્રીકાકુલમ જિલ્લો
➖વિશાખાપટનમ જિલ્લો
➖વિજયનગર જિલ્લો
➖પશ્ચિમ ગોદાવરી જિલ્લો

👉🏿જ્યારે નીચેના ૧૦ જિલ્લાઓ હવે તેલંગાણા રાજ્યમાં આવેલા છે.

➖અદિલાબાદ જિલ્લો
➖કરીમનગર જિલ્લો
➖ખમ્મમ જિલ્લો
➖મહેબૂબનગર જિલ્લો
➖મેદક જિલ્લો
➖નાલગોંડા જિલ્લો
➖નિઝામાબાદ જિલ્લો
➖વારંગલ જિલ્લો
➖રંગારેડ્ડી જિલ્લો
➖હૈદરાબાદ જિલ્લો..

💐 *વારિશ* 💐

💐💐 āŠŪીāŠ°ાંāŠŽાāŠˆ 💐💐

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

💐💐 મીરાંબાઈ 💐💐

✍🏿મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતાં અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે.

✍🏿આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. 

✍🏿મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.

✍🏿 મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે.

✍🏿મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.

📮 જીવન પરિચય 📮

✍🏿મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. 

✍🏿તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં.

✍🏿જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી.

✍🏿શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ.

✍🏿 જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી.

✍🏿 મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો.

✍🏿 પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

🙏 મીરાંબાઈના ગુરુ 🙏

✍🏿ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા.

✍🏿 પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં.

✍🏿 આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું.

✍🏿 મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,

👉🏿"નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ.
મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ."

ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની.

ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ, નામ નહીં છોડું.

કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.

📜 રચિત ગ્રંથો 📜

👉🏿મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:

✍🏿બરસી કા માયરાગીત
✍🏿 ગોવિંદ ટીકા
✍🏿રાગ ગોવિંદ
✍🏿રાગ સોરઠ કે પદ

✍🏿આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે...

💐✍🏿 વારિશ ✍🏿💐