Saturday 21 January 2017

💐💐āŠ•āŠĩિ āŠĶāŠēāŠŠāŠĪāŠ°ાāŠŪ💐💐

💐💐કવિ દલપતરામ💐💐
January 21
                       

😘 ગુજરાતી કવિ દલપતરામનો જન્મ તા. ૨૧/૧/૧૮૨૦ના દિવસે વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો.  તેમના પિતા ડાહ્યાભાઈ પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ પિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં લીધું બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ હતો.

🌻🌻શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો.

🍂🍂ઈ.સ.૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું નિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં ‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ઈ.સ.૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી.

🌻પરંતુ ઈ.સ. ૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની જવાબદારી સંભાળી હતી. ઈ.સ.૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. તેમનું ઉપનામ ‘ત્રવાડી’ હતું. 
                   

💐   ગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ અને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.

💥અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે રચી છે. ‘વેનચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી.

🍂‘દલપતકાવ્ય’-ભા.૧, ૨માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપૂણે અત્યારે ઉપલબ્ધ નથી.

🌻 ‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘વિજ્યવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્રપ્રબંધો, બોધક દ્રષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિનોદ છે. દલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું ‘લક્ષ્મી નાટક’  એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ છે.

🍂 સંસ્કૃત અને લોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે ‘સ્ત્રીસંભાષણ’ , ‘તાર્કિકબોધ’ ,‘દૈવજ્ઞદર્પણ’, સંસ્મરણલેખો તેમની કૃતિઓ છે. એમણે ‘ભૂતનિબંધ’ , ‘જ્ઞાતિનિબંધ’ , ‘પુનર્વિવાહપ્રબંધ’ , ‘શહેરસુધરાઈનો નિબંધ’  વગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે.

🌻‘ગુજરાતી પિંગળ/‘દલપતપિંગળ’ અને ‘અલંકારાદર્શ’  એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે.

😰તેમનું ૨૫ માર્ચ ૧૮૯૮ના રોજ અમદાવાદમાં અવસાન થયું.