Sunday 14 May 2017

✔ *Subject- short name*

✔ *Subject- short name*

📱LAN➖લોકલ એરિયા નેટવર્ક

📱MAN➖મેટ્રોપોલીટન એરિયા નેટવર્ક

📱WAN➖ વાઈડ એરિયા નેટવર્ક

📱MB➖મેગા બાઈટ

📱MODEM ➖મોડ્યુલેટર - ડિમોડ્યુલેટર

📱OMR➖ઓપ્ટિકલ માર્ક રીડર

📱PPP➖પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ

📱RAM➖ રેન્ડમ એક્સેસ મેમરી

📱ROM➖રીડ ઓન્લી મેમરી

📱WAP ➖ વાયરલેસ એપ્લીકેશન પ્રોટોકોલ

📱NIC ➖ નેટવર્ક ઈન્ટરફેસ કાર્ડ

📱KBPS ➖કિલો બાઈટ પર સેકન્ડ

📱VGA➖વિડિયો ગ્રાફિક્સ એરિયા

📱GPRS ➖જનરલ પોકેટ રેડિયો સર્વિસ

📱DTP➖ડેસ્કટોપ પબ્લીશીંગ

📱CAN ➖ કેમ્પસ એરિયા નેટવર્ક

📱SAN ➖ સેટેલાઈટ એરિયા નેટવર્ક

📱વારિશ 📱

📮 *પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા* 📮

📮 *પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા* 📮

👸ભારત રત્ન ➖ ઇન્દિરા ગાંધી

👸જ્ઞાનપીઠ ➖ આશાપુર્ણા દેવી

👸મિસ વલ્ડ ➖ રીટા ફારિયા

👸મેગસેસે ➖ મધર ટેરેસા

👸મિસ યુનિવર્સ ➖ સુસ્મિતા સેન

👸બુકર પ્રાઈઝ ➖ અરુંધતી રોય
👸ઓસ્કાર ➖ ગાંધી ફિલ્મ .ભાનુ અથૈયા

👸દાદા સાહેબ ફાળકે ➖ દેવિકા રાણી

👸રાજીવ ગાંધી ખેલ રત્ન ➖ કુંજરાની દેવી

👸એશયાઇ રમત મા સુવર્ણ ➖ કમલજીત સંધુ

💐💐 *વારિશ* 💐💐

*👩‍👧‍👦મધર્સ ડે👩‍👧‍👦*

*👩‍👧‍👦મધર્સ ડે👩‍👧‍👦*

*🌷મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે.*

🌷આ વખતે 14 મે ના રોજ મધર્સ ડે છે.

આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, તો પ્રયત્ન કરો કે 'મધર્સ ડે' પર માં માટે કંઈક કરશો તો મમ્મીને કેટલો આનંદ થશે. બહુ નાના-નાના કામ છે જેને કરવાથી માંને ખૂબ સારુ લાગશે. જોઈએ તો ઘરના અન્ય સભ્યો કે પપ્પાની મદદ લો. આવો જોઈએ કે એવા કયા કામ છે જેને કરવાથી માં ને આ વાતનુ દિવસ પર સારુ લાગે.

💐 સવારે જો પાણી આવવાનુ હોય તો મમ્મીને પાણી ભરવામાં મદદ કરો.
💐જમવાનુ બનાવવામાં માંની મદદ કરો, જેટલુ બની શકે એટલી.
💐ઘરમાં કચરા-પોતુ કરવાની જવાબદારી આજના દિવસે તમારી પર લઈ લો.
💐તમારા મિત્રોની સાથે મળીને મમ્મીને ફૂલ ભેટ આપો, અને મિત્રોની ઘરે જઈને તેમની મમ્મીને ફૂલ ભેટ કરો.
💐આજે પપ્પાની સાથે માંની મનપસંદની કોઈ વસ્તુ બજારથી લઈને તેમને આપો.
💐સાંજનુ જમણવાર મમ્મીની પસંદગીનુ બનાવો
💐જૂનો આલબમ કાઢીને મમ્મી સાથે થોડીવાર બેસો
💐સાંજે મમ્મીની પસંદગીની કોઈ ફિલ્મ બધા સાથે મળીને જુઓ.
💐બની શકે સાંજે તેમને ક્યાંક ફરવા લઈ જાવ
💐મમ્મીની પસંદગીના ગીતો ભલે તમને ન ગમતા હોય તો એક દિવસ તેની સીડી વગાડો.
💐મમ્મીની કોઈ બહેનપણીને ફોન કરો અને તેમની વાત તમારી નાની (મમ્મીની મમ્મી) સાથે કરાવો.

💥મમ્મી આખો વર્ષ તમારી ખુશીનો ખ્યાલ રાખે છે. આ એક દિવસ તમે તેમને ખુશ કરીને જુ. તમને જરૂર મમ્મી કરતા વધુ ખુશી મળશે.
આ સિવાય તમારા મનથી કંઈક કરી શકો તો વધુ સારું. ખુશીનો આ બૂમરેંગ ચલાવી જુઓ તો ખરા.. તો પછી *હેપી મધર્સ ડે ટુ ઓલ મોમ્સ... મમ્મા... માં... બા... આઈ.... અમ્મી...*

📮 *પ્રણવ મિસ્ત્રી*

⚫ *જન્મ ૧૪ મે,૧૯૮૧* ⚫

    📮 *પ્રણવ મિસ્ત્રી*
  
*કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક*

👉🏿પ્રણવ મિસ્ત્રી ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી એ તેમના સંશોધનનો વિષય છે.

👉🏿 શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી.

👉🏿 સિક્સ્થ સેન્સ ટેકનોલોજીએ આખા જગતને ખુબ આકર્ષિત કર્યું છે. 

👉🏿તેઓ હાલમાં સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા અને રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. 

👉🏿માઉસલેસ, સ્પર્શ, ટેલી ટચ અને સેમસંગ ગેલેક્સી ગીયર તેમના બીજા આવિષ્કારો. મિસ્ત્રીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે સન્માનિત કર્યા હતા.

👉🏿પ્રણવનો *જન્મ ૧૪ મે,૧૯૮૧* ના રોજ ઉત્તર ગુજરાત ના પાલનપુર શહેરમાં થયો હતો.

👉🏿તેમની માતાનું નામ નયનાબેન કિર્તીભાઈ મિસ્ત્રી અને પિતાનું નામ કિર્તીભાઈ કરશનદાસ મિસ્ત્રી છે.   

👉🏿‘ઝોમ્બી’ના હુલામણા નામે તેઓ ઓળખાય છે.

👉🏿તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી માંથી કૉમ્પયુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે.

👉🏿 તેમણે ઇનડસ્ટ્રિયલ ડીઝાઇન સેન્ટર ,આઇઆઇટી-મુંબઈ માંથી માસ્ટર ઓફ ડીઝાઇનની ડીગ્રી મેળવી છે અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) માંથી મિડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી લીધી છે. ત્યાર બાદ તેઓ એમઆઈટીની મીડિયા લેબમાં ડોક્ટરેટ(પીએચડી) કરવાની સાથે રીસર્ચ આસિસ્ટન્ટ બન્યા.

👉🏿તેમના સંશોધનના વિષયમાં વેરેબલ કમ્પયુટિંગ, ઓગમેન્ટેડ રીઆલીટી, યુબિક્ટોસ કમ્પયુટિંગ, જેસ્ચુરલ ઇન્ટરેક્સન અને ટેઞીબલ ઇન્ટર્ફેસ, આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ, મશિન વિઝન, કલેક્ટીવ ઇન્ટેલિજન્સ અને રોબોટીક્સ નો સમાવેશ થાય છે.

👉🏿૨૦૧૨માં પ્રણવ ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયા.

👉🏿 તેઓ સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા તેમજ રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે.

👉🏿 સપ્ટેમ્બર ૨૦૧૩માં સેમસંગ ગેલેક્સી ગીયર સ્માર્ટ વોચ (હાથમાં પહેરી શકાય તેવી સ્માર્ટવોચ, જે સ્માર્ટફોનનું લગભગ બધું જ કામ કરે) પણ તેમણે જ રજૂ કરી હતી.

👉🏿સેમસંગ ઉપરાંત તેમણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, નાસા, યુનેસ્કો, કાર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી જગવિખ્યાત સંસ્થાઓ સાથે કામ કર્યું છે.

✔ *ખ્યાતિ*

👉🏿પોપ્યુલર સાયન્સ દ્વારા સિક્સ્થ સેન્સની શોધને ૨૦૦૯ ઇન્વેનશન એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવી છે.

👉🏿તેમણે ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35 ૨૦૦૯ એવોર્ડ પણ જીત્યો છે. 

👉🏿૨૦૧૦માં ક્રિએટીવ મેગેઝીને તેમને ક્રિએટીવીટી૫૦ માં નામાંકીત કર્યા હતા. 

👉🏿ક્રિસ એન્ડરસનના મતે,પ્રણવ મિસ્ત્રી હાલના તબક્કાના 'વિશ્વના ૩ સર્વશ્રેષ્ઠ સંશોધકો' પૈકીના એક છે. 

👉🏿જીક્યુ ઈન્ડિયાએ પ્રણવને અત્યંત શક્તિશાળી ડિજિટલ ભારતીય ગણાવ્યાઅને ઈન્ડીયા ટુડેએ તેમને 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન આપ્યું. 

👉🏿કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં આગવું યોગદાન આપવા બદલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે મિસ્ત્રીને સન્માનિત કર્યા છે.

💐 *વારિશ* 💐

📨મહેંદી નવાઝ જંગ📨

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

📝૧૪ મે 📝
📨મહેંદી નવાઝ જંગ📨
                  
📮➖ગુજરાતના અર્વાચીન સંસ્કાર જગતને પોતાની વિવિધલક્ષી પ્રવૃતિઓ કરનાર ગુજરાત રાજ્યના સ્થાપના સમયના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગનો જન્મ તા. ૧૪/૫/૧૮૯૪ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો.

📮➖તેઓ હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી.

📮➖ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી.

📮➖ આ ઉપરાંત ઈ.સ. ૧૮૪૨માં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે ખૂબ જ પ્રશંસનીય કામગીરી તેમણે બજાવી હતી.

📮➖તેમણે વિવિધ સેવાઓની કદર કરીને ભારતસરકારે નવોદિત ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી એટલે કે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રી તરીકે નિમણૂંક કરી.

📮➖ગુજરાતની સેવાકીય, સામાજિક તેમજ આર્થિક પ્રવૃતિઓમાં ઊંડો અને સક્રિય રસ લઈને ગુજરાતને રાજકીય સ્ટાર પર ભારતના નકશામાં સ્થિર કરવાનું પાયાનું કામ તેમણે કર્યું હતું.

📮➖મહેંદી નવાઝ જંગને ભારત સરકારે તેમની વહીવટી સેવાઓની કદર કરીને ઈ.સ.૧૯૬૫માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલ છે.

📮➖ તેઓ લાલીત્ક્લા અકાદમીના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

📮➖આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, ગુજરાત કેન્સર સોસાયટી તથા કુંટુંબનિયોજન વગેરે સસ્થાઓમાં અને પ્રવૃતિઓને સફળ નેતૃત્વ પુરૂ પાડ્યું હતું.

📮➖ તેમનું અવસાન તા.૨૩/૬/૧૯૬૭ના રોજ હૈદરાબાદ ખાતે થયું હતું.

📮➖ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ‘ મહેંદી નવાઝ જંગ હોલ’ તેમનું કાયમી સંભારણું અને સ્મારક બની રહેશે.

🍫સમીર પટેલ 🍫
⚫📝જ્ઞાન કી દુનિયા 📝⚫

⚫⚫ *૧૪ મે* ⚫⚫

⚫⚫ *૧૪ મે* ⚫⚫

✔ *મહત્વની ઘટનાઓ*

👉🏿૧૭૯૬ – એડવર્ડ જેનરે પ્રથમ વખત શીતળા ની રસીનો પ્રબંધ કર્યો.

👉🏿૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજુરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.

👉🏿૧૯૭૩ સ્કાયલેબ  અમેરિકાનું  પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.

🎂 *જન્મ* 🎂

👉🏿૧૯૦૭ – અયુબ ખાન પાકિસ્તાનના પ્રમુખ

👉🏿૧૯૨૩ – મૃણાલ સેન ચલચીત્ર દિગ્દર્શક

👉🏿૧૯૩૬ – વહીદા રેહમાન .અભિનેત્રી

💐 *અવસાન* 💐

👉🏿૧૫૭૪ – ગુરુ અમરદાસ  ત્રીજા શીખ ગુરુ (જ. ૧૪૭૯)

💐💐 *વારિશ* 💐💐

*ભારતનો કેન્દ્રશાસિત*

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

  *ભારતનો કેન્દ્રશાસિત*
➖➖➖➖➖➖➖

✔ *આંદામાન અને નિકોબાર*

👉🏿આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે.

👉🏿આ દ્વિપસમૂહ બંગાળની ખાડી ની દક્ષિણમાં હિંદ મહાસાગર માં આવેલો છે.

👉🏿 તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.

👉🏿આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ આંદામાન અને નિકોબાર છે.

👉🏿 ૧૯૭૪ માં નિકોબાર જિલ્લાની સ્થાપના થઇ.

👉🏿૨૦૦૧ માં અંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી.

👉🏿 ભારત દેશનો સૌથી દક્ષીણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.

👉🏿આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે.

👉🏿આમાનાં ૨૬ ટાપુપર માનવ વસવાટ છે

👉🏿હુગલી નદી ના મુખથી ૯૫૦ કિ.મી. ના અંતરે આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી ૧૯૩ કિ.મી. દુર છે.

👉🏿અંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભુમિ (મેઇન લેંન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રા થી ૫૪૭ કિ.મી. દુર છે.

👉🏿ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઇ ૫૧ કિ.મી. છે.

👉🏿 આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ ચોરસ કિ.મી. છે.

💐💐 *વારિશ* 💐💐

*💥Breaking News💥*13-5-17

*💥Breaking News💥*13-5-17

*💥GST Bill ગુજરાત વિધાનસભામા સર્વાનુમતે પ્રસાર*

👉ગુજરાત વિધાનસભાની મળેલી એકદિવસીય બેઠકમા નાયમ મુખ્યમંત્રી અને નાણા પ્રધાન નીતિન પટેલ દ્રારા રજુ કરાયેલ ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક-2017(GST-Bill) સર્વાનુમતે પ્રસાર કરવામા આયુ

👉GST ના કેન્દ્ર સરકારના કાયદાને સમર્થન આપતુ આ *વિધેયક પ્રસાર કરનાર ગુજરાત દેશનુ 11 મુ રાજ્ય* બન્યુ

*👉GST-Goods and Services Tax*
              One Nation One Tax

*👉એક રાષ્ટ્ર એક કર* સુત્ર સાથેના આ GST Bill મા રાજ્ય સરકાર કોઇ ફેરફાર કરી શકે નહિ...આ એકાધિકાર માત્ર GST Council ને જ આપવામા આવેલો છે
👉સુધારેલા બંધારણના આર્ટિકલ *279 એ મુજબ જીએસટી કાઉન્સિલની રચના*

👉નવી દિલ્હીમાં ઓફિસ ધરાવતા જીએસટી કાઉન્સિલના સચિવાલયની રચના થયેલી છે

👉GST Bill ની જોગવાઇ મુજબ ગ્રાહકોને અગ્રિમતા આપતા આ કાયદામા વસ્તુઓની કિંમતમા દરેક રાજ્યમા જોવા મળતી વિસંગતા દુર થશે

*💥દેશના 25 રાજ્યોના સમર્થન બાદ  GST ના કાયદાને સમગ્ર દેશમા પહેલી જુલાઇથી લાગુ કરવામા આવશે*

💥ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયેલું *223 પાનાનું ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક, 2017  વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ પાના ધરાવતું બીજા ક્રમાંકનું વિધેયક* બન્યું છે.
👉આ અગાઉ *1993માં ચીમનભાઇ પટેલની સરકારમાં સૌથી વધુ 392 પાનાનું ગુજરાત પંચાયત અધિનિયમ વિધેયક રજુ કરવામાં આવ્યું હતું*

*💥ગુજરાત જીએસટી વિધેયકની મુખ્ય બાબતો💥*

👉જીએસટી હેઠળ ફરજિયાત નોંધણી દાખલો મેળવવા માટે કુલ ટર્નઓવરની મર્યાદા રૂ. 20 લાખ.

👉ખેડૂતોને રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ.

👉આંતરરાજ્ય ખરીદીની વેરા શાખ મળવાપાત્ર થશે.

👉નાના વેપારીઓની સુવિધા માટે ઉચ્ચકવેરો ભરવાની જોગવાઇ.

👉ઉચ્ચકવેરો ભરવાના વિકલ્પ માટે ટર્નઓવરની મર્યાદા રૂા. 50 લાખ.

👉ઉચ્ચકવેરાનો દર ટ્રેડર્સ માટે 1 (એક) ટકો, ઉત્પાદકો માટે 2 (બે) ટકા અને હોટેલ રેસ્ટોરન્ટ માટે 5 (પાંચ) ટકા.

👉દ્વિતીય અપીલ માટે જી.એસ.ટી. ટ્રીબ્યુનલની રચના.

👉કરદાતાએ ફકત વેચાણની વિગતો અપલોડ કરવાની રહેશે. બાકીના પત્રકો આપોઆપ તૈયાર થશે.

👉રૂા. 1.50 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પૈકી 90 ટકા વેપારીઓને લગતી કામગીરી રાજ્ય સરકારના સત્તાધિકારી હસ્તક.

*✍🏻નરેશકુમાર-9408832850🌷*

📮 *Whatsapp* 📮

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿


📮  *Whatsapp*  📮

📱➖આજે Whatsapp મોબાઇલ પર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ ચેટ એપ્લિકેશન છે.

📱➖ Whatspp મેસેજિંગ સર્વિસ પાંચ વર્ષ પહેલાં 2010, જાન્યુઆરી માં શરૂ કરવામાં આવી હતી તથા આજે આ 1 બિલિયનથી પણ વધારે ડાઉનલોડીંગ ની સાથે સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે.

📱➖Whatsapp Messenger Android, Blackberry, Window, Nokia, Tarzan તથા Firefox જેવા બધા પ્રોગ્રામમાં છે.

📮  *સંસ્થાપક*  📮

📱➖WhatsApp મેસેન્જર ને Yahoo ના બે પૂર્વ એમ્પ્લોઇ એ બનાવ્યું છે, જેનું નામ બ્રાયન એકટન અને જન કોમ છે.

📱➖બંને સંસ્થાપક પોતાના પ્રથમ ઇન્ટરવ્યૂ માં ફેલ

📱➖WhatsApp ના સંસ્થાપક ‘બ્રાયન એકટન’ અને ‘જન કોમ’ બંનેને ટ્વિટર અને ફેસબુક દ્વારા જોબ માટે રિજેક્ટ કરી દીધા હતા.

📱➖સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્લિકેશન, અને એ પણ ફક્ત 4 લોકોની ટીમ સાથે

📱➖WhatsApp એ 1 બિલીયન કરતા વધુ Android એપ્લિકેશન ડાઉનલોડ માટે મેડલ હાંસિલ કર્યું છે અને એ પણ ફક્ત 4 લોકોની ટીમ સાથે.

📱➖માર્કેટિંગ માટે એક પણ પૈસો ખર્ચ્યા નથી

📱➖અત્યાર સુધી WhatsApp એ માર્કેટિંગ માટે એક પણ પૈસો ખર્ચ્યા નથી, જેનો પૂરો શ્રેય કંપની પોતાના યુઝર ફીડબેક ને આપે છે.

📱➖‘જન કોમ’ કાગળ પર લખેલી આ નોંધ ને હંમેશા પોતાના ડેસ્ક પર રાખે છે

📱➖કંપનીના સંસ્થાપક ‘જન કોમ’ કાગળ પર લખેલી આ નોંધ ને હંમેશા પોતાના ડેસ્ક પર રાખે છે, જેનાથી તેઓ પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે.

📱➖900 મિલિયન યુઝર હોવા છતા ફક્ત 55 કર્મચારી.

📱➖ફેસબુક એ WhatsApp ને ખરીદવા માટે સૌથી વધુ બોલી લગાવી

📱➖Google whatsapp ને ખરીદવા માટે લગભગ 10 બિલિયન ડોલર રકમની ઓફર કરી હતી.

📱➖જયારે facebook એ WhatsApp ને 19 બિલિયન ડોલર માં ખરીદ્યું.

✔સૌથી વધુ એક્ટીવ યુઝર

📱➖તમને જાણીને આશ્ચર્ય થશે કે એક્ટીવ યુઝરના મામલામાં WhatsApp ફેસબુક થી ઘણું આગળ છે.

📱➖ભારતમાં વોટ્સએપના 70 મિલિયન એક્ટીવ યુઝર્સ છે.

📱➖વોટ્સએપ નું બજેટ વર્ષ 2010 માં નાસાના બજેટ કરતાં પણ વધુ કિંમત હતી.

📱➖ નાસાનું બજેટ 2010 માં 1857 બિલિયન ડોલર હતું પરંતુ, આ વર્ષે વોટ્સએપ ની કિંમત તેનાથી પણ વધારે હતી.

📱➖2 એપ્રિલ 2014 માં વોટ્સએપ ના નામે એક દિવસમાં સૌથી વધુ મેસેજીસ મોકલવા અને પ્રાપ્ત કરવાનો રેકોર્ડ બન્યો. જેના અનુસાર એક દિવસમાં Whatsapp દ્વારા 20 મિલિયન મેસેજીસ મોકલવામાં આવ્યા અને 44 બિલિયન મેસેજીસ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા અને એ પણ માત્ર 24 કલાક માં.

💵કુલ વાર્ષિક આવક💵

📱➖વોટ્સએપ ની કુલ વાર્ષિક આવક ઈન્ફોસિસ (infosys ) અને ટીસીએસ (tcs) ની કુલ આવક કરતાં પણ વધુ છે.

📱➖વોટ્સએપ પાસે પોતાના માટે એક ખાસ હાર્ટ ઈમોજી છે. જેને તમે ફક્ત એકવાર જ મોકલી શકો છો. આમાં આશ્ચર્યની વાત એ છે કે આ એક મિનિટમાં 60 વાર ઘડકે છે, જે માનવ હૃદયના ધબકારા સમાન છે.

📱➖ ખૂબ ઓછા લોકો ને ખબર છે કે વોટ્સએપ કંઈ પણ પોતાના સર્વર પર સ્ટોર કરતું નથી.

📱➖વોટ્સએપ કોઇપણ મેસેજને ત્યાં સુધી સ્ટોર કરે છે જ્યાં સુધી તે ડિલિવર નો કરવામાં આવે, એક વાર મેસેજ ડિલિવર થઈ જાય ત્યારે તેને વોટ્સએપના ખાનગી સર્વર માંથી દૂર કરવામાં આવે છે.

📱➖ કોઇપણ વ્યક્તિ વોટ્સએપ ને સિમકાર્ડ વગર પણ વાપરી શકે .

📱 *વારિશ*  📱

✔ *અમુક એવા જરૂરી Full Forms*

✔  *અમુક એવા જરૂરી Full Forms*

👉🏿HTTP➖હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ

👉🏿HTML➖હાઈપર ટેક્સ્ટ માર્ક અપ લેંગ્વેજ

👉🏿ISP➖ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર

👉🏿CRR➖કેશ રીઝર્વ રેશિયો

👉🏿GPS➖ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ

👉🏿CBSE➖સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન

👉🏿SIM➖સબસ્ક્રાઈબર આઇડેન્ટિફીકેશન મોડ્યુલ

👉🏿Ac97➖ઓડિયો કોડેક 97

👉🏿ATM➖ઓટોમોટેડ ટેલર મશીન

👉🏿BCC➖બ્લાઈંડ કાર્બન કોપી

👉🏿CSS➖કેસ્કેડીંગ સ્ટાઈલ શીટ

👉🏿NGO➖નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન

👉🏿BMW➖બાવેરીયન મોટર વર્ક

👉🏿CBI➖સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન

👉🏿CCTV➖ક્લોઝ સર્કીટ ટેલિવિઝન

👉🏿DNS➖ડોમેઇન નેમ સીસ્ટમ

👉🏿DVD➖ડીજીટલ વર્સાટાઈલ ડિસ્ક

👉🏿GIF➖ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોરમેટ

👉🏿LOL➖લાફીંગ આઉટ લોડ

👉🏿NEWS➖નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ

👉🏿SORRY➖સમ વન ઈઝ રીમેમ્બરિંગ યુ

👉🏿SMS➖શોર્ટ મેસેજ સર્વિસ

👉🏿OK➖ઓલ કરેક્ટ

👉🏿ICICI➖ઈન્ડસ્ટ્રીયલ ક્રેડીટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

👉🏿PAN➖પર્માનેન્ટ એકાઉન્ટ નંબર

👉🏿YAHOO➖હાઈઅરાર્કીકલ ઓફીશીયસ ઓરેકલ

👉🏿IMEI➖ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્યુંપમેંટ આઇડેન્ટિટી.

💐💐 *વારિશ* 💐💐

📨 સર રોનાલ્ડ રોસ 📨

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

🏹 ૧૩ મે 🏹
📨 સર રોનાલ્ડ રોસ 📨
                  

👩‍🔬➖મલેરિયા તાવના મચ્છરોના શોધક સર રોનાલ્ડ રોસનો જન્મ તા.૧૩/૫/૧૮૫૭ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા નૈનીતાલમાં થયો હતો.

👩‍🔬➖તેમના પિતા ભારતના બ્રિટીશ સેનાના સેનાધિપતિહતા.

👩‍🔬➖ તેમેણ પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ઈંગ્લેન્ડમાં લીધું હતું.

👩‍🔬➖ઈ.સ. ૧૮૮૧માં તેમેણ ડોકટરી પડવી મેળવી હતી.

👩‍🔬➖તેમને પિયાનોવાદક, ચિત્રકલા, ગણિત અને સંગીત એ તેમના શોખના વિષયો હતા.

👩‍🔬➖સૂક્ષ્મ અવલોકન, સતત તાર્કિક વિચારધારા અને પૂરી નિષ્ઠાથી કામ કરવાની ખેવનાને કારણે રોનાલ્ડ રોસ પ્રસિદ્ધ વિશ્વ વિજ્ઞાની બની ગયા.

👩‍🔬➖ભારતમાં પોતાની ડોકટરી સેવા દરમ્યાન ઘણાં બધાં પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકોને ‘ ટાઢિયો તાવ’ (મલેરિયા)થી પીડાતા હતા.

👩‍🔬➖રોગની મૂળ અને તે શાથી ફેલાય છે તે તેમના માટે ચિંતનનો વિષય બની ગયો હતો. અને તેમણે આ અંગે સંશોધન હાથ ધર્યું.

👩‍🔬➖અને ‘ એનોફિલીસ’ નામના મચ્છર કરડવાથી જ મેલેરિયા થાય છે તે ૨૯મી ઓગસ્ટ ૧૮૯૭ના રોજ પ્રયોગ કરી સિદ્ધ કરેલું.

👩‍🔬➖આથી આ ૨૦ ઓગસ્ટ ૧૮૯૭થી  ૨૦મી ઓગસ્ટ ‘ મચ્છર દિન’ અને ૨૦ જુલાઈ ૧૮૯૮થી દર વર્ષે ૨૦મી જુલાઈ ‘ ‘મલેરિયા દિન’ ’ તરીકે ઉજવાય છે.

👩‍🔬➖તેમણે જાહેર કર્યું કે મેલેરિયાની અસરવાળા માણસ-દર્દીમાંથી એનોફિલીસ મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિમાં મેલેરિયાનો રોગ ફેલાઈ છે.

👩‍🔬➖આ સંશોધનને રોસ સાયકલ કહે છે. 

👩‍🔬➖એનોફિલીસમચ્છરનું પેટ ચીરતા તેના પેટમાંથી ૧૨ નાના પરંતુ કાળી રેખાવાળા કોષોશોધી જે કરડવાથી શરીરમાં જતા મેલેરિયા થાય છે.

👩‍🔬➖ઈ.સ. ૧૯૨૬માં ગરમપ્રદેશમાં લોકોના રોગોનું સંશોધન કરતી ‘ રોસ ઇન્સ્ટીટયુટ’ નામની સંસ્થાની સ્થાપના કરી.

👩‍🔬➖આ ઉપરાંત ‘ વિજ્ઞાન અને વિકાસ’ નામના સામયિકના તંત્રીપદે પણ તેઓ રહ્યા હતા.

👩‍🔬➖તેમના પ્રયોગો ખૂબ જ સફળ અને સાદા હતા.

👩‍🔬➖રોનાલ્ડ રોસ મચ્છરોને પકડતાં તેમની વૃદ્ધિ કરતા અને ત્યારપછી જે દર્દીઓના શરીરમાં મલેરિયાના પેરેસાઈડ જંતુઓ હોય તેના પર છોડતા પછી આ મચ્છરોને ફરીથી પકડીને પ્રયોગોને અંતે મચ્છર અને મલેરિયાને સબંધ છે એ વિષે તેમણે સૌપ્રથમ વાત કરી હતી.

👩‍🔬➖ ઈ.સ. ૧૮૯૯માંતેઓ ટ્રોપિકલ મેડીસીનની લિવરપુલ સ્કૂલમાં લેકચરર રહ્યા ત્યારપછી તેઓ ઈ.સ. ૧૯૦૨ થી ૧૯૧૨ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી.

👩‍🔬➖૬૫ વર્ષની વયે અથાગ પરિશ્રમને કારણે ૧૬ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ તેમનું અવસાન થયું.

🇮🇳સમીર પટેલ
🍫જ્ઞાન કી દુનિયા 🍫

📮 *જમ્મુ અને કાશ્મીર* 📮

☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

📮 *જમ્મુ અને કાશ્મીર* 📮

👉🏿 ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય છે.

👉🏿 તેનું પાટનગર ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુ છે.

👉🏿જમ્મુ કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: જમ્મુ, કાશ્મીર ખીણ અને લડાખ.

👉🏿આ રાજ્યના ઘણા ભાગો પર પાકિસ્તાન અને ચીન એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે.

👉🏿પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે..

✔ *આ રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓ આવેલા છે.*

👉🏿અનંતનાગ જિલ્લો
👉🏿ઉધમપુર જિલ્લો
👉🏿કઠુઆ જિલ્લો
👉🏿કારગિલ જિલ્લો
👉🏿કુપવાડા જિલ્લો
👉🏿જમ્મુ જિલ્લો
👉🏿ડોડા જિલ્લો
👉🏿પુંચ જિલ્લો
👉🏿પુલવામા જિલ્લો
👉🏿બડગાંવ જિલ્લો
👉🏿બારામૂલા જિલ્લો
👉🏿લેહ જિલ્લો
👉🏿રાજૌરી જિલ્લો
👉🏿શ્રીનગર જિલ્લો

📮  *વારિશ* 📮

*રાજ્ય સભા*

*રાજ્ય સભા* 

✔ *૧૩ મે ૧૯૫૨*

👉🏿એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. 

👉🏿ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.

👉🏿આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે.

👉🏿 બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે.

👉🏿 રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે.

👉🏿સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

👉🏿રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે.

👉🏿જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે.

👉🏿 લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

👉🏿ભારતના બંધારણ પ્રમાણે 
ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે.

👉🏿 રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે.

👉🏿 રાજ્ય સભાની પ્રથમ બેઠક  *૧૩ મે ૧૯૫૨* માં યોજાઇ હતી.

📮📮 *વારિશ* 📮📮