Sunday 23 April 2017

📨પંચાયત રાજ 📨

+🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

📨પંચાયત રાજ 📨

📮પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ છે.

📮અહીં ત્રણ સ્તરો છે:
➖ગામ,
➖તાલુકો અને
➖ જિલ્લો

📮પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.

📮મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે "ગ્રામ સ્વરાજ" એવો શબ્દ પ્રયોજાયો હતો.

📮કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને ૧૯૫૦ થી ૬૦ના દાયકામાં અપનાવવામાં આવી હતી.

📮 ૨૪ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય (૭૩મો સુધારો) એક્ટ ૧૯૯૨ બંધારણીય દરજ્જો પૂરી પાડે છે.

📮૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો:
➖ આંધ્ર પ્રદેશ,
➖ ગુજરાત,
➖ હિમાચલ પ્રદેશ,
➖ મહારાષ્ટ્ર,
➖ મધ્ય પ્રદેશ,
➖ઓરિસ્સા અને
➖રાજસ્થાન.

📮 હાલમાં, પંચાયતી રાજ પ્રદ્ધતિ
➖નાગાલેન્ડ,
➖ મેઘાલય,
➖ મિઝોરમ અને,
➖બધા કેન્દ્રશાસિત પ્રદેશો(અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ અમલમાં છે.

📮દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામા આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે બેઠકો અનામત રાખવામાં છે.

📮 પંચાયતી રાજમાં ત્રી સ્તરીય રચના થાય છે:
➖(૧) ગ્રામ પંચાયત,
➖(૨) તાલુકા પંચાયત, અને
➖(૩) જિલ્લા પંચાયત.

◾સમીર પટેલ ◾
👩‍🎨જ્ઞાન કી દુનિયા 👩‍🎨
🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

: 🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

◾ગ્રામ પંચાયત◾

📮ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે.

📮અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે.

📮ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

◾માળખું◾

📮સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.

📮 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે.

📮ગ્રામ પંચાયત 7 થી 31 સભ્યોની બનેલી હોય છે.

📮 ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

◾કાર્યો◾

📮ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહિવટી માળખુ, તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.

📮ઓ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે.

📮જેવી કે:
➖સંપુર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
➖ખાસ રોજગાર યોજના
➖ઇન્દિરા આવાસ યોજના
➖ગ્રામીણ સ્વચ્છતા યોજના
➖ગોકુળ ગ્રામ યોજના
➖સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

📮ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

📮ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે.

👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓
🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

◾તાલુકા પંચાયત◾

📮તાલુકા પંચાયત એ તાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજુ સ્તર છે.

📮અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.

📮ગુજરાતમાં તાલુકા પંચાયતોની સંખ્યા કુલ ૨૪૯ (૨૫૧) છે

🏵👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🏵

🏵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🏵

◾જિલ્લા પંચાયત◾

📮જિલ્લા પંચાયત એ જિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતિય સ્તર છે.

📮અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે.

📮જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે.

📨જ્ઞાન કી દુનિયા 📨

*🀄કવિ ભાલણ*

*🀄કવિ ભાલણ*
                         
⭕⭕⭕⭕⭕⭕⭕
                            *જીબી*
*⚜જન્મ*
➖ઈ.સ.1459
*⚜જન્મસ્થળ*
➖પાટણ *(મોઢ બ્રાહ્મણ)*
*⚜પુત્રો*
➖ઉદ્વવ અને વિષ્ણુદાસ
*⚜ઉપનામ*
➖"આખ્યાનના પિતા"
*⚜ભાલણનું વખણાતુ સાહિત્ય*
➖આખ્યાન

🔱🔱🔱🔱🔱🔱🔱

✏કવિબાણ રચિત "કાદમ્બરી"નું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર કવિ ભાલણ હતા.

✏વ્રજભાષામાં પદરચના કરનાર કવિ.

*⚜ક્રૂતિઓ*

➖કાદમ્બરી"(ગુ.અનુવાદ)
➖ધ્રુવાખાયાન
➖દશમસ્કંધ
➖રુકમણિ હરણ
➖દ્રોપદી વસ્ત્રાહરણ
➖રામબાલચરિત
➖નળાખ્યાન
➖મ્રૂગી આખ્યાન
➖દુવાર્સાખ્યાન
➖શિવભીલડી સંવાદ

     *♨મેર ઘનશ્યામ*

*◽નેપાળની પ્રમુખ નદીઓ◽*

*◽નેપાળની  પ્રમુખ નદીઓ◽*

👉🏻કોશી

👉🏻બાગમતી

👆🏻નારાયણી

👉🏻ગણ્દકી

👉🏻કર્ણાલી

👉🏻મહાકાલી

*ભારતના બંધારણ વિશે*

*ભારતના બંધારણ વિશે*

1. ભારતના બંધારણ વિશે આટલું જાણો-
➖➖➖➖➖➖➖➖
* બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.

* ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.

* બંધારણમાં 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં 8 અને પાછળથી 4 જોડાયેલ છે.)

* મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે.)

* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946 માં થઇ હતી.

* બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા.(જેમાં 296 સભ્યો બ્રિટીશ હિંદના અને 93 સભ્યો દેશી રાજ્યોના હતા.)

* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા.

* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.

* બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.

* બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)

* બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)

* ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.(1. એન. ગોપાલસ્વામિ આયંગર 2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર 3. ટી.ટી. કૃષ્ણમાચારી 4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર) 5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા 6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.

* બંધારણ ધડવાની શરૂઆત 9 ડિસેમ્બર,1946 માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)

* બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય- 2 વર્ષ,11 માસ,18 દિવસ.

* બંધારણ સભાની બેઠકો  166 દિવસ ચાલી.

* ભારતીય બંધારણનો સ્વીકાર - 26,નવેમ્બર,1949 ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)

* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી, 1950.

* ભારતીય બંધારણનો અમલ- 26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)

* ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
ભાગ-1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર
➖➖➖➖➖➖➖➖➖   
અનુચ્છેદ-01
ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે.

➖➖➖➖➖➖➖➖

અનુચ્છેદ-02

નવાં રાજ્યો દાખલ કરવાં અથવા સ્થાપના કરવી.
➖➖➖➖➖➖➖➖➖

અનુચ્છેદ-03

નવાં રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો,સીમાઓ કે નામોમાં ફેરફાર કરવા.

ભાગ-2 નાગરિકતા
અનુચ્છેદ- 05 થી 11 નાગરિકતા અંગે છે.

અનુચ્છેદ-05

સંવિધાનના પ્રારંભે જે ભારતમાં વસવાટ કરતા હોય અથવા ભારતમાં જન્મ્યા હોય કે જેના માતાપિતામાંથી કોઇ ભારતમાં જન્મેલા હોય તેવી દરેક વ્યક્તિ ભારતની નાગરિક કહેવાય છે.

અનુચ્છેદ-06

ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

અનુચ્છેદ-07

પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હોય તેવી વ્યક્તિઓની નાગરિકતા અંગે.

ભાગ-3 મૂળભૂત હક્કો (અધિકારો) ના અગત્યના અનુચ્છેદો (કલમો) ની માહિતી-
➖➖➖➖➖➖➖➖➖

અનુચ્છેદ-14

કાયદાની નજરે બધા નાગરિકો સમાન

અનુચ્છેદ-15

ઘર્મ,જાતિ,લિંગ કે રંગને આધારે જાહેર સ્થળે કોઇ ભેદભાવ ન કરી શકાય.(જાહેર હોટલો,મનોરંજનના સ્થળો, રેસ્ટોરન્ટો, કૂવા, સ્નાનઘાટો, તળાવો અને સાર્વજનિક સ્થળોમાં પ્રવેશ.)

અનુચ્છેદ-16

જાહેર નોકરીમાં દરેકને સમાન તક.

અનુચ્છેદ-17

અસ્પૃશ્યતા નાબૂદી.

અનુચ્છેદ-20

અપરાધની સજા અંગે રક્ષણ-એક જ ગુના માટે એકથી વધુ વાર કામ ચલાવીને આરોપીને શિક્ષા કરી શકાય નહીં.

અનુચ્છેદ-21

જીવન જીવવાનો હક-દરેક નાગરિક સ્વંતંત્ર રીતે જીવન જીવી શકે.

અનુચ્છેદ-21 (ક)

શિક્ષણનો હક- છ થી ચૌદ વર્ષની વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઇ.(2002 માં 86 મા સુધારાથી આ હક ઉમેરાયો છે.જેથી હકોની સંખ્યા 7 થાય છે.)

અનુચ્છેદ-22

ધરપકડ અને અટકાયત સામે રક્ષણ.આરોપીની ધરપકડ થયાના 24 કલાકની અંદર મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડે.

અનુચ્છેદ-23

મનુષ્ય વેપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ.

અનુચ્છેદ-24

કારખાનાં વગેરેમાં 14 વર્ષથી નીચેનાં બાળકોને નોકરી રાખવા અંગે પ્રતિબંધ.(બાળજૂરી પર પ્રતિબંધ)

અનુચ્છેદ-29

લધુમતીઓના હિતોનું રક્ષણ.(પોતાની ભાષા,લિપિ કે સંસ્કારને જાળવી રાખવાનો હક)

અનુચ્છેદ-30

ધર્મ કે ભાષા આધારિત લઘુમતિઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો હક.

અનુચ્છેદ-31

મિલ્કતનો અધિકાર.( જે 1978 ના 44 મા સુધારાથી રદ કરેલ છે.પરંતુ ફક્ત જમ્મુ કાશ્મિરમાં આ અધિકાર અમલમાં છે
3. ભારતના બંધારણનું આમુખ-

* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.

* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.

* આમુખ ઇ. 1973 થી બંધારણનો ભાગ બન્યું.

* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.

* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.

* ઇ. 1976 માં  42 મો સુધારો થયો, જેમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ, (બિનસાંપ્રદાયિક), એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

* ‘ કેશવાનંદ ભારતી’ કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.

*🀄નીતીપંચ*

*🀄નીતીપંચ*
➖➖➖➖➖➖➖

⭕⭕⭕⭕⭕⭕⭕

*⚜સ્થાપના*
➖ 1જાન્યુઆરી 2015

✏ભારતની કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ આયોજનપંચ ને નીતિપંચમાં ફેરવી દીધુ.

*⚜અધ્યક્ષ*
➖વડાપ્રધાન નરેન્દ્ર મોદી

✏આયોજનપંચની જેમ નીતિપંચના અધ્યક્ષ હોદાની રુએ ભારતના વડાપ્રધાન જ હશે.

*⚜ઉપાધ્યક્ષ*
➖અરવિંદ પનગઢિયા

✏વર્ષ 2015 થી નીતિપંચના સૌપ્રથમ ઉપાધ્યક્ષ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા છે.

✏નીતિપંચના ઉપાધ્યક્ષની નિમણૂક ભારતના વડાપ્રધાન કરે છે.

*⚜અન્ય સભ્યો*
➖આ ઉપરાંત 5 સ્થાયી અને 2 અસ્થાયી સ્ભય હશે.
➖તથા 4 કેન્દ્રીય કેબિનેટ ના મંત્રીઓ હોદ્દાની રુએ સભ્ય બનશે.

✏નીતિપંચ એ બંધારણીય સંસ્થા નથી.

✏નીતિપંચએ કાયદાથી સ્થાપિત સંસ્થા નથી.

✏નીતિપંચની સ્થાપના કેબિનેટના આદેશથી થાય છે.

     *♨મેર ઘનશ્યામ*

📚📚 *વિશ્વ પુસ્તક દિવસ* 📚📚

📚👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📚

📮 *૨૩ એપ્રિલ* 📮
📚📚 *વિશ્વ પુસ્તક દિવસ* 📚📚

😀👨‍🎓“ઇન્સત્રૂમેન્ટ ધેટ રેકોર્ડ, એનાલાઇઝ,સમારાઈઝ, ઓર્ગેનાઈઝ, ડીબેટ એન્ડ એક્સ્પ્લેઇન ઇન્ફોર્મેશન વિચ આર ઇલ્યુસટ્રેટીવ, નોન-ઇલ્યુસટ્રેટીવ, હાર્ડબાઉન્ડ,પેપરબેક,જેકેટેડ,નોન-જેકેટેડ,વિથ અ ફોરવર્ડ ઇન્ટ્રોડકશન, ટેબલ ઓફ કન્ટેન્ટ,ઈન્ડેક્ષ ધેટ આર ઇન્ટેનડેડ ફોર ધ એનલાઈટમેન્ટ,અંડરસ્ટેન્ડિંગ,એનરીચમેન્ટ,એનહાન્સમેન્ટ એન્ડ એજ્યુકેશન ઓફ ધ હ્યુમન બ્રેઈન થ્રુ ધ સેન્સરી રૂટ ઓફ વિઝન...... સમટાઈમ ટચ.”

👩‍🎨“વોટ ડુ યુ વિશ ટુ સે?”.“બુક્સ સર, કિતાબે.. “

📯👆🏿 *“ થ્રી ઇડીયટસ ”* ના આ સંવાદથી આપણે ખૂબ પરિચિત છીએ.પણ આજે અચાનક આ સંવાદ અહી લખવાનું શું કારણ હોઈ શકે? દુનિયામાં બધી જ વસ્તુ પાછળ કારણ હોઈ છે.જેમ મૂવીના આ દ્રશ્યમાં સરળ વ્યાખ્યાને બદલે ગોખાયેલી અને લાંબી વ્યાખ્યાને મહત્તા અપાય છે એ જ પ્રમાણે જિંદગીના સરળ કારણો કરતા આપણે હમેશા જટિલ પ્રશ્નોને જ મહત્તા આપી છે.

📒તો ચાલો જાણી અે થોડીક માહિતી પુસ્તક ડે વિશે.....

📖 સમીર પટેલ 📖
📕📙 જ્ઞાન કી દુનિયા 📙📕

📚👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📚

📚👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📚

📮➖આજે *“વિશ્વ પુસ્તક દિન”* છે.

📮➖આ દિવસને *“ઇન્ટરનેશનલ ડે ઓફ ધ બૂક”* કે પછી *“વર્લ્ડ બૂક ડેયસ”* તરીકે પણ ઓળખવામાં આવે છે.

📮➖દર વર્ષે *૨૩મી એપ્રિલે* આ દિવસ યુનેસ્કોના નેતૃત્વ હેઠળ ઉજવવામાં આવે છે.

📮➖આ ઉજવણીનો હેતુ વાંચન, પ્રકાશન અને કોપીરાઈટને પ્રોત્સાહન આપવાનો છે.

📮➖સૌપ્રથમ વાર *૧૯૯૫* માં આ દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી.

📮➖આ દિવસની પસંદગી બે કારણોને આધારે કરવામાં આવી હતી.એક, મહાન કવિ અને નાટ્યલેખક *વિલિયમ શેક્સપીયરની જન્મતિથિ તથા મરણતિથિ* અને બીજા અનેક મહાન નવલકથાકારો અને પત્રકારોની મરણતિથિને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાંજલિરૂપે આ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે.

📮➖તો ઘણા દેશો માર્ચ મહિનાના પહેલા ગુરુવારને “વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવે છે.

📮➖૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં *વિશ્વ પુસ્તક દિવસ* તરીકે ઉજવાય છે.

👩‍🎨🎤यः पठति लखति पश्यति
परिपृच्छति पंडितान् उपाश्रयति ।
          तस्य दिवाकर –किरणैः
नलिली-दलं इव विवास्यते बुद्धि ।।
📕( *અર્થાતઃ જે માણસ વાંચન –લેખન કરે છે,નિરક્ષણ કરે છે,સવાલો પૂછે છે અને વિદ્ધવાનોનો આશ્રય લે છે તેની બુદ્ધિ સૂર્યપ્રકાશ કિરણો વડે કમળો ખીલે તેમ વિકાસ પામે છે.*)

🏵📨 *ગ્રંથ/પુસ્તકોની તાકાત* 📨🏵

➖જ્યારે યુવાન હોઇએ ત્યારે દિશા આપે છે- ગ્રંથ
➖વૃદ્ધાવસ્થામાં આનંદ પ્રદાન કરે છે – ગ્રંથ
➖નિજ એકાંતમાં આશ્રય આપે છે.- ગ્રંથ
➖જીવનને ભારવિનાનું હળવું કરે છે – ગ્રંથ
➖ગુલામીમાંથી મુક્તિ અપાવે છે – ગ્રંથ
➖સુખ,સમૃદ્ધિથી સંપન કરે છે – ગ્રંથ
➖મોક્ષની ગતિ અપાવે છે – ગ્રંથ

🎤બોલતાં પહેલાં વિચારો,વિચારતાં પહેલાં વાંચો-  *પ્રેન લેઇ બેવિત્ઝ*

📮➖આ મહત્ત્વના દિવસે ચાલે પુસ્તક વિશે એક સુંદર લેખ વાંચીએ…

👨‍🎓સમીર પટેલ 👨‍🎓
📚📚જ્ઞાન કી દુનિયા 📚📚

📚👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📚