Wednesday 3 October 2018

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *'સુખ દુ:ખનાં સાથી' વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?*

A.કનૈયાલાલ મુનશી
*B.પન્નાલાલ પટેલ* ✔
C.રાવજી પટેલ
D.ગૌરીશંકર જોષી

✍🏻 *'પલ્લો'*  શબ્દનુ શિષ્ટરૂપ આપો.

A.બબડાટ
*B.વિનાશ* ✔
C.ખબર
D.વાદળ

✍🏻' *એક બપોરે' નામની ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?*

*A.રાવજી છોટાલાલ પટેલ* ✔
B.અશોક પીતાંબર ચાવડા
C.વિનોદ હરગોવિંદદાસ જોશી
D.ઉમાશંકર જેઠાલાલ જોશો

✍🏻 *કૃષિ કવિ તરીકે જાણીતા રાવજી પટેવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.રાવજી પટેલનો જન્મ ડાકોર પાસેના વલ્લવપુરા ગામમાં થયો હતો.

B.'અંગત' એ એમનો એકમાત્ર કાવ્યસંગ્રહ છે. અને 'વૃત્તિ અને વાર્તા' એમનો વાર્તાસંગ્રહ છે.

C.27 વર્ષની વયે ટી.બી. ના કારણે તેમનું  અકાળે અવસાન થયું હતું.

D.'અશ્રુઘર' અને 'ઝંઝા' એમ બે એમની નોંધપાત્ર  નવલકથાઓ  છે.

*E.ઉપરોક્ત તમામ વાક્યો યોગ્ય છે* ✔.

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.જિજ્ઞાસુ
B.વિભૂતિ
C.દિવાળી
*D.શિબીર*✔

🎯સાચી જોડણી:- *શિબિર*

✍🏻 *'વિરલ વિભૂતિ' ચરિત્રનિબંધના કર્તા આત્માર્પિત અપૂર્વજીનું જન્મસ્થળ જણાવો.*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.દિલ્હી
D.વડોદરા

✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.ખેડા
D.પોરબંદર

✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.નિવૃત્ત × પ્રવૃત્ત
B.અપકાર × ઉપકાર
C.સતેજ × નિસ્તેજ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.* ✔

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.પ્રતિબિંબ
B.પરિષદ
C.પ્રતિનિધિ
*D.બ્રિટીશ*✔

🎯 *સાચી જોડણી:- બ્રિટિશ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ટિફિન
B.રિસેસ
C.આશીર્વાદ
*D.ભૂતપુર્વ*

🎯સાચી જોડણી:- *ભૂતપૂર્વ*

✍🏻 *'આંગતુક'* *શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.વર્તમાન
B.નિરીક્ષણ
*C.નવું આવનારું* ✔
D.આગ્રહ રાખનાર

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ગરીબી
B.હિમાયતી
C.નિશીથ
*D.કુલપતી*✔

🎯 *કુલપતિ*

✍🏻 *'સફળતા જિંદગીની* *હસ્તરેખામાં નથી હોતી,*
*ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી'*
*ઉપરોક્ત મુક્તકના રચનાકાર કોણ છે ?*

A.રઈશ મણિયાર
*B.બરકત વીરાણી 'બેફામ'* ✔
C.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
D.મુરલી ઠાકોર

✍🏻 *બેફામનું મૂળનામ.......*

A.બરકતઅલી શેખાદમ વીરાણી
*B.બરકતઅલી ગુલામહુસેન વીરાણી* ✔
C.બરકતઅલી અબ્દુલઅલી વીરાણી
D.બરકતઅલી સઆદુદ્દીન વીરાણી

✍🏻 *'માનસર ઘટા' અને 'પ્યાસ' નામના ગઝલસંગ્રહો કોના છે ?*

A.આદિલ મન્સૂરી
B.ગની દહીંવાલા
*C.બરકત વીરાણી 'બેફામ* ✔'
D.શેખાદમ આબુવાલા

✍🏻 *'કિમપિ'* *કાવ્યસંગ્રહ કોનો છે ?*

A.મુરલી ઠાકોર
*B.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ* ✔
C.બરકત વીરાણી
D.રઈશ મણિયાર

✍🏻 *'અજાણ્યું સ્ટેશન' નામનો વાર્તાસંગ્રહ કોનો છે ?*

*A.અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ* ✔
B.મુરલી ઠાકોર
C.બરકત વીરાણી
D.રઈશ મણિયાર

✍🏻 *જોરાવરસિંહ જાદવ વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે.

B.'ઘોડીની સ્વામીભક્તિ' તેમની લોકકથા છે.

C.'મરદકસુંબલ રંગ ચડે','આપણા કસબીઓ','મરદાઈ માથા સાટે' અને 'લોકજીવનનાં મોતી' તેમના નોંધપાત્ર ગ્રંથો છે.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *નીચેનામાંથી શબ્દસમૂહ માટે એક શબ્દની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન :- દળી

B.ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો :- તંગ

C.ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું :- પેંગડું

*D.ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ :-જોગાણ*✔

E.ઉપરોક્ત તમામ યોગ્ય છે.

🎯 *ઊછળે નહિ છતાં વેગવાળી ઘોડાની ચાલ:- રેવાળ*

🎯 *ઘોડા,બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ:- જોગાણ*

✍🏻' *ધરાહાર*' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.યાદ
*B.બિલકુલ* ✔
C.સગડ
D.લગણ

🙏🏻 *Share With Your Friends* 🙏🏻