Saturday 15 April 2017

🙏🙏āŠļ્āŠĻેāŠđāŠ°āŠķ્āŠŪિ’🙏🙏

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

📨 એપ્રિલ ૧૬
📮 સ્નેહરશ્મિ’
               
🎁〰ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક ઝીણાભાઈ દેસાઈનો  જન્મ તા. ૧૬/૪/૧૯૦૩ના રોજ  વલસાડ જિલ્લાના ચીખલીમાં થયો હતો.

🎁〰પિતાનું નામ રતનજી દેસાઈ અને માતાનું નામ કાશીબેન હતું.

🎁〰ઈ.સ.૧૯૨૦માં મૅટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા.

🎁〰ઈ.સ.૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા.

🎁〰ઈ.સ.૧૯૨૬માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પરીક્ષા પાસ કરી.

🎁〰ઈ.સ.૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા.

🎁〰ઈ.સ. ૧૯૩૨-૩૩ માં બે એક વર્ષ જેલવાસ ભોગવ્યો હતો.

🎁〰 ત્યારપછી ઈ.સ.૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય થયા.

🎁〰ઈ.સ.૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક બન્યા.

🎁〰 ઈ.સ.૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ એનાયત થયો હતો. ત્રણેકવાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે સેવા આપી હતી.

🎁〰ઈ.સ.૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પસંદગી થઇ.

🎁〰ઈ.સ.૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ઈ.સ. ૧૯૮૫ નો નર્મદચન્દ્રક.

🎁〰ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે.

🎁〰 તેમણે  ‘અર્ધ્ય, ‘પનઘટ, ‘અતીતની પાંખમાંથી,‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ,’ નિજલીલા’ વગેરે એમના કાવ્યસંગ્રહો છે.

🎁〰જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે.

🎁〰‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ,‘કેવળવીજ’ અને ‘સનરાઈઝ ઑન સ્નૉપીક્સ’ જેવા હાઈકુસંગ્રહો રસપ્રદછે.

🎁〰સોનેરી ચાંદ રૂપેરી સૂરજ એ  ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ.

🎁〰આ ઉપરાંત તેમણે તરાપો’ અને ‘ઉજાણી’ એમના બે  બાળકાવ્યોના સંગ્રહો છે.

🎁〰‘સકલ કવિતા’ એમની ઈ.સ.૧૯૨૧ થી ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓનો સમસ્તગ્રંથ છે.

🏵જ્ઞાન કી દુનિયા 🏵
🛍👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🛍

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

🎁〰‘ગાતા આસોપાલવ’ ,‘તૂટેલા તાર’ ,‘સ્વર્ગ અને પૃથ્વી’ ,‘મોટી બહેન’ ,‘હીરાનાં લટકણિયાં’ , ‘શ્રીફળ’ , ‘કાલાટોપી’ , ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે એમના વાર્તાસંગ્રહો છે.

🎁〰 ગાતા આસોપાલવ (૧૯૩૪) : સ્નેહરશ્મિનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાતો છે.

🎁〰અહીં કુલ સત્તર વાતો મૂકી છે. હસનની ઈજાર’ રશિયનમાંથી કરેલો ગુજરાતી અનુવાદ છે અને ‘કવિ’ આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે.

🎁〰‘ગરીબનો દીકરો’ એક સાચી બનેલી ઘટના છે. ઊર્મિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે. 

🎁〰એમની ‘અંતરપટ’ નવલકથા છે.

🎁〰‘મટોડુ ને તુલસી’ એમનો નાટકસંગ્રહ છે.

🎁〰‘ભારતના ઘડવૈયા’ (અન્ય સાથે, ૧૯૫૭) એમનો ચરિત્રલેખસંગ્રહ છે.

🎁〰 તો ‘પ્રતિસાદ’ એમનો વિવેચનસંગ્રહ છે.

🎁〰મારી દુનિયા’,‘સાફલ્ય ટાણું’ અને ‘ઊઘડે નવી ક્ષિતિજો’ માં વિસ્તરેલી એમની આત્મકથા કવિશિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજ્કીય અને સામાજિક પરિસ્થિતિઓના નિષ્કર્ષની અને મૂલ્યાંકનની કથા પણ છે.

🎁〰વ્યક્તિનિમિત્તે રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક મૂલ્ય ઊંચું છે. મારી દુનિયા , સાફલ્યટાણું ‘સ્નેહરશ્મિ’ ની આત્મકથા.

🎁〰 વતન ચીખલીથી આરંભાતી આ કથાનો પ્રથમ ખંડ માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોની દુનિયાનું આલેખન કરે છે.

🎁〰એમાં નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યક્તિત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજ્કીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ એમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીનો પરિચય થાય છે.

🎁〰‘મારી દુનિયા’ ૧૯૨૦ ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તો ‘સાફલ્યટાણું’ અસહકારના આહવાનથી શરૂ થઈ ૧૯૩૩ ની આસપાસ સમાપ્ત થાય છે.

🎁〰 તેર વર્ષની આ કથામાં ગાંધીજીનો, ગાંધીજીપ્રેર્યા વાતાવરણનો, ગાંધીજીની આસપાસની વ્યક્તિઓનો અને આઝાદીની લડતનો દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે.

📨સમીર પટેલ 📨
🍃 જ્ઞાન કી દુનિયા 🍃