Friday 21 April 2017

🌻🍂 માધવ રામાનુજ 🍂🌻

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🌻🍂 માધવ રામાનુજ 🍂🌻
                           
📨➖ગુજરાતી કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨/૪/૧૯૪૫ના રોજ  પચ્છમ (જિ. અમદાવાદ)માં થયો હતો.

📨➖ અમદાવાદની સી.એન. કૉલેજમાં કલાનું શિક્ષણ મેળવ્યું.

📨➖ ઈ.સ.૧૯૬૯માં ‘અખંડઆનંદ’ સામયિકના તંત્રીવિભાગમાં રહ્યા.

📨➖ઈ.સ.૧૯૭૦ થી ૧૯૭૩ દરમિયાન આર.આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખ્યપૃષ્ઠચિત્રોના કલાકાર તરીકે કામગીરી ઓધવદાસ અને માતાનું નામ ગંગાબા હતું.

📨➖નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી શિક્ષણ અનિયમિત અને વિવિધ સ્થળોએ લીધું હતું.

📨➖અમરાપુરની ઉત્તર બુનિયાદી સંસ્થા ‘ ગ્રામ ભારતી’માં પૂરું કર્યું.

📨➖આ સમયગાળા દરમ્યાન સાહિત્ય રસ જાગ્યો. ઈ.સ. ૧૯૭૩માં કરી.

📨➖ ઈ.સ.૧૯૭૩ થી અદ્યપર્યત સી.એન.ફાઈન આર્ટસ કૉલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક ત્યારબાદ આચાર્ય બની નિવૃત થયા. .

📨➖તેમને અનેક વિષયોમાં રસ હતો. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ  ‘તેમ’  છે. અને બીજો કાવ્યસંગ્રહ ‘ અક્ષરનું એકાંત’ આપ્યા છે.

📨➖ ત્યારપછી ‘ પીન્જારની આરપાર’ અને ‘ સૂર્યપુરૂષ’ બે બાયોગ્રાફીક્સ નોવેલ લખી છે.

📨➖એક ટેલીફિલ્મ ‘ રેવા’, ‘ તમે’ તથા ‘ પિંજરની આરપાર’ નવલકથા માટે ગુજરાત સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદ તરફથી એવોર્ડ મળ્યા છે.

🏵સમીર પટેલ 🏵
🛍🍃જ્ઞાન કી દુનિયા 🍃🛍

🏵૨૨ -એપ્રિલ 🏵

🍃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🍃

🏵૨૨  -એપ્રિલ 🏵
📨 મહત્વની ઘટનાઓ 📨

✔૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર "In God We Trust" (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.

✔૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો.

✔૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.

✔૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.

✔૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.

🎁 જન્મ 🎁

✔૧૭૨૪ ઈમાન્યુએલ કાન્ટ જર્મનનાં આત્મ સ્વાતંત્ર્યના પુરસ્કર્તા અને તત્વજ્ઞાની. (અ. ૧૮૦૪)

🛍તહેવારો અને ઉજવણીઓ 🛍

✔વિશ્વ પૃથ્વી દિન

🀄સમીર પટેલ 🀄
📮જ્ઞાન કી દુનિયા 📮

➖ *અધિનિયમ ૧૯૧૯*➖

🌺 *POST BY GK & IQ TEST*

          ➖ *અધિનિયમ ૧૯૧૯*➖

⚖➖૧૯૧૯ના ભારત શાસન અધિનિયમ (Govt of india act) દ્વારા સ્થાનિક સ્વરાજ્યના વિષયને રાજ્યની બાબત બનાવવામાં આવી એને હસ્તાંતરિત વિષય માનવામાં આવ્યો.

➖➖➖➖➖➖➖➖➖➖➖

          ➖ *અધિનિયમ ૧૯૩૫* ➖

⚖➖૧૯૩૫ના અધિનિયમ અનુસાર પ્રાંતીય સ્વરાજ્યના પ્રચલનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશેષ ગતિ મળી.

⚖➖લોકપ્રિય પ્રાંતીય સરકારો નાણાકીય નિયંત્રણ કરતી હતી એટલે તેઓ સંસ્થાઓને વધારે આર્થિક રાશિ ઉપલબ્ધ કરાવી શકતી નથી.

➖➖➖➖➖➖➖➖➖➖➖

                  ➖ *અનુચ્છેદ ૪૦* ➖

⚖➖૧૯૪૯ સુધી પ્રવર્તમાન અધિનિયમોથી સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા સંતુષ્ટ નહોતા

⚖➖ એટલે ૧૯૪૯માં બંધારણમાં અનુચ્છેદ ૪૦ના સ્વરૂપે એક નિર્દેશનો સમાવેશ કરાયો જેમાં જણાવાયું કે ‘રાજ્ય ગ્રામ્ય પંચાયતોનું ગઠન કરવા કદમ ઉઠાવશે અને તે પંચાયતોને એવી સત્તાઓ અને અધિકારો પ્રદાન કરાવશે જે તેને સ્થાનિક સ્વશાસનના એકમોના રૂપે કાર્ય કરવા યોગ્ય બનાવવા માટે જરૂરી હોય.’

➖➖➖➖➖➖➖➖➖➖➖

💂 *લોર્ડ રિપન*

🌺 *POST BY GK & IQ TEST*

💂 *લોર્ડ રિપન*

💂➖વાઇસરોય રપિનના સમયમાં ૧૮૮૨નો સ્થાનિક સ્વરાજ્યના શાસનનો પ્રસ્તાવ આ ક્ષેત્રના વિકાસની એક મહત્વની ઘટના હતી.

💂➖લોર્ડ રપિને અભિપ્રાય આપેલો કે પ્રાંતીય સરકારો સ્થાનિક સ્વરાજની સંસ્થા મારફત લોર્ડ મેયોની સરકારે પ્રારંભ કરેલી નાણાકીય વિકેન્દ્રિકરણની નીતિ અપનાવે.

💂➖આ અન્વયે સમગ્ર દેશ માટે સ્થાનિક પરિષદોના તંત્રની વ્યાખ્યા કરવામાં આવી જેમાં બિનસરકારી સભ્યોની બહુમતી હતી.

💂➖આ પ્રસ્તાવમાં કોઇ સ્થાનિક સંસ્થાના પ્રમુખના રૂપમાં કોઇ બિનસરકારી અધિકારીની પસંદગીની પણ છુટ આપવામાં આવી.

💂➖ *એટલે જ લોર્ડ રપિનને સ્થાનિક સ્વરાજની સંસ્થાના ‘પિતા’ (Father of Local Self govt.) માનવામાં આવે છે.*

💂💂💂💂💂💂💂💂💂💂💂

📨એપ્રિલ ૨૧ 📨 🀄 મહત્વની ઘટનાઓ 🀄

🛡👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛡

📨એપ્રિલ ૨૧ 📨
🀄 મહત્વની ઘટનાઓ 🀄

📮➖ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.

📮➖૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.

📮➖૧૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).

📮➖૧૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.

📮➖૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.

📮➖૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

📮➖૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના

📮➖૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.

📮➖૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.

📮➖૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.

📮➖૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.

🏵🍂 સમીર પટેલ 🍂🏵
🎀🍃જ્ઞાન કી દુનિયા 🍃🎀

📨 નંદશંકર મહેતા 📨

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🀄૨૧ એપ્રિલ 🀄
🎁 આજ નો જન્મ 🎁
📨 નંદશંકર મહેતા 📨

📮જન્મઃ
✔તાઃ ૨૧/ ૪/૧૮૩૫ (સંઃ૧૮૯૧ના ચૈત્રસુદ ચોથને દિવસે)

📮જન્મસ્થળઃ
✔ સુરત ના ગાપીપુરા મહોલ્લામાં થયો હતો .

📮પિતાઃ
✔તુળજાશંકર મહેતા

📮માતાઃ
✔ગંગાલક્ષ્મી

📮પત્નીઃ
✔ નંદગૌરી

📮પુત્રઃ
✔ વિનાયક

📮અભ્યાસઃ
✔પાંચવર્ષની ઉમરે અંગ્રેજીશાળામાં દાખલ થયા .
✔મેટ્રિક સુધીનો અભ્યાસ .

📮વિશેષતાઃ
✔ ‘ત્રણ નન્ના’ થી જાણીતા હતા.

📮વ્યવસાયઃ
✔ સરકારી મહેસુલખાતામાં ,
✔ કચ્છ રાજયના એડ્‌મિનિસ્ટે્રટર બન્યા હતા,
✔શિક્ષક તરીકે પણ ફરજ બજાવી હતી.
✔મુખ્ય અધ્યાપક તરીકે પણ રહ્યા હતા .
✔ધંધુકામાં મામલદાર તરીકે ફરજ બજાવી હતી.

📮ખિતાબઃ
✔ ‘રાહ બહાદુર ’ નો ખિતાબ મળ્યો હતો .

📮કૃતિઃ
➖ રાણકદેવી
➖વનરાજ ચાવડો
➖સધરા જેસંગ
➖કરણઘેલો :-  તેમની પ્રખ્યાત નવલકથા છે .
➖બીજી સાસુવહુની લડાઇ (નવલકથા)

📮વાર્તા :
➖હિદુંસ્તાન મધ્યેનું એક ઝૂંપડું

📮અનુવાદઃ
➖સંસ્કૃત માર્ગોપદેસીકા
➖ત્રિકોણનીમિતિ

📮તંત્રીઃ
✔ ‘ગુજરાત મિત્ર’ સામાયિકના.

🍃🌺અવસાનઃ
➖૧૭ જુલુલાઇ ૧૯૦૫ ના દિવસે.

🏵🛡સમીર પટેલ 🛡🏵
🌻🛍જ્ઞાન કી દુનિયા 🛍🌻

🏵 મોરિસ વિલ્સન 🏵

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮૨૧ એપ્રિલ 📮
🏵 મોરિસ વિલ્સન 🏵

🌺➖હિમાલયના સર્વોતુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્વય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં 21/4/1898 ના રોજ થયો હતો.

🌺➖બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભુત સાહસશક્તિ હતી.

🌺➖ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તો સૈનિક તરીકે જોડાઇને બહાદુરી માટે ‘મિલટરી ક્રોસ’ મેળવેલો.

🌺➖તેમને અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ-સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં રહેલ છે.

🌺➖પોતાની આ શ્રદ્ધાનો પરચો જગતને બતાવવા માટે તેણે એવરેસ્ટના દુર્દાન્ત શિખર ઉપર એકલા પહોંચવાનું સાહસ કરવાનું નક્કી કર્યું.

🌺➖ એ માટે એમણે હિમાલયને લગતાં અનેક પુસ્તકો અને નકશાઓનો તેમણે અભ્યાસ કર્યો.

🌺➖ મોરિસે અમુક ઊંચાઇ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક  જૂનું વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો, પરંતુ સરકારે પરવાનગી ન આપી છતાં ત્રણ અનુભવી શેરપાઓની મદદથી તેઓ 5000 મીટરની ઊંચાઇએ પહોંચ્યા.

🌺➖થોડે ઊંચે જતાં જ તેની કસોટી શરૂ થઇ. એની શક્તિ હણાઇ ચૂકી હતી. તેમનો ઉત્સાહ અદમ્ય હતો.

🌺➖ઇ.સ.1934 ની 31 મે ગુરૂવારે વહેલી સવારે વિલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે ‘પુન:પ્રયાણ કેવો મહાન છે આ દિવસ’ વિલ્સનની ડાયરીનું આ અંતિમ લખાણ.

🌺➖મહામુશ્કેલીએ આગળ વધતાં રાત પડી એ રાતે સૂતા, પછી ફરી જાગવા પામ્યા નહીં.

🍂🍃સમીર પટેલ 🍃🍂
🛍🀄જ્ઞાન કી દુનિયા 🀄🛍