Tuesday 7 March 2017

💃આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ💃

💃આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ💃

March 8

💃નારી તું નારાયણી, સ્ત્રી એટલે કરુણા, સહનશીલતાની મૂર્તિ, આદર્શ ગૃહિણી, સ્ત્રી એટલે માતા… આવા અનેક વિશેષણોથી સ્ત્રીને ગૌરવાન્વિત બનાવવામાં આવે છે. સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે,

🙋યત્રનાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા – જ્યાં સ્ત્રીઓની પૂજા (સન્માન) થઈ છે ત્યાં દેવતાઓ આનંદ પામે છે જ્યાં એનું સન્માન થતું નથી ત્યાં સઘળી  ક્રિયા નિષ્ફળ જઈ છે. આમ પ્રાચીન સમયથી જ સ્ત્રીને ગૌરવની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુધી સૌએ સ્ત્રી વિષે ચિંતન જરૂર કર્યું  છે.

💆 એક સમયે  સ્ત્રી અબળા કહેવાતી  સ્ત્રીનું સ્થાન ઘરની દીવાલોમાં હતું. એને બાળકો અને પરિવાર જ સાચવવાનો હતો, પણ હવે સ્ત્રી અબળામાંથી સબળા બની છે. ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળી વિકાસ કરતી વિશાળ આકાશમાં ઉડ્ડયન કરી રહી છે.

😎સર્વપ્રથમ ઈ.સ. ૧૯૧૦માં ડેન્માર્કના કોપનહેગન    શહેરમાં સ્પેશિયા લીસ્ટ ઇન્ટરનેશનલની મીટીંગમાં સ્ત્રીઓને સમાનતા અને સાર્વગિક મતાધિકાર અપાવવાની માગણી કરવામાં આવી.

🙅ઈ.સ. ૧૯૧૪માંઆઠમી માર્ચે મહિલાઓએ યુરોપમાં રેલી કાઢીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવ્યો હતો. 

👰સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ ૧૯૭૫નાં વર્ષને ‘ મહિલા વર્ષ’ ત્તરીકેજાહેર કર્યું હતું.

*Akki*

*ઋગ્વેદ*

*ઋગ્વેદ*

🌹 અતિ પ્રાચીન ગ્રંથ છે. સંસ્કૃતની સાહિત્યીક ભાષામાં લખાયેલ છે

🌹 10 મંડળ,1028 સુકતો,10580 ઋચાઓમાં વિભાજીત છે

🌹જગતની ઉત્તપ્તિ અંગેના નાસદીય સુક્તનો ઉલ્લેખ ૠગ્વેદ માં છે

🌹 સૂર્યની ઉપાસના માટેનો ગાયત્રીમંત્ર કે જેની રચના વિશ્વામિત્ર ઋષિએ કરેલી છે. તેનો ઉલ્લેખ ત્રીજા મંડળમાં છે.

🌹 10 માં મંડળમાં પુરુષ સુક્તમાં વર્ણવ્યવસ્થા (બ્રહ્મમણ,ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર)નો ઉલ્લેખ છે.

🌹 મનુભાઈ પંચોલી (દર્શક) એ ૠગ્વેદને આર્યોની જનજીવનની આરસી કહી છે
〰〰〰〰〰〰〰〰〰〰
📡✍🏻🅿♈®✍🏻📡