Tuesday 27 June 2017

*💮અન્નપૂર્ણા યોજના💮*

*💮અન્નપૂર્ણા યોજના💮*

🌀ગુજરાત સરકારે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો છે.

🌀જે હેઠળ શ્રમિકોને રૂ.10માં ભરપેટ ભોજન આપવામાં આવે છે.

🌀 રાજકોટમાં  રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમિકો-બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરતા લોકો માટે

🌀 આશિર્વાદરૂપ આ યોજના હેઠળ આ લોકોને માત્ર રૂ.10 માં દાળ-ભાત-શાક આપવામાં આવી રહ્યા છે.

🌍📮જ્ઞાન કી દુનિયા📮🌍

Gk

🗣કાશ્મીર ના અકબર તરીકે કોણ ઓળખાય છે:-- *જૈનુલ આબદીન*
🗣પદમાવત ના રચયિતા કોણ છે:-- *મલિક મોહમ્મદ જાયસી*
🗣પંચમહલ ક્યાં આવેલ છે:: - *ફતેપુરસીક્રિ*
🗣 જહાંગીર નો મતલબ શુ થાય:: -- *દુનિયા ને જીતનાર*
🗣 મજમ-ઉલ-બહરિન ગ્રથ ની રચના કોને કરી:: - *દારા શિકોહ*
🗣 કયો મુગલ બાદશાહ શાહી દરવેશ તરીકે ઓળખાતો: -- *ઓરંગઝેબ*

✍🏻✍🏻✍🏻k✍🏻✍🏻

🌸 *ડૉ. ધીરુભાઈ ઠાકર* 🌸

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌸 *ડૉ. ધીરુભાઈ ઠાકર* 🌸

🍫 *જન્મ ૨૭ જૂન, ૧૯૧૮* 🍫

🌺➖ડૉ. ધીરુભાઈ ઠાકરનો જન્મ ૨૭ જૂન, ૧૯૧૮માં કોડીનારમાં થયો. તેઓ પ્રસિદ્ધ વિવેચક, સંશોધક અને સંપાદક છે.

🌺➖વતન વીરમગામ. પિતા પ્રેમશંકર ઠાકર તલાટી હતા. વાચનના શોખીન. માતા ગોમતીબહેન ધાર્મિક વૃત્તિનાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ. ધીરુભાઈ પર આ વાતાવરણનો પ્રભાવ પડ્યો હતો.

🌺➖ધીરુભાઈનું પ્રાથમિક શિક્ષણ કોડીનાર - ચાણસ્મામાં, માધ્યમિક શિક્ષણ ચાણસ્મા - સિદ્ધપુરમાં. ૧૯૩૪માં મેટ્રિક થયા. ૧૯૩૯માં બી.એ.; ૧૯૪૧માં એમ.એ.; ૧૯૩૮માં તેમણે 'ઓગણીસમી સદીની પશ્ચિમ ભારતની ધાર્મિક પ્રવૃત્તિઓ' વિષય ઉપર નિબંધ લખ્યો. આ નિબંધ માટે મુંબઈ યુનિવર્સિટીનું 'નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક' મેળવ્યું.

🌺➖ધીરુભાઈ ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ચલાવતા રહ્યા છે.

🌺➖દસ વિવેચનસંગ્રહો, સાત નિબંધસંગ્રહો, બે સંશોધનગ્રંથો, આત્મચરિત્ર સમેત ત્રણ ચરિત્રગ્રંથો, એક ચરિત્રાત્મક નાટક, બે બાળનાટકો તથા એક પ્રવાસકથા, બે અનુવાદો, સ્‍વાધ્યાયસૂચિના ચાર ગ્રંથો, સોળ સાહિત્યિક સંપાદનો, નવ સંચયસંપાદનો (અન્યના સહકારમાં) અને બાર આવૃત્તિ પામેલો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમનું મુખ્ય સાહિત્યિક પ્રદાન છે. મ.ન.દ્વિવેદી અને નાટ્યકળા તેમના અભ્યાસના ખાસ વિષયો રહ્યા.

🌺➖મોડાસા કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા બાદ છેલ્‍લા અઢી દાયકા દરમિયાન તેમના મુખ્‍ય સંપાદકપદે ગુજરાતી વિશ્વકોશના કુલ ૨૫ ગ્રંથો પ્રગટ થયા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૯૪)થી તથા વિવિધ ગૌરવ પુરસ્‍કારો (ગુજરાત સાહિત્ય અકાદમી, વિશ્વ ગુજરાતી સમાજ, વિદ્યાવિકાસ ટ્રસ્‍ટ) દ્વારા સન્‍માનિત.

🌺➖૨૦૦૦-૨૦૦૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા.

🌺 *જ્ઞાન કી દુનિયા* 🌺

✍🏻 *લેખકો અને રચનાઓ* ✍🏻

✍🏻 *લેખકો અને રચનાઓ* ✍🏻

- અકબરનામા – અબ્દુલ ફઝલ

- અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ

- અનટોલ્ડ સ્ટોરી – બી. એન. કૌલ

- અવર ફિલ્મ્સ, ધેર ફિલ્મ્સ – સત્યજિત રે

- આઇન-એ-અકબરી – અબુલ ફઝલ

- આઝાદી – ચમન ન્હાલ

- આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી

- ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર

- ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્ડ આફ્ટર – દુર્ગાદાસ

- ઉર્વશી – દિનકરજી

- ઉત્તરરામચરિત – ભવભૂતિ

- કામસૂત્ર – વાત્સયાયન

- કાદંબરી – બાણભટ્ટ

- કુમારસંભવ – કાલિદાસ

- કૂલી – મુલ્કરાજ આનંદ

- ગણદેવતા – તારાશંકર બંદોપાધ્યાય

- ગાઇડ – આર. કે. નારાયણ

- ગ્લિમ્પસીસ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ

- ગીતા પ્રવચનો – વિનોબા ભાવે

- ગીતા રહસ્ય – બાળ ગંગાધર ટિળક

- ગીતાંજલી – રવીન્દ્રનાથટાગોર

- ગોદાન – પ્રેમચંદજી

- ચરકસંહિતા – ચરક ઋષિ

- જજમેન્ટ – કુલદીપ નાયર

- ટુ સર્વોદય – જયપ્રકાશ નારાયણ

- નાટ્યશાસ્ત્ર – ભરતમુનિ

- પંચતંત્ર – પંડિત વિષ્ણુ શર્મા

- હિતોપદેશ – પંડિત વિષ્ણુ શર્મા

- પ્રથમ પ્રતિશ્રુતિ – આશાપૂર્ણાદેવી

- પ્રિઝન ડાયરી – જયપ્રકાશનારાયણ

- પ્રાચીન સાહિત્ય – રવીન્દ્રનાથ ટાગોર

- પેસેજ ટુ ઇંગ્લૅન્ડ – નીરદ સી. ચૌધરી

- બાબરનામા – બાબર

- ભારતમાં અંગ્રેજી રાજ – પંડિત સુન્દરલાલ

- મધુશાલા – ડૉ. હરિવંશરાય બચ્ચન

- મહારાજા – દિવાન જર્મનીદાસ

- રસ સિદ્ઘાંત – ડૉ. નગેન્દ્

- રામાયણ – મહર્ષિ વાલ્મીકિ

- સત્યના પ્રયોગો – મહાત્મા ગાંધી

- શૃંગારશતક – ભર્તૃહરી

- રામચરિતમાનસ – તુલસીદાસ

- રોઝિઝ ઇન ડિસેમ્બર – એમ.સી. ચાગલા

- લાઇફ ડિવાઇન – મહર્ષિ અરવિંદ

- વી ધ પીપલ – નાની પાલખીવાલા

- વ્હીલ ઑફ હિસ્ટ્રી – ડૉ. રામમનોહર લોહિયા

- સર્વોદય દર્શન – દાદા ધર્માધિકારી

- સેતાનિક વર્સિઝ – સલમાન રશ્દી

- હંગરી સ્ટોન્સ – રવીન્દ્રનાથ ટાગોર

- ડિસ્કવરી ઑફ ઇન્ડિયા – પંડિત જવાહરલાલ નહેરુ

- તાઓ ઉપનિષદ – આચાર્ય રજનીશ

- નિર્મલા – પ્રેમચંદજી

- ન હન્તયે – મૈત્રેયીદેવી

- દેવદાસ – શરદચંદ્ર

- હિન્દુ વ્યૂ ઑફ લાઇફ – ડૉ. રાધાકૃષ્ણન્

- સરસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી

- નિશીથ – ઉમાશંકર જોષી

- દુર્ગેશ નન્દિની – બંકિમચંદ્ર ચેટરજી

- ભગવદ્ ગીતા – વેદ વ્યાસ

- મહાભારત – વેદ વ્યાસ

- માનવીની ભવાઇ – પન્નાલાલપટેલ

Nam ane upnam

✍🏻 બીરબલ નું સાચું નામ:-- *મહેશદાસ*
✍🏻જહાંગીર નું સાચું નામ:-- *સલીમ*
✍🏻તુલસીદાસ નું સાચું નામ:-- *રામબોલા દુબે*
✍🏻મોહમ્મદ બિન તુઘલક નું મૂળ નામ:--- *જુના ખાં*
✍🏻શેરશાહ સુરી નું બાળપણ નું નામ:-- *ફરીદ*

💐 *જ્ઞાન કી દુનિયા* 💐

🔴 *સંસદ (Parliament)*

🔴 *સંસદ (Parliament)*

👉🏿 સંસદ = રાષ્ટ્રપતિ + રાજ્યસભા + લોકસભા.

👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓
[24/06, 7:04 p.m.] Akki786😘: 🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿

🔴 *રાજ્યસભા* 〰

👉🏿 રાજ્યસભા એ રાજ્યોનું સંસદમાં પ્રતિનિધિત્વ કરતું ગૃહ છે.

👉🏿 તે સ્થાયી(કાયમી) અને ઉપલું ગૃહ છે.

👉🏿 રાજ્યસભાનું પ્રથમ વખત ગઠન ૩ એપ્રિલ, ૧૯૫૨ના રોજ થયું હતું તથા પ્રથમ બેઠક ૧૩ મે, ૧૯૫૨ના રોજ મળી હતી.

👉🏿 તેનું ક્યારેય વિસર્જન થતું નથી, કારણ કે તેની કુલ સભ્ય સંખ્યાના ૧/૩ સભ્યો દર ૨ વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલાજ સભ્યો ની નિમણુક થાય છે. આમ પ્રત્યેક સભ્યોનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે.

👉🏿 રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ૩૦ વર્ષની ઉંમર જરૂરી છે.

👉🏿 ઉપરાષ્ટ્રપતિ તેના સભાપતિ હોય છે. રાજ્યસભાના સભ્યોમાંથી કોઈ એકને ઉપસભાપતી તરીકે ચૂંટવામાં આવે છે.

👉🏿 અનુચ્છેદ - ૮૦માં રાજ્યસભાની રચના અંગે જોગવાઈ છે.

👉🏿 રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા ૨૫૦ છે, પરંતુ હાલમાં તે સંખ્યા ૨૪૫ છે.

👉🏿 રાજ્યસભાના બંને સત્ર વચ્ચેનો સમયગાળો ૬ મહિનાથી વધારે હોવો જોઈએ નહિ.

👉🏿 માત્ર રાજ્યસભા જ અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે.

👉🏿 રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડૉ.રાધાકૃષ્ણન તથા પ્રથમ ઉપસભાપતી એસ.વી.કૃષ્ણમૂર્તિરાવ હતા.

*⚓રોહિત.....*

👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓👇🏿🎓
[24/06, 7:04 p.m.] Akki786😘: 🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿🎓👆🏿

🔴 *લોકસભા* 〰

👉🏿 લોકસભા સંસદનું પ્રથમ અને નીચલું ગૃહ છે.

👉🏿 અનુચ્છેદ -૮૧ માં લોકસભાની રચના અંગેની જોગવાઈ છે.

👉🏿 લોકસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા ૫૫૨ છે. હાલમાં લોકસભાની સભ્યસંખ્યા ૫૪૫ છે.

👉🏿 જેમાં ૫૩૦ સભ્યો રાજ્યોના મત વિભાગ ક્ષેત્રોમાંથી, ૨૦ કેન્દ્રશાસિત પ્રદેશોના મતવિભાગ ક્ષેત્રોમાંથી તથા ૨ સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા એન્ગ્લો- ઇન્ડિયન સમુદાયમાંથી નક્કી થાય છે.

👉🏿 લોકસભાની ચૂંટણી પ્રત્યેક ૫ વર્ષે ગુપ્ત મતદાન દ્વારા પુખ્ત મતદારો દ્વારા થાય છે.

👉🏿 આમ સામાન્ય રીતે લોકસભાની મુદત ૫ વર્ષની હોય છે. પરંતુ રાષ્ટ્રપતિ તે પહેલા મંત્રીમંડળ સાથે ચર્ચા- વિચારણા કરી લોકસભાની ભંગ કરી શકે છે.

👉🏿 રાષ્ટ્રીય કટોકટી વખતે લોકસભાની મુદ્દત ૫ વર્ષ કરતા વધારી શકાય છે, પરંતુ આ વધારો એક વખત ૧ વર્ષ કરતા વધુ શકે નહી.

👉🏿 અત્યાર સુધી કુલ આઠ વખત લોકસભા ભંગ થયેલી છે.

👉🏿 લોકસભાનો સભ્ય બનવા માટેની લઘુત્તમ વયમર્યાદા ૨૫ વર્ષ છે.

👉🏿 રાજ્યસભા ઉપરાંત લોકસભાના સત્ર પણ નિયત સમયાંતરે રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે તથા સ્થગિત કરવામાં આવે છે.

👉🏿 બે સત્ર વચ્ચેનો સમયગાળો ૬ મહિનાથી વધુ હોવો જોઈએ નહિ એટલે કે વર્ષમાં ઓછામાં ઓછાં બે સત્ર થવા જોઈએ, પરંતુ સામાન્ય રીતે વર્ષમાં ત્રણ સત્રોનું આયોજન થતું હોય છે.

*⚓રોહિત.....*

📚 *We can do anything* 📚

💥 *ઓમકારનાથ ઠાકુર* 💥

👳🏼👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👳🏼

📡 *૨૪ જૂન જન્મ*
💥 *ઓમકારનાથ ઠાકુર* 💥
          
📮➖ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન જ્યોતિધર પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ તા. ૨૪/૬/૧૮૯૭ના રોજ ખેડા જીલ્લાના જહાજ નામના એક નાનકડા ગામમાં થયો હતો.

📮➖ તેમના પિતા ગૌરીશંકર ઠાકુર વડોદરા રાજ્યમાં કારકૂન તરીકે સરકારી નોકરી કરતા હતા.

📮➖માતાનું નામ ઝ્વેરીબા હતું.

📮➖તેમના પિતા ૐકાર મંત્રના સાધક હતા.

📮➖ઓમકારનું બાળપણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે શરૂ થયું હતું.

📮➖બચપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો.

📮➖ભરૂચના એક શ્રીમંત પારસી એ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર પાસે શિક્ષણ માટે આર્થિક સહાય કરી હતી.

📮➖તેઓ ગુરુ પાસે સાતેક વર્ષ મુંબઈમાં રહીને સંગીતની સાધના કરી.

📮➖પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરએ લાહોર ખાતેની ગાંધર્વ સંગીત વિદ્યાલયના આચાર્યપદે તેમની નિમણૂંક કરી. ત્યાં ત્રણેક વર્ષ રહી વિદ્યાલયના કુલગુરૂ બન્યા.

📮➖ નર્મદાકાંઠે ઝૂંપડીમાં રહીને અંબુભાઈ પુરાણી સાથે તેમણે સાધના કરી.

📮➖ભરૂચમાં તેમણે ‘ ગાંધર્વ નિકેતન’ નામની એક સંગીત સંસ્થાની સ્થાપના કરી.

📮➖ઈ.સ.૧૯૨૨માં ઇન્દીરાબેન ભટ્ટ સાથે લગ્ન કર્યા.

📮➖દેશભરમાં જ્યાં પણ સંગીત સંમેલનો ભરાય ત્યાં તેમણે આદરપૂર્વક આમંત્રણ મળતા હતા.

📮➖ ઈ.સ. ૧૯૩૩માં ફ્લોરેન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં તેમણે ભાગ લીધો અને ભારતીય સંગીતની ખ્યાતી વધારી હતી.

📮➖ તેમણે જર્મની, હોલેન્ડ, ઇટાલી , ઇંગ્લેન્ડ, ફ્રાંસ, સ્વિઝરલેન્ડ જેવા અનેક દેશોના પ્રવાસ કર્યો.

📮➖ ઈ.સ. ૧૯૩૩માં એક પ્રવાસ દરમ્યાન પ્રસુતિમાં પત્ની અને બાળકનું અવસાન થતાં તેઓ ખૂબ જ વ્યથિત થયા ત્યારપછી તેઓ ભરૂચ છોડી મુંબઈમાં વસવાટ કર્યો.

👳🏼👇🏿👇🏿

📌 *પીએસએલવી_સી–૩૮નુ લોન્ચીંગ*

📌 *પીએસએલવી_સી–૩૮નુ લોન્ચીંગ*

‘ઈસરો’ સંસ્થાની એક વધુ સિદ્ધિ, PSLV C-38 રોકેટ દ્વારા *14 દેશોના* 29 નેનો સેટેલાઈટ્સ સહિત 31 સેટેલાઈટ્સને અવકાશમાં સફળ રીતે લોન્ચ કર્યા

       આંધપ્રદેશના શ્રીહરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરિઝના ત્રીજા સ્પેસ શટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ.

💐 *જ્ઞાન કી દુનિયા* 💐

👳🏼 *ગિજુભાઈ બધેકા* 👳🏼

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

📡 *૨૩ જૂન અવસાન*
👳🏼 *ગિજુભાઈ બધેકા* 👳🏼

📮➖ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

📮➖ તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.

📮➖તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા.

📮➖૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.

📮➖૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

📮➖તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

〰〰💥 *જીવન* 💥〰〰

📮➖તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો.

📮➖ તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.

📮➖ તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો.

📮➖૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.

📮➖૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

🦋🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🦋

📜👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📜

🍫 *રમેશ મહેતા* 🍫

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

📡 *૨૩ જૂન જન્મ*
🍫 *રમેશ મહેતા* 🍫
                
🦋➖ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર હતા. તેમનો જન્મ તારીખ – ૨૩/૬/૧૯૩૪ ના રોજ  નવાગામમાં થયો હતો. 

🦋➖પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું.

🦋➖નાનપણથી જ નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો.

🦋➖અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી ત્યારપછી  રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી.

🦋➖ઈ.સ. ૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કર્યા ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનો અભ્યાસ કર્યો.

🦋➖અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા.

🦋➖આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા.

🦋➖આ સમયગાળા દરમ્યાન  તેઓ  અરવિંદ પંડ્યાના   સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર “હસ્ત મેળાપ”ની કથા લખવાનું બન્યું. તેમનાં દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર છે.

🦋➖આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ધ્યાન આપ્યું.

🦋➖મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા હતા.

🦋➖તેઓ અનેક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા.

🦋➖તેમણે ‘ગાજરની પિપૂડી‘ નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી.

🦋➖આ ઉપરાંત ‘ જેસલતોરલ’, ‘હોથલ પદમણી’, ‘મેના ગુજરી’, ‘સોન સંસારી’, ‘ સંતુ રંગીલી’, ‘ મણિયારો’, ‘ઢોલામારૂ’, ‘હિરણને કાંઠે’, જેવી અનેક લોકપ્રિય ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે.

🙏🏻💐૧૧ મે ૨૦૧૨ના રોજ રાજકોટમાં તેમનું અવસાન થયું.

💥 *સમીર પટેલ* 💥
📮🎓 *જ્ઞાન કી દુનિયા* 🎓📮