Saturday 1 April 2017

๐Ÿต๐ŸŒป เชธ્เชตાเชฎી เชธเชนเชœાเชจંเชฆ ๐ŸŒป๐Ÿต

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🌿 ૨ એપ્રિલ 🌿
🏵🌻 સ્વામી સહજાનંદ 🌻🏵
                   
🌺🔜સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સ્વામી સહજાનંદનો જન્મ સવંત ૧૮૩૭ના ચૈત્રી સુદ નોમ (રામનવમી)ને બીજી એપ્રિલ ૧૭૮૧ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં થયો હતો.

🌺🔜પૂર્વાશ્રમમાં તેમનું નામ હરિકૃષ્ણ હતું.

🌺🔜 ઈ.સ. ૧૯૨૦-૨૪ ના સમયગાળામાં તેમણે સૌરાષ્ટ્રમાં આવી ગઢડા અને અન્ય સ્થળોએ ફરી ઉપદેશ  અને વચનો આપ્યા.

🌺🔜 તેનો તેમના શિષ્યો હાથે જે સંચય થયો તે ‘ વચનામૃત’ નામે ઓળખાય છે.

🌺🔜તેઓ સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક તેમ જ પ્રર્વતક હતા.

🌺🔜સહજાનંદ સ્વામી તે સમયે ગુજરાતમાં પોતાની આગવી રીતે સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું.

🌺🔜નીતિશુધ્ધ આચાર વિચારની સામાન્ય જનમાનસ ઉપર તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો હતો.

🌺🔜 ઉપદેશ, વૈરાગ્ય અને કલાની દ્રષ્ટીએ કેટલુક પ્રણય સાહિત્ય રચ્યું.

🌺🔜સહજાનંદ કવિઓને હાથે આકર્ષક શૃંગારના પડો મળ્યા છે.

🌺🔜 ‘ વચનામૃત’ માં જ્ઞાન , ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ થયો છે.

🌺🔜આજથી એકસો ચાલીસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં બોલતા ગુજરાતી ગદ્યની લઢણ આ પ્રવચનોમાં યથાવત જળવાઈ રહી છે.

🌺🔜વચનામૃત ઉપરાંત ‘ શિક્ષાપત્રી’માં  પણ નીતિ વ્યવહાર અને આચારવિચાર અંગેના તેમના ઉપદેશો સંગ્રહિત થયા છે.

🌺🔜આ ગ્રંથમાં ૧૯મી સદીના ઉતરાર્ધમાં ઉદય પામતા ગુજરાતી પદ્યની અનેક લાક્ષણિકતા જોવા મળે છે.

🌺🔜સ્વામીએ અંધશ્રધ્ધામાં સબડતા સમાજનો ઉધ્ધાર કરવાના અનેક પ્રયત્નો ગુજરાતમાં કર્યા છે.

🌺🔜 ‘ શિક્ષાપત્રી’ માં સહજાનંદ સંપ્રદાયના સાધુઓ અને સંત્સંગી માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે.

🌺🔜‘ વેદરહસ્ય’ માં સાધકને નડતા વિધ્નોની વાત કરી છે.

🌺🔜તેઓ સવંત ૧૮૮૬ના જેઠ સુદ દશમને ૨૮ જુન ૧૮૩૦ના રોજ અવસાન થયું હતું.

👁‍🗨🎯સમીર પટેલ 🎯👁‍🗨
⏰🔊જ્ઞાન કી દુનિયા 🔊⏰

๐ŸŒฟ๐Ÿ’เชœเชฏંเชค เช•ોเช ાเชฐી ๐Ÿ’๐ŸŒฟ

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🌿💐જયંત કોઠારી 💐🌿
                    
🐝🎯ગુજરાતી સાહિત્ય  વિવેચક અને સંપાદક જયંત કોઠારીનું અવસાન પહેલી એપ્રિલ ૨૦૦૧ના રોજ થયું હતું.

🐝🎯આજે તેમની પૂણ્યતિથી છે. તેમનો જન્મ અઠ્ઠાવીસ જાન્યુઆરી ના રોજ રાજકોટમાં થયો હતો.

🐝🎯તેમણે  પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં મેળવ્યું હતું.

🐝🎯ઈ.સ. ૧૯૫૭ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી બી.એ. અને ઈ.સ. ૧૯૫૯ માં એમ.એ પાસ કર્યું. 

🐝🎯ઈ.સ. ૧૯૭૭ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી લિંગ્વિસ્ટિક્ટસનો ડિપ્લોમાં થયા.

🐝🎯ઈ.સ.૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન હતી. સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ પણ હતા .

🐝🎯ઈ.સ.૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી.

🐝🎯ઈ,સ. ૧૯૮૦ થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે  જોડાયેલ હતા.

🐝🎯એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ ગ્રંથ મહત્વનો સંદર્ભગ્રંથ છે.

🐝🎯પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલી બીજા ગ્રંથ ‘પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે.

🐝🎯આ ઉપરાંત  ‘ઉપક્રમ’, ‘અનુક્રમ’ , ‘વિવેચનનું વિવેચન’ , ‘અનુષંગ’ અને  ‘વ્યાસંગ’  વગેરે પુસ્તકો તેમણે લખ્યા હતા.

🐝🎯‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’  એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિશદ રીતે પરિચય કરાવતું સારું પાઠ્યપુસ્તક છે.

🐝🎯‘સુદામાચરિત્ર’, ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’, ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’, ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’, ‘કાન્ત વિશે’, ‘જૈન ગુર્જર કવિઓ’ ઈત્યાદિ એમના સંપાદન તથા  સહ-સંપાદનના ગ્રંથો છે

👁‍🗨 સમીર પટેલ 👁‍🗨
🏵 જ્ઞાન કી દુનિયા 🏵