Tuesday 28 February 2017

💐āŠŠ્āŠ°āŠ–્āŠŊાāŠĪ āŠđાāŠļ્āŠŊ āŠēેāŠ–āŠ• āŠĪાāŠ°āŠ• āŠŪāŠđેāŠĪા💐

પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું 87 વર્ષે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેમના નિધનને પગલે પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી તારક મહેતાનું નામ આખા દેશમાં જાણીતું થયું હતું.

26 જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રીથી સન્માનિત થયેલા તારક મહેતા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતાં હતા. ૨૬-૧૨-૧૯૨૯ના રોજ જન્મ અમદાવાદમાં જન્મેલા તારક મહેતા મુંબઈમાં ગુજરાતી વિષય સાથે બી.એ. અને એમ. એ. પાસ કર્યા બાદ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી બન્યા હતા. ૧૯૫૯-૬૦માં વચ્ચે તેઓ ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી પદે રહ્યાં બાદ તેઓ ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી તરીકે જોડાયા હતા.