Tuesday 18 April 2017

🎯🎯મુકેશ અંબાણી🎯🎯

પૂરું નામ - મુકેશ અંબાણી

જન્મ - 19 એપ્રિલ, 1957 ના

જન્મસ્થળ - એડન (યેમેન)

પિતા - ધીરુભાઈ અંબાણી

મધર - કોકિલાબેન અંબાણી

લગ્ન - નીતા અંબાણી (મુકેશ અંબાણી પત્ની)

મુકેશ અંબાણી 19 એપ્રિલ, 1957 ના રોજ થયો હતો. તેમના પિતા dhirubhai અંબાણી માતાના નામ કોકિલાબેન અંબાણી હતી. તેમણે એક ભાઈ અનીલ અંબાણી અને બે બહેનો DEPTI ઓમકાર અને નીના કોઠારી છે. પૂર્ણ અંબાણી પરિવારના મુંબઇ 1970 માં માલસામાન 2 શયનખંડના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બાદમાં, ધીરુભાઈ 14 માળનું એપાર્ટમેન્ટ કોલાબા મા હતું, જ્યાં અત્યાર સુધી મુકેશ અને અનિલ તેમના પરિવાર સાથે અલગ ફ્લોર પર રહેતા હતા.અને તેને "Seawind" કહેવાય છે.

#Post:
🌿#SAVE_THE_TREES🌿

📮તારાબહેન મોડક 📮

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮તારાબહેન મોડક 📮

📨➖ભૂલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો.

📨➖અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી.

📨➖રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા.

📨➖તારાબહેને ગાંધીજીની પ્રેરણાથી કોસવાડમાં આદિવાસી બાળકો માટે પારણાઘર, બાલવાડી, પ્રાથમિક શાળા, રાત્રીશાળા એમ શિક્ષણ સંસ્થાઓની પરંપરા શરૂ કરીને કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો.

📨➖તેઓ મોન્ટેસરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ પણ ગયા હતા.

📨➖ તેમણે બાળસાહિત્યના પુસ્તકો ઉપરાંત શિક્ષણ અંગેના પુસ્તકો પણ લખ્યાં છે.

📨➖શિક્ષણક્ષેત્રે તેમણે આપેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે ભારત સરકારે તેમણે ‘પદ્મભૂષણ’ ખિતાબ અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું.

📨➖બાળકોને સમજવાની અને તેમને પ્રેમથી વશ કરી લેવાની તેમનામાં જન્મજાત શક્તિ હતી.

📨➖શિક્ષણ સંબંધી વિચારોને સાકારિત કરવા એ બધું જ કરી છૂટતાં. ગુજરાતમાં પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે એમણે એટલું બધું રચનાત્મક કામ કર્યું છે કે ઇ.સ.1973 માં 81 વર્ષની વયે મુંબઇમાં જયારે એમનું અવસાન થયું ત્યારે આ સન્નારીને કેળવણીકારોએ ‘ગુજરાતના મોન્ટેસરી’ કહીને બિરદાવી આદરાંજલિ અર્પણ કરી હતી.

🍃🍂સમીર પટેલ 🍂🍃
🏵🌻જ્ઞાન કી દુનિયા 🌻🏵

📮ચંપકલાલ નાયક📮

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📮ચંપકલાલ નાયક📮
                 
📨➖ગુજરાતના સુપ્રસિદ્ધ પુષ્ટિમાર્ગીય કીર્તનકાર ચંપકલાલનો જન્મ તા. ૧૯/૪/૧૯૦૯ના રોજ પાટણમાં થયો હતો.

📨➖તેમના પિતા છબીલદાસ બે પેઢીથી દ્વારકાધીશ મંદિરમાં કીર્તનકાર હતા.

📨➖ પોતાને ત્યાં ગામ પરગામથી આવતાં સુપ્રસિદ્ધ કીર્તાન્કારોને સાંભળવાનો તેમણે લ્હાવો મળતો હતો. પિતાની સાથે મંદિરે જતા.

📨➖તેમના કાને સંગીતના સતત સંસ્કારો પડ્યા હતા.

📨➖તેમણે પુંજીરામ નામના ઉસ્તાદ દ્વારા મૃદંગીની ખાસ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક પખવાજી  તરીકે તેઓ મંદિરમાં સામેલ થયાં.

📨➖સંગીતને પ્રોત્સાહન માટે મહારાજા સયાજીરાવ વડોદરા રાજ્યમાં ચાર સંગીતશાળાઓ સ્થાપી હતી. તેમાંથી એક પાટણમાં પણ ગતિ.

📨➖ચંપકલાલ અગિયાર વર્ષની વયે તેમાં દાખલ થયા ત્યારબાદ મહેસાણા અને વિસનગરના મંદિરોમાં કીર્તનકાર તરીકે સેવાઓ આપીને તેઓ અમદાવાદમાં સ્થિર થયા.

📨➖અમદાવાદમાં લીનાબહેન  મંગળદાસની કુટુબશાળામાં પણ સંગીત શીખવ્યું.

📨➖તેમણે અમદાવાદમાં ભાતખંડે સંગીતપદ્ધતિનું વિદ્યાલય દ્વારા શરૂ કરવાની ઈચ્છા થઇ. પરિણામે ભાતખંડે સંગીત મહાવિદ્યાલયનો પ્રારંભ થયો.

📨➖ચંપક્લાલજી અમદાવાદમાં આકાશવાણી ઉપરથી કાર્યક્રમ આપતા હતા. ઈ.સ. ૧૯૬૫માં’ ગોવિંદસ્વામી’ નામે ફિલ્મમાં તેમણે અકબરની ભૂમિકા કરી હતી તેમ જ સંગીત નિર્દેશન પણ કર્યું હતું.

📨➖તેમણે અનેક સ્થળોએ સંખ્યાબંધ કાર્ક્રમો આપ્યા હતા.

📨➖સંગીતની સાધના ઉપરાંત તેનો પ્રસાર કરવા માટે તેમણે ‘ અષ્ટ્છાપીય ભક્તિસંગીત’ સહિતના ૧૬ ગ્રંથોની રચના કરી હતી.

📨➖ગુજરાતીના સુપ્રસિદ્ધ ગાયક ચંપકલાલ નાયક પાંચમી ડીસેમ્બર ૧૯૯૮ના રોજ અવસાન થયું.

🍃🍂સમીર પટેલ 🍂🍃
🏵🌻જ્ઞાન કી દુનિયા 🌻🏵

📨રામલાલ પરીખ📨

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

📨રામલાલ પરીખ📨
                       
🛍〰બુનિયાદી શિક્ષણમાં મહત્વનું પ્રદાન કરનાર અને પૌઢશિક્ષણને જીવનનું ધ્યેય બનાવનાર ગુજરાત વિધ્યાપીઠના કુલપતિ રામલાલભાઈ નો જન્મ તા.૧૮/૪/૧૯૨૭ના રોજ  અમદાવાદમાં થયો હતો.

🛍〰 તેઓ ‘ ઈતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિ વિષય સાથે એમ.એ થયા. ત્યારપછી ‘ પત્રકારત્વ અને આક્યોલોજી’ના વિષયમાં ડીપ્લોમાં પ્રાપ્ત કર્યો.

🛍〰યુવાનવયે વિદ્યાર્થી કોગ્રેસ અને યુવક કોંગ્રેસના નેતા તરીકે તેમણે મહત્વની કામગીરી બજાવી હતી.

🛍〰યુવક પ્રવૃત્તિ માટે દેશભરમાં ફરવાની જવાબદારી આવતાં તેઓ ઈ.સ.૧૯૫૬માં દિલ્લી ગયા.

🛍〰પાંચ વર્ષ સુધી ભારતભરમાં પ્રવાસ કરીને તેમણે દરેક પ્રાંતમાં યુવક કોંગ્રેસના સંગઠનને મજબૂત કર્યું.

🛍〰દેશભરમાં યુવકો માટે યુવકો રાષ્ટ્રીય શિબિરો, શ્રમશિબિરો, મેલા જેવા સંખ્યાબંધ કાર્યક્રમો  યોજી તેના દ્વારા યુવક પ્રવૃતિઓમાં જુવાળ ઉભો કર્યો હતો.

🛍〰ઈ.સ. ૧૯૪૨માં ‘ હિંદ છોડો’ ચળવળથી ગાંધી  રંગે રંગાયેલ એ ખૂબ સક્રિય થયા.

🛍〰વડોદરાનું તેમનું નિવાસ સ્થાન ચળવળનું એક કેન્દ્ર બની રહ્યું.

🛍〰ઈ.સ. ૧૯૪૪માં મુંબઈમાં તેમણે ગાંધીજીનું પ્રવચન સાંભળ્યું ત્યારથી ખૂબ પ્રભાવિત થયેલા અને આજીવન ગાંધીભક્ત બની રહ્યા.

🛍〰ઈ.સ. ૧૯૫૨માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. પણ પાછળથી મોરારજીભાઈ દેસાઈએ તેમનેવિદ્યાપીઠનું સંચાલન સોપ્યું.

🛍〰 ત્યારથી વિદ્યાપીઠની વિદ્યાકીય પ્રવૃતિઓને ખૂબ વેગ મળ્યો.

🛍〰આ સમગ્ર કાર્યમાં રામલાલભાઈનો સિંહફાળો છે.

🛍〰વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ સાથે ગ્રામવિકાસ અને સમાજસેવાની પ્રવૃતિઓને પણ તેમણે મહત્વ આપી વેગ આપ્યો.

🛍〰ઈ.સ.૧૯૬૧માં ગુજરાત વિદ્યાપીઠમાં મગનભાઈ દેસાઈએ રાજીનામું આપતાં એ હોદ્દા પર મોરારજીભાઈ દેસાઈએ રામલાલ ભાઈને વિધ્યાપીઠના મહામાત્ર નીમ્યા હતા.

🛍〰ગાંધીજીની આ ઉજમાળી સંસ્થાના મહાપાત્ર અને ટ્રસ્ટીબનતા તેઓ વિદ્યાપીઠનાશિક્ષકકાર્યમાં ખૂપી ગયા.

🛍〰રામલાલભાઈનું વ્યક્તિત્વ વિશાલ અને વિકાસશીલ હતું.

🛍〰જગતના અનેક દેશોની યુવાક્પ્રવૃતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલ હતા.

📮જ્ઞાન કી દુનિયા 📮
🎁👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🎁

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🛍〰ઈ.સ. ૧૯૭૦ના અરસામાં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે પણ તેઓ મોરારજીભાઈની સાથે જ રહેલા.

🛍〰 ઈ.સ. ૧૯૭૫માં તેઓ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

🛍〰તેમણે ઈ.સ.૧૯૮૧ સુધી આ સભ્યપદ  શોભાવ્યું હતું.

🛍〰શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઈ.સ. ૧૯૭૫માં દેશમાં કટોકટી જાહેર કરીને મીસા હેઠળ વિરોધી રાજકીય અગ્રણીઓની ધરપકડ કરવાનું શરૂ કરેલું.

🛍〰 શ્રી રામલાલભાઈ ને તેમના પત્ની પદ્માબેન ૯ મી ઓગસ્ટ ૧૯૭૬ના રોજ ગુજરાત કોલેજમાં વિનોદ કોનારીવાલાના સ્મારક ઉપર પુષ્પાજલી અર્પણ કરવા ગયા ત્યારે ત્યાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

🛍〰તેઓ ઈ.સ.૧૯૮૩ થી ૯૬ સુધી તેઓ ગુજરાત વિધ્યાપીઠના કુલનાયક રહેલા અને એ જ વર્ષે મોરાર્જીભૈનું અવસાન થતાં તેમની વરની કુલપતિપદે મેતી થઇ હતી.

🛍〰જે તેમણે આયુષ્યના અંત સુધી નિભાવી હતી. વિશ્વના લગભગ ૩૮ દેશોમાં ફરીને ગાંધીવિચાર વિષે વ્યાખ્યાનો આપ્યા હતા.

🛍〰 ‘ વિશ્વ ગુર્જરી એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર રામલાલભાઈ પરીખનું અવસાન ૨૯ નવેમ્બર ૧૯૯૯નારોજ થયું હતું.

📮જ્ઞાન કી દુનિયા 📮

💐💐 veer senani તાતયાટોપે💐💐

૧૮૫૭ના સ્વાધીનતા સંગ્રામ પહેલા તાત્યા ટોપે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાના સાહેબના મિત્ર હતા. પોતાની યોગ્યતા અને સાહસથી તે ખુબ જ જલ્દી પેશવાની સેનાનાં સેનાપતિ બની ગયા. આ મહાન સેનાનાયકે પોતાના રણ કૌશલ્યથી અંગ્રેજ સેનાપતિઓને પણ આશ્ર્ચર્ય ચકિત કરી દીધા હતા. મરાઠાની કુશળ યુદ્ધનીતિ, છાપામાર યુદ્ધ પદ્ધતિનું તાત્યા ટોપેએ ખૂબજ કુશળતા અને સફળાતાપૂર્વક સંચાલન કર્યું. છત્રપતિ શિવાજીની ગેરિલા યુદ્ધનીતિના અંતિમ સેનાની તાત્યા ટોપે જ હતા. એમને પકડવા આવનાર અંગ્રેજ સેનાપતિઓને યુદ્ધમાં એમણે લગભગ નવ મહિના સુધી હંફાવ્યા હતા.

    બે વરસમાં એમના ક્રાંતિકાળમાં લગભગ દોઢસો મોરચાઓ પર તાત્યા ટોપેએ અંગ્રેજ સેનાનો સામનો કર્યો. આ સંગ્રામમાં તાત્યા ટોપે અને ભારતમાતાનાં બીજા અનેક વીરસપૂતોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. એમના આ બલિદાને તેમના પ્રત્યેક દેશભક્તના હ્રદયમાં સ્વતંત્રતાની આગ ભરી દીધી.

    તાત્યા ટોપેનું નામ ઇતિહાસમાં આઝાદીના લડવૈયાઓની પ્રથમ પંક્તિમાં અંકિત છે. કર્મઠ, શિસ્તપાલક અને નેતૃત્વની ભાવનાવાળા તે એક સાચા દેશભક્ત હતા. અંગ્રેજો સાથેનાં અંતિમ સંઘર્ષમાં તેમનો જો કે પરાજય થયો હતો. પરંતુ તેમનાં પરાજયે જ છેવટે સ્વતંત્રતા માટે જશનું કાર્ય કર્યું હતું. તાત્યા ટોપે સ્વતંત્રતા પૂજારી, દેશના રક્ષક અને મહાન સેનાની હતા.

— રાજન પટણી

📚💐💐💐💐💐💐💐💐📚

🎯🎯 આલ્બર્ટ આઈન્સ્ટાઈ🎯🎯

👉 આજનો દિવસ :-

      આલ્બર્ટ આઈન્સ્ટાઈ

|| 14 March 1879 – 18 April 1955 ||

આલ્બર્ટ આઈન્સ્ટાઈ (14 માર્ચ 1879 તથા - 18 એપ્રિલ 1955) જર્મની (German)માં જન્મેલા પદાર્થ વિજ્ઞાની (theoretical physicist) હતા.તેઓ સાપેક્ષવાદ (theory of relativity)ખાસ કરીને સામૂહિક ઊર્જાની સમાનતા (mass–energy equivalence)ના સિદ્ધાંત માટે જાણીતા છે, જે ઈ=એમસી2ના ગુણાંકમાં વ્યક્ત કરવામાં આવે છે.આઈન્સ્ટાઈનને તેમના પદાર્થ વિજ્ઞાન અને ખાસ કરીને ફોટોઈલેક્ટ્રીક અસર (photoelectric effect)ના કાયદાના સંશોધન માટે 1921માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક (Nobel Prize in Physics)મળ્યું હતું.

આઈન્સ્ટાઈને ફિઝિક્સ (physics)ના ક્ષેત્રમાં આપેલા અનેક ફાળામાં સાપેક્ષવાદની વિશેષ થીયરી (special theory of relativity)નો સમાવેશ થાય છે, જે યંત્રશાસ્ત્ર (mechanics)ને ઈલેક્ટ્રોમેગ્નેટિઝમ (electromagnetism) સાથે જોડે છે તથા તેમની સાપેક્ષવાદની તેમની સામાન્ય થીયરી (general theory of relativity)નો આશય સાપેક્ષવાદના સિદ્ધાંત (principle of relativity)ને સમાન ન હોય તેવા સિદ્ધાંત સુધી લંબાવવાનો અને ગુરુત્વાકર્ષણ (gravitation)ની નવી થીયરી આપવાનો હતો. તેમની અન્ય નોંધપાત્ર કામગીરીમાં સાપેક્ષવાદી બ્રહ્માંડ (relativistic cosmology), સૂક્ષ્મ પગલાં (capillary action), પ્રકાશનું પરાવર્તન (critical opalescence), આંકડાશાસ્ત્રના મિકેનિક્સ (statistical mechanics)ની સામાન્ય સમસ્યાઓ (classical problems) તથા જથ્થાની થીયરી (quantum theory)માં તેનો અમલ, પરમાણુ (molecule)ની હિલચાલ અંગે બ્રાઉન (Brownian movement) થીયરીની સમજ, પરમાણુનું પરિવર્તન (atomic transition), સંભાવનાઓ (probabilities), એકમાર્ગી ગેસ (monatomic gas)ના જથ્થાની થીયરી, નીચા રેડિયેશન (radiation) સાથે પ્રકાશ (light)માં રહેલી ઉષ્ણતા (thermal)ની માત્રા, ઘટ્ટતા (જેને પગલે ફોટોન (photon) થીયરીનો આધાર રચાયો), સ્ટિમ્યુલેટેડ ઈમિશન (stimulated emission) સહિત વિકિરણની થીયરી, સર્વગ્રાહી ફિલ્ડ થીયરી (unified field theory)નો વિચાર તથા ફિઝિક્સના ભૌમિતિકરણનો સમાવેશ થાય છે.

આઈન્સ્ટાઈને 300 કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો (over 300 scientific works) તથા 150 કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. 1999માં "ટાઈમ" (Time) સામયિકે તેમને "પર્સન ઑફ ધ સેન્ચ્યુરી (Person of the Century)" જાહેર કર્યા હતા. અત્યંત વિશાળ અર્થ અને સંદર્ભમાં "આઈન્સ્ટાઈન" નામ જીનિયસ (genius)નું સમાનાર્થી થઈ ગયું છે

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏📨

🍍🍍 ચાર્લ્સ ડાર્વિન🍍🍍

👉 આજનો દિવસ :-

       ચાર્લ્સ ડાર્વિન

ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇ.સ.1809 માં ઇંગ્લેન્ડમાં થયો હતો. બાળક ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભુત હતી. દરમિયાન એક મિત્રની ભલામણથી તેને પ્રકૃતિવિદ તરીકે દક્ષિણ અમેરિકા જવાની તક મળી. પ્રવાસમાં જુદા જુદા પશુ પક્ષીઓ અને જળચરોનું બારીક અવલોકન કર્યું. પ્રવાસ જેટલો સાહસપૂર્ણ હતો તેથી વિશેષ જોખમભર્યો હતો. ડાર્વિને જોયું કે એક જ જાતિમાં પણ કોઇપણ બે જીવ કે બે બીજ એક સરખાં હોતા નથી. તેમનું પુસ્તક ‘જાતિઓની ઉત્પતિ’ માં રજૂ થયેલા તદ્દન નવા વિચારોથી સનસનાટી વ્યાપી ગઇ. માણસ વાનરનો વંશજ છે તે વાત લોકો કેમ સહન કરી શકે? ડાર્વિનના આ સિદ્ધાંતની ખ્રિસ્તી ધર્મની સમજ વિશેની જૂની માન્યતાના મૂળમાં પણ ઘા પડ્યો. પ્રાચીનત્તમ સમયમાં ઘેટાં, બકરાં ને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો  પણ એક સામાન્ય પૂર્વજ હતો એ ડાર્વિનના સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર છે. ઉપરાંત ડાર્વિન પરવાળાના ખડકો, જીવડાં દ્વારા ફલીકરણ તેમજ પ્રાણીઓમાં લાગણીનું તત્વ વગેરે વિષયો પર વિચારો પ્રદર્શિત કર્યા છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો. તેમણે છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલું રાખ્યું. 18/4/1882 ના રોજ તેમનું અવસાન થયું. ડાર્વિનને આજે 200 વર્ષ પછી પણ વિશ્વના વિજ્ઞાનપ્રેમીઓ યાદ કરે છે.

💐🙏💐🙏💐🙏💐🙏💐📚

💐💐 World Heritage Day💐💐

👉 આજનો દિવસ :-

                         18 એપ્રિલ
   વિશ્વ ઈતિહાસિક-સંસ્કૃતિક ધરોહર દિન
               World Heritage Day
              વિશ્વ પૈતૃક સંપતિ દિવસ
                       'વર્લ્ડ હેરિટેજ ડે'

- 'વર્લ્ડ હેરિટેજ ડે' ને શોભાવતા નવલખા સહિ‌તના અમર સ્થાપત્યો

૧૮ એપ્રિલ જેને દુનિયાભરમાં વર્લ્ડ હેરીટેજ ડે તરીકે ઉજવાય છે.. યુનેસ્કો દ્વારા ૧૯૮૩માં આંતરરાષ્ટ્રી સ્તરે દરેક દેશો માટે સાંસ્કૃતિક વારસાના જતન-જાગૃતિ અર્થે આ દિવસને ઘોષિત કર્યો હતો... આજના દિને વિશ્વભરનાં વિવિધ દેશો પોત પોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગેના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે.. ત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડના નવલખા સહિ‌તના સ્થાપત્યો આજના દિવસની શોભા વધારે છે.

આપણાં ભારતમાં પણ ચોમેર પ્રાચીન, ઐતિહાસિક, કલા-કોતરણીઓથી ભરપુર કલાકૃતિઓનો ખજાનો પથરાયેલો છે... પરંતુ કમનસીબે આપણે ત્યાં બહુમૂલ્ય વારસાઓની જાળવણીમાં સતત ઉદાસીનતા જોવા મળે છે.. પોતાના ઘરની દિવાલો પર નામ ન લખી શકતાં બાયલાઓ આપણાં બહુમૂલ્ય સ્થાપત્યો પર પોતાના નામ માંડી જતા હોય છે..

પાનની પિચકારીઓ અને ગંદકી આપણે ત્યાં હજુ પણ સામાન્ય જ ગણવામાં આવે છે... સદીઓ પુરાણા, મશીનરીઓ વગર માત્ર કાંડાની કરામતે સર્જા‍યેલાં આપણાં વૈભવી વારસાને સાચવવાની જવાબદારી આપણાં સૌની બને છે...

👉 આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરીટેજ ડે છે. આપણી પ્રાચિન વિરાસતોનું ગૌરવ લેવાનો આપણો અધિકાર છે અને નવી પેઢીને પણ તેની સાથે જોડવાની જરૂર છે.

💐📨💐📨💐📨💐📨💐🏬🏘🏡🏚