Tuesday 18 April 2017

💐💐 World Heritage Day💐💐

👉 આજનો દિવસ :-

                         18 એપ્રિલ
   વિશ્વ ઈતિહાસિક-સંસ્કૃતિક ધરોહર દિન
               World Heritage Day
              વિશ્વ પૈતૃક સંપતિ દિવસ
                       'વર્લ્ડ હેરિટેજ ડે'

- 'વર્લ્ડ હેરિટેજ ડે' ને શોભાવતા નવલખા સહિ‌તના અમર સ્થાપત્યો

૧૮ એપ્રિલ જેને દુનિયાભરમાં વર્લ્ડ હેરીટેજ ડે તરીકે ઉજવાય છે.. યુનેસ્કો દ્વારા ૧૯૮૩માં આંતરરાષ્ટ્રી સ્તરે દરેક દેશો માટે સાંસ્કૃતિક વારસાના જતન-જાગૃતિ અર્થે આ દિવસને ઘોષિત કર્યો હતો... આજના દિને વિશ્વભરનાં વિવિધ દેશો પોત પોતાના સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગેના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે.. ત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડના નવલખા સહિ‌તના સ્થાપત્યો આજના દિવસની શોભા વધારે છે.

આપણાં ભારતમાં પણ ચોમેર પ્રાચીન, ઐતિહાસિક, કલા-કોતરણીઓથી ભરપુર કલાકૃતિઓનો ખજાનો પથરાયેલો છે... પરંતુ કમનસીબે આપણે ત્યાં બહુમૂલ્ય વારસાઓની જાળવણીમાં સતત ઉદાસીનતા જોવા મળે છે.. પોતાના ઘરની દિવાલો પર નામ ન લખી શકતાં બાયલાઓ આપણાં બહુમૂલ્ય સ્થાપત્યો પર પોતાના નામ માંડી જતા હોય છે..

પાનની પિચકારીઓ અને ગંદકી આપણે ત્યાં હજુ પણ સામાન્ય જ ગણવામાં આવે છે... સદીઓ પુરાણા, મશીનરીઓ વગર માત્ર કાંડાની કરામતે સર્જા‍યેલાં આપણાં વૈભવી વારસાને સાચવવાની જવાબદારી આપણાં સૌની બને છે...

👉 આજે 18 એપ્રિલ વર્લ્ડ હેરીટેજ ડે છે. આપણી પ્રાચિન વિરાસતોનું ગૌરવ લેવાનો આપણો અધિકાર છે અને નવી પેઢીને પણ તેની સાથે જોડવાની જરૂર છે.

💐📨💐📨💐📨💐📨💐🏬🏘🏡🏚

No comments:

Post a Comment