Thursday 13 April 2017

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

🏵🛡ડૉ.બી.આર.આંબેડકર 🛡🏵

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “ જગતમાં જે કાંઈ ઉથલ પાથલ થાય છે,તે માનવ દ્વારા જ થતી હોય છે.આ હકીકત છે. તમારો ઉધ્ધાર કરવા કોઈ આવવાનું નથી, તમારો ઉધ્ધાર તમારે જ કરવાનો છે.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊   “પોતાના ગરીબ અને અભણ બાંધવોની સેવા કરવી એ દરેક સુશિક્ષિત વ્યકિતનું પ્રથમ કર્તવ્ય છે. ઊંચા હોદ્દા પર પહોચ્યા બાદ જો તેઓ દુર્લભ કરશે તો સમાજની નાશ થશે એમાં શંકા નથી.”

📨〰〰〰〰〰〰〰〰〰📨

🔊  ‘ જે સમાજમાં હું જન્મ્યો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.”

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

📨〰ભારતીય બંધારણના ઘડવૈયા તથા દલિતોના મસીહા એવા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ તા. ૧૪/૪/૧૮૯૧ના દિવસે ઇન્દોરના મહુ ગામમાં અસ્પૃશ્ય ગણાતી એવી મહાર  જાતિમા થયો હતો.

📨〰 પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.

📨〰નાની વયે પિતાનું અવસાન ,બીમાર માતા અને ગરીબાઈ ને કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો.

📨〰 સમાજની અંધશ્રધ્ધા તથા અસ્પૃશ્યતાને કારણે શાળાકીય જીવન દરમ્યાન અનેક હડધૂત અને અપમાન સહન કર્યા.

📨〰સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષ્ણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી.

📨〰એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ ‘ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે.

📨〰આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.

📨〰વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો.

📨〰વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી.તેઓ સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ કાયદાપ્રધાન બન્યા.

📨〰ભારતીય બંધારણની રચના કરી.

🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿🍃👇🏿🍂👇🏿

🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿

🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿🍃👆🏿🍂👆🏿

📨〰ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી.

📨〰ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી.

📨〰 એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો.

📨〰જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે.

📨〰પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ ‘મનુસ્મૃતિ‘ની જાહેરમાં હોળી કરી અને ‘મૂક નાયક‘ મરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

📨〰 સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા.

📨〰ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

📨〰જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.

📨〰 ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.

📨〰દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી અને ભારત રત્ન ડો. બી.આર, આબેડકરનું  ૬ ડીસેમ્બર ૧૯૫૬ના રોજ અવસાન થયું.

⛱ સમીર પટેલ ⛱
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

💐💐 જલિયાવાલા બાગ હત્યાકાંડ💐💐

👉 આજનો દિવસ :-

આજે જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે ...

આજે 13મી એપ્રિલ, જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે. આવો, આપણા ઈતિહાશના આ કાળા પાના પર અંકિત, દેશના મુક્તિ સંગ્રામમાં પોતાના જીવનની આહુતિ આપી જનારા એ શહીદોની સહાદતને નત મસ્તકે અવલોકીએ –

13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના 90 સૈનિકોએ નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી...

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી.

જલિયાંવાલા બાગ તે સમયે ચારે બાજુઓથી મકાનો દ્વારા ઘેરાયેલું ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો જે રોકીને અંગ્રેજોના સૈનિકો ઉભા રહી ગયા હતા. લોકોને ભાગવા માટે કોઈ રસ્તો ન હતો.

કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ તે કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી.

આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડમાં 1000થી વધારે લોકો સહાદતને વર્યા હતા (સતાવાર આંક કેવળ 400 લોકો મર્યાનો આપવામાં આવે છે) અને હજારો લોકો ઘાયલ થયા હતા ...

જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું.

1940માં જનરલ ડાયરની હત્યા કરવામાં આવી હતી.. જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો.

ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંसસી આપવામાં આવી હતી.

આઝાદી માટે લોકોના જોશમાં આ ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની ઝંખના વધવા લાગી હતી.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં તેમને બ્રિટીશ સરકાર તરફથી મળેલો નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.

જલિયાંવાલા બાગના આ જધન્ય હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. આ હત્યા કાંડની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે દેશની સહાદતના યજ્ઞમા 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢી પોતાની આહુતી આપી હતી....



આ સંદર્ભમાં હું માનુ છું કે 4 મીનીટની ઉપરોક્ત વીડીઓ ક્લીપ પ્રત્યેક ભારતીયે જોવી જ જોઈએ અને પોતાના બાળકોને પણ બતાવવી જોઈએ. આ વિડીયો ક્લીપ એ બ્રિટીશ સામ્રાજ્યએ ભારતની પ્રજા પર આચરેલ હેવાનીયનો પુરાવો છે એ જોઈને કોઈ પણ ભારતવાસીની આંખ ભીની થયા વગર રહેશે નહીં ...

👉 ઈતિહાસ માટે કહેવાય છે કે જે પ્રજા પોતાના ઈતિહાસ પરથી કોઈ બોધ લેતી નથી, ઈતિહાસ તેને પોતાના પાના પરથી ભૂસી નાખે છે. ઈતિહાસના પાના પરથી આપણું અસ્તિત્વ ન ભૂસાઈ જાય તે માટે આજના આ કાળા દિવશે આપણે સંકલ્પ કરીએ કે દેશ સાથે ગદ્દારી કરનાર કોઈની સાથે આપણે ઝૂકીશું નહી.

આવો, આપણા ઈતિહાસની આ વરવી ઘટનાની સ્મૃતિમાં, આપણા સ્વતંત્ર સંગ્રામની વેદી ઉપર પોતાની આહુતિ આપી જનારા એ સહિદોને નત મસ્તકે શ્રધ્ધાંજલી અર્પીએ ..

અય મેરે વતન કે લોગો, જરા આંખમેં ભરલો પાની;
જો શહીદ હુએ હૈ ઉન કી, જરા યાદ કરો કુરબાની કો ....

💐💐💐💐💐💐🌷⛳

💐💐 રતુભાઇ અદાણી 💐💐

👉 આજનો દિવસ :-

    રતુભાઇ અદાણી

ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઇ અદાણીનો જન્મ 13/4/1914 ના રોજ થયો હતો.પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્દઢ થઇ. ધોલેરા છાવણી કૂચ લઇ જતા તેમને ગિરફતાર કર્યા, જેલના જડ નિયમોના વિરોધમાં જેલમાં પણ સત્યાગ્રહ આરંભ્યો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ નું અધ્યયન કર્યું. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃતિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યું. ‘આરઝી હકૂમત’ ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઇએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ગૃહખાતા તરફથી રતુભાઇની માનદ પોલીસ ઇન્સ્પેકટર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત રાજયની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. કેશોદની અક્ષયગઢની હોસ્પિટલને માત્ર રુગ્ણાલય જ નહિ, પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્યું. તેમણે ગ્રામ જીવનના અનુભવો લખવા કલમ ઉઠાવી. ઇ.સ.1997 માં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ચિરવિદાયથી ગુજરાતે ગાંધીયુગનો મુટ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો. ‘આરઝી હકૂમત આવતાં નાઠયો તહીં નવાબ, એની રાંધી રહી ગઇ રાબ, વાહે થાતા વાણિયો.’

💐📨💐📨💐📨💐📨💐📨