Thursday 13 April 2017

๐Ÿ’๐Ÿ’ เชœเชฒિเชฏાเชตાเชฒા เชฌાเช— เชนเชค્เชฏાเช•ાંเชก๐Ÿ’๐Ÿ’

👉 આજનો દિવસ :-

આજે જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે ...

આજે 13મી એપ્રિલ, જલિયાવાલા બાગ હત્યાકાંડની 98મી વરસીનો કાળો દિવશ છે. આવો, આપણા ઈતિહાશના આ કાળા પાના પર અંકિત, દેશના મુક્તિ સંગ્રામમાં પોતાના જીવનની આહુતિ આપી જનારા એ શહીદોની સહાદતને નત મસ્તકે અવલોકીએ –

13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના 90 સૈનિકોએ નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી...

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી.

જલિયાંવાલા બાગ તે સમયે ચારે બાજુઓથી મકાનો દ્વારા ઘેરાયેલું ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો જે રોકીને અંગ્રેજોના સૈનિકો ઉભા રહી ગયા હતા. લોકોને ભાગવા માટે કોઈ રસ્તો ન હતો.

કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ તે કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી.

આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડમાં 1000થી વધારે લોકો સહાદતને વર્યા હતા (સતાવાર આંક કેવળ 400 લોકો મર્યાનો આપવામાં આવે છે) અને હજારો લોકો ઘાયલ થયા હતા ...

જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું.

1940માં જનરલ ડાયરની હત્યા કરવામાં આવી હતી.. જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો.

ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંसસી આપવામાં આવી હતી.

આઝાદી માટે લોકોના જોશમાં આ ઘટનાથી પણ કોઈ ઓટ આવી ન હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લોકોમાં આઝાદીની ઝંખના વધવા લાગી હતી.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં તેમને બ્રિટીશ સરકાર તરફથી મળેલો નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.

જલિયાંવાલા બાગના આ જધન્ય હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. આ હત્યા કાંડની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા. આ ભગતસિંહે પોતાના બે સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે દેશની સહાદતના યજ્ઞમા 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢી પોતાની આહુતી આપી હતી....



આ સંદર્ભમાં હું માનુ છું કે 4 મીનીટની ઉપરોક્ત વીડીઓ ક્લીપ પ્રત્યેક ભારતીયે જોવી જ જોઈએ અને પોતાના બાળકોને પણ બતાવવી જોઈએ. આ વિડીયો ક્લીપ એ બ્રિટીશ સામ્રાજ્યએ ભારતની પ્રજા પર આચરેલ હેવાનીયનો પુરાવો છે એ જોઈને કોઈ પણ ભારતવાસીની આંખ ભીની થયા વગર રહેશે નહીં ...

👉 ઈતિહાસ માટે કહેવાય છે કે જે પ્રજા પોતાના ઈતિહાસ પરથી કોઈ બોધ લેતી નથી, ઈતિહાસ તેને પોતાના પાના પરથી ભૂસી નાખે છે. ઈતિહાસના પાના પરથી આપણું અસ્તિત્વ ન ભૂસાઈ જાય તે માટે આજના આ કાળા દિવશે આપણે સંકલ્પ કરીએ કે દેશ સાથે ગદ્દારી કરનાર કોઈની સાથે આપણે ઝૂકીશું નહી.

આવો, આપણા ઈતિહાસની આ વરવી ઘટનાની સ્મૃતિમાં, આપણા સ્વતંત્ર સંગ્રામની વેદી ઉપર પોતાની આહુતિ આપી જનારા એ સહિદોને નત મસ્તકે શ્રધ્ધાંજલી અર્પીએ ..

અય મેરે વતન કે લોગો, જરા આંખમેં ભરલો પાની;
જો શહીદ હુએ હૈ ઉન કી, જરા યાદ કરો કુરબાની કો ....

💐💐💐💐💐💐🌷⛳

No comments:

Post a Comment