Saturday 27 May 2017

*🌷OBOR* Project🌷

*💥Breaking News💥*17-5-17

*🌷OBOR* Project🌷part-2

*💥OBOR-One Belt One Road*
*💥ઑબૉર-વન બેલ્ટ વન રોડ*

💥ચીનના આ વિશાળ માળખાકીય કાર્યક્રમ ની બે મહત્વપુર્ણ યોજના ભારતને પણ અસર કરે છે

1-સિપેક=ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર
*CPEC=China-Pakistan Economic Corridor*

2-બાંગ્લાદેશ-ચીન- ભારત-મ્યાનમાર ઈકોનોમિક કોરિડોર

🤔નંબર-2 પ્રોજેક્ટથી ભારતને એટલો બધો વાંધો નથી પરંતુ

*💥સિપેક=ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર*_____
👉સિપેક તરીકે ઓળખાતો આ મહામાર્ગ આશરે 3000 કિ.મી.લાંબો છે
👉જેનો ઘણોખરો હિસ્સો ગિલકિટ-બાલ્ટિસ્તાન માથી પ્રસાર થાય છે
👉પાકિસ્તાનના દરિયાઇ રસ્તે ગ્વાદર બંદરે થી ગિલકિટ-બાલ્ટિસ્તાનના જમીન માર્ગે થઇને છેક ચીન (તિબેટ)ના પહાડી વિસ્તાર સુધી આ પેટાયોજના ફેલાયેલી છે

*😡શા માટે ભારતે વિરોધ કર્યો*

👉ચીને તૈયાર કરેલો આ કોરીડોર પાકિસ્તાને પચાવી પાડેલ કાશ્મિર (POK) ના હિસ્સામાથી પ્રસાર થાય છે
👉ગિલકિટ અને બાલ્ટિસ્તાન એ અખંડ કાશ્મિરનો હિસ્સો છે જે હાલમા POK-Pakistan Occupid Kasmir તરીકે ઓળખાય છે
👉આજે પણ જમ્મુ-કાશ્મિર વિધાનસભા મા (24)  બેઠકો તે POK ના હિસ્સા માટે રિઝર્વ રાખવામા આવી રહિ છે

🌴આ સિપેક પેટાયોજના ને ભારતે પોતાના સાર્વભૌમત્વ પર તરાપ સમાન ગણાવી છે
💥હવે જો *ભારત આ OBOR  પ્રોજ્કટનો સ્વીકાર કરી લેય તો ભારતે CPEC ને પણ સૈંધાતિક મંજુરી આપવી પડે🤔*
👉અને જો CPEC ને ભારત મંજુરી આપી દેય તો એનો મતલબ એમ થાય કે POK (ગિલકિટ અને બાલ્ટિસ્તાન) ના હિસ્સાને પણ ભારતે પાકિસ્તાનનુ જ છે એમ માની લેવુ પડે

💥આમ ચીન અને પાકિસ્તાનની આ વ્યુહત્મક ચાલબાજી સામે હાલ વૈશ્વિક સ્તર પર એકલુ પડી જવાનો ભય છતાં એકલા હાથે ઝઝુમી રહ્યુ છે

નોંધ-ગિલકિટ અને બાલ્ટિસ્તાન નો આ પ્રદેશ સમગ્ર એશિયામા એવો છે કે એ એક સાથે 5 દેશોની (ભારત,પાકિસ્તાન,ચીન,રશિયા અને અફઘાનિફ્તાન) જમીની સરહદને સ્પર્ષે છે...આથી જ ચીન આ પ્રદેશને વધુ મહત્વ આપી રહ્યુ છે

*ભારત અને ચીનના સંબધો*

*👉હિન્દી-ચીની ભાઇ ભાઇ* ના નારા સાથે શરૂ થયેલી દોસ્તી ના નામે ચીને 1962 મા ભારત પર આક્રમણ કરીને ભારતની પીઠ પર ખંજર ભોક્યુ
👉ત્યારથી લઇ આજ સુધી ચીન હંમેશા ભારતના વિકાશ કાર્યમા રોડા નાખી રહ્યુ છે
👉NSG-ન્યુક્લિયર સપ્લાયર ગ્રૃપ હોય કે યુ.એન-સલામતી સમિતી મા ભારતનુ સભ્યપદ હંમેશા ચીન વૈશ્વિક સ્તર પર ભારતને નડતુ જ આયુ છે
👉અઝહર મહેમુદ અને હાફિસ સઇદ ને વૈશ્વિક આંતકી જાહેર કરવામા પણ ચીન  નડી રહ્યુ છે
👉કાશ્મિર મુદ્દાને પણ સળગતુ રાખવા ચીન અવાર નવાર ઉંબાડીયા ચાંપે છે
👉ચીન અવાર-નવાર પાકિસ્તાન ને હાથો બનાવી ભારત પર નિશાન તાકતુ રહ્યુ છે

💥ભારતને છોડીને અમેરીકા સહિત વિશ્વની મોટાભાગની મહાસત્તા તથા 29 દેશોના વડાની સાથે *યુનાઇટેડ નેશન્સ(U.N.),*
*વિશ્વ બેન્ક(W.B.)* અને
*ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(I.M.F.)* જેવા વૈશ્વિક સંગઠનોના પ્રતિનિધિ મંડળે પણ ચીન ખાતે યોજાયેલા ઓબોર સંમેલન મા હાજરી આપી હતી

*🇮🇳જય હિંદ🇮🇳*