Saturday 22 April 2017

💐💐āŠāŠĩોāŠ°્āŠĄ āŠķ્āŠ°ેāŠĢી :- 2017💐💐

📚📚📚📚📚📚📚📚
*Gyan Ki Duniya*
*Hemanshu Tilavat*
📚📚📚📚📚📚📚📚
🎯સાહિત્ય અકાદમી દ્વારા શરૂ કરવામાં આવેલ નવી એવોર્ડ શ્રેણી :- 2017

જેમાં દર વરસે નવલકથા, કાવ્ય, નાટક,  નિબંધ, વાર્તા સંગ્રહ, બાળ સાહિત્ય તેમજ વિવેચન ક્ષેત્રે આપવામાં આવશે.

    2017 ના વિજેતાઓ
1. શ્રી ગોવર્ધનરામ નવલકથા પારિતોષિક  વિજેતા :- ધીરેન્દ્ર મહેતા

2. મલયાનિલ વાર્તા પારિતોષિક :- મોહન પરમાર

3. સુંદરમ્ પારિતોષિક :- શ્રી રાજેન્દ્ર શુકલ

4. અસાઈત ઠાકર નાટય પારિતોષિક :- શ્રી સૌમ્ય જોશી

5. સુરેશ જોશી નિબંધ પારિતોષિક :- શ્રી મણિલાલ હ. પટેલ

6. વિષ્ણુપ્રસાદ સમીક્ષા પારિતોષિક :- સુમન શાહ

7. ગિજુભાઈ બાળસાહિત્ય પારિતોષિક :- શ્રી યશવંત મહેતા.
📚📚📚📚📚📚📚📚
*H€M@N$HU TiL@V@T*
📚📚📚📚📚📚📚📚

🀄 *āŠ•્āŠ°ૂāŠ·િ āŠ•્āŠ·ેāŠĪ્āŠ°ે āŠĩિāŠĩિāŠ§ āŠ•્āŠ°ાંāŠĪિ*

🀄 *ક્રૂષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિ*

⭕⭕⭕⭕⭕⭕⭕

⚜ગુલાબી ક્રાંતિ
➖ઝીંગા ઉત્પાદન માટે

⚜હરિત ક્રાંતિ
➖અનાજ ઉત્પાદન માટે

⚜શ્વેત ક્રાંતિ
➖દુધ ઉત્પાદન માટે

⚜ભુરી ક્રાંતિ
➖ખાતર ઉત્પાદન માટે

⚜ગોળ ક્રાંતિ
➖બટાકા ઉત્પાદન માટે

⚜સોનેરી ક્રાંતિ
➖બાગાયતી પાકો માટે

⚜પીળી ક્રાંતિ
➖તેલબીયા ના ઉત્પાદન માટે

⚜વાદળી ક્રાંતિ
➖મત્સ્ય ઉત્પાદન માટે

⚜લાલ ક્રાંતિ
➖ટમેટા અને મરચા ઉત્પાદન માટે

⚜રજત ક્રાંતિ
➖ઈંડાના ઉત્પાદન માટે

⚜કાળી ક્રાંતિ
➖પેટ્રોલિયમ ઉત્પાદન માટે

     *♨મેર ઘનશ્યામ*

*🀄āŠŪીāŠ°ાāŠŽાāŠˆ*

*🀄મીરાબાઈ*

⭕⭕⭕⭕⭕⭕⭕

*⚜જન્મ*
➖ઈ.સ.1499
*⚜જ્નમસ્થળ*
➖મેડતા (રાજસ્થાન)
*⚜ઉપનામ*
➖જન્મજન્મની દાસી"
*⚜લગ્ન*
➖રાજા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે

*⚜મીરાબાઈનું વખણાતુ સાહિત્ય*
➖પદ

🔱🔱🔱🔱🔱🔱🔱

✏મેડતા  (રાજસ્થાન) ના રાઠોડ રાવ દુદાજીના પૌત્રી.

✏મીરાંના લગ્ન સિસોદીયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાજ સાથે થયા હતા. *(મીરાં રાણાપ્રતાપના કાકી થતા)*

✏દ્વારકામાં મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનુ મનાય છે.

✏બ.ક.ઠાકોરે મીરાંના પદોને "ત્રિજા નેત્રની પ્રસાદી કહી છે.

✏કલાપીએ કહયુ છેકે "હતો નરસિંહ, હતી મીરાં, ખરા ઈલ્મી,ખરા સુરા"

🔱🔱🔱🔱🔱🔱🔱

*⚜ક્રૂતિઓ*

➖રામરમકડુ જડ્યુ રે..
➖પગ ઘુંઘરુ બાંધી મીરા નાચી રે....
➖હા રે કોઈ માધવ લો
➖લે ને તારી લાકડી
➖વ્રૂંદાવન કી કુંજ ગલીમાં
➖"નરસિંહ કા માયરા"
➖સત્યભામાનુ રુચણું

    
   *♨મેર ઘનશ્યામ*

ðŸ“ŪāŠĩિāŠķ્āŠĩ āŠŠૃāŠĨ્āŠĩી āŠĶિāŠĩāŠļðŸ“Ū

🍃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🍃

📮વિશ્વ પૃથ્વી દિવસ📮

📨➖પર્યાવરણીય વિનાશની સમસ્યાઓ વધતી જાય છે અને પર્યાવરણ સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેની જરૂરિયાતો  વિશે લોકોમાં જાગરૂકતા લાવવાં માટે દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે.

📨➖તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા દૈનિક જીવનમાં નાના નાના પગલાઓ લેવાં માટે લોકોને પ્રોત્સાહન આપવું અને પૃથ્વીને રહેવા માટે સારી જગ્યા બનાવવાનો છે.

📨➖વિશ્વ પૃથ્વી દિવસ ૨૦૧૬ નો વિષય હતો : “ધરતી માટે વૃક્ષ જરૂરી છે” વૃક્ષ જળવાયુના પરિવર્તનને ઘટાડવા માટે મદદ કરે છે.

📨➖તે ઉપરાંત પક્ષીઓ અને વન્ય જીવોને રહેઠાણ આપવું,શુદ્ધ હવા આપવી,માટીનું ધોવાણ અટકાવવું અને પાણીને લાવવામાં મદદ કરે છે.

📨➖ઔધોગીકરણની વૃદ્ધિના કારણે,પુષ્કળ પ્રમાણમાં વનોની જગ્યાઓનું સ્થાન લીધું છે જેના લીધે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ થઈ છે.

📨➖પર્યાવરણ પ્રદુષણની સમસ્યાઓના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ અને સ્વાસ્થ્યની સમસ્યાઓમાં અનેક ગણો વધારો થયો છે.

📨➖સારા નાગરિકો તરીકે,સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાના પગલાઓ ઉઠાવવાની આપણી જવાબદારી છે.

📨➖ રોજબરોજની દિનચર્યા દરમ્યાન તમે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન આપ્યું હશે.

📨➖શું તમે માનો છો કે માનવીએ ઘણી બધી હદ સુધી કુદરતી સંસાધનોનું શોષણ કર્યું છે.લોકોને લાલચ અને જરૂરિયાત વચ્ચેના ભેદનો ખ્યાલ નથી.

📨➖ઓઝોન સ્તર પર ગાબડું જેવી ગંભીર સમસ્યાઓ,ઔધોગિક કચરાઓનું નદીઓમાં ઠાલવવાથી તેનું મૃત્યું, ગ્લોબલવોર્મિંગ આદિનો સમાવેશ થાય છે.અસંગત સંસાધનોના ઉપયોગના લીધે ઘણી વખત ખોટી રીતે વેગ આપ્યો છે.

🍃👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🍃

🍃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🍃

❓  તે આપણે કેવી રીતે કરીશું ?

📨➖નવાં છોડ વાવો.વરસાદી પાણીના સંગ્રહ માટે જાઓ

📨➖કાગળનો મહત્તમ ઉપયોગ કરો.કાગળ ઓછો નુકસાન કારક છે.શક્ય હોય ત્યાં સુધી ડીજીટલ તકનિકીનો ઉપયોગ કરવાનું પસંદ કરો.

📨➖ખરાબ વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરો.નકામી વસ્તુઓમાંથી તમારાં ઉપયોગમાં આવે તેને ચાલું કરો,જેમ કે પુન:નવીનીકરણ દ્વારા કાગળની બેગો બનાવવી.

📨➖જયારે પણ તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે વીજળી બંધ કરો,જયારે તમે કોઈ પણ ઉપયોગ કરતાં ન હો ત્યારે વીજળીના ઉપકારણો બંધ કરો.

📨➖પ્લાસ્ટિક બેગને ના કહો.શણની બેગ અથવા કાગળની બેગ પસંદ કરો.

📨➖નાના અંતરો માટે ચાલીને જાઓ અથવા સાઈકલનો ઉપયોગ કરો.

📨➖તમારાં ઘેર અને કામના સ્થળો પર પાણીનું સંરક્ષણ કરો.

📨➖જાહેર સ્થળો પર કચરો ફેંકો નહીં.સફાઈ અભિયાનમાં સક્રિય રીતે ભાગ લો.રસ્તાઓ,બગીચાઓ અને અન્ય જાહેર સ્થળો પરથી કચરો ઉઠાવો.

📨➖વિઘટનક્ષમ અને અવિઘટનક્ષમ કચરાને અલગ તારવો.

📨➖વધારે પ્રકાશ,લાંબા સમય સુધી ટકાઉ  અને ઓછી ઉર્જાના વપરાશ માટે સીએફએલ બલ્બ પસંદ કરો.

📨➖ગેસ બચાવવાં માટે તમારી કારમાં યોગ્ય રીતે ફૂલેલા ટાયર રાખો.

📨➖તમારી સાથે તમારાં પોતાના પુન: ઉપયોગમાં લઈ શકાય તેવાં કપ,પાણીની બોટલ અને કપડા ખરીદીની બેગ રાખો.

📨➖નિકાલજોગ બેટરીના બદલે રિચાર્જ બેટરીનો ઉપયોગ કરો.

📨➖તમારાં અંગત વાહનોનો મર્યાદિત ઉપયોગ કરો,કાર સમુચ્ચય માટે પસંદ કરો અથવા જયારે પણ શક્ય હોય ત્યારે જાહેર પરિવહનનો ઉપયોગ કરો.

🍂🌺સમીર પટેલ 🌺🍂
🛡📮જ્ઞાન કી દુનિયા 📮🛡

🀄āŠķ્āŠ°ી āŠļ્āŠĩાāŠŪી āŠļāŠš્āŠšિāŠĶાāŠĻંāŠĶāŠœી🀄

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🀄શ્રી સ્વામી સચ્ચિદાનંદજી🀄

📮🎤“ પૈસાના બેલેન્સ કરતાં પ્રતિષ્ઠાનું બેલેન્સ ઘણું મોટું કાર્ય કરે છે.”

📮🎤“વ્યસન બેધારી તલવાર છે. એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ માપે છે.”

📮🎤“ જીવન એટલે ગતિ , સતત ચાલ્યા કરે. ઊભા રહી જવું કે બેસી પડવું એટલે સ્થગિત થાય જવું.”
                     
📨➖ મહાન સમાજસુધારક , ધર્મચિંતક એવા સ્વામી સચ્ચિદાનંદજીનો જન્મ ચૈત્રવદ બીજને તા.૨૨/૪/૧૯૩૨ના રોજ પાટણ જીલ્લાના મોટી ચંદુર ગામમાં થયો હતો.

📨➖પિતાનું નામ મોતીલાલ ત્રિવેદી અને માતાનું નામ વાલીબહેન હતું. તેમનું મૂળ વતન તો મુજપુર હતું.

📨➖તેમના પિતા વ્યવસાયે શિક્ષક હતા. માત્ર ત્રણ વર્ષની વયે પિતા અને બાર વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી.

📨➖પ્રાથમિક શિક્ષણ મુજપુર, કુવાર્જ અને શંખેશ્વરમાં લીધું હતું.

📨➖માત્ર ૧૯ વર્ષ્નીન નાની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં માત્ર સવા રૂપિયો લઈને એમને ગૃહત્યાગ કર્યો.

📨➖ઈ.સ. ૧૯૫૫માં કાશીમાં અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૯૫૬માં પંજાબના ફીરોજપુરમાં સ્વામી મુક્તનંદજી પાસે સન્યાસ દીક્ષા ગ્રહણ કરી.

📨➖ઈ.સ. ૧૯૬૬માં ‘ વેદાન્તચાર્ય ( શાંકરવેદાંતના મુખ્ય વિષય સાથે ) બનારસ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

📨➖ઈ.સ.૧૯૬૮માંસમગ્ર ભારતની પ્રદક્ષિણા કરી.

🛍સમીર પટેલ 🛍
🌺👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿🌺

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

📨➖સ્વામી સચ્ચિદાનંદજીએ ઈ.સ. ૧૯૬૯માં સંવત ૨૦૨૫ને મહાસુદ પાંચમને એટલે કે વસંતપંચમીના રોજ વાળીનાથ મંદિરના મહંત શ્રી બળદેવગિરીજીના વરદ હસ્તે પેટલાદ નજીક આવેલા દંતાલીમાં શ્રી ભક્તિ નિકેતન આશ્રમની સ્થાપના કરી. અને ત્યાં પોતાની કર્મભૂમિ બનાવી.

📨➖અને આથી તેઓ દંતાલીવાળા ઓળખાય છે.

📨➖તેમણે દેશભ્રમણ દરમ્યાન ભૂખ, વેદનાઓ અને કાયમી ગરીબાઈનો ઉત્કટ અનુભવ થયેલો અને એને કારણે આશ્રમમાં માનવીની તન અને મનની માવજત થાય તેવા રચનાત્મક કાર્યોની શરૂઆત કરી.

📨➖સ્વામીજીએ જાહેરજીવનને પોતાના તન,મન અને ધનથી વિશિષ્ટ અર્પણ કર્યું છે.

📨➖ તેમણે કોબા અને ઊંઝા ખાતે સાધનાશ્રમની સ્થાપના કરી જેમાં વૃધ્ધો પોતાનું જીવન આનંદમય રીતે ગુજારે છે.

📨➖સ્વામીજીના ટ્રસ્ટતરફથી શૈક્ષિણક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓને ઉદાર હાથે દાન અપાય છે.

📨➖તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. ઈ.સ.૧૯૭૩માં મહર્ષિ કણાદ ગુરૂકુળ માધ્યમિક શાળાઓને અને છાત્રાલય સૂઈ ગામમાં સ્થાપના કરી છે.

📨➖તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં ‘ સંસાર રામાયણ અને શ્રી કૃષ્ણલીલા રહસ્ય’, ‘પ્રશ્નોના મૂળમાં’, શું ઈશ્વર અવતાર લે છે’, ભારતમાં અંગ્રેજોનાં યુધ્ધો’ વગેરે પુસ્તકો લખ્યા છે.

📨➖ઈ.સ.૧૯૮૬માં ‘ મારાં અનુભવો’ નામે એમને ૯૧ પ્રકરણોમાં વિસ્તરેલી આત્મકથામાં પોતાના ગૃહત્યાગ પછીના વિશિષ્ટ અનુભવોને વર્ણવ્યા છે.

📨➖એમાં બ્રહ્મચર્ય,ગુરુપ્રથા, અંધશ્રદ્ધા, વર્ણાશ્રમ, ચમત્કારો, સેવાપ્રવૃત્તિ જેવા વિવિધ વિષયો પરનું એમનું ચિંતન સરસ રીતે વણાઈ ગયું છે.

📨➖‘ મે ઈશ્વરને જોયો નથી પણ તેની કૃપાનો અસંખ્યવાર અનુભવ કર્યો છે. એમ કહેનાર આ સન્યાસીના એમાં આલેખાયેલ અનુભવો વિશદ અને ચિત્રાત્મક છે.

📨➖તેઓ પ્રખર અભ્યાસી  સાથે સમર્થ ચિંતક છે. આપણી અર્થવ્યવસ્થાની એ ઝીણવટભરી આલોચના કરે છે. એટલી જ રાજકારણમાં પ્રશ્નોનો પણ કરી શકે છે.

📨➖તેઓ વિવિધ દૈનિકપત્રમાં કટારલેખક છે.

🌻🏵સમીર પટેલ 🏵🌻
🛍📮જ્ઞાન કી દુનિયા 📮🛍