Saturday 22 April 2017

🀄શ્રી સ્વામી સચ્ચિદાનંદજી🀄

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

🀄શ્રી સ્વામી સચ્ચિદાનંદજી🀄

📮🎤“ પૈસાના બેલેન્સ કરતાં પ્રતિષ્ઠાનું બેલેન્સ ઘણું મોટું કાર્ય કરે છે.”

📮🎤“વ્યસન બેધારી તલવાર છે. એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ માપે છે.”

📮🎤“ જીવન એટલે ગતિ , સતત ચાલ્યા કરે. ઊભા રહી જવું કે બેસી પડવું એટલે સ્થગિત થાય જવું.”
                     
📨➖ મહાન સમાજસુધારક , ધર્મચિંતક એવા સ્વામી સચ્ચિદાનંદજીનો જન્મ ચૈત્રવદ બીજને તા.૨૨/૪/૧૯૩૨ના રોજ પાટણ જીલ્લાના મોટી ચંદુર ગામમાં થયો હતો.

📨➖પિતાનું નામ મોતીલાલ ત્રિવેદી અને માતાનું નામ વાલીબહેન હતું. તેમનું મૂળ વતન તો મુજપુર હતું.

📨➖તેમના પિતા વ્યવસાયે શિક્ષક હતા. માત્ર ત્રણ વર્ષની વયે પિતા અને બાર વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી હતી.

📨➖પ્રાથમિક શિક્ષણ મુજપુર, કુવાર્જ અને શંખેશ્વરમાં લીધું હતું.

📨➖માત્ર ૧૯ વર્ષ્નીન નાની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં માત્ર સવા રૂપિયો લઈને એમને ગૃહત્યાગ કર્યો.

📨➖ઈ.સ. ૧૯૫૫માં કાશીમાં અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૯૫૬માં પંજાબના ફીરોજપુરમાં સ્વામી મુક્તનંદજી પાસે સન્યાસ દીક્ષા ગ્રહણ કરી.

📨➖ઈ.સ. ૧૯૬૬માં ‘ વેદાન્તચાર્ય ( શાંકરવેદાંતના મુખ્ય વિષય સાથે ) બનારસ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.

📨➖ઈ.સ.૧૯૬૮માંસમગ્ર ભારતની પ્રદક્ષિણા કરી.

🛍સમીર પટેલ 🛍
🌺👇🏿👇🏿આગળ વાંચો 👇🏿👇🏿🌺

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

📨➖સ્વામી સચ્ચિદાનંદજીએ ઈ.સ. ૧૯૬૯માં સંવત ૨૦૨૫ને મહાસુદ પાંચમને એટલે કે વસંતપંચમીના રોજ વાળીનાથ મંદિરના મહંત શ્રી બળદેવગિરીજીના વરદ હસ્તે પેટલાદ નજીક આવેલા દંતાલીમાં શ્રી ભક્તિ નિકેતન આશ્રમની સ્થાપના કરી. અને ત્યાં પોતાની કર્મભૂમિ બનાવી.

📨➖અને આથી તેઓ દંતાલીવાળા ઓળખાય છે.

📨➖તેમણે દેશભ્રમણ દરમ્યાન ભૂખ, વેદનાઓ અને કાયમી ગરીબાઈનો ઉત્કટ અનુભવ થયેલો અને એને કારણે આશ્રમમાં માનવીની તન અને મનની માવજત થાય તેવા રચનાત્મક કાર્યોની શરૂઆત કરી.

📨➖સ્વામીજીએ જાહેરજીવનને પોતાના તન,મન અને ધનથી વિશિષ્ટ અર્પણ કર્યું છે.

📨➖ તેમણે કોબા અને ઊંઝા ખાતે સાધનાશ્રમની સ્થાપના કરી જેમાં વૃધ્ધો પોતાનું જીવન આનંદમય રીતે ગુજારે છે.

📨➖સ્વામીજીના ટ્રસ્ટતરફથી શૈક્ષિણક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓને ઉદાર હાથે દાન અપાય છે.

📨➖તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. ઈ.સ.૧૯૭૩માં મહર્ષિ કણાદ ગુરૂકુળ માધ્યમિક શાળાઓને અને છાત્રાલય સૂઈ ગામમાં સ્થાપના કરી છે.

📨➖તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં ‘ સંસાર રામાયણ અને શ્રી કૃષ્ણલીલા રહસ્ય’, ‘પ્રશ્નોના મૂળમાં’, શું ઈશ્વર અવતાર લે છે’, ભારતમાં અંગ્રેજોનાં યુધ્ધો’ વગેરે પુસ્તકો લખ્યા છે.

📨➖ઈ.સ.૧૯૮૬માં ‘ મારાં અનુભવો’ નામે એમને ૯૧ પ્રકરણોમાં વિસ્તરેલી આત્મકથામાં પોતાના ગૃહત્યાગ પછીના વિશિષ્ટ અનુભવોને વર્ણવ્યા છે.

📨➖એમાં બ્રહ્મચર્ય,ગુરુપ્રથા, અંધશ્રદ્ધા, વર્ણાશ્રમ, ચમત્કારો, સેવાપ્રવૃત્તિ જેવા વિવિધ વિષયો પરનું એમનું ચિંતન સરસ રીતે વણાઈ ગયું છે.

📨➖‘ મે ઈશ્વરને જોયો નથી પણ તેની કૃપાનો અસંખ્યવાર અનુભવ કર્યો છે. એમ કહેનાર આ સન્યાસીના એમાં આલેખાયેલ અનુભવો વિશદ અને ચિત્રાત્મક છે.

📨➖તેઓ પ્રખર અભ્યાસી  સાથે સમર્થ ચિંતક છે. આપણી અર્થવ્યવસ્થાની એ ઝીણવટભરી આલોચના કરે છે. એટલી જ રાજકારણમાં પ્રશ્નોનો પણ કરી શકે છે.

📨➖તેઓ વિવિધ દૈનિકપત્રમાં કટારલેખક છે.

🌻🏵સમીર પટેલ 🏵🌻
🛍📮જ્ઞાન કી દુનિયા 📮🛍

No comments:

Post a Comment