Monday 17 April 2017

🏆🏆પ્રભાશંકર પટ્ટણી🏆🏆

Yuvirajsinh Jadeja:
📚🙏📚🙏📚🙏📚🙏📚
પ્રભાશંકર પટ્ટણી
📚🙏📚🙏📚🙏📚🙏

👉પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દિવાન હતા.
👀તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા.
👉બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો.
👉તેઓ લોકશાહીના સમર્થક હતા.
💥💥 👉૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.💥💥

☄☄👳તેમનો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો.
📚ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા
રાજકોટ ગયા. 📚🤘સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા✌️ .
૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજીના પૈસાદાર પરિવારની પુત્રી કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી  . પોતે સ્વમાની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી . પત્નિ કુંકીનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા.

👉મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા.
એક-બે શાળાના શિક્ષકની નોકરી કરી તેમણે રાજકુમાર કોલેજમાં શિક્ષક્ની નોકરી સ્વિકારી. આ કાળ દરમ્યાન,
કવિ કાન્ત , બ.ક.ઠાકોર જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. 👑👑તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંહજી પણ વિદ્યાર્થી હતા.👑👑 પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું.
👑૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.

👉👑આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટીવ કાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સર નો ખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું.

👑૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું.

👉👉ગુજરાતના ત્રણ મૂર્ધન્ય શાસકોની જન્મ શતાબ્દી ૨૦૧૨ના વર્ષમાં ઉજવાઈ હતી . ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી (૧૫ અપ્રિલ ૧૮૬૨-૨ એપ્રિલ ૧૯૩૮),ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી (૧૯ મેં ૧૯૧૨- ૨ એપ્રિલ ૧૯૬૫) અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯).

👉ઉઘાડી રાખજો બારી –🔳🔳

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.

-પ્રભાશંકર પટ્ટણી

👉અવતરણો

"ચારિત્ર્ય એટલે શું ? તો કે માણસ અંધારામાં રહીને જે કરે છે તે. એટલે કે અંધારામાં એકલા હોઈએ, કોઈ દેખે નહિ અને સામે સૌંદર્ય કે રત્નના ભંડાર આપણી માલિકીના ન હોય તેવા પડેલા હોય, છતાં તે લેવા હાથ લાંબો ન થાય કે મન ચંચળ ન થાય અને હલકું કામ ન કરે તેનું નામ ચારિત્ર્ય. ચારિત્ર્ય વગરનું વાચન તે મારે મન તો કોથળામાં રાખેલાં રત્ન જેવું-કિંમત વગરનું છે. વર્તન જાણવા માટે મિત્રો કોણ એમ પૂછવામાં આવે છે; પણ હું તો મિત્રો કરતાં તે ક્યાં પુસ્તકો વાંચે છે તે જાણું તો તુરત જ કહી દઉં કે આ ભાઈ આ સ્વભાવના કે આવા વર્તનવાળા છે. જે જાતનાં પુસ્તક વાંચે તે ઉપરથી તે માણસનું ચારિત્ર્ય કેવું છે તે ચોક્કસ કહી શકાય. તેથી જે પુસ્તકો ચારિત્ર્ય સુધારે નહિ, ઉપયોગી જ્ઞાન આપે નહિ તેવાં પુસ્તકો પુસ્તકાલયમાં નહિ જોઈએ. દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય."

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💐💐 સિરિમાવો ભંડારનાયક 💐💐

👉 આજનો દિવસ :-

     સિરિમાવો ભંડારનાયક

માત્ર શ્રીલંકાના જ નહીં, વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી સિરિમાવો ભંડારનાયકનો જન્મ 17/4/1916 ના રોજ થયો હતો. અભ્યાસ માત્ર હાઇસ્કૂલ સુધીનો જ અને તે પણ કોલંબોની ચુસ્ત ખ્રિસ્તી શાળામાં કરેલો, છતાં તેઓ બૌદ્ધ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા. એ વખતના સ્થાનિક વહીવટના પ્રધાન શ્રી સોલોમાન સાથે તેમના લગ્ન થયા. પછી તો એમની સાથે વિદેશની યાત્રા પણ કરી. ઇ.સ.1959 માં તેમના પતિની હત્યા થતાં ‘લંકા ફ્રીડમ પાર્ટી’ નું સુકાન સંભાળી પક્ષ અને પ્રજાના પ્રેમ અને આગ્રહથી વડાપ્રધાન પદ સ્વીકાર્યું. એટલું જ નહીં, એ જવાબદારી વિકટ પરિસ્થિતિમાં પણ ભારે કુનેહથી ઉપાડી. સિલોનને ‘શ્રીલંકા’ નામ તેમણે જ આપ્યું. શ્રીલંકાના રાજકારણને શુદ્ધ રાજનૈતિક આધારો પર ઊભું કર્યું. વડાપ્રધાન પદ ઉપરાંત તેમણે વિદેશ અને સંરક્ષણ જેવા ખૂબ જ મહત્વના ખાતાઓના કારભાર પણ સફળતાપૂર્વક સંભાળી તેમના ટીકાકારોની તેમણે બોલતી બંધ કરી દીધી એટલું જ નહીં, શ્રીલંકાના શાસનની બાગડોર સંભાળ્યા પછી તેમણે પોતાના દેશને વિકાસની પા પા પગલી પડાવી હતી. સાથે સાથે ગૃહિણી તરીકેને પણ ફરજ બજાવી પોતાના બાળકો સાથે રજાનો દિવસ ગાળતાં હતાં. ઇ.સ.2000 માં તેમનું દેહાવસાન થયું. શ્રીમતી સિરિમાવો કહેતા : ‘પતિના દિવ્યાત્માને સુખ અને શાંતિ મળે, એમના ભગીરથ કાર્યને પાર પાડવા જ મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે.’ પતિની સાથે રહી રાજકારણનું ઘણું ઊંડું જ્ઞાન મેળવનાર આ સન્નારીનાં પોતાનાં જ શબ્દો કેટલા હ્રદયસ્પર્શી છે.

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

💐💐 ડો.સર્વપલી રાધાકૃષ્ણન💐💐

👉 આજનો દિવસ :-

     ડો.સર્વપલી રાધાકૃષ્ણન

જન્મ :             ૫ મી સપ્ટેમબર ૧૮૮૮,    
                       તીરુનની ,મદ્રાસ
અવસાન :        તા.૧૭ મી એપ્રિલ ૧૯૭૫ , મદ્રાસ

ભારત ના રાષ્ટ્પતિ

મહાન તત્વચિંતક ,વિચારક ,શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા .મદ્રાસ   યુનિર્વિસટીમાં શિક્ષણ બાદ દેશ ની અનેક  યુનિર્વિસટીઓમાં દર્શનાશાસ્ત્રના પ્રોફેસર અને છેવટે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના કુલપતિ .ઓકાશ્ફોર્દ તેમજ શીકાન્ગોની ખ્યાતનામ  યુનિર્વિસટીઓમાં પણ ભારતીય દર્શનશાસ્ત્ર ના અધ્યાપક .સ્વતત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટપતિ'' ઇન્ડિયન ફીલોસીફી '',રીકવરી ઓફ ફેથ ''પુસ્તકો ના લેખક ,ઉપરાંત ઉપનીસદ ,ભગવદ ગીતા ,બ્રહ્મસૂત્ર  વગેરે પુસ્તકો ના અંગ્રેજી માં અનુવાદ ,સાહિત્યક્ષેત્રે મહાન પ્રદાન,તેમના જીવનને ચીરસ્મરણીય બનાવવા તેમનો જન્મદિન-૫ મી સપ્ટેમ્બર શિક્ષણ દિન તરીકે ઉજવાય છે .ટેમ્પ્લટન એવોર્ડ ,ભારતરત્ન તેમજ અન્ય એવોર્ડ્જ,ભારતરત્ન તેમજ અન્ય એવોર્ડ્જથી સન્માનિત કરવા માં આવ્યા હતા.

🙏💐💐💐💐📚💐💐💐💐💐🙏