Monday, 17 April 2017

ЁЯТРЁЯТР рк╕િрк░િркоાрк╡ો ркнંркбાрк░ркиાркпркХ ЁЯТРЁЯТР

👉 આજનો દિવસ :-

     સિરિમાવો ભંડારનાયક

માત્ર શ્રીલંકાના જ નહીં, વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી સિરિમાવો ભંડારનાયકનો જન્મ 17/4/1916 ના રોજ થયો હતો. અભ્યાસ માત્ર હાઇસ્કૂલ સુધીનો જ અને તે પણ કોલંબોની ચુસ્ત ખ્રિસ્તી શાળામાં કરેલો, છતાં તેઓ બૌદ્ધ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા. એ વખતના સ્થાનિક વહીવટના પ્રધાન શ્રી સોલોમાન સાથે તેમના લગ્ન થયા. પછી તો એમની સાથે વિદેશની યાત્રા પણ કરી. ઇ.સ.1959 માં તેમના પતિની હત્યા થતાં ‘લંકા ફ્રીડમ પાર્ટી’ નું સુકાન સંભાળી પક્ષ અને પ્રજાના પ્રેમ અને આગ્રહથી વડાપ્રધાન પદ સ્વીકાર્યું. એટલું જ નહીં, એ જવાબદારી વિકટ પરિસ્થિતિમાં પણ ભારે કુનેહથી ઉપાડી. સિલોનને ‘શ્રીલંકા’ નામ તેમણે જ આપ્યું. શ્રીલંકાના રાજકારણને શુદ્ધ રાજનૈતિક આધારો પર ઊભું કર્યું. વડાપ્રધાન પદ ઉપરાંત તેમણે વિદેશ અને સંરક્ષણ જેવા ખૂબ જ મહત્વના ખાતાઓના કારભાર પણ સફળતાપૂર્વક સંભાળી તેમના ટીકાકારોની તેમણે બોલતી બંધ કરી દીધી એટલું જ નહીં, શ્રીલંકાના શાસનની બાગડોર સંભાળ્યા પછી તેમણે પોતાના દેશને વિકાસની પા પા પગલી પડાવી હતી. સાથે સાથે ગૃહિણી તરીકેને પણ ફરજ બજાવી પોતાના બાળકો સાથે રજાનો દિવસ ગાળતાં હતાં. ઇ.સ.2000 માં તેમનું દેહાવસાન થયું. શ્રીમતી સિરિમાવો કહેતા : ‘પતિના દિવ્યાત્માને સુખ અને શાંતિ મળે, એમના ભગીરથ કાર્યને પાર પાડવા જ મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે.’ પતિની સાથે રહી રાજકારણનું ઘણું ઊંડું જ્ઞાન મેળવનાર આ સન્નારીનાં પોતાનાં જ શબ્દો કેટલા હ્રદયસ્પર્શી છે.

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

No comments:

Post a Comment