Saturday 20 May 2017

ðŸ‘ģ🏞āŠļુāŠŪિāŠĪ્āŠ°ાāŠĻંāŠĶ āŠŠંāŠĪðŸ‘ģ🏞

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

🎞 20 મે  🎞
👳🏼સુમિત્રાનંદ પંત👳🏼
                   
🥒➖હિન્દી સાહિત્યના મહાન વિરલ વિભૂતિ સમાન કવિ સુમિત્રાનંદ પંતનો જન્મ તા. ૨૦/૫/૧૯૦૦ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા પાસેના કોસાનીગામમાં થયો હતો.

🥒➖તેમનું મૂળ નામ ગુસાઈદત્ત હતું.

🥒➖કુદરતી રમણીય પ્રકૃતિની ગોદમાં હસતાં રમતાં અને ખેલતા પંતજીનું બાળપણ વીત્યું  હતું.

🥒➖પ્રકૃતિના અપાર સૌંદર્યના ચિત્રો તેમના મનમાં અંકિત થયા હતા.

🥒➖બાળક સુમિત્રાનંદ પંતને પણ પ્રકૃતિના આવા અનુપમ સૌદર્યનું આકંઠ પાન કાર્ય હતું અને ત્યારબાદ ‘ સૌંદર્યો પીને ઉરઝરણ ગાશે આપમેળે’એ ન્યાયે તેમનું ઉરઝરણ પણ મુક્તકંઠે ગાવા લાગ્યું.

🥒➖નાની ઉંમરથી જ તેમણે કવિતાઓ લખવાની શરૂ કરી હતી.

🥒➖તેમની પ્રથમ રચના ઈ.સ. ૧૯૧૬માં  ‘ ગિરજ કા ઘંટા’ પ્રકાશિત થઇ.

🥒➖’ મેઘદૂત’નો પાઠ કરતાં મોટા ભાઈના પ્રભાવથી તેઓ કવિતા તરફ આકર્ષાયા એ જ અરસામાં તેમણે ‘ ગુસાઈદત્તને બદલે ‘ સુમિત્રાનંદ’નું નામ સ્વીકાર્યું.

🥒➖કવિ તરીકેની તેમની કારકિર્દી ઈ.સ.૧૯૧૮થી શરૂ થઇ.

🥒➖ત્યાં સરોજની નાયડુ,, રવીન્દ્રનાથ ટાગોર તથા અંગ્રેજી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કૃતિઓનો પરિચય થયો.

🥒➖તેમેન ૧૯૪૪માં ઉદયશંકર નિર્મિત ચલચિત્ર ‘ કલ્પના’ માટે ગીતો લખ્યા.

🥒➖તે જ વર્ષે શ્રી અરવિંદની દાર્શનિક પ્રવૃતિઓનો પરિચય થયો હતો.

🥒➖અને ઈ.સ. ૧૯૫૯ના ગાળામાં ‘સ્વર્ણધૂલી’ થી માંડી ‘ ઉત્તરા’ સુધીના કાવ્યોમાં શ્રી અરવિંદની વિચારસરણી જોવા મળે છે.

🥒➖ઈ.સ.૧૯૫૦ થી ૧૯૫૭ દરમ્યાન તેમણે આકાશવાણીમાં સેવા આપી. આ જ અરસામાં તેમના ‘ રજતશિખર’, ‘ શિલ્પી’, ‘સુવર્ણ’ તથા ‘ અંતિમા’ માનક કાવ્યરૂપકો પ્રકાશિત થયા.

🥒➖ પંતજીના છાયાવાદી ઉત્તમ કાવ્યગ્રંથોમાં ‘ પલ્લવ’ અને ‘ ગુંજન’ નોંધપાત્ર છે.

🥒➖પ્રેમ અને સૌદર્ય પંતજીની કવિતાનો મૂળ મંત્ર હતો. 

🥒➖આ પ્રકૃતિ પ્રેમી અને સંવેદનશીલ કવિને માનવીય મૂલ્યો પ્રત્યે ઊંડી શ્રધ્ધા અને આસ્થા હતી.

🥒➖જીવનના ઉત્તરકાળમાં કવિએ ‘ લોકાયતન’ મહાકાવ્યની રચના કરી હતી. 

🥒➖તેમને ઈ.સ.૧૯૬૧ના વર્ષનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને ઈ.સ.૧૯૬૮માં ‘ ચિંમ્બરા’ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.

💐➖તેમનું અવસાન ૧૮ ડીસેમ્બર ૧૯૭૭ન રોજ થયું હતું.

📇💭 *જ્ઞાન કી દુનિયા* 💭📇

*āŠŠāŠŸેāŠē āŠ­ોāŠģાāŠ­ાāŠˆ āŠķંāŠ•āŠ°āŠ­ાāŠˆ*

💐  *અવસાન* 💐

          *૨૦ મે ૨૦૧૨*

*પટેલ ભોળાભાઈ શંકરભાઈ*

👉🏿પટેલ ભોળાભાઈ શંકરભાઈ નિબંધકાર, વિવેચક, સંપાદક અનુવાદક.

👉🏿જન્મ વતન સોજા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં એસ.એસ.સી.

👉🏿૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.

👉🏿૧૯૬૦માં હિંદી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.

👉🏿૧૯૭૦માં અંગ્રેજી - ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ એમ.એ.

👉🏿૧૯૭૮માં હિંદીમાં ‘અજ્ઞેય : એક અધ્ધયન’ વિષય પર પીએચ.ડી.

👉🏿૧૯૬૦થી ૧૯૬૯ સુધી સરદાર વલ્લભભાઈ આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક. 

👉🏿ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ૧૯૬૯થી હિદીના વ્યાખ્યતા અને ૧૯૮૦થી રીડર.

👉🏿હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત.

👉🏿૧૯૮૩-૮૪માં વિશ્વભારતી, શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો.

👉🏿‘પરબ’ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી.

👉🏿ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ.

👉🏿આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે તેમનું અવસાન થયું. 

👉🏿તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા *સૌહાર્દ પુરસ્કાર* (૧૯૮૮),

👉🏿ગુજરાત સાહિત્યસભા દ્વારા *રણજિતરામ સુવર્ણચંદ્રક* (૧૯૯૫)

👉🏿 હિન્દી સાહિત્યસેવી સન્માન, ગાંધીનગર ૨૦૦૦;

👉🏿શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૦૦૫;

👉🏿સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૦૫

👉🏿ભારત સરકાર તરફથી *‘પદ્મશ્રી’* ૨૦૦૮ અને

👉🏿 સાહિત્ય અકાદેમી દિલ્હી તરફથી તેનું સર્વોચ્ચ સન્માન ‘મહત્તર સદસ્યતા’ ‘Fellowship’ થી ૨૦૧૦માં બહુમાન કરવામાં આવ્યું છે.

👉🏿 તેમ જ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, ૧૯૯૬; ‘ભારતીય ઉપન્યાસ પરંપરા ઔર ગ્રામ કેન્દ્રી ઉપન્યાસ’,

👉🏿હિન્દી ગ્રંથને રાષ્ટ્રીય પુરસ્કાર, કેન્દ્રીય હિન્દી નિદેશાલય, દિલ્હી ૨૦૦૨-૨૦૦૩;

👉🏿સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ, ૨૦૦૩.

👉🏿મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ ૨૦૦૭ વગેરે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમના અનેક પુસ્તકોને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં છે. 

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

✔ *āŠķેāŠ– āŠ†āŠĶāŠŪ āŠŪુāŠē્āŠēાં āŠķુāŠœાāŠ‰āŠĶ્āŠĶીāŠĻ āŠ†āŠŽુāŠĩાāŠēા*

💐 *અવસાન* 💐
  
    *૨૦ મે ૧૯૮૫*

✔ *શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા*

👉🏿 શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા (૧૫ ઓક્ટોબર, ૧૯૨૯ - ૨૦ મે, ૧૯૮૫) જેઓ શેખાદમ ના ઉપનામથી જાણીતા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા.

📚 *જીવન* 📚

👉🏿તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાંપત્રકાર તરીકે જોડાયા.

👉🏿તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા.

👉🏿૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં 'વૉઇસ ઑફ જર્મની'માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું.

👉🏿ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.

✍🏿 *સર્જન* ✍🏿

👉🏿ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.

👉🏿તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. 
અજંપો (૧૯૫૯), 
હવાની હવેલી(૧૯૭૮), 
સોનેરી લટ (૧૯૫૯), 
ખુરશી (૧૯૭૫), 
તાજમહાલ(૧૯૭૨)

👉🏿 એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

⚫⚫ *āŦĻāŦĶ āŠŪે* ⚫⚫

⚫⚫ *૨૦ મે* ⚫⚫

  ✔ *મહત્વ ની ઘટના*

👉🏿૧૪૯૮ ➖ પોર્ટુગીઝ સફરી વાસ્કો દ ગામા ભારતનાં કોઝિકોડે ( જે પહેલાં કાલિકટ તરીકે ઓળખાતું) બંદરે પહોંચ્યો.

👉🏿૧૬૦૯ ➖શેક્સપિયરનાં સોનેટો નું,લંડનમાં પ્રથમ પ્રકાશન થયું.

👉🏿૧૮૭૩ ➖'લેવિ સ્ટ્રોસ'  અને 'જેકબ ડેવિસ'  દ્વારા તાંબાનાં રિવેટ વાળા "બ્લુ જિન્સ"  નાં 'પેટન્ટ અધિકારો' પ્રાપ્ત કરાયા.

👉🏿૧૮૯૧ ➖ ચલચિત્રોનો ઇતિહાસ: થોમસ એડિસન દ્વારા પ્રથમ વખત 'કાઇનેટોસ્કોપ  (ચલચિત્ર દર્શાવતું પ્રથમ પ્રાથમિક સાધન)નું જાહેર નિદર્શન કરાયું.

👉🏿૧૯૨૭ ➖ન્યુયોર્કનાં 'લોંગ આઇલેન્ડ'નાં 'રૂઝવેલ્ટ ફિલ્ડ' પરથી, સવારે ૦૭:૫૨ વાગ્યે, ચાર્લસ લિંડબર્ગે ઉડ્યન કર્યું, આ દુનિયાનું સર્વપ્રથમ અવિરામ એકલ ઉડ્યન હતું જેમાં તેણે એટલાન્ટીક મહાસાગર પાર કરી અને પેરિસનાં 'લા બુર્ગેટ ફિલ્ડ' પર, બીજે દિવસે રાત્રે ૧૦:૨૨ વાગ્યે ઉતરાણ કર્યું.

👉🏿૧૯૮૩ ➖'લ્યુક મોન્ટેગ્નર'  અને 'રોબર્ટ ગાલો'  દ્વારા,'જર્નલ સાયન્સ'માં,એચ.આઇ.વી.વાયરસ ની શોધ પ્રકાશીત કરાઇ, આ વાઇરસ એઇડ્સ (AIDS)ની બિમારી માટે કારણરૂપ છે.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

✔ *āŠ°ોāŠœા*

✔ *રોજા*

👉🏿રોજા (અરબી ભાષા: صوم‎), એ ઉપવાસ માટેનો અરબી શબ્દ છે.

👉🏿 રોજા એ ઇસ્લામનાં પાંચ પાયાઓ માંનો એક ગણાય છે. મુસ્લિમ લોકોમાં વર્ષના મહિનાઓમાં, રમઝાન વધુ આદરણીય ગણાય છે. 

👉🏿મુસ્લિમ લોકો આ માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશુંજ ખાવા,પીવા તથા અન્ય મોજશોખથી દુર રહી, ઇશ્વરની પ્રાર્થના (બંદગી)માં લીન રહે છે.

✔ *વ્યુત્પતિ*

👉🏿ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયામાં તેને 'રોજા' (કે રોઝા) કહે છે. આ શબ્દ મુળ ઇન્ડો-ઇરાનિયન ભાષા 'ડારી' માંથી આવેલો છે.

👉🏿તુર્કિમાં તેને 'ઓરુક' (oruç) કહે છે. જ્યારે મલેશિયા, બ્રુનેઇ અને સિંગાપૂરમાં તેને 'પૌસા' કહે છે. જે સંસ્કૃત શબ્દ "ઉપવાસ" પરથી આવેલો છે.

👉🏿 ઇન્ડોનેશિયા, દક્ષિણ થાઇલેન્ડ અને દક્ષિણ ફિલિપાઇન્સમાં પણ તેને 'પૌસા' કહેવામાં આવે છે.

*વ્યાખ્યા*

👉🏿રોજા દરમિયાન મુસ્લિમોને માટે, સુર્યોદય (ફઝર)થી લઇ અને સુર્યાસ્ત (મઘરીબ) સુધી, ખાવું, પીવું, ધુમ્રપાન મનાઈ છે.

👉🏿 રોજા મુલતઃ અલ્લાહની નજીક રહેવા માટેનો અને પોતાની ધર્મપરાયણતા વધારવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે.

👉🏿રોજાનો અન્ય એક ઉદ્દેશ ગરીબો, કે જેઓ પાસે ખાવા પૂરતું અનાજ કે પીવા પૂરતું પાણી નથી, પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે.

👉🏿બુરાઇ અને કુવિચારોથી બચવાની કોશિશ પણ છે. ઉપવાસ (રોજા)નો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ (ખાવું,પીવું,ક્રોધ,જાતીય ઇચ્છાઓ) પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે..

   💐💐 *વારિશ* 💐💐

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

*āŠĶિāŠĩાāŠģીāŠŽેāŠĻ āŠŠુંāŠœાāŠ­ાāŠ‡ āŠ­ીāŠē*

💐 *અવસાન ૧૯ મે ૨૦૧૬* 💐

*દિવાળીબેન પુંજાભાઇ ભીલ*

👉🏿દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયીકા હતા.

👉🏿 તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા.

✔ *જન્મ અને પ્રારંભિક જીવન*

👉🏿તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. દિવાળીબેન ૯ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.

👉🏿 શરૂવાતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.

✔ *કારકિર્દી*

👉🏿હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે.

👉🏿પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.

💐 *સન્માન* 💐

👉🏿૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.

💐 *મૃત્યુ* 💐

લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ ૧૯ મે ૨૦૧૬ના રોજ થયું હતું.


🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

💐💐āŠĪાāŠĪા āŠœૂāŠĨāŠĻા āŠļ્āŠĨાāŠŠāŠ•āŠĻું āŠĻિāŠ§āŠĻ💐💐

Yuvirajsinh Jadeja:
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤖👾ઈતિહાસમાં 19 મેનો દિવસ🤖👾

💐💐તાતા જૂથના સ્થાપકનું નિધન💐💐

તાતા ગ્રૂપના સ્થાપક જમશેતજી તાતાએ વર્ષ 1904 ની 19 મેના રોજ જર્મનીના બેડ નોહેમમાં અંતિમ શ્વાસ લીધા હતા . નવસારીમાં જન્મેલા જમશેતજી માત્ર 14 વર્ષની ઉંમરે પિતાના બિઝનેસમાં જોડાયા હતા . 🎋આજે તેઓ આધુનિક ભારતના પિતામહ તરીકે ઓળખાય છે .

⛴🛳ભારતનું પહેલું સબમરીન બેઝ🛳⛴

વર્ષ 1971 ની 19 મેના રોજ ભારતીય નૌકાદળના પહેલા સબમરીન બેઝ INS વિરભુનું ઉદ્ઘાટન કરાયું હતું. પાક .અને ચીનનો દરિયાઈ માર્ગે મુકાબલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી સબમરીનોને આ બેઝમાં લાવીને સર્વિસ ઉપરાંત લાંબો સમય દરિયામાં રહેવા તૈયાર કરાય છે.

📙📙📙રસ્કીન બોન્ડ📙📘📘

બાળ સાહિત્યમાં સૌથી મોટું યોગદાન આપનારા રસ્કીન બોન્ડનો જન્મ વર્ષ ૧૯૩૪માં આજના દિવસે ભારતમાં થયો હતો . સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી નવાજ્યા હતા . તેમણે તેમના બાલ્યાવસ્થાનો થોડો સમય ગુજરાતમાં પણ વિતાવ્યો હતો .

🔦🔦🔦🔦વેનેરા -વન💡💡💡💡

વર્ષ ૧૯૬૧માં આજના દિવસે રશિયાનું વેનેરા- વન નામનું યાન જ્યારે શુક્ર પાસેથી પસાર થયું ત્યારે અન્ય ગ્રહ પાસેથી પસાર થવામાં સફળ થનારું વિશ્વનું પહેલું યાન બન્યું હતું . જોકે, એક મહિના પહેલા જ પૃથ્વી સાથે સંપર્ક તૂટી જવાના કારણે આ યાન કોઈ ડેટા મોકલી શક્યું નહોતું

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💡🔦દિવાળીબેન ભીલ🔦🔦🔦
✅કોકિલ કંઠી ગાયિકા

🔹રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા
🔹મારે ટોડલે બેઠો રે! મોર કાં બોલે
🔹આપણા મલકના માયાળુ માનવી
🔹હું તો કાગળીયા લખી-લખી થાકી…

💠જન્મ
જૂન ૨ , ૧૯૪૩
દલખાણિયા

💠મૃત્યુ
મે ૧૯ , ૨૦૧૬
જુનાગઢ

🔺માતા – મોંઘીબેન, પિતા – પુંજાભાઈ
લગ્ન – માત્ર બે દિવસ. પછી આજીવન અપરિણીત

💠દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા
દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયીકા હતા.
તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા.

💠તેમનો જન્મ અમરેલી જિલ્લા ના ધારી તાલુકા ના દલખાણીયા ગામમાં થયો હતો.
દિવાળીબેન ૯ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. શરૂવાતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.

💠હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.

🔷સન્માન

૨૦૧૫ – હેમુ ગઢવી એવોર્ડ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
💠૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.

🔵ઇન્ટરવ્યુ – સૌજન્ય
દિવ્ય ભાસ્કર📝📝

✒️પ્રશ્ન :-
જૂના અને નવા ગીતોમાં શું ફર્ક છે.

જવાબ :-
જૂના ગીતોના ઢાળ પ્રમાણે હાલની ગાયકી શકય નથી એ ઢાળના ગીતો ગાવા શકય નથી. સામેનું ઓડિયન્સ કેવું અને કેટલું બેઠું છે તે જોઇને તે પ્રમાણે તેને અનુરૂપ ગીતો ગાવાં જોઇએ.

✒️પ્રશ્ન :-
પ૦ વર્ષ પછી હાલની ૭૫ વર્ષની વયે કયા ગીતો પસંદ છે.

જવાબ :-
હોથલ પદમણી, જેસલ તોરલના ગીતો મને અને લોકોને આજે પણ ગમે છે. મારે ટોડલે બેઠો મોર તેમજ પાપ તારુ પડકાર જાડેજા વગેરે ગીતો બહુજ પસંદ પડે છે.

✒️✒️પ્રશ્ન :-
આપનો યાદગાર પ્રસંગ

જવાબ :-
રતુભાઇ અદાણી મિનસ્ટિર હતા ત્યારે મને દિલ્હી લઇ ગયેલા. જયાં તત્કાલી વડાપ્રધાન ઇિન્દરા ગાંધીએ મને બોલાવી હતી. મને હિન્દીમાં ‘‘દિવાળી કયા કર રહી હૈ’’ તેમ પૂછ્યું હતું. અને ‘‘જસમા ઓડણ’’નું ગીત ગાવાનું કહ્યું હતું.

✒️✒️પ્રશ્ન : –
કયા કયા દેશોનો પ્રવાસ કર્યો છે.
જવાબ :-
અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આક્રિકા, લંડન સહિત ૧૫ દેશોમાં ગીત ગાયાં છે.

✒️પ્રશ્ન :-
આપને કયા એવોર્ડ મળ્યા છે.
જવાબ :-
ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ, વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ. મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.

✒️🖋પ્રશ્ન :-
શરૂઆતમાં ગીતો ગાતા કેટલી રકમ મળતી.

જવાબ:-
આજથી વર્ષો પહેલા હું ગીત ગાતી ત્યારે હેમુભાઇ ગઢવી, મેરૂભા બાપુએ પ૦ પૈસા આપ્યા હતા. જે મેં આજે સાચવીને રાખ્યા છે અને કાગ બાપુએ મને ‘‘ફુલ ઉતયૉ ફુલવાડી’’એ ગાવાનું કહ્યું હતું. હાલ લંડન, બીબીસી, મુંબઇ, દિલ્હીથી મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારે ૧૫થી ર૦ હજારના ઓડિયન્સ વચ્ચે ગાવાનુ થાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👑āŠ•ૃāŠ·્āŠĢāŠ•ુāŠŪાāŠ°āŠļિંāŠđ āŠ—ોāŠđીāŠē👑

👑કૃષ્ણકુમારસિંહ ગોહીલ👑

🍃જન્મ
૧૯ મે , ૧૯૧૨
ભાવનગર , ગુજરાત

💐મૃત્યુ
૨ એપ્રિલ , ૧૯૬૫
ભાવનગર , ગુજરાત

🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર

⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી
કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા.

⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું.

⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા

✏️🎉🐄🐄🐄🐄બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને'ભાવનગર’ નામે વસાહત :

બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું 'ભાવનગર’નામે એક વસાહત,કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા

🖌ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને

🗳ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા.

✏પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા.
✏છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.

💎ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો જે આજે જાહેર જીવનમાં જોવા મળતો નથી.

📌📌 એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા.

🖍ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. ૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયુ.

📍📍ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૨માં સર્વાનુમતે પસાર થયું હતું. જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અધિનિયમ તરીકે ઓળખાય છે.

📝✏ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

āŠķ્āŠ°ી āŠ…āŠĻિāŠē āŠŪાāŠ§āŠĩ āŠĶāŠĩેāŠĻુ āŠĻિāŠ§āŠĻ

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શ્રી અનિલ માધવ દવેનુ નિધન

💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

🎋અનિલ માધવ દવેજી પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અતિ ઉત્સાહી હતા.

👉👉🇮🇳દવે ઈચ્છતા હતા કે, બની શકે તો તેમની યાદમાં માત્ર વૃક્ષો વાવવા અને નદીઓ બચાવવી.  અનિલ દવેના નિધનના પગલે MPમાં 2 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
🇮🇳આજે દિલ્લી અને બધા રાજ્યની રાજધાનીની ઇમારતો ઉપર પર્યાવરણ મંત્રી અનિલ દવેના અવસાન નિમીતે રાષ્ટ્રિય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

🎌🎌અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ઈન્દોરની કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સંઘ પ્રચારક હતા અને તેમણે લગ્ન કર્યા નહતા. વર્ષ 2009થી અનિલ માધવ રાજ્યસભાના સાંસદ હતા.

🚴🚴સાઈકલ સવારી કરીને સંસદમાં આવતાં અનિલ માધવ દવે.

🏠🏠તેઓ એક સારા પર્યાવરણવાદી હતાં અને તેમણે નર્મદા નદી માટે અભિયાન ચલાવ્યું હતું. અનિલ જાધવે પોતાના ભોપાલ સ્થિત ઘરનું નામ પણ 🏠‘નદીનું ઘર’🏡 રાખ્યું હતું અને તેને સંગ્રહાલયના રૂપમાં ખોલવામાં આવ્યું હતું.

🔐🔐🔐તેઓએ ગુજરાતના પર્યાવરણ પ્રશ્ને ખુબ સક્રિય રસ લીધો હતો. ઈકો સેન્સેટિવ ઝોન વટવા,
અંકલેશ્વર, વાપીના ક્રિટિકલ ઝોનની મંજુરી પણ ખુબ અંગત રસ લઈ ગુજરાતના પર્યાવરણના પ્રશ્નોમાં ગુજરાતને ખુબ મદદ કરી છે. ગુજરાત તેમનું ઋણ કદી ભુલી શકશે નહિ.🙏🙏

🎋રાજ્ય કક્ષાના પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 61 વર્ષના હતા.

🎋અનિલ માધવ દવે મધ્યપ્રદેશના રાજ્યસભાના સદસ્ય હતા, ઉપરાંત RSS સાથે પણ તેઓ વર્ષોથી જોડાયેલા હતા.

🎋પર્યાવરણ પ્રધાન તરીકે અનિલ માધવ દવેના કાર્યકાળને 1 વર્ષ પણ પુરું થયું નહતું. પર્યાવરણ પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય હતો.

📝📝📘📘તેમણે પર્યાવરણ બચાવવાની જાગરુકતા લાવવા અનેક પુસ્તકો પણ લખ્યા છે.

🌊🌊નર્મદા નદી બચાવવા માટે અનિલ માધવે ખૂબ કામ કર્યું હતું.

📝📝લોકસભા 2014ની ચૂંટણી પહેલા તેમણે શિવાજી ઉપર પણ પુસ્તક લખ્યું હતું.

🙏🙏💐💐નર્મદા કિનારે થશે અંતિમ સંસ્કાર🙏🙏💐💐

🎋દવેએ 23 જુલાઈ, 2013ના રોજ લખેલો એક લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, મારા અંતિમ સંસ્કાર બાંદ્રાભાન (હોશંગાબાદ)માં નર્મદા કિનારે કરવામાં આવે.

🌳🌴મારી યાદમાં કોઈ સ્મારક, પ્રતિયોગિતા, પુરસ્કાર, પ્રતિમા ન હોય. પરંતુ વૃક્ષો વાવવા અને નદી-તળાવોને બચાવવાની કોશિશ કરવામાં આવશે તો ખુશી થશે.

🐾🌱🐾આ દરમિયાન સીએમ શિવરાજ સિંહે કહ્યું છે કે દવેની ઈચ્છા મુજબ નર્મદા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

📮🎀 જ્ઞાન કી દુનિયા 🎀📮