Saturday 20 May 2017

👳🏼સુમિત્રાનંદ પંત👳🏼

📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜

🎞 20 મે  🎞
👳🏼સુમિત્રાનંદ પંત👳🏼
                   
🥒➖હિન્દી સાહિત્યના મહાન વિરલ વિભૂતિ સમાન કવિ સુમિત્રાનંદ પંતનો જન્મ તા. ૨૦/૫/૧૯૦૦ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા પાસેના કોસાનીગામમાં થયો હતો.

🥒➖તેમનું મૂળ નામ ગુસાઈદત્ત હતું.

🥒➖કુદરતી રમણીય પ્રકૃતિની ગોદમાં હસતાં રમતાં અને ખેલતા પંતજીનું બાળપણ વીત્યું  હતું.

🥒➖પ્રકૃતિના અપાર સૌંદર્યના ચિત્રો તેમના મનમાં અંકિત થયા હતા.

🥒➖બાળક સુમિત્રાનંદ પંતને પણ પ્રકૃતિના આવા અનુપમ સૌદર્યનું આકંઠ પાન કાર્ય હતું અને ત્યારબાદ ‘ સૌંદર્યો પીને ઉરઝરણ ગાશે આપમેળે’એ ન્યાયે તેમનું ઉરઝરણ પણ મુક્તકંઠે ગાવા લાગ્યું.

🥒➖નાની ઉંમરથી જ તેમણે કવિતાઓ લખવાની શરૂ કરી હતી.

🥒➖તેમની પ્રથમ રચના ઈ.સ. ૧૯૧૬માં  ‘ ગિરજ કા ઘંટા’ પ્રકાશિત થઇ.

🥒➖’ મેઘદૂત’નો પાઠ કરતાં મોટા ભાઈના પ્રભાવથી તેઓ કવિતા તરફ આકર્ષાયા એ જ અરસામાં તેમણે ‘ ગુસાઈદત્તને બદલે ‘ સુમિત્રાનંદ’નું નામ સ્વીકાર્યું.

🥒➖કવિ તરીકેની તેમની કારકિર્દી ઈ.સ.૧૯૧૮થી શરૂ થઇ.

🥒➖ત્યાં સરોજની નાયડુ,, રવીન્દ્રનાથ ટાગોર તથા અંગ્રેજી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કૃતિઓનો પરિચય થયો.

🥒➖તેમેન ૧૯૪૪માં ઉદયશંકર નિર્મિત ચલચિત્ર ‘ કલ્પના’ માટે ગીતો લખ્યા.

🥒➖તે જ વર્ષે શ્રી અરવિંદની દાર્શનિક પ્રવૃતિઓનો પરિચય થયો હતો.

🥒➖અને ઈ.સ. ૧૯૫૯ના ગાળામાં ‘સ્વર્ણધૂલી’ થી માંડી ‘ ઉત્તરા’ સુધીના કાવ્યોમાં શ્રી અરવિંદની વિચારસરણી જોવા મળે છે.

🥒➖ઈ.સ.૧૯૫૦ થી ૧૯૫૭ દરમ્યાન તેમણે આકાશવાણીમાં સેવા આપી. આ જ અરસામાં તેમના ‘ રજતશિખર’, ‘ શિલ્પી’, ‘સુવર્ણ’ તથા ‘ અંતિમા’ માનક કાવ્યરૂપકો પ્રકાશિત થયા.

🥒➖ પંતજીના છાયાવાદી ઉત્તમ કાવ્યગ્રંથોમાં ‘ પલ્લવ’ અને ‘ ગુંજન’ નોંધપાત્ર છે.

🥒➖પ્રેમ અને સૌદર્ય પંતજીની કવિતાનો મૂળ મંત્ર હતો. 

🥒➖આ પ્રકૃતિ પ્રેમી અને સંવેદનશીલ કવિને માનવીય મૂલ્યો પ્રત્યે ઊંડી શ્રધ્ધા અને આસ્થા હતી.

🥒➖જીવનના ઉત્તરકાળમાં કવિએ ‘ લોકાયતન’ મહાકાવ્યની રચના કરી હતી. 

🥒➖તેમને ઈ.સ.૧૯૬૧ના વર્ષનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને ઈ.સ.૧૯૬૮માં ‘ ચિંમ્બરા’ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો.

💐➖તેમનું અવસાન ૧૮ ડીસેમ્બર ૧૯૭૭ન રોજ થયું હતું.

📇💭 *જ્ઞાન કી દુનિયા* 💭📇

No comments:

Post a Comment