Saturday 20 May 2017

*દિવાળીબેન પુંજાભાઇ ભીલ*

💐 *અવસાન ૧૯ મે ૨૦૧૬* 💐

*દિવાળીબેન પુંજાભાઇ ભીલ*

👉🏿દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયીકા હતા.

👉🏿 તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા.

✔ *જન્મ અને પ્રારંભિક જીવન*

👉🏿તેમનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. દિવાળીબેન ૯ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.

👉🏿 શરૂવાતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.

✔ *કારકિર્દી*

👉🏿હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે.

👉🏿પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.

💐 *સન્માન* 💐

👉🏿૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.

💐 *મૃત્યુ* 💐

લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ ૧૯ મે ૨૦૧૬ના રોજ થયું હતું.


🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

No comments:

Post a Comment