Saturday 20 May 2017

💐💐āŠĪાāŠĪા āŠœૂāŠĨāŠĻા āŠļ્āŠĨાāŠŠāŠ•āŠĻું āŠĻિāŠ§āŠĻ💐💐

Yuvirajsinh Jadeja:
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤖👾ઈતિહાસમાં 19 મેનો દિવસ🤖👾

💐💐તાતા જૂથના સ્થાપકનું નિધન💐💐

તાતા ગ્રૂપના સ્થાપક જમશેતજી તાતાએ વર્ષ 1904 ની 19 મેના રોજ જર્મનીના બેડ નોહેમમાં અંતિમ શ્વાસ લીધા હતા . નવસારીમાં જન્મેલા જમશેતજી માત્ર 14 વર્ષની ઉંમરે પિતાના બિઝનેસમાં જોડાયા હતા . 🎋આજે તેઓ આધુનિક ભારતના પિતામહ તરીકે ઓળખાય છે .

⛴🛳ભારતનું પહેલું સબમરીન બેઝ🛳⛴

વર્ષ 1971 ની 19 મેના રોજ ભારતીય નૌકાદળના પહેલા સબમરીન બેઝ INS વિરભુનું ઉદ્ઘાટન કરાયું હતું. પાક .અને ચીનનો દરિયાઈ માર્ગે મુકાબલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતી સબમરીનોને આ બેઝમાં લાવીને સર્વિસ ઉપરાંત લાંબો સમય દરિયામાં રહેવા તૈયાર કરાય છે.

📙📙📙રસ્કીન બોન્ડ📙📘📘

બાળ સાહિત્યમાં સૌથી મોટું યોગદાન આપનારા રસ્કીન બોન્ડનો જન્મ વર્ષ ૧૯૩૪માં આજના દિવસે ભારતમાં થયો હતો . સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણથી નવાજ્યા હતા . તેમણે તેમના બાલ્યાવસ્થાનો થોડો સમય ગુજરાતમાં પણ વિતાવ્યો હતો .

🔦🔦🔦🔦વેનેરા -વન💡💡💡💡

વર્ષ ૧૯૬૧માં આજના દિવસે રશિયાનું વેનેરા- વન નામનું યાન જ્યારે શુક્ર પાસેથી પસાર થયું ત્યારે અન્ય ગ્રહ પાસેથી પસાર થવામાં સફળ થનારું વિશ્વનું પહેલું યાન બન્યું હતું . જોકે, એક મહિના પહેલા જ પૃથ્વી સાથે સંપર્ક તૂટી જવાના કારણે આ યાન કોઈ ડેટા મોકલી શક્યું નહોતું

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💡🔦દિવાળીબેન ભીલ🔦🔦🔦
✅કોકિલ કંઠી ગાયિકા

🔹રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા
🔹મારે ટોડલે બેઠો રે! મોર કાં બોલે
🔹આપણા મલકના માયાળુ માનવી
🔹હું તો કાગળીયા લખી-લખી થાકી…

💠જન્મ
જૂન ૨ , ૧૯૪૩
દલખાણિયા

💠મૃત્યુ
મે ૧૯ , ૨૦૧૬
જુનાગઢ

🔺માતા – મોંઘીબેન, પિતા – પુંજાભાઈ
લગ્ન – માત્ર બે દિવસ. પછી આજીવન અપરિણીત

💠દિવાળીબેન પુંજાભાઇ ભીલ અથવા
દિવાળીબેન પુંજાભાઇ લાઠીયા એ ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતાં ગાયીકા હતા.
તેઓ ફિલ્મી ગીતો માટે પણ જાણીતા હતા.

💠તેમનો જન્મ અમરેલી જિલ્લા ના ધારી તાલુકા ના દલખાણીયા ગામમાં થયો હતો.
દિવાળીબેન ૯ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. શરૂવાતમાં એમણે નર્સને ઘરે રસોઇ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી એમણે ફરી ક્યારેય પણ લગ્ન ન કર્યા હતા.

💠હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.

🔷સન્માન

૨૦૧૫ – હેમુ ગઢવી એવોર્ડ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
💠૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.

🔵ઇન્ટરવ્યુ – સૌજન્ય
દિવ્ય ભાસ્કર📝📝

✒️પ્રશ્ન :-
જૂના અને નવા ગીતોમાં શું ફર્ક છે.

જવાબ :-
જૂના ગીતોના ઢાળ પ્રમાણે હાલની ગાયકી શકય નથી એ ઢાળના ગીતો ગાવા શકય નથી. સામેનું ઓડિયન્સ કેવું અને કેટલું બેઠું છે તે જોઇને તે પ્રમાણે તેને અનુરૂપ ગીતો ગાવાં જોઇએ.

✒️પ્રશ્ન :-
પ૦ વર્ષ પછી હાલની ૭૫ વર્ષની વયે કયા ગીતો પસંદ છે.

જવાબ :-
હોથલ પદમણી, જેસલ તોરલના ગીતો મને અને લોકોને આજે પણ ગમે છે. મારે ટોડલે બેઠો મોર તેમજ પાપ તારુ પડકાર જાડેજા વગેરે ગીતો બહુજ પસંદ પડે છે.

✒️✒️પ્રશ્ન :-
આપનો યાદગાર પ્રસંગ

જવાબ :-
રતુભાઇ અદાણી મિનસ્ટિર હતા ત્યારે મને દિલ્હી લઇ ગયેલા. જયાં તત્કાલી વડાપ્રધાન ઇિન્દરા ગાંધીએ મને બોલાવી હતી. મને હિન્દીમાં ‘‘દિવાળી કયા કર રહી હૈ’’ તેમ પૂછ્યું હતું. અને ‘‘જસમા ઓડણ’’નું ગીત ગાવાનું કહ્યું હતું.

✒️✒️પ્રશ્ન : –
કયા કયા દેશોનો પ્રવાસ કર્યો છે.
જવાબ :-
અમેરિકા, ન્યૂઝીલેન્ડ, આક્રિકા, લંડન સહિત ૧૫ દેશોમાં ગીત ગાયાં છે.

✒️પ્રશ્ન :-
આપને કયા એવોર્ડ મળ્યા છે.
જવાબ :-
ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ, વાયબ્રન્ટ ગુજરાતનો એવોર્ડ. મારા ઘરની આખી ભીંત એવોર્ડ અને માનદપત્રકોથી ભરાઇ ગઇ છે.

✒️🖋પ્રશ્ન :-
શરૂઆતમાં ગીતો ગાતા કેટલી રકમ મળતી.

જવાબ:-
આજથી વર્ષો પહેલા હું ગીત ગાતી ત્યારે હેમુભાઇ ગઢવી, મેરૂભા બાપુએ પ૦ પૈસા આપ્યા હતા. જે મેં આજે સાચવીને રાખ્યા છે અને કાગ બાપુએ મને ‘‘ફુલ ઉતયૉ ફુલવાડી’’એ ગાવાનું કહ્યું હતું. હાલ લંડન, બીબીસી, મુંબઇ, દિલ્હીથી મારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ત્યારે ૧૫થી ર૦ હજારના ઓડિયન્સ વચ્ચે ગાવાનુ થાય છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment