Monday 24 April 2017

◾ડૉ.પંકજ જોશી◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ડૉ.પંકજ જોશી◾
                      
📨➖સુપ્રસિદ્ધ ખગોળવિદ, ‘ ફાયર બોલ’ થીયરીથી હવે વિશ્વમાં જાણીતા થયેલા પંકજ જોશીનો જન્મ તા. ૨૫/૪/૧૯૫૪ના રોજ શિહોરમાં થયો હતો.

📨➖વિજ્ઞાનની એક શાખામાં જગપ્રસિદ્ધ થયેલા વિજ્ઞાની પંકજ જોશી ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે.

📨➖તેમણે એમ.એસ.સી.સુધીનો અભ્યાસ ભાવનગરમાં કરીને પી.એચ.ડી.ની ડીગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી લીધી.

📨➖ તેમણે ડૉ. જયંત નારલીકર જીવ વિજ્ઞાની પાસે પી.એચ.ડી કર્યું હતું.

📨➖ગણિતશાસ્ત્રસ્ત્રમાં એમ.એસ.સી.ની ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલ  રિસર્ચમાં સંશોધન કામ કરી.

📨➖ઈ.સ. ૧૯૮૧મ બે વર્ષ માટે અમેરિકાની પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયેલા.

📨➖ઈ.સ. ૧૯૮૩માંતેઓ તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલરીસર્ચના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા. અને તે જ સંસ્થામાં પ્રોફેસર તરીકે સંશોધન કાર્ય કરી રહ્યા છે.

📨➖ તેમના માર્ગદર્શન હેઠળ સાત સંશોધકોએ પી.એચ.ડી. કર્ય હતું. તેમનું સંશોધન તારાઓના મૃત્યુની આસપાસ ઘૂમતું રહ્યું છે.

📨➖તારાઓમાં મૃત્યુ વિશેની તેમની ‘ ફાયર બોલ’ થિયરી આખા જગતમાં સ્વીકારી છે.

📨➖સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા મોટા તારાઓનો અંત આવે ત્યારે શું સ્થિતિ સર્જાય તે વિષય પર તેમનું સંશોધન કર્યું છે અને એક પુસ્તક પણ લખ્યું છે : *ગ્રેવીટેશનલ કોલેપ્સ એન્ડ સ્પેટટાઈમ સિગ્યુલાઈટીરીઝ*’ .

📨➖ ડૉ. હેકિંગનું પુસ્તક પણ છપાયું છે, એ  વાંચીને ડૉ. જોશીએ તેમના સંશોધનની શરૂઆત કરી હતી.

📨➖ ડૉ. હેકીન્ગનું પુસ્તક સંશોધન એમ કહે છે કે તારાનાં મોત બાદ બ્લેક હોલ જ સર્જાય. મતલબ કે દરેક તારો મર્યા બાદ બ્લેક હોલ જ બંને.

📨➖ નાના તારાઓ મૃત્યુ બાદ વ્હાઈટ ડવાર્ક  બને છે, પણ બીજા તારાઓનું શું ? અમારું સંશોધન એક ખે છે કે નાના તારાઓ બ્લેક હોલ બને એ વાટ સાચી પણ સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા તારાઓ સંકોચાઈને વિસ્ફોટ પામે છે.

📨➖તારાઓના ગુરૂત્વાકર્ષણ ભંગાણ તથા વિલય વિશેનું પંકજ જોશીનું સંશોધન આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ તથા સ્વીકૃતિ પામ્યું છે.

📨➖તેમનું આ વિષય પરનું અંગ્રેજી પુસ્તક ‘ *ગ્લોબલ આસ્પેકટ ઇન ગ્રેવીટેશન એન્ડ કોસ્મોલોજી* ‘ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિકવિજ્ઞાનની પ્રતિષ્ઠિત સંશોધન પ્રગટ કર્યું.

📨➖ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિષે તેમના એકસોથી વધુ સંશોધનપત્રો વિખ્યાત આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયા છે.

📨➖ તેઓ અવારનવાર વિજ્ઞાન પર લેખો લખે છે, અને લોકભોગ્ય વ્યાખ્યાનો પણ આપે છે.

📨➖ ભારત તેમ જ વિશ્વના ઘણાં દેશોની યુનિવર્સિટીઓમાં તેઓ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કરી ચૂક્યા છે.

📨➖ઘણાં આંતરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પરિસંવાદોમાં તેમણે પુરસ્કૃત કર્યા છે. તેમણે વિજ્ઞાનના થોડા પુસ્તકો ગુજરાતીમાં પણ લખ્યા છે.

👨‍🎓સમીર પટેલ 👨‍🎓
🎁🌺જ્ઞાન કી દુનિયા 🌺🎁

📮૨૫ એપ્રિલ 📮

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮૨૫ એપ્રિલ 📮
🏵તહેવારો અને ઉજવણીઓ🏵

◾પોર્ટુગલ ➖ આઝાદી દિન.

◾ઇજીપ્ત ➖ સિનાઇ નો મુક્તિ દિવસ.

◾ઇટાલીમાં ➖નાઝીવાદ થી મુક્તિ દિવસ (૧૯૪૫)

◾ડી.એન.એ દિન

◾મેલેરિયા જાગૃતી દિવસ

🎁👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓🎁

*24-4-17*

*24-4-17*

*💐Happy Birthday💐*
👉સચિન ટેન્ડુલકર
👉અખા ભગત
👉પંચાયતી રાજ દિન
👉રાજા રામમોહન રાય

*🏏સચિન ટેન્ડુલકર🎾*

👉જન્મ- *24 એપ્રિલ 1973*
👉વિશ્વ પ્રસિધ્ધ ક્રિકેટ ખેલાડી
👉ભારતરત્ન મેળવનાર એકમાત્ર ખેલાડી
👉હાલમા રાજ્યસભાના સાંસદ

*💥અખો💥*
👉પુરૂનામ-- *અક્ષયદાસ સોની*
👉ઉપનામ- *જ્ઞાનનો વડલો*

👉જન્મ- *24 એપ્રિલ 1591*
👉જન્મ સ્થળ-જેતલપુર ગામ
        (અમદાવાદની દક્ષિણે)
👉રહેવાનુ--દેસાઇની પોળ,
      ખાડિયા,અમદાવાદ

*👉અખો--છપ્પા* ના કારણે ગુજરાતી સાહિત્ય મા પ્રખ્યાત છે
👉અક્ષયરસના જ્ઞાન કવિ અખાનુ સ્થાન મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમા અજોડ છે
👉ગુજરાતી સાહિત્યના જ્ઞાનિ કવિઓમા અખો શિરમોર છે

*🌴કૃતિઓ🌴*
👉પંચીકરણ
👉અખેગીતા
👉કેવલ્યગીતા
👉અનુભવ બિંદુ
👉સંતપ્રિયા
👉બ્રહ્મલીલા
👉ગુરુ શિષ્ય સંવાદ

*"એક મુરખને એવી ટેવ,*
*પથ્થર એટલા પુજે દેવ"*
જેવા છપ્પાઓમા અખાએ ધર્મને નામે ચાલતી અંધશ્રધ્ધા વર્ણવી

👉અમદાવાદમા દેસાઇની પોળમા અખા ભગતની પ્રતિમા આવેલી છે, જેનુ 2008 ના વર્ષમા અનાવરણ કરવામા આયુ હતુ

*🌴અખાના ખ્યાતનામ છપ્પા*
👉'એક મુરખને એવી ટેવ,
         પથ્થર એટલા પુજે દેવ'
👉'તિલક કરતા ત્રેપન વહ્યા,
         જપ માળાનાં નાકા ગયા'
👉'કહ્યુ કશું ને સાંભળ્યુ કશું,
         આંખનુ કાજળ ગાલે ઘસ્યું'
👉'ઓછુ પાત્ર ને અદકું ભણ્યો,
       વઢકણી વહુએ દિકરો જણ્યો'

*💥પંચાયતી રાજ દિન💥*
*પંચાયતી રાજને લગતો કાયદો 73 મો બંધારણીય સુધારો-1992 તારીખ 24 એપ્રિલ 1993 ના રોજથી સમગ્ર દેશમા લાગુ થયો*

*💥રાજા રામમોહન રાય💥*
ભારતીય વિચારક્રાન્તિના પિતા

*👉જન્મ 24 એપ્રિલ 1772*
(નોંધ-આજના ગુજરાત સમાચાર ન્યુઝ પેપરમા 24 એપ્રિલ જન્મ દિવસ બતાવે છે અને કેટલીક જગ્યાએ 22 મે પણ બતાવે છે)

👉બંગાળના રાધાનગર મા થયો હતો
👉માતૃભાષા બંગાળી, ફારસી, સંસ્કૃત, અને અરબી શીખ્યા.

હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી એમ ત્રણ જુદી જુદી સંસ્કૃતિઓ, ધર્મો અને સમાજોનુ અધ્યયન કર્યુ
રૂઢિચુસ્ત સમાજ ના પ્રચંડ વિરોધ વચ્ચે છેક ઇગ્લેન્ડ સુધી દોડધામ કરી *સતીપ્રથા પર પ્રતિબંધ* મુકાવડાવ્યો

જુના રીત રીવાજો બંધ કરાવ્યા

👉બ્રહ્મો સમાજ ની સ્થાપના કરી
👉27-9-1833 મા અવસાન

🏵📨🏵📨🏵📨🏵📨🏵📨

*🀄અખો*

*🀄અખો*

⭕⭕⭕⭕⭕⭕⭕
                       *જીબી*

*⚜જન્મ*
➖ઈ.સ.1591 માં.
*⚜જન્મસ્થળ*
➖જેતપુર  (અમદાવાદ)
*⚜મુળનામ*
➖અક્ષયદાસ સોની.
*⚜ઉપનામ*
➖જ્ઞાનનો વડલો
➖ઉતમ છપ્પાકાર
➖હસતો ફિલ્સુફ  (ઉમાશંકર જોષી)
➖બ્રાહમિ સાહિત્યકાર (કાકાસાહેબ કાલેલકર)

*⚜વખણાતુ સાહિત્ય*
➖છપ્પા

🔱🔱🔱🔱🔱🔱🔱

✏રોજીરોટી માટે અખો અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હતા.

*⚜ક્રૂતિઓ*

➖અખેગીતા
➖પંચીકરણ
➖બાર મહિના
➖કૈવલ્યગીતા
➖ચિત વિચાર સંવાદ
➖સંતપ્રિયા  (હિન્દી)
➖અનુભવ બિંદુ
➖ક્રૂષ્ણ ઉધ્વસંવાદ
➖સાખીઓ

         *♨મેર ઘનશ્યામ*

👍પંચાયતી રાજ ઉપર પ્રશ્નો💐

R.K.

પંચાયતી રાજ ઉપર અગાઉ પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો

📍📍📍📍📍📍📍📍
1. આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1958 થી

2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા

3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ

4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963

5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ

6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી

7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : આઠ (8)

8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ :  સોળ (15)

9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ

10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી

11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ(16)

12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ

14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી

15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)

16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બાવન (52)

17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?

જવાબ : ત્રણ  હજારથી પચીસ હજાર

18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી

19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
જવાબ : મહાનગર પાલિકા

20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)

21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક  દ્વિતિયાંશ (1/2)
50%

22. નગરપાલિકાના વડાને  શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ

23. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર

24.  મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર

25.  મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન

26. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી

27. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર

28. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)

29. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)

30. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર  હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)

•આંકડાકીય માહિતી માં ભૂલચૂક હોય તો ધ્યાન દોરવા વિનંતી•

✍🏻 R.K.🙏🏻