Thursday 15 June 2017

🌍 *āŠ­ાāŠ°āŠĪીāŠŊોāŠĻું āŠ—ૌāŠ°āŠĩ ‘āŠˆāŠļāŠ°ો’* 🌍

🌍 *ભારતીયોનું ગૌરવ ‘ઈસરો’* 🌍

📑➖ઈસરો નું ફૂલ નામ ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (indian space research organization) છે.

📑➖ ‘ઈસરો’ ને આપણા દેશની સૌથી મોટી સ્પેસ કંપની માનવામાં આવે છે. આનું હેડક્વાટર બેંગલુરુમાં છે. ઉપરાંત સંપૂર્ણ ભારતમાં આના ૧૩ સેન્ટર્સ છે.

📑➖ ઈસરો (ISRO) ની સ્થાપના ૧૫ ઓગસ્ટ, ૧૯૬૯ના સ્વતંત્ર દિવસે કરવામાં આવી હતી.

📑➖ ડો. વિક્રમ એ. સારાભાઇ ને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમોના સંસ્થાપક માનવામાં આવે છે. વિક્રમ સારાભાઇ એ જ ઈસરો ની સ્થાપના કરી હતી.

📑➖વિક્રમ સારાભાઇ ને ભારતીય સ્પેસ પ્રોગ્રામ ના જનક કહેવાય છે.

📑➖દુનિયામાં ફક્ત ૬ અવકાશીય એજન્સીઓ પાસે જ ઘરતીથી અવકાશમાં સેટેલાઈટ છોડવાની ક્ષમતા છે. ઈસરો પણ દુનિયાની ૬ એજન્સીઓ માંથી એક છે. આમાં અમેરિકા રશિયા, ફ્રાંસ, જાપાન, ચાઇના સહીત ભારત શામેલ છે. આ આપણા દેશ માટે ગર્વની વાત છે.

📑➖શું તમે જાણો છો દુનિયાના અન્ય વૈજ્ઞાનિક સંગઠનો ના મુકાબલે ઈસરો માં સૌથી વધુ કુવારા વૈજ્ઞાનિકો (single scientists) છે. ઘણા બધા વૈજ્ઞાનિકો આમાં સમર્પિત હોવાથી તેમણે લગ્ન નથી કર્યા. તેમણે પૂરી રીતે પોતાને દેશ માટે સમર્પિત કર્યા છે. આપણા પૂર્વ રાષ્ટ્પતિ *ડો. એ.પી.જે. અબ્દુલ કલામ* પણ આમાંથી જ એક છે.

📑➖ ભારત માટે ૮૬ સેટેલાઈટ લોન્ચ કરવા સિવાય ઈસરો અત્યાર સુધી વિશ્વના અન્ય ૨૧ દેશો માટે પણ ૭૯ જેટલી સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યું છે.

📑➖અમેરિકા ‘NASA’ પર જેટલો એકવર્ષ માં ખર્ચો કરે છે તેટલા ખર્ચામાં ઈસરો ૪૦ વર્ષ કરતા વધુ વર્ષ સુધી કામ કરી શકે છે.

📑➖ઈસરો નું બજેટ કેન્દ્ર સરકાર ના કુલ ખર્ચા કરતા ૦.૩૪ % અને GDP ૦.૦૮ % છે. આ સહેજ પણ વધુ ખર્ચો નથી.

📑➖ઈસરો અન્ય દેશોના મુકાબલે કેટલું આગળ છે તેનો અંદાજો એ વાત પર લગાવી શકાય કે આપણો પાડોશો દેશ પાકિસ્તાન ની પણ પોતાની ઈસરો ની જેવી SUPARCO નામની સ્પેસ કંપની છે. આની સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ૧૯૬૧માં બની હતી જયારે આપણી ઈસરો ૧૯૬૯માં.

📑➖ ઈસરો આજ સુધી પોતાના માટે ૮૯ સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યું છે જયારે પાકિસ્તાન ની SUPARCO ફક્ત ૨ જ સેટેલાઈટ લોન્ચ કરી છે અને એ પણ વિદેશી દેશોની મદદથી.

📑➖ આર્યભટ્ટ, ઈસરો નો પહેલો ઉપગ્રહ છે. આ સવાલ ને અત્યારે સ્કુલની પરીક્ષા માં પૂછવામાં આવે છે. આને ૧૯ એપ્રિલ ૧૯૭૫માં રશિયાની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો.

📑➖ ઈસરો માં જયારે પહેલી સેટેલાઈટ બનાવવામાં આવી હતી ત્યારે તેણે સાઈકલ પર લઇ જવાય તેવી હલકી બનાવવામાં આવી હતી. જયારે બીજી વજનદાર APPLE સેટેલાઈટ બનાવવામાં આવી ત્યારે તેને લોન્ચ કરવાના સ્થળે સાધનોની કમીના કારણે બળદગાડામાં લઇ જવામાં આવી હતી.

📑➖ ભારત (ઈસરો) પોતાના પહેલા પ્રયાસમાં મંગળગ્રહ પર પહોચનાર એકમાત્ર દેશ છે. અમેરિકા ૫ વાર, સોવિયત સંધ ૮ વાર, ચીન અને રશિયા પોતાના પહેલા પ્રયાસમાં અસફળ રહ્યા છે. છે ને ભારતીયોનું ગૌરવ ‘ઈસરો’ ની નવાઈ પમાડે તેવી વાત !!

📑➖ ઈસરો નું મંગલ મિશન આજ સુધીનું સૌથી સસ્તું છે આમાં ફક્ત ૪૮૦ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. જો આની ગણતરી કરવામાં આવે તો આ ૧૨ રૂપિયા પ્રતિ કિલોમીટર, જે એક રીક્ષાના ભાડા બરાબર છે. આપણું મંગલ મિશન ઘણા બધા હોલીવુડ ફિલ્મો કરતા પણ સસ્તું હતું.

📑➖ પાછલા ૩ વર્ષમાં ૮ દેશો માટે ઈસરો એ લગભગ ૪૪ સેટેલાઈટ લોન્ચ કરી. જેમાં ભારતને ૬૯૨ કરોડનો ફાયદો થયો.

📑➖ ઈસરો એ ૨૦૦૮-૦૯ માં ‘ચંદ્રમાન-૧’ સેટેલાઈટ લોન્ચ કરી, જેનું બજેટ લગભગ ૩૫૦ કરોડ રૂપિયા એટલેકે નાસા થી લગભગ ૮-૯ ગણું ઓછુ. આ એ જ સેટેલાઈટ છે જેણે ચંદ્ર પર પાણીની શોઘ કરી હતી.

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

ðŸ‘ģ🏞 *āŠ ાāŠ•ોāŠ°āŠ­ાāŠˆ āŠĶેāŠļાāŠˆ* ðŸ‘ģ🏞

🦋👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🦋

💥 *૧૫ જૂન*
👳🏼 *ઠાકોરભાઈ દેસાઈ* 👳🏼
           
📮➖ગુજરાતના કર્મઠ કુલ નાયક ઠાકોરભાઈ દેસાઈની આજે પૂણ્યતિથી છે.

📮➖ગુજરાતના વિચારનિષ્ઠ અને કર્મઠ રાજપુરૂષ ઠાકોરભાઈ દેસાઈનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૦૩ના રોજ તેમના મોસાળ સુરત જીલ્લાના વેગામ ગામમાં થયો હતો.

📮➖ પિતાનું નામ મણીભાઈ અને માતાનું નામ કાશીબેન હતું.

📮➖ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામમાં અને હાઈસ્કૂલ ભરૂચમાં લીધું હતું.

📮➖ ઈ.સ. ૧૯૧૯માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

📮➖ ઈ.સ.૧૯૨૪માં ગુજરાત વિદ્યાપીઠમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ભાષા વિશારદ થયેલા.

📮➖સત્યાગ્રહ આશ્રમ લડતમાં બે વર્ષની કારાવાસની જેલની સજા થઇ હતી.

📮➖ ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૭૧ સુધીના વર્ષોમાં ઠાકોરભાઈ અમદાવાદમાં કોંગ્રેસના નિષ્ઠાવાન અને સક્રિય સેવક તરીકે કામગીરી કરી હતી.

📮➖ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં ભાષાના અધ્યાપક તરીકે સેવા આપી અહ્તી.

📮➖ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠના નિયામક તરીકે તથા ઈ.સ.૧૯૬૩માં કુલનાયક પદે નિયુક્તિ થઇ જે મૃત્યુ સુધી સેવા આપી હતી.

📮➖ઠાકોરભાઈ ગાંધીજીના રચનાત્મક કાર્યના પ્રખર પ્રણેતા હતા.

📮➖ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઈ.સ.૧૯૫૯માં સર્વાનુમતે ચૂંટાયા હતા તે પછી ઈ.સ.૧૯૬૨ની વિધાનસભા ચૂંટણીમાં ગણદેવી બેઠકમાં ચૂંટાઈ આવ્યા હતા.

📮➖પંચાયત, ખેતીવાડી અને સહકાર મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

📮➖ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ પ્રવૃતિઓનો પ્રસાર-પ્રચારની કામગીરી કરી.

📮➖ તેઓ બચપણથી જ રાષ્ટ્રીય રંગેરંગાયેલ હોવાથી વિવિધ રાષ્ટ્રીય ચળવળ , મીઠા સત્યાગ્રહ વગેરેમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો.

📮➖તેમણે ‘ નવજીવન’ તથા ‘ હરીજનપત્રો’ ના સંપાદકની કામગીરી કરી.

📮➖રાજકીય ક્ષેત્રે ઉપરાંત લેખનપ્રવૃત્તિ પણ નોંધપાત્ર હતી.

📮➖તેમણે વિવિધ પુસ્તકોના અનુવાદ ક્ષેત્રે કામગીરી કરી હતી.

📮➖ આ બધા અનુવાદોમાં સર્વશ્રેષ્ઠ અનુવાદ ‘ ગીતા પ્રવચનો’ હતો.

📮➖ઠાકોરભાઈ વાંચનનો ખૂબ જ શોખ હતો.

📮➖૧૫મી  જુન ૧૯૭૧ના દિવસે હદય બંધ પડવાથી તેમનું અવસાન થયું.

📡💭 *જ્ઞાન કી દુનિયા* 💭📡

❣ *āŦ§āŦŠ āŠœુāŠĻ āŠĩિāŠķ્āŠĩ āŠ°āŠ•્āŠĪāŠĶાāŠĻ āŠĶિāŠĩāŠļ*❣

❣ *૧૪ જુન વિશ્વ રક્તદાન દિવસ*❣


📑➖WHOદ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

📑➖આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે.

📑➖આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

📑➖વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે.

📑➖ *ભારતમાં રક્તદાન -WHOના માપદંડ અનુસાર*

👉🏿ભારતમાં વાર્ષિક એક કરોડ યુનિટ રક્તની જરૂરિયાત હોય છે.

👉🏿પણ 75 લાખ યુનિટ જ ઉપલબ્ધ બને છે.

👉🏿એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે.

👉🏿ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી.

👉🏿ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે.

👉🏿રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.

📑➖ *રક્તદાનને લઇને પ્રવર્તતા ભ્રમો*

👉🏿રક્તદાનથી ઘણાં લોકોના જીવન બચાવી શકાય છે.

👉🏿ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને તે લોહી પાછું મેળવવામાં મહિના લાગી જાય છે.

👉🏿એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ વ્યાપેલો છે કે નિયમિત લોહી આપવાથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી બને છે અને વ્યક્તિને બીમારીઓ જલ્દી જકડી સે છે.

👉🏿આ ભ્રમ એટલો ફેલાઇ ગયો છે કે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશઅવ રક્તદાન દિવસ સમાજમાં રક્તદાનને લઇને ફેલાયેલા ભ્રમોને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

📑➖ *રક્તદાનની મુખ્ય વાતો*

👉🏿મનુષ્યના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમએશઆ ચાલતી રહે છે અને

👉🏿 રક્તદાનથી કોઇપણ નુસકાન નથી થતું.

👉🏿કોઇપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.

👉🏿જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે

👉🏿એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે.

👉🏿આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.

👉🏿જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

👉🏿આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.

❣રક્તદાન બહુજ મૂલ્યવાન છે.કોઈક ની જીંદગી માટે

❣રક્તદાન નું મૂલ્ય તો રક્ત લેનાર ને જ વધારે સમજાય....

❣ચાલો આપણે પણ રક્તદાન કરીને કોઈક ની જીંદગી બચાવી એ..

   ❣❣ *વારિશ* ❣❣

   📑 *જ્ઞાન કી દુનિયા* 📑

ðŸ’Ĩ *āŠĩિāŠķ્āŠĩ āŠ°āŠ•્āŠĪāŠĶાāŠĻ āŠĶિāŠĩāŠļ* ðŸ’Ĩ

🎓👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎓

🦋 *૧૪ જૂન* 🦋
💥 *વિશ્વ રક્તદાન દિવસ* 💥

📜➖વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.

📜➖આ દિવસ દર વર્ષે જૂન ૧૪ ના રોજ ઉજવવામાં આવે છે.

📜➖આની શરૂઆત સને ૨૦૦૭ ના વર્ષથી કરવામાં આવેલ છે.

📜➖જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system) ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિન મનાવી પ્રયાસ આદર્યો છે.

📜➖વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.

🀄🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🀄

💥 *ABO સિસ્ટમ પ્રમાણે બ્લડ ગ્રૂપ*

📮 *A* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A એન્ટિજન આવેલા હોય અને B પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રૂપ A છે એમ કહેવાય.

📮 *B* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B એન્ટિજન આવેલા હોય અને B પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ B છે એમ કહેવાય.

📮 *AB* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને એન્ટિજન આવેલા હોય અને બન્ને પ્રકારના એન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ AB છે એમ કહેવાય.

📮 *O* : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના એન્ટિજન આવેલા ન હોય અને બન્ને પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ O છે એમ કહેવાય.

💥 *પોઝિટિવ અને નેગેટિવ*

📮 Rh (Rhesus) ફેક્ટર તરીકે ઓળખાતા એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રૂપ જુદાં પડે છે.

📮 *પોઝિટિવ* : જે વ્યક્તિમાં ઉપરોક્ત એન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh એન્ટિજન પણ હાજર હોય એ બ્લડ Rh પોઝિટિવ ગણાય છે.

📮 *નેગેટિવ* : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh એન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh એન્ટિબોડીઝ નેચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પોઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh એન્ટિબોડીઝ પેદા કરી શકે છે.

💥 *બ્લડ મેચિંગ કઈ રીતે થાય?*

📮 A ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ A ગ્રૂપ તેમ જ AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રૂપનું બ્લડ આપી શકાય.

📮 B ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રૂપનું બ્લડ આપી શકાય.

📮 AB ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રૂપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રૂપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ ગ્રૂપ કહેવાય છે.

📮 O ગ્રૂપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ ગ્રૂપ સાથે મેચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રૂપ જ મેચ થાય છે. આ ગ્રૂપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રૂપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રૂપ કહેવાય છે.

⭐💭 *જ્ઞાન કી દુનિયા* 💭⭐

ðŸ‘ģ🏞 *āŠ•ાāŠ°્āŠē āŠēેāŠĻ્āŠĄāŠļ્āŠŸેāŠ‡āŠĻāŠ°*

🀄👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🀄

🎙 *૧૪ જૂન*
👳🏼 *કાર્લ લેન્ડસ્ટેઇનર*
                
📮➖બ્લડ સુગરની શોધ કરનાર મહાન વિજ્ઞાની કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ તા. ૧૪/૬/૧૮૯૮ના રોજ વિયેનામાં થયો હતો.

📮➖ પિતાનું નામ લિયોપોલ્ડ લેન્ડસ્ટેઇનર જેઓ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હતા.

📮➖કાર્લ લેન્ડસ્ટેઇનર ૧૦ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમનો ઉછેર માતા ફેની હેન્સ એ કર્યો હતો.

📮➖ માતા સાથેનું એનું લાગણીનું  જોડાણ એવું હતું કે એ જીવ્યો ત્યાં સુધી માતાના કફનને તેની દીવાલે ટીંગાડી રાખેલ હતું.

📮➖ કાર્લ લેન્ડસ્ટેઇનરે મેડીકલ અભ્યાસ યુનિવર્સિટી ઓફ વિયેનામાં કર્યો હતો.

📮➖ ઈ.સ.૧૮૯૧માં સ્નાતકની પદવી મેળવી હતી.

📮➖ તેમણે બાયોકેમિકલ ક્ષેત્રે સંશોધન કાર્ય કર્યું.

📮➖ તેમણે ઈ.સ. ૧૯૪૦માં આર. એચ (RH) ફેકટરની શોધ કરી. અને ઈ.સ. ૧૯૧૭માં સિન્થેટિકસ એન્ટીગન્સની મહત્વની શોધ કરી હતી.

📮➖ઈ.સ.૧૯૩૦માં ફિઝીયોલોજી મેડીસીન ક્ષેત્રે નોબલ પારિતોષિક એનાયત થયો.

📮➖ ઈ.સ. ૧૮૯૬માં વિયેનામાં હાઈઝીન ઇન્સ્ટીટયુટમાં મેક્સ વોન ગ્રબરના સહાયક તરીકે કામગીરી કરી હતી.

📮➖ ઈ.સ.૧૮૯૮થી ઈ.સ. ૧૯૦૮ માં સહાયક પ્રોફેસર તરીકે ડીપાર્ટમેન્ટ પેથોલોજીસ્ટ એનટોમી વિયેનામાં નોકરી કરી.

📮➖ ઈ.સ. ૧૮૯૧માં આહારની રક્તપેશીઓના બંધારણ પરની અસરો વિષે તેનો શોધ નિબંધ પ્રકાશિત થયો હતો.

📮➖ રસાયણશાસ્ત્રના વધુ જ્ઞાનની પ્રાપ્તિ માટે એમણે ઝ્યુરીનની હેન્ઝસ્ક , વુર્ઝબર્ગની ઇમિલ ફિશર તથા મ્યુનિકની ઈ. બેમ્બગર્રે પ્રયોગશાળામાં પાંચ વર્ષ અભ્યાસ કર્યો.

📮➖ માનવ લોહીમાં એન્ટીજન તલવાર A મોડેલવાળી હોય છે. તો એંટાબોડ ઢાલ નહિ પણ B મોડલવાળી હોય છે.

📮➖આ બાબતનો ઓસ્ટ્રીન તબીબ કાર્લ લેન્ડસ્ટેઇનર માનવલોહીનું રક્તકણોના એન્ટીજન પ્રમાણે વર્ગીકરણ ઈ.સ.૧૯૦૧માં કર્યું.

📮➖ આ તબીબે મુખ્ય લોહીના બે પ્રકાર AB અને O વર્ગો બ્લડગૃપ  સિસ્ટમ વિભાગ પાડ્યા.

📮➖તેમણે કહ્યું કે આ બ્લડગૃપ ના લક્ષણો વારસાઈ ચકાસવા માટે ઉપયોગ થાય છે.

🦋💐 કાર્લ લેન્ડસ્ટેઇનરનું ૨૬ જુન ૧૯૪૩ના રોજ ન્યુયોર્ક સિટી પ્રયોગશાળામાં હદયરોગના હુમલાથી અવસાન થયું.

📜🍫 *સમીર પટેલ* 🍫📜
📡💭 *જ્ઞાન કી દુનિયા* 💭📡

ðŸ‘ģ🏞 *āŠ—āŠĢેāŠķ āŠĶાāŠŪોāŠĶāŠ° āŠļાāŠĩāŠ°āŠ•āŠ°* ðŸ‘ģ🏞

🦋👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🦋

📡 *૧૩ જૂન*
👳🏼 *ગણેશ દામોદર સાવરકર* 👳🏼
          
💥➖કાળા પાણીની સજા પામનાર પ્રથમ કાન્તીવીર ગણેશ દામોદર સાવરકરનો જન્મ તા.૧૩/૬/૧૮૭૯ના રોજ નાસિક જીલ્લાના ભાગૂર ગામમાં થયો હતો.

💥➖નાની વયે માતાપિતાનું અવસાન થતાં પરિવારની સઘળી જવાબદારી તેમના પર આવી પડી હતી.

💥➖ આથી તેઓ મનવાંછિત શિક્ષણ મેળવી શક્યા નહોતા.

💥➖તેઓ કાળા પાણીની સજા પામનાર પ્રથમ કાંતિકારી હતા.

💥➖રાષ્ટ્ર્સેવાની અગ્નિદીક્ષા સ્વીકારીને સ્વરાજ હાંસલ કરવાના ધ્યેયવાળી ‘ અભિનવ ભારત’ સંસ્થામાં તેઓ જોડાયા. ઈ.સ. ૧૯૦૫માં જંગી સરઘસ કાઢીને ‘ વંદે માતરમ’ અને સ્વાતંત્ર્ય લક્ષ્મી કિ જાય’ જેવા સૂત્રો પોકારેલા ત્યારે તેમને જે દંડની સજા થયેલી તે રકમ તેમણે હાઈકોર્ટ સુધી લડીને ઈ.સ. ૧૯૦૬માં પાછી મેળવી ત્યારે જ તેઓ જંપ્યા.

💥➖ ઈ.સ. ૧૯૦૮માં એક મહિનાની સખ્ત કેદની સજા થયેલી.

💥➖ઈ.સ.૧૯૦૯માં તેઓ પ્રસિદ્ધ ‘ નાસિક ખાટવા’ માં ઝડપાયેલા. ઈંગ્લેન્ડમાં ભણતા તેમના નાનાભાઈ કાંતિકારી વિનાયક સાવરકર તેમેણ શસ્ત્રો મોકલતા હતા.

💥➖આ ખબર પોલીસને મળતા તેમના ઘરની જડતી લેવામાં આવી પરંતુ કશું હાથ ન આવતાં કવિતાઓ લખવા બદલ કસૂરવાર ઠરાવીને ઈ.સ. ૧૯૦૯માં તેમની સઘળી મિલકત જપ્ત કરી તેમણે કાળા પાણીની સજા કરવામાં આવી.

💥➖ તેઓ પ્રથમ રાષ્ટ્રીય મહાસભા સાથે જોડાયેલા હતા. પરંતુ પાછળથી હિંદુ મહાસભાના સંગઠન પાછળ તેમણે લક્ષ આપ્યું.

💥➖ તેમણે શ્રધ્ધાનંદ સાપ્તાહિક પણ ચાલાવેલું.

💥➖ તેમણે ‘ વીર વેરાગી’, શિવાજી વગેરે ચરિત્રો, નેપાળના આંદોલનોનો ઈતિહાસ આદિ પુસ્તકો અને લેખો લખ્યા હતા.

💥➖તેમનો સૌથી ચિંતનીય ગ્રંથ તો ‘ રાષ્ટ્ર્મીમાંસા’ છે. જેમાં એમણે ‘ રાષ્ટ્ર’ શબ્દની ઉત્પત્તિથી માંડીને રાષ્ટ્ર કેવું હોવું જોઈએ તેનું વિશાળ દર્શન કરાવ્યું છે.

💥➖જીવનભર ભારતમાતાની મુક્તિ માટે ઝઝૂમનાર અને જેલને મહેલ ગણી હસ્તે મુખે કાળા પાણીની સજા ભોગવનાર તેઓ અનન્ય રાષ્ટ્ર પુરૂષ હતા.

💥➖ ગણેશ દામોદર સાવરકર ૧૬મી માર્ચ ૧૯૪૫ના રોજ અવસાન.

⭐💭 *જ્ઞાન કી દુનિયા* 💭⭐

ðŸ“Ū *āŠļાāŠŪાāŠĻ્āŠŊ āŠœ્āŠžાāŠĻ* ðŸ“Ū

📮 *સામાન્ય જ્ઞાન* 📮

👉🏿 ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃતિ ના પ્રણેતા *મોતીભાઈ અમીન* ગણાય છે.

👉🏿 ભારત માં ટેલિકોમ ક્રાંતિ લાવવા માં ગુજરાતી *સામ પિત્રોડા* એ અગ્રણી ભૂમિકા ભજવી છે.

👉🏿સિધ્ધપુર નું પ્રાચીન નામ *શ્રી સ્થળ* હતું.

👉🏿અમદાવાદ માં સૌ પ્રથમ થીએટર ની સ્થાપના *ડાહ્યા ભાઈ ઝવેરી* એ કરી હતી.

👉🏿ગુજરાત માં સૌ પ્રથમ કૃષિ યુનિર્વિસટી ની સ્થાપના *દાંતીવાડા   ૧૯૭૩* માં થઇ.

👉🏿આજ નુ કાંકરિયા પહેલા *હોજે કુતુબ* નામે ઓળખાતું હતું.

👉🏿ગુજરાત માં આફૂસ કેરી નું સૌથી વધારે ઉત્પાદન *વલસાડ* જિલ્લા માં થાય છે.

👉🏿રાની સિપ્રી ની મસ્જિદ *અમદાવાદ નું રત્ન* તરીકે ઓળખાય છે.

👉🏿ભારત નુ સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન *જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન* છે

👉🏿રાજકોટ સ્ટેટ ની સ્થાપના *વિભોજી જાડેજા* રાજવી એ કરી હતી.

👉🏿બાળવિવાહ પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌ પ્રથમ *મહારાજ સયાજીરાવ ગાયકવાડ* એ પસાર કર્યો હતો.

✍🏿 *વારિશ*...

📑 *જ્ઞાન કી દુનિયા* 📑

ðŸ”Ū➖ *āŠĩાāŠˆāŠ°āŠļāŠĨી āŠĨāŠĪા āŠ°ોāŠ—ો* ➖ðŸ”Ū

👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿

🔮➖   *વાઈરસથી થતા રોગો*     ➖🔮

🌵 *વાઈરસ*      ➖      🌵   *રોગ*

👉🏿 *વેરોલિયા*  ➖  અછબડા

👉🏿 *વેરોસિલા*  ➖  શીતળા

👉🏿 *મિક્સો વાઈરસ*  ➖  શરદી

👉🏿 *રેબ્ડો વાઈરસ*  ➖  હડકવા

👉🏿 *અરબો વાઈરસ*  ➖  ડેંગ્યૂ

👉🏿 *પોલીમેેટિક્સ*  ➖  પોલિયો

👉🏿 *H1N1*  ➖  સ્વાઇન ફ્લયું

👉🏿 *ક્રીમિયન કોંગો*  ➖  ભેદી તાવ

👉🏿 *HIV*  ➖  એઈડ્સ

⚓રોહિત.....

👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿

🐙 *બેક્ટેરિયાથી થતા રોગો* 🐙

🌵 *બેક્ટેરિયા*       ➖     🌵 *રોગ*

👉🏿 *પ્રાશ્ર્વરેલા પેસ્ટિસ* ➖ પ્લેગ(મરકી)

👉🏿 *કલાસ્ટ્રીડિયમ*  ➖  ધનુર

👉🏿 *માઇકોબેક્ટેરિય ટ્યુબરકલોસિસ*➖ક્ષય

👉🏿 *સાલમોનેલા ટાઇફી*  ➖  ટાઈફોડ

👉🏿 *વિબ્રીઓ કોલેરા*  ➖  કોલેરા(હેઇજા)

👉🏿 *ડિપ્લોકોફસ ન્યુમોની*  ➖  ન્યૂમોનિયા

👉🏿 *કોરીની બેક્ટેરીયમ ડિપ્થેરી* ➖ ડિપ્થેરિયા

👉🏿 *હિમોફિલસ પરટૂસિસ* ➖ ઉદરસ

👉🏿 *બેસિલસ*  ➖  મરડો

👉🏿 *માઈકો બેક્ટિરિયલ લેપ્રેસી* ➖ કોઢ

👉🏿 *નાઇસેરિયા ગોનોરાયઇ* ➖ ગોનોરિયા

👉🏿 *ટ્રેપોનમાં પૈલીડમ* ➖ સિફિલીસ

⚓રોહિત.....

👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿

👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿

🐛➖    *પ્રજીવથી થતાં રોગો*.    ➖🐛

🌵 *પ્રજીવ*       ➖       🌵 *રોગ*

👉🏿 *પ્લાઝમોડીયમ*  ➖  મેલેરિયા

👉🏿 *એન્ટ અમીબા જીંજીવિલીસ*➖પાયોરિયા

👉🏿 *ટ્રિપેનો સોમાં*  ➖  નિન્દ્રારોગ

👉🏿 *લેસ્મેટીયા ડોનાવાની* ➖ કાળા-જાર.

⚓રોહિત.....

📚 *We can do anything* 📚

👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿

🍄➖    *ફુગથી થતા રોગો*    ➖🍄

🌵 *ફૂગ*         ➖       🌵 *રોગ*

👉🏿 *એસ્પાર્જીલીસ ફ્યુગિગેટ્સ* ➖ અસ્થમા

👉🏿 *એકરસ સ્કેબીજ*  ➖  ખરજવું

👉🏿 *ટ્રાઇકોફાયટન લેરૂકોમાસ* ➖ ધાધર

🙏 *નોંધ* - મેનેન્જાઈટીસ રોગ માટે ફૂગ અને વાઈરસ બન્ને જવાબદાર છે.

⚓રોહિત.....

👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿

ðŸ‡ŪðŸ‡ģ *āŠ°ાāŠŪ āŠŠ્āŠ°āŠļાāŠĶ 'āŠŽિāŠļ્āŠŪિāŠē* ðŸ‡Ū

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

🇮🇳➖ *જન્મ ૧૧ જુન ૧૮૯૭*

🇮🇳 *રામ પ્રસાદ 'બિસ્મિલ* 🇮🇳

📑➖રામ પ્રસાદ 'બિસ્મિલ' ભારત માતાના મહાન સપૂત હતા, જેમણે ભારતની આઝાદી કાજે પોતાના પ્રાણની આહુતિ ધરી દીધી હતી.

📑➖ એમનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. એમના પિતાશ્રી મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા.

📑➖૧૯૨૭ની ૧૯ ડીસેમ્બરે બ્રિટિશ શાસને તેમને ગોરખપુર જેલમાં ફાંસી પર ચઢાવી દીધા હતા.

📑➖ભારતની આઝાદીમાં જેમણે પોતાનું રક્ત વહાવીને તિરંગામાં કેસરિયો રંગ શોભાવ્યો છે એવા દેશના ક્રાંતિકારીઓ આપણા દેશની શાન છે. ક્રાંતિકારીઓમાં આવું અણમોલ રતન હતા- પંડિત રામ પ્રસાદ બિસ્મિલ.

📑➖માત્ર 30 વર્ષની વયે દેશદાઝ ખાતર તેમણે શહીદી વહોરી લીધી હતી. અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનારી કાંકોરીટ્રેન લૂંટ માટે બિસ્મિલજીને વધુ ઓળખવામાં આવે છે, પણ એ સિવાય તેઓ એક ઉમદા શાયર હતા. તેમણે પોતાની શાયરીમાં દેશભક્તિનો કેસરિયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારો માટે પ્રેરક બની રહી હતી. ક્રાંતિકારીઓને જૂસ્સો બૂલંદ બનાવવા માટે બિસ્મિલજીની રચનાઓનું ગાયન થતું હતું. એ એટલે સુધી કે કેટલાય ક્રાંતિકારીઓ બિસ્મિલજીની શહાદત પછી અને પહેલા પણ આ રચના ગાતા ગાતા હસતા હસતા ફાંસીને માચડે ચડી જતા.

📑➖9 ઓગસ્ટ 1925ના દિવસે થયેલી કાંકોરીલૂંટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી. અંતે એ જ ઘટના ઉપર તેમના પર કેસ ચાલ્યો અને કેસ પછી બિસ્મિલજી, અશફાક ઉલ્લા ખા, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને 19 ડિસેમ્બર, 1927ના દિવસે ગોરખપુરની જેલમાં રામ પ્રસાદ બિસ્મિલજીને ફાંસી આપી દેવામાં આવી.

📑➖30 વર્ષની વયે તેમણે એવું જીવન જીવ્યું કે જેના કારણે આજે 89 વર્ષ પછી પણ તેમને આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ.

📑➖બિસ્મિલજીની ઉર્દૂ અને હિંદી બંને ભાષા ઉપર એકસરખી પક્કડ હતી. એ કારણે તેમની રચનાઓમાં પણ એ સુમેળ બરાબર સધાયો હતો.

📑➖તેમની સૌથી વિખ્યાત રચના

🇮🇳 *સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હે* 🇮🇳

🇮🇳 *જ્ઞાન કી દુનિયા* 🇮🇳