Thursday 15 June 2017

❣ *૧૪ જુન વિશ્વ રક્તદાન દિવસ*❣

❣ *૧૪ જુન વિશ્વ રક્તદાન દિવસ*❣


📑➖WHOદ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

📑➖આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે.

📑➖આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

📑➖વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે.

📑➖ *ભારતમાં રક્તદાન -WHOના માપદંડ અનુસાર*

👉🏿ભારતમાં વાર્ષિક એક કરોડ યુનિટ રક્તની જરૂરિયાત હોય છે.

👉🏿પણ 75 લાખ યુનિટ જ ઉપલબ્ધ બને છે.

👉🏿એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે.

👉🏿ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી.

👉🏿ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે.

👉🏿રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.

📑➖ *રક્તદાનને લઇને પ્રવર્તતા ભ્રમો*

👉🏿રક્તદાનથી ઘણાં લોકોના જીવન બચાવી શકાય છે.

👉🏿ઘણાં લોકો એવું સમજે છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને તે લોહી પાછું મેળવવામાં મહિના લાગી જાય છે.

👉🏿એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ વ્યાપેલો છે કે નિયમિત લોહી આપવાથી લોકોની રોગપ્રતિકારક ક્ષમતા નબળી બને છે અને વ્યક્તિને બીમારીઓ જલ્દી જકડી સે છે.

👉🏿આ ભ્રમ એટલો ફેલાઇ ગયો છે કે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે. વિશઅવ રક્તદાન દિવસ સમાજમાં રક્તદાનને લઇને ફેલાયેલા ભ્રમોને દૂર કરવાનું અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

📑➖ *રક્તદાનની મુખ્ય વાતો*

👉🏿મનુષ્યના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમએશઆ ચાલતી રહે છે અને

👉🏿 રક્તદાનથી કોઇપણ નુસકાન નથી થતું.

👉🏿કોઇપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.

👉🏿જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે

👉🏿એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે.

👉🏿આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.

👉🏿જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

👉🏿આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.

❣રક્તદાન બહુજ મૂલ્યવાન છે.કોઈક ની જીંદગી માટે

❣રક્તદાન નું મૂલ્ય તો રક્ત લેનાર ને જ વધારે સમજાય....

❣ચાલો આપણે પણ રક્તદાન કરીને કોઈક ની જીંદગી બચાવી એ..

   ❣❣ *વારિશ* ❣❣

   📑 *જ્ઞાન કી દુનિયા* 📑

No comments:

Post a Comment