Thursday 15 June 2017

👳🏼 *ગણેશ દામોદર સાવરકર* 👳🏼

🦋👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🦋

📡 *૧૩ જૂન*
👳🏼 *ગણેશ દામોદર સાવરકર* 👳🏼
          
💥➖કાળા પાણીની સજા પામનાર પ્રથમ કાન્તીવીર ગણેશ દામોદર સાવરકરનો જન્મ તા.૧૩/૬/૧૮૭૯ના રોજ નાસિક જીલ્લાના ભાગૂર ગામમાં થયો હતો.

💥➖નાની વયે માતાપિતાનું અવસાન થતાં પરિવારની સઘળી જવાબદારી તેમના પર આવી પડી હતી.

💥➖ આથી તેઓ મનવાંછિત શિક્ષણ મેળવી શક્યા નહોતા.

💥➖તેઓ કાળા પાણીની સજા પામનાર પ્રથમ કાંતિકારી હતા.

💥➖રાષ્ટ્ર્સેવાની અગ્નિદીક્ષા સ્વીકારીને સ્વરાજ હાંસલ કરવાના ધ્યેયવાળી ‘ અભિનવ ભારત’ સંસ્થામાં તેઓ જોડાયા. ઈ.સ. ૧૯૦૫માં જંગી સરઘસ કાઢીને ‘ વંદે માતરમ’ અને સ્વાતંત્ર્ય લક્ષ્મી કિ જાય’ જેવા સૂત્રો પોકારેલા ત્યારે તેમને જે દંડની સજા થયેલી તે રકમ તેમણે હાઈકોર્ટ સુધી લડીને ઈ.સ. ૧૯૦૬માં પાછી મેળવી ત્યારે જ તેઓ જંપ્યા.

💥➖ ઈ.સ. ૧૯૦૮માં એક મહિનાની સખ્ત કેદની સજા થયેલી.

💥➖ઈ.સ.૧૯૦૯માં તેઓ પ્રસિદ્ધ ‘ નાસિક ખાટવા’ માં ઝડપાયેલા. ઈંગ્લેન્ડમાં ભણતા તેમના નાનાભાઈ કાંતિકારી વિનાયક સાવરકર તેમેણ શસ્ત્રો મોકલતા હતા.

💥➖આ ખબર પોલીસને મળતા તેમના ઘરની જડતી લેવામાં આવી પરંતુ કશું હાથ ન આવતાં કવિતાઓ લખવા બદલ કસૂરવાર ઠરાવીને ઈ.સ. ૧૯૦૯માં તેમની સઘળી મિલકત જપ્ત કરી તેમણે કાળા પાણીની સજા કરવામાં આવી.

💥➖ તેઓ પ્રથમ રાષ્ટ્રીય મહાસભા સાથે જોડાયેલા હતા. પરંતુ પાછળથી હિંદુ મહાસભાના સંગઠન પાછળ તેમણે લક્ષ આપ્યું.

💥➖ તેમણે શ્રધ્ધાનંદ સાપ્તાહિક પણ ચાલાવેલું.

💥➖ તેમણે ‘ વીર વેરાગી’, શિવાજી વગેરે ચરિત્રો, નેપાળના આંદોલનોનો ઈતિહાસ આદિ પુસ્તકો અને લેખો લખ્યા હતા.

💥➖તેમનો સૌથી ચિંતનીય ગ્રંથ તો ‘ રાષ્ટ્ર્મીમાંસા’ છે. જેમાં એમણે ‘ રાષ્ટ્ર’ શબ્દની ઉત્પત્તિથી માંડીને રાષ્ટ્ર કેવું હોવું જોઈએ તેનું વિશાળ દર્શન કરાવ્યું છે.

💥➖જીવનભર ભારતમાતાની મુક્તિ માટે ઝઝૂમનાર અને જેલને મહેલ ગણી હસ્તે મુખે કાળા પાણીની સજા ભોગવનાર તેઓ અનન્ય રાષ્ટ્ર પુરૂષ હતા.

💥➖ ગણેશ દામોદર સાવરકર ૧૬મી માર્ચ ૧૯૪૫ના રોજ અવસાન.

⭐💭 *જ્ઞાન કી દુનિયા* 💭⭐

No comments:

Post a Comment