Thursday 15 June 2017

👳🏼 *ઠાકોરભાઈ દેસાઈ* 👳🏼

🦋👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🦋

💥 *૧૫ જૂન*
👳🏼 *ઠાકોરભાઈ દેસાઈ* 👳🏼
           
📮➖ગુજરાતના કર્મઠ કુલ નાયક ઠાકોરભાઈ દેસાઈની આજે પૂણ્યતિથી છે.

📮➖ગુજરાતના વિચારનિષ્ઠ અને કર્મઠ રાજપુરૂષ ઠાકોરભાઈ દેસાઈનો જન્મ ૧૩ ફેબ્રુઆરી ૧૯૦૩ના રોજ તેમના મોસાળ સુરત જીલ્લાના વેગામ ગામમાં થયો હતો.

📮➖ પિતાનું નામ મણીભાઈ અને માતાનું નામ કાશીબેન હતું.

📮➖ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામમાં અને હાઈસ્કૂલ ભરૂચમાં લીધું હતું.

📮➖ ઈ.સ. ૧૯૧૯માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

📮➖ ઈ.સ.૧૯૨૪માં ગુજરાત વિદ્યાપીઠમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ભાષા વિશારદ થયેલા.

📮➖સત્યાગ્રહ આશ્રમ લડતમાં બે વર્ષની કારાવાસની જેલની સજા થઇ હતી.

📮➖ ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૭૧ સુધીના વર્ષોમાં ઠાકોરભાઈ અમદાવાદમાં કોંગ્રેસના નિષ્ઠાવાન અને સક્રિય સેવક તરીકે કામગીરી કરી હતી.

📮➖ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં ભાષાના અધ્યાપક તરીકે સેવા આપી અહ્તી.

📮➖ઈ.સ. ૧૯૪૬માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠના નિયામક તરીકે તથા ઈ.સ.૧૯૬૩માં કુલનાયક પદે નિયુક્તિ થઇ જે મૃત્યુ સુધી સેવા આપી હતી.

📮➖ઠાકોરભાઈ ગાંધીજીના રચનાત્મક કાર્યના પ્રખર પ્રણેતા હતા.

📮➖ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ઈ.સ.૧૯૫૯માં સર્વાનુમતે ચૂંટાયા હતા તે પછી ઈ.સ.૧૯૬૨ની વિધાનસભા ચૂંટણીમાં ગણદેવી બેઠકમાં ચૂંટાઈ આવ્યા હતા.

📮➖પંચાયત, ખેતીવાડી અને સહકાર મંત્રી તરીકે સેવાઓ આપી હતી.

📮➖ગૂજરાત વિદ્યાપીઠની વિવિધ પ્રવૃતિઓનો પ્રસાર-પ્રચારની કામગીરી કરી.

📮➖ તેઓ બચપણથી જ રાષ્ટ્રીય રંગેરંગાયેલ હોવાથી વિવિધ રાષ્ટ્રીય ચળવળ , મીઠા સત્યાગ્રહ વગેરેમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો.

📮➖તેમણે ‘ નવજીવન’ તથા ‘ હરીજનપત્રો’ ના સંપાદકની કામગીરી કરી.

📮➖રાજકીય ક્ષેત્રે ઉપરાંત લેખનપ્રવૃત્તિ પણ નોંધપાત્ર હતી.

📮➖તેમણે વિવિધ પુસ્તકોના અનુવાદ ક્ષેત્રે કામગીરી કરી હતી.

📮➖ આ બધા અનુવાદોમાં સર્વશ્રેષ્ઠ અનુવાદ ‘ ગીતા પ્રવચનો’ હતો.

📮➖ઠાકોરભાઈ વાંચનનો ખૂબ જ શોખ હતો.

📮➖૧૫મી  જુન ૧૯૭૧ના દિવસે હદય બંધ પડવાથી તેમનું અવસાન થયું.

📡💭 *જ્ઞાન કી દુનિયા* 💭📡

No comments:

Post a Comment