Wednesday 10 May 2017

⚫⚫ યાહૂ ⚫⚫

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

⚫⚫ યાહૂ ⚫⚫

👉🏿યાહૂ!ની સ્થાપના ૧૯૯૪માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે સ્નાતક વિદ્યાર્થી જેરી યાંગ અને ડેવિડ ફિલોએ કરી હતી.

👉🏿યાહૂ એક વેબ પોર્ટલ, સર્ચ એન્જીન, ઈમેલની સુવિધા આપે છે. જેરી અને ડેવિડે “જેરી એન્ડ ડેવિડ ગાઈડ ટુ વર્લ્ડ વાઈડ વેબ” નામની એક વેબ સાઈટ ચાલુ કરી હતી.

👉🏿ડિરેક્ટરી રૂપની સાઈટ જેમાંથી માહિતી આસાનીથી શોધી શકાય એ રીતે  સાઈટનો સમૂહ બનાવ્યો હતો.

👉🏿 જેને ત્યાર બાદ ૧૮ જાન્યુંઆરી ૧૯૯૫ના રોજ ડોમેઇન રજિસ્ટર કરી યાહૂ નામ આપવા માં આવ્યું હતું.

👁‍🗨 ઈમેલ 👁‍🗨

👉🏿યાહૂની સૌથી વધુ જાણીતી સુવિધા ઈમેલ છે.

👉🏿 યાહૂ મેઈલથી જાણીતી સુવિધા દુનિયાની ત્રીજા નંબરની વેબ ઈમેલ સુવિધા છે.

👉🏿 ૨૦૧૨ના અંત સુધીમાં ૨૮.૧ કરોડ લોકો આ સુવિધાનો લાભ લે છે . સુવિધાની શરુઆતના દિવસો માં ૪ એમ.બી.

👉🏿જગ્યા આપવામાં આવતી અને ત્યાર બાદ ૮ એમ.બી. અને ૨૦૦૮માં વેબ આધારિત મેઈલ સ્ટોરેજમાં હરીફાઈ ને જોઈ અનલીમીટેડ કરીદેવા માં આવી.

👉🏿ઓક્ટોબર ૧૯૯૭માં ફોર૧૧ કંપનીની સુવિધા “રોકેટમેઈલ“ હસ્તગત કરીને યાહૂ મેઈલમાં ભેળવી દેવામાં આવી.

👉🏿૨૦૧૧માં ઘણા ફેરફાર સાથે સુવિધાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ૨૦૧૨માં મોબાઈલના વધેલા ઉપયોગને ધ્યાનમાં લઇને એન્ડ્રોઈડ, આઈફોન અને વિન્ડોને અનુરૂપ સુવિધા બનવામાં આવી.

👁‍🗨 યાહૂ મેસેન્જર 👁‍🗨

👉🏿યાહૂ પેજરનાં નામે માર્ચ ૧૯૯૮માં શરૂઆત થયેલી આ સુવિધા ત્યાર બાદ યાહૂ મેસેન્જર નામે જાણીતી બની.

👉🏿યાહૂ મેસેન્જર એક મફત ઇન્સ્ટન્ટ મેસેજ સુવિધા છે જેના વડે કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર મેસેજની સુવિધા આપે છે.

👉🏿જેમાં ઉપયોગકર્તા પોતાના રૂમ બનાવીને તેમજ વ્યક્તિગત પણ મેસેજમાં ચેટ કરી શકાતું હતું પણ 2005માં વ્યક્તિગત રૂમ બનાવવાની સુવિધા બંધ કરી દેવામાં આવી.

👉🏿જેમાં વેબ કેમ વડે વિડીઓ ચેટ અને ફાઈલ આદાન પ્રદાનની પણ સગવડ છે.

👉🏿 અલગ અલગ ચેટ રૂમમાં જઈ ને અલગ અલગ લોકો સાથે વાતો કરવાના રૂમની સગવડતા હતી.

👉🏿જે છેલ્લે ૧૪ ડિસેમ્બર ૨૦૧૨માં એ રૂમ ચેટની સુવિધા સ્થગિત કરી દેવા માં આવી છે.

👉🏿 લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે જોડાણની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.

👁‍🗨 યાહૂ સર્ચ 👁‍🗨

👉🏿ગુગલની સરખામણીમાં બહુ ઓછું પ્રચલિત સર્ચ એન્જીન છે.

👉🏿 યાહૂ એ દુનિયામાં થતા સર્ચ માંથી ૬.૪૨ % સાથે ત્રીજા ક્રમ પર છે.

👉🏿જુલાઈ ૨૦૦૯માં માઈક્રોસોફ્ટની સર્ચ સુવિધા બિંગ સાથે મળીને ગુગલને હરીફાઈ આપવાનો પ્રયાસ કરે છે.

🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗

👁‍🗨 ફેસબુક 👁‍🗨

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

👁‍🗨 ફેસબુક 👁‍🗨

✔ફેસબુક ઈન્ટરનેટ પર એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે .

✔ જેના વડે લોકો પોતાના મિત્રો,પરિવાર અને જાણીતા લોકો સાથે સંપર્ક રાખી શકે છે.

✔એ ફેસબુક, ઇન્ક. નામની કંપની એનું સંચાલન કરે છે.

✔ આ સાઈટ ની શરૂઆત ૨૦૦૪ માં હાવર્ડ યુનિવર્સીટીના એક વિદ્યાર્થી માર્ક ઝકરબર્ગ કરી હતી.

✔ ત્યારે એ સાઈટ નું નામ ધી ફેસબુક હતું. શરુઆત માં આ સાઈટ માત્ર હાવર્ડ કોલેજ ના વિદ્યાર્થી પુરતી સીમિત હતી .

✔ પછી તેમાં બીજી યુનિવરસીટી ને પણ જોડવા માં આવી આ સાઈટ ખુબ ઝડપ થી લોકપ્રિય બની ને થોડા જ મહિના માં આખા અમેરિકા ના શિક્ષણ જગત માં જાણીતી બની ગયી .

✔ ઓગસ્ટ ૨૦૦૫ માં તેનું નામ ફેસબુક રાખવા માં આવ્યું .

✔અને ૨૬ સપ્ટેબર ૨૦૦૬ માં આમ જનતા માટે ખોલવા માં આવી..

📮વેબસાઈટની મુખ્ય સુવિધાઓ

📜પ્રોફાઈલ📜

✔ફેસબુક નો ઉપયોગ કરનાર તેની એક પ્રોફાઈલ બનાવી શકે છે તેમાં પોતાના વિશે ની બધી જાણકારી આપે છે .

✔જેમાં નામ,ફોટો, જન્મતારીખ, ને ધંધો ,કોલેજ –સ્કુલ ના અભ્યાસ ની વિગતો આપી શકે છે .

✔પ્રોફાઈલ ની વિગતો કોણ કેટલી જોઈ શકે એ પણ નિયંત્રિત કરી શકો છો .

✔તેમજ તમારા જીવન માં બનેલ મહત્વપૂર્ણ ઘટના જેવી કે નવી નોકરી ,કોઈ જીતેલ ઇનામ કે કોઈ અન્ય સિદ્ધિ ને લાઈફ ઇવેન્ટ માં પણ મૂકી શકો છો

📜સ્ટેટસ અપડેટ📜

✔ફેસબુક ની સૌથી મુખ્ય સુવિધા માથી એક સ્ટેટ્સ અપડેટ છે .

✔જેમાં વપરાશકર્તા કોઈ પણ સમયે શું વિચારી રહીઓ છે અથવા તો શું કરે છે એની માહિતી જાણવે તેને સ્ટેટસ અપડેટ કહેવાઈ છે .

✔જેમાં ફોટો કે કઈ જગ્યા એ છે એ પણ જણાવી શકે છે .

✔ તેમજ જે તે સમયે બીજા ક્યાં ફેસબુક વપરાશકર્તા સાથે છે એ પણ બતાવી શકે છે.

✔આ સ્ટેટસ ને બીજા મિત્રો લાઈક કે તેના પર ટીપ્પણી પણ કરી શકે છે

📜ન્યુઝ ફીડ📜

✔સપ્ટેમ્બર ૨૦૦૬ માં ન્યુઝ ફીડ ની સુવિધા ફેસબુક માં રૂચી સંઘવી નામ ની એક છોકરી એ ઉમેરવાનું સુચવીયુ હતું , જેના વડે તમારા મિત્રો શું અનુભવી રહયા છે ? તેમનું સ્ટેટ્સ શું છે ?.

✔તમારા મિત્રો એ કોના ફોટો કે સહભાગિત કરેલ કડી પર ટીપ્પણી કરી છે એ માહિતી મેળવી શકો છે .

📜નોટીફીકેશન📜

✔નોટીફીકેશન વડે વપરાશકર્તા તેમના ખાસ મિત્રો ના કરેલ સ્ટેટ્સ અપડેટ કે ફોટો અપલોડ ની માહિતી ઝડપ થી મળી જાય છે.

✔ તેમજ યુઝર કરેલ ટીપ્પણી ની નીચે તેમના બીજા મિત્રો ની ટીપ્પણી ની માહિતી નોટીફીકેશન રૂપે ઉપર ના ખૂણે દર્શાવા માં આવે છે

📜ફોટો અપલોડ📜

✔ફેસબુક ની બીજી સૌથી વધારે વપરાતી સુવિધા માંથી એક છે.

✔ જેમાં વપરાશ કર્તા કોઈ પણ ફોટો કે આખે આખો આલ્બમ બનાવી ત્યાં અપલોડ કરી ને મિત્રો સાથે વહેચી શકે છે .

✔જેમાં ફોટો ઓળખવા માટે ટેગ પણ કરી શકો છો .
✔તેમજ ફોટો નું સ્થળ-તારીખ પણ જણાવી શકો છો. .

✔ લગભગ પાંચ બિલિયન ફોટો દર મહીને ફેસબુક માં વપરાશ કર્તા દ્વરા અપલોડ કરવા માં આવે છે .

✔એક અંદાજ મુજબ ૧૦૦ બિલિયન થી વધારે પણ ફોટો હાલ ફેસબુક માં સંગ્રહેલા છે . તેથી સૌથી વધારે ફોટો સંગ્રહ કરનાર દુનિયા ની વેબ સાઈટ છે .

📜ગ્રાફ સર્ચ📜

✔ફેસબુક ગ્રાફ સર્ચ એ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સુવિધા છે જેના વડે વપરાશકર્તા અલગ અલગ રીતે માહિતી સર્ચ કરી શકે છે.

📜ફેસબુક મેસેન્જર📜

✔ફેસબુક મેસેન્જર એ ફેસબુકની તદ્દન નિશુલ્ક સેવા છે જે એનડ્રોઇડ, આઈ ફોન અને વિન્ડોવ્ઝ ફોન 8 માટે ઉપલબ્ધ છે.

✔ ફેસબુક મેસેન્જર દ્વારા ઉપયોગકર્તા તેમના મિત્રોને સંદેશ, ફોટા અને નિશુલ્ક ફોન કરી શકે છે.

✔નિશુલ્ક ફોન સેવા નો ઉપયોગ કરવા દરેક ઉપયોગકર્તાને ફેસબુક મેસેન્જર સોફ્ટવેરની જરૂર પડે છે.

📜ફેસબુક એપ્સ📜

✔ફેસબુક એપ્સ દ્વારા ફેસબુક ના ઉપયોગકર્તા ઓનલાઈન સોફ્ટવેર અને રમતો નો ઉપયોગ કરી શકે છે. ફેસબુક થર્ડ પાર્ટી ડેવલપર્સ ને ફેસબુક માં તેમના સોફ્ટવેર અને રમતો અપલોડ કરવાની પરવાનગી આપે છે.

✔આ સોફ્ટવેર અને રમતો નો ઉપયોગ કરવા ઉપયોગકર્તાને ઈન્ટરનેટ ની જરૂર પડે છે..

🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗

✌માહિતી અધિકાર અધિનિયમ 2005✌

📜📜📜📜📜📜📜📜
માહિતી અધિકાર અધિનિયમ 2005
📜📜📜📜📜📜📜📜

✔એ ભારતીય સંસદનો કાયદો છે. તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે.

✔આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે.

✔ જો કે તેમાં રાજ્ય કક્ષાના કાયદાથી સંચાલિત જમ્મુ અને કાશ્મીર રાજ્યનો સમાવેશ થતો નથી.

✔ આ કાયદાની જોગવાઇઓ હેઠળ, કોઇ પણ નાગરિક (J&Kના નાગરિકો સિવાય) "જાહેર સત્તાધિકારી" (સરકાર અથવા "રાજ્યોના સાધનરૂપ" તરીકે કામ કરનાર સંસ્થા) પાસેથી માહિતીની માગ કરી શકશે અને તેમણે ઝડપથી અથવા ત્રીસ દિવસના ગાળામાં તેનો જવાબ આપવો જરૂરી છે.

✔ આ કાયદા અનુસાર પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ ખૂબ જ વિસ્તૃત રીતે તેમની માહિતીને કોમ્પ્યુટરાઇઝ કરવી પડે છે અને કેટલીક ચોક્કસ પ્રકારની માહિતીને સક્રિય રીતે જાહેર કરવી પડે છે કે જેથી નાગરિકને માહિતીની વિનંતી કરતી વખતે લઘુત્તમ સ્રોતની જરૂરિયાત ઊભી થાય.

✔15મી જૂન, 2005ના રોજ આ કાયદો પસાર કરવામાં આવ્યો અને 13મી ઑક્ટોબર, 2005ના રોજ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યો હતો.

✔ ભારતમાં અત્યાર સુધી ઓફિશ્યલ સિક્રેટ એક્ટ 1923 અને અન્ય વિશેષ કાયદાઓ પ્રમાણે માહિતી જાહેર કરવા પર પ્રતિબંધો હતો તે નવા આરટીઆઇ(RTI) એક્ટ આવતા હળવા થયા છે.

📜 રચના 📜

✔એફઓઆઇ(FoI) એક્ટનો વિનાશ વધુ સારા રાષ્ટ્રીય આરટીઆઇ(RTI) રચના માટે કાયમી દબાણમાં પરિણમ્યો હતો.

✔ માહિતીના અધિકારના ખરડાનો પ્રથમ મુસદ્દો સંસદમાં 22 ડિસેમ્બર 2004ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.

✔ ઉગ્ર ચર્ચા બાદ, જ્યારે ખરડાને અંતે પસાર કરવામાં આવ્યો ત્યારે ડિસેમ્બર 2004 અને 15 જૂન 2005ની મધ્યમાં મુસદ્દા ખરડામાં સો કરતાં પણ વધુ સુધારાઓ કરવામાં આવ્યા હતા.

✔કાયદો 12 ઓક્ટોબર 2005ના રોજ સંપૂર્ણપણે અસરમાં આવ્યો હતો.

📜 પ્રક્રિયા 📜

✔કાયદા હેઠળ, આવરી લેવામાં આવેલા બધા સત્તાધિકારીઓએ જાહેર માહિતી અધિકારી (પીઆઇઓ-PIO)ની નિમણૂક કરવી પડે છે.

✔ કોઇ પણ વ્યક્તિ માહિતી મેળવવા માટે પીઆઇઓ(PIO)ને લેખિતમાં વિનંતી સુપરત કરી શકે છે.

✔આ કાયદા હેઠળ માહિતીની માગ કરતા કોઇ પણ ભારતીય નાગરિકને માહિતી પૂરી પાડવાની પીઆઇઓ (PIO)ની જવાબદારી છે.

✔જો કરવામાં આવેલી વિનંતી અન્ય જાહેર સત્તા સાથે સંબંધ ધરાવતી હોય તો પાંચ દિવસના સમયગાળામાં સંબંધિત વિભાગને તબદીલ કરવા કે પહોંચાડવાની જવાબદારી પીઆઇઓ (PIO)ની હોય છે.

✔આ ઉપરાંત, પ્રત્યેક જાહેર સત્તાધિકારીએ પીઆઇઓ (PIO)ને પહોંચાડવા માટે આરટીઆઇ (RTI) વિનંતીઓ અને અપીલ સ્વીકારવા મદદનીશ જાહેર માહિતી અધિકારી (APIOs)ની નિમણૂક કરવી જરૂરી છે.

✔માહિતીની માગ કરતા નાગરિક તેના નામ અને સંપર્કની વિગતો સિવાયની કોઇ જ વિગતો જાહેર કરવા જવાબદાર નથી.

👉🏿👉🏿 કાયદામાં વિનંતીનો જવાબ આપવા નિશ્ચિત સમયગાળો દર્શાવવામાં આવ્યો છે:

✔જો પીઆઇઓ (PIO)ને અરજી કરવામાં આવી હોય તો તે મળ્યાના 30 દિવસ માં જવાબ મળી જવો જોઇએ.

✔જો આ વિનંતી એપીઆઇઓ(APIO)ને કરવામાં આવી હોય તો તે મળ્યાના 35 દિવસ માં જવાબ મળી જવો જોઇએ.

✔જો પીઆઇઓ (PIO) (યોગ્ય રીતે માહિતી આપવા) અન્ય વિભાગને અરજી સુપરત કરે તો તેનો જવાબ આપવા માટે 30 દિવસ નો સમયગાળો મંજૂર કરાયો છે પરંતુ તેને તબદીલ કરવામાં આવ્યો હોય તેવા પીઆઇઓ (PIO)ને અરજી મળે તે દિવસથી ગણતરી થાય છે.

✔શિડ્યુલ્ડ સિક્યોરિટી એજન્સીઝ (કાયદાની બીજી સૂચિમાં દર્શાવેલ) દ્વારા ભ્રષ્ટાચાર અને માનવીય કાયદાઓના ઉલ્લંઘનને લગતી માહિતી કેન્દ્રીય માહિતી પંચની આગોતરી મંજૂરી સાથે 45 દિવસ માં પૂરી પાડવામાં આવે છે.

✔આમ છતાં, માહિતી સાથે કોઇ વ્યક્તિની જિંદગી કે સ્વતંત્રતા સંકળાયેલી હોય તો પીઆઇઓ (PIO) 48 કલાક માં જવાબ આપે તેવી અપેક્ષા હોય છે.

✔માહિતી મેળવવા માટે ચૂકવણી કરવી પડતી હોવાથી પીઆઇઓ(PIO)નો જવાબ વિનંતી સામે માહિતી આપવાનો ઇનકાર (પૂર્ણ અથવા આંશિક રીતે) અને/અથવા "વધુ ફી"ની ગણતરી આપવા સુધી મર્યાદિત રહે તે જરૂરી છે.

✔ પીઆઇઓના જવાબ અને માહિતી માટે વધારાની ફી જમા કરાવવા માટે લીધેલા સમયની વચ્ચેના ગાળાને મંજૂરી આપેલા સમયમાંથી બાકાત રાખવામાં આવ્યો છે...

📜📜📜📜📜📜📜📜

🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗

📜📜📜📜📜📜📜📜

📜 વૈશાખ સુદ ૧૫ 📜

📜 વૈશાખ સુદ ૧૫ 📜

👉🏿ગુજરાતીમાં વૈશાખ સુદ પૂનમ કહેવાય છે.

👉🏿આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો પંદરમો દિવસ છે,

👉🏿જ્યારે શક સવત મુજબ વર્ષના બીજા મહિનાનો પંદરમો દિવસ છે.

⚫ તહેવારો ઉજવણીઓ ⚫

✔બુદ્ધ પૂર્ણિમા 

✔વ્રત પૂનમ 

✔કૂર્મ જ્યંતી

✔ઊંઝામાં શ્રી ઉમિયા માતાની ભવ્ય નગર યાત્રા નિકળે છે. 

🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗

🍫શ્રી ગટુભાઈ ધ્રુવ🍫

⚫ 10 મે ⚫
🍫શ્રી ગટુભાઈ ધ્રુવ🍫
                               
📨➖ગુજરાતના સુપ્રસિદ્ધ કેળવણીકાર , સાહિત્યકાર અને પ્રખર સમાજસુધારક શ્રી ગટુભાઈ ધ્રુવનો જન્મ તા. ૧૦/૫/૧૮૮૫ના રોજ અમદાવાદમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

📨➖પિતાનું નામ ગોપીલાલ અને માતાનું નામ બાળાબેન હતું.

📨➖તરો શ્રી નરસિંહરાવ ભોળાનાથના ભાણેજ થતા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ અને ત્યારપછીનું શિક્ષણ અમદાવાદ અને મુબઈમાં લીધું હતું.

📨➖ઈ.સ. ૧૮૯૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

📨➖અને ઉચ્ચ અભ્યાસ અર્થે ગુજરાત કોલેજમાં જોડાયા હતા.

📨➖ઈ.સ. ૧૯૦૪માં મુંબઈની વિલ્સન કોલેજમાં તર્કશાસ્ત્ર અને મોરલ ફિલોસોફી વિષયો સાથે બી.એ.પાસ કર્યું હતું.

📨➖ તેમના લગ્ન અમદાવાદના શ્રી રણછોડલાલ આનંદરાય દિવેટિયાની પુત્રી શ્રીદેવી સાથે થયા હતા.

📨➖ધર્મ, તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા.

📨➖તેમના જીવન પર નારાયણ હેમચંદ્રના પુસ્તકોએ તથા ટાગોરની ‘ સાધના’ અને બાઈબલ ધર્મ પુસ્તકે અસર કરી હતી.

📨➖શ્રી ગટુભાઈ ધ્રુવનું સમાજસુધારણાઅને શિક્ષણના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન રહ્યું હતું.

📨➖ અમદાવાદની અનેક સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓમાં વર્ષો સુધી સેવાઓ આપી હતી.

📨➖ તેમેણ વિધવાઓ પ્રત્યે સહાનુભૂતિ હતી.

📨➖તેમણે પગભર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. કેળવણીમાં ઊંડો રસ હતો.

📨➖ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી.

📨➖ગુજરાતના લોકજીવન, રીતભાત, સંસ્કારિતા અને ઐતિહાસિક સ્થળોનો સારો એવો અભ્યાસ કરવાની તક મળી હતી.

📨➖ તેમણે ‘ રાજારામમોહનરાય’, ‘ ઇસુખિસ્તનું જીવન’, ‘પ્રજ્ઞાપારમિતા સૂત્ર’ , ‘ હિંદુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલા મારા વીસ વર્ષ’, ‘ બ્રાહ્મણ ધર્મ’  વગેરે પુસ્તકો તેમના નોંધપાત્ર છે.

📨➖ગુજરાતના સુશિક્ષિત, સંસ્કારી અને સારસ્વત ગટુભાઈ ધ્રુવનું તા. ૨૪/૫/૧૯૬૮ના રોજ અવસાન થયું  હતું. 

🏹જ્ઞાન કી દુનિયા 🏹

👁‍🗨મહત્વની ઘટનાઓ👁‍🗨

📮૧૦ મે📮

👁‍🗨મહત્વની ઘટનાઓ👁‍🗨

👉🏿૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા.

👉🏿૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.

👉🏿૧૯૯૪ – નેલ્સન મંડેલા (Nelson Mandela),દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા.

🤗 ✍🏿 💐વારીશ 💐✍🏿🤗