Wednesday 10 May 2017

🍫શ્રી ગટુભાઈ ધ્રુવ🍫

⚫ 10 મે ⚫
🍫શ્રી ગટુભાઈ ધ્રુવ🍫
                               
📨➖ગુજરાતના સુપ્રસિદ્ધ કેળવણીકાર , સાહિત્યકાર અને પ્રખર સમાજસુધારક શ્રી ગટુભાઈ ધ્રુવનો જન્મ તા. ૧૦/૫/૧૮૮૫ના રોજ અમદાવાદમાં વડનગરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

📨➖પિતાનું નામ ગોપીલાલ અને માતાનું નામ બાળાબેન હતું.

📨➖તરો શ્રી નરસિંહરાવ ભોળાનાથના ભાણેજ થતા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ અને ત્યારપછીનું શિક્ષણ અમદાવાદ અને મુબઈમાં લીધું હતું.

📨➖ઈ.સ. ૧૮૯૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.

📨➖અને ઉચ્ચ અભ્યાસ અર્થે ગુજરાત કોલેજમાં જોડાયા હતા.

📨➖ઈ.સ. ૧૯૦૪માં મુંબઈની વિલ્સન કોલેજમાં તર્કશાસ્ત્ર અને મોરલ ફિલોસોફી વિષયો સાથે બી.એ.પાસ કર્યું હતું.

📨➖ તેમના લગ્ન અમદાવાદના શ્રી રણછોડલાલ આનંદરાય દિવેટિયાની પુત્રી શ્રીદેવી સાથે થયા હતા.

📨➖ધર્મ, તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્ર તેમના પ્રિય વિષયો હતા.

📨➖તેમના જીવન પર નારાયણ હેમચંદ્રના પુસ્તકોએ તથા ટાગોરની ‘ સાધના’ અને બાઈબલ ધર્મ પુસ્તકે અસર કરી હતી.

📨➖શ્રી ગટુભાઈ ધ્રુવનું સમાજસુધારણાઅને શિક્ષણના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન રહ્યું હતું.

📨➖ અમદાવાદની અનેક સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓમાં વર્ષો સુધી સેવાઓ આપી હતી.

📨➖ તેમેણ વિધવાઓ પ્રત્યે સહાનુભૂતિ હતી.

📨➖તેમણે પગભર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. કેળવણીમાં ઊંડો રસ હતો.

📨➖ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી.

📨➖ગુજરાતના લોકજીવન, રીતભાત, સંસ્કારિતા અને ઐતિહાસિક સ્થળોનો સારો એવો અભ્યાસ કરવાની તક મળી હતી.

📨➖ તેમણે ‘ રાજારામમોહનરાય’, ‘ ઇસુખિસ્તનું જીવન’, ‘પ્રજ્ઞાપારમિતા સૂત્ર’ , ‘ હિંદુ સ્ત્રીઓની ઉન્નતિમાં ગાળેલા મારા વીસ વર્ષ’, ‘ બ્રાહ્મણ ધર્મ’  વગેરે પુસ્તકો તેમના નોંધપાત્ર છે.

📨➖ગુજરાતના સુશિક્ષિત, સંસ્કારી અને સારસ્વત ગટુભાઈ ધ્રુવનું તા. ૨૪/૫/૧૯૬૮ના રોજ અવસાન થયું  હતું. 

🏹જ્ઞાન કી દુનિયા 🏹

No comments:

Post a Comment