Friday 7 April 2017

🌱 { Indian first ladies }🌱

🌴Important G.K 🌴

  🌱 { Indian first ladies }🌱

🌻1} અશોક ચક્ર (વર્તમાનમાં સૌર્ય ચક્ર) પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા                                                                     -.       ગ્લોરિયા બેરી

🌻2} વેનિસ ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનું ગોલ્ડન લોયન પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા  
         -     મીરા નાયર

🌻3} સેના મેડલ પ્રાપ્ત કરવાવાળી પ્રથમ મહિલા
           -     વિમલા દેવી

🌻4} અશોક ચક્રથી સન્માનિત પ્રથમ મહિલા 
          -     નીરજા મિશ્ર

🌻5} ભારતરત્નથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા  
        -     ઇન્દિરા ગાંધી

🌻6} નોબેલ પુરસ્કાર વિજેતાની પ્રથમ મહિલા 
          -     મધર ટેરેસા

🌻7} જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા 
         -     આશાપૂર્ણા દેવી

🌻8} સાહિત્ય અકાદમીથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા  
         -     અમૃતા પ્રીતમ

🌻9} મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા  
        -     પ્રતિભા રાય

🌻10} અર્જુન પુરસ્કાર થી સન્માનિત થવા વાળી પ્રથમ મહિલા 
         -   એન. લમ્સડેન

🌻11} ભારતમાં પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન કોણ હતા? 
        –  રાજકુમારી અમૃત કૌર  

🌻12} ભારતમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશના) કોણ હતા? 
         – લીલા શેઠ

🌻13} ભારતમાં પ્રથમ મહિલા મેયર(મુંબઈના) કોણ હતા? 
        – સુલોચના મોદી

🌻14} ભારતમાં પ્રથમ મહિલા વિશ્વ સુંદરી કોણ હતા? 
        –  રીતા ફરીયા

🌻15} ભારતમાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. કોણ હતા?
         –  કિરણ બેદી 

🌻16} ભારતમાં પ્રથમ મહિલા પાયલટ કોણ હતા?
         – દુર્બા બેનરજી

🌻17} ભારતમાં પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા?
         –   કલ્પના ચાવલા

🌻18} ભારતમાં પ્રથમ મહિલા ઈજનેર કોણ હતા? 
        – લલિતા સુબ્બારાવ

🌻19} ભારતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા?  
        –  રઝીયા સુલતાના

🌻20} ભારતમાં પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન કોણ હતા?
         –  વિજયા લક્ષ્મી પંડિત 

⚓R.K.....

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

🌺રામનારાયણ પાઠક🌺

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

➖૮ એપ્રિલ
🌺રામનારાયણ પાઠક🌺
                       
🎀〰ગાંધીયુગના સાહિત્યગુરૂ તરીકે ઓળખાતા રામનારાયણ પાઠકનો જન્મ તા. ૮/૪/૧૮૮૭નાં રોજ ગાણોલ (તા. ધોળકા) બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

🎀〰પિતાનું નામ વિશ્વનાથ પાઠક અને માતાનું નામ આદીતબાઈ હતું.

🎀〰તેમના પિતા  શિક્ષકની નોકરી કરતા હોવાથી તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામોમાં મેળવ્યું.

🎀〰ઉચ્ચશિક્ષણ મુંબઈની વિલ્સન કોલેજમાંથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ઈ.સ.૧૯૦૮માં બી.એ થયા.

🎀〰વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ઈ.સ.૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ઈ.સ.૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા.

🎀〰 પ્રર્યાપ્ત આર્થિક જોગવાઈ થયેથી વકીલાત છોડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય કરેલો, પણ ઈ.સ.૧૯૧૯ના અંતમાં એમણે માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ઈ.સ.૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ઈ.સ.૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા.

🎀〰 ઈ.સ. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું.

🎀〰ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા.

🍂 સમીર પટેલ 🍃
🏵🛡 જ્ઞાન કી દુનિયા 🛡🏵
🌿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌿

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🎀〰રામનારાયણ પાઠકે મુખ્યત્વે વાર્તાકાર, કવિ, વિવેચક અને નિબંધકાર સંશોધક  અને સંપાદક તેમ જ અનુવાદક તરીકે માનમાં મેળવી.

🎀〰 દ્વિરેફના ઉપનામથી વાર્તાઓ, શેષ ઉપનામથી કાવ્યો અને ‘ સ્વૈરવિહારી’ ઉપનામથી નિબંધો લખ્યા છે.

🎀〰એમના હળવા નિબંધોમાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ અને અખા જેવી ઉગ્ર ક્ટાક્ષવૃત્તિના દર્શન થાય છે.

🎀〰 એમની સરળ વિશાળ, પાસડીક અને તલસ્પર્શી અહોલી વિવેચનાએ એમને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિવેચકોમાં સ્થાન પામ્યું છે.

🎀〰 તેમણે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’  ‘કાવ્યની શક્તિ’ , ‘સાહિત્યવિમર્શ’ , ‘આલોચના’ , ‘નર્મદાશંકર કવિ’ ને સમાવતો ‘નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા’, ‘સાહિત્યાલોક’ , ‘નભોવિહાર’ અને ‘આકલન’ વગેરે ગ્રંથો લખ્યા છે.

🎀〰‘નભોવિહાર’માં મધ્યકાળનો સર્જકલક્ષી અને અર્વાચીનકાળનો સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી-વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણાં નોંધપાત્ર નિરીક્ષણોને પણ ગૂંથી લે છે.
🎀〰‘પૂર્વાલાપ’ તેમનું સંપાદન પુસ્તક છે.
🎀〰‘નળાખ્યાન’, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘આપણો ધર્મ’, ‘વિશ્વગીતા’ વગેરે વિશેના સર્વાંગી અભ્યાસ રજૂ કરતા નિબંધો એમની મૌલિક વિવેચનદ્રષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે.

🎀〰 ‘કાવ્યપરિશીલન’માં એમના કેટલાક વિદ્યાર્થીભોગ્ય આસ્વાદો પણ ગ્રંથસ્થ થયા છે.

🌿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🌿

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿

🎀〰૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા ‘રાણકદેવી’ થી એમની કાવ્યયાત્રાનો થયેલો આરંભ છેક ૧૯૫૫માં લખાયેલા ‘સાલમુબારક’ સુધી ચાલુ રહ્યો.

🎀〰પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’  નામ આપ્યું.

🎀〰પહેલી આવૃત્તિમાં માત્ર સડસઠ અને બીજી આવૃત્તિમાં તોતેર જેટલાં કાવ્યો તથા થોડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતો આ સંગ્રહ  છે.

🎀〰‘શેષનાં કાવ્યો’ની સત્તર રચનાઓ અને અન્ય ચાલીસ કાવ્યોને સમાવતો મરણોત્તર સંગ્રહ ‘વિશેષ કાવ્યો’  ‘શેષ’ની સર્વ લાક્ષણિકતાઓની જાળવણી અને ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવાં ખંડકાવ્યોના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.

🎀〰કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે.

🎀〰ઈ.સ.૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર તેમણે  ‘દ્વિરેફની વાતો’-ભા. ૧,૨ અને ૩  આપ્યા છે.

🎀〰એમણે ‘સ્વૈરવિહાર’ના ઉપનામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહો ‘સ્વૈરવિહાર’-ભા. ૧  અને ‘સ્વૈરવિહાર’-ભા. ૨ નિબંધસંગ્રહ આપ્યા છે.

🎀〰 તેમણે ‘ બૃહત પિંગળ’ મહાગ્રંથ એમની સંશોધન શક્તિનો કીર્તિકળશબની રહ્યો. તેમને નર્મદ સુવર્ણચંદ્રક તથા દિલ્લી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક એનાયત થયા.

🎀〰બહુશ્રુતતા , વિદ્વતા , વિદ્ગ્ધતા અઅને સહદયતા એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાના મુખ્ય લક્ષણો છે.

🎀〰એમનામાં સાક્ષરપેઢી અને ગાંધીયુગના સંસ્કારોનો શુભ સમન્વય થયો હતો.

🎀〰આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર પાઠકનું મુબઈમાં હદયરોગના હુમલાથી તા.૨૧/૮/૧૯૫૫ના રોજ અવસાન થયું હતું.💐

🛍🌻જ્ઞાન કી દુનિયા 🌻🛍

🌻🌻🕸 આનંદશંકર ધ્રુવ 🕸🌻🌻

Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰

આનંદશંકર ધ્રુવ

🔰🔰🔰🔰🔰
(૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨)

🚩‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’

📚સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર..

♦️ ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ

👳 વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ.
🕵‘સુદર્શન’નું તંત્રીપદ.
🕵૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ.

🎌 ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ.

🎌૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ.

🎌🏴૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાસભાના પ્રમુખ.
🎌૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી.

📍📚Yuvirajsinh Jadeja:
. સરળ અને લોકભોગ્ય શૈલીએ, ‘હિન્દુધર્મની બાળપોથી’ (૧૯૧૮)માં એમણે હિન્દુ ધર્મનું રહસ્ય બહુજનસમાજ માટે પ્રગટ કર્યું છે. ‘આપણો ધર્મ’ (૧૯૧૬) અને ‘હિન્દુ વેદધર્મ’ (૧૯૧૯) હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને દર્શનને સ્પષ્ટ કરતાં પુસ્તકો છે. ‘ધર્મવર્ણન’માં એમણે જગતના મુખ્ય ધર્મોના સિદ્ધાંતોનો પરિચય આપ્યો છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏵🏵પંડિત રવિશંકર (બંગાળી)🏵🏵

🎼🎤🎼🎤🎼🎤🎼🎼🎤🎼

પંડિત રવિશંકર (બંગાળી)
🎼🎧🎼🎧🎼🎧🎼🎧🎼🎧

🎯જન્મજયંતિ સાતમી એપ્રિલ, ૧૯૨૦.

🎼 ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે.

🎯 એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું.

🎼તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.

🎯🏆એમને ઇસ ૧૯૯૯ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
🏆🎖પંડિત રવિ શંકરને કલાના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા 🏆ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

👑આ ઉપરાંત તેમને👑 મૈગસૈસ, તીન ગ્રૈમી એવોર્ડ સહિત દેશ-વિદેશના જાણીતા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. 🖲🎪1986 થી 1992 દરમિયાન તે રાજ્યસભાના સભ્ય રહ્યાં છે.

👩‍👧‍👦👩‍👩‍👦‍👦એમના પરિવારમાં અન્ય સંગીતકારો:
•  અન્નપૂર્ણા દેવી, પત્ની
•  શુભેન્દ્ર શંકર
•  નોરાહ જોન્સ
•  અનૂષ્કા શંકર

🎪🎯શાસ્ત્રીય સંગીતના પિતામહ તરીકે જાણીતા પં. રવિશંકર
દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર હતા.

🎯
🌊પડિત રવિશંકરે ઈ.સ. 1949 થી ઈ.સ. 1956 દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયોનાં સંગીત નિર્દેશક તરીકે ની તાલિમ લીધી. સત્યજીત રેની ‘અપુ ત્રયી’ અપુ ટ્રાયોલોજીમાં પંડિત રવિશંકરે સંગીત આપ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આ ફિલ્મોનાં સંગીતની પ્રશંસા થઈ.

પંડિત રવિશંકરે વર્ષ 1962માં કિન્નારા સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના કરી હતી. ઈ.સ. 1962 સુધી ચતુરલાલ તબલા પર પંડિત રવિશંકરની સંગત કરતા. ત્યારબાદ આ સ્થાન ઉસ્તાદ અલ્લારખા ખાને લીધું. જે 🙏વિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનના પિતા થાય.🙏

🎯પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા.પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા.

🎲🎬તેમણે અનેક શાસ્ત્રીય તેમજ ફ્યુઝન આલ્બમ્સમાં સંગીત આપ્યું હતું. ઊપરાંત
🎬🎥તેમણે રિચાર્ડ એટનબર્ગની ગાંધી, સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી, ગુલઝારની મીરા અને મૃણાલ સેનની ગેસિસમાં સંગીત આપ્યું હતું.

🗜🕹14 માનદ્ ડોક્ટરેટ, પદ્મ વિભૂષણ, મેગ્સેસે એવોર્ડ,ત્રણ ગ્રેમી એવોર્ડસ અને 1982માં ગાંધી ફિલ્મમાં સર્વક્ષેષ્ઠ મૌલિક સંગીત માટે જ્યોર્જ ફેન્ટન સાથે નામાંકન પ્રાપ્ત થયું હતું.

🎯🎯
પડિત રવિશંકરે 1954માં ભારતથી બહાર પોતાનો પ્રથમ સ્ટેજ શો સોવિયત યૂનિયનમાં કર્યો હતો. 1960માં બીટલ્સના જાદૂગર જોર્જ હૈરીસન સાથે તેમને જુગલબંધી બનાવી હતી. પાશ્વત્ય વાદ્યસંગીત અને ભારતીય વાદ્યસંગીત વચ્ચે પુલની જેમ કામ કરનાર પંડિત રવિશંકરે કેટલીક ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે જેમાં સત્યજીત રે ની જાણીતી અપૂ ત્રયી અને ગુલજારની મીરાનો સમાવેશ થાય છે.

🎫🎯અગ્રેજી ફિલ્મો ધ ફ્લ્યુટ એન્ડ ધી એરો તથા ધ ચેરી ટેલમાં તેમનું સંગીત હતું પરંતુ ફિલ્મ લાઇનના કાવાદાવા અને ખોટ્ટી મસ્કાબાજીથી કંટાળીને એ પાછા શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા. આકાશવાણીના દિલ્હી કેન્દ્રમાં તેમણે ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી. પોતાના સાળા અને ગુરુભાઇ ઉસ્તાદ અલી અકબર ખાં સાથે મળીને તેમણે દેશ વિદેશમાં સિતાર અને સરોદની જુગલબંધી શરૃ કરી. એ રીતે લગભગ આખી દુનિયામાં ભારતીય સંગીત રજૂ કર્યું. એમની સાથે ઉસ્તાદ અલ્લારખ્ખા અને એમનો એવોજ પ્રતિભાશાળી દીકરો ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા પર સંગત કરતો. આ ચારેજણે વિદેશોમાં ભારતીય સંગીતનો એવો ડંકો વગાડ્યો કે બીટલ્સ તરીકે પ્રખ્યાત પોપ કલાકારોમાંના જ્યોર્જ હેરિસને રીતસર પંડિતજીનું શિષ્યત્વ સ્વીકાર્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎁 વિજયરાય વૈધ 🎁

🛍👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🛍

📮 ૭ એપ્રિલ 📮
🎁 વિજયરાય વૈધ 🎁

👁‍🗨ગુજરાતી સાહિત્ય, વિવેચન કલાના આર્દ્ર દ્રષ્ટા વિજયરાય વૈધનો જન્મ તા. ૭/૪/૧૮૯૭નારોજ ભાવનગરમાં થયો હતો.

👁‍🗨પિતાનું નામ કલ્યાણરાય હતું.

👁‍🗨પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં લીધું હતું.

👁‍🗨 તેઓ ભાવનગર કોલેજમાંથી અંગ્રેજી સંસ્કૃત વિષય સાથે બી એ થયા.

👁‍🗨આ સમયગાળામાં સાહિત્યનો રંગ તો લાગી જ ગયેલો અને લેખનપ્રવૃત્તિ પણ શરૂ કરી હતી.

👁‍🗨 બટુભાઈ ઉમરવાડીયાના ‘ ચેતન’ માં સહતંત્રી તરીકે જોડાયા.

👁‍🗨ઈ.સ. ૧૯૨૨થી બે વર્ષ મુનશીના ‘ ગુજરાત’માં વ્યવસ્થાપક અને સહતંત્રી તરીકે સેવા આપી હતી.

👁‍🗨ત્યારપછી ઈ.સ. ૧૯૨૪માંએમને ‘ કૌમુદી’ ત્રિમાસિક ની શરૂ કર્યું.

👁‍🗨ઈ.સ. ૧૯૨૪ થી ૧૯૩૭ સુધીમાં તેર વર્ષ સુધી ‘ કૌમુદી’ માસિક દ્વારા સાહિત્યની સેવા કરી.

👁‍🗨ઈ.સ. ૧૯૩૭થી ૧૯૪૯ સુધી એમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.

👁‍🗨આ દરમ્યાન તેઓ ‘ માનસી’ માસિક ચલાવતા હતા.

👁‍🗨 પત્રકારત્વે વિજયરાય વિવેચન કાર્યને એક ગતિ આપી.

👁‍🗨 ‘ સાહિત્ય દર્શન’, ‘જૂઈ અને કેતકી’ એમના વિવેચનકાર્યના સૌથી નોંધપાત્ર વિવેચનગ્રંથો છે.

👁‍🗨 વિવેચન પરત્વે સર્જનાત્મક દ્રષ્ટ્રીકોણ  તેમના વિવેચનાની એક મહત્વની વિશેષતા છે.

👁‍🗨 પોતાની આગવી વિવેચનશૈલી  દ્વારા સાહિત્યજગતમાં સ્થાન મેળવ્યું.

👁‍🗨તેઓ નિર્ભીક અને વિદ્વાન વિવેચક હતા. 

👁‍🗨તેમણે નિબંધો, હળવી નિબંધીકાઓ , સંશોધન, ચરિત્રો અને પ્રવાસ ક્ષેત્રે પણ કલમ ચલાવી છે.

👁‍🗨 આ વિષયોમાંતેમના સર્જકક્ષેત્રે પણ કલમ ચલાવી હતી. આ વિષયોમાં તેમના કેટલાક ધ્યાનપાત્ર પુસ્તકો પ્રગટ થયા હતા.

👁‍🗨તેમના સર્જનક્ષેત્રે સૌથી વિશેષ નોંધપાત્ર તો છે ‘ ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ તેમાં ગુજરાતી સાહિત્યનો મધ્યકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીનો ઈતિહાસ આપવા ઉપરાંત તેની સરસ રીતે વિવેચના પણ કરી.

👁‍🗨 તેમણે ‘ નીલમ અને પોખરાજ ‘, માણેક અને અકીક’ બે પકીર્ણલેખસંગ્રહો લખ્યા છે.

👁‍🗨 ‘ વિનોદકાંત’ ઉપનામથીતેમણે ‘ પ્રભાતનો રંગ’, ‘નાજુક સોપારી’ અને ‘ ઉડતા પાન’ કટાક્ષપ્રધાન અને આત્મલક્ષી નિબંધિકા સંગ્રહો છે.

👁‍🗨એક તેજસ્વી પત્રકાર વિચક્ષણ સાહિત્યકાર વિજયરાય વૈધનું અવસાન ૧૭ એપ્રિલ  ૧૯૭૪ ના રોજ થયું હતું.

🏵🛡જ્ઞાન કી દુનિયા 🛡🏵