Monday 3 April 2017

🍃🍂 આજી નદી 🍂🍃

☂👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿☂

🍃🍂 આજી નદી 🍂🍃

🐾આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે.

🐾આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.

🐾કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે.

🐾રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે.

🐾જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

🐾રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુધ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે.

🐾આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

🎀 સમીર પટેલ 🎀
🎁🎈 જ્ઞાન કી દુનિયા 🎈🎁

🍃🍂 અંબિકા નદી 🍂🍃

☂👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿☂

🍃🍂 અંબિકા નદી 🍂🍃

🐾અંબિકા નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે.

🐾અંબિકા પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે.

🐾આ નદીનો સ્‍ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્યમાં આવેલો છે.

🐾 આ નદી મહારાષ્ટ્ર રાજયમાં આવેલા નાસિક જિલ્‍લાના સુરગાણા તાલુકામાં આવેલા કોટાંબી ગામ નજીકથી સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે અને નવસારી જિલ્લાના બીલીમોરા નજીક અરબ સાગરમાં ભળી જાય છે.

🐾આ નદી ૧૩૬ કિલોમીટર જેટલુ અંતર કાપી અરબી સમુદ્રમાં ભળે છે.

🐾આ નદીનો પરિસર ર૦° ૧૩° થી ર૦° પ૭° ઉત્તર અક્ષાંસ વચ્‍ચે અને ૭રં° ૪૮° થી ૭૩° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલ છે, જેનો સ્‍ત્રાવ ક્ષેત્ર વિસ્‍તાર ર,૮૧પ ચોરસ કિલોમીટર જેટલો છે.

🐾આ પરીસરમાં ગુજરાત રાજ્યના નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો તેમજ મહારાષ્‍ટ્રના નાસિક જિલ્‍લાના થોડાક ભાગનો સમાવેશ થાય છે.

🐾 આ નદીમાં તેની ઉપનદીઓ પૈકી મહત્વનું યોગદાન આપતી ખાપરી, કોસખાડી, વોલણ નદી તેમ જ કાવેરી નદી ભળી જાય છે.

🐾અંબિકા નદીના કિનારા પર સાકળપાતળ, નાનાપાડા, બારખાંધ્યા, રંભાસ, વઘઇ, ડુંગરડા, વાટી, કાળાઆંબા, સરા, પદમડુંગરી, ઉનાઇ, સિણધઇ, વહેવલ, ઉમરા, કાંકરીયા, જોગવાડ, બોરીઆચ, વેગામ, પીંજરા, ઇચ્છાપોર, માણેકપોર, ગડત, સોનવાડી, અજરાઇ, કછોલી, તલોધ, હાથિયાવાડી, ધમડાછા, બીલીમોરા વગેરે ગામો આવેલાં છે.

🎀 સમીર પટેલ 🎀
🎁🎈 જ્ઞાન કી દુનિયા 🎈🎁

🌿ડૉ .ગૌતમ પટેલ🌿

🌻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌻

🌺 ૪ એપ્રિલ 🌺
🌿ડૉ .ગૌતમ પટેલ🌿
              
🐝🔜સંસ્કૃત ભાષા અને સાહિત્યનુ વિવિધ માધ્યમો દ્વારા સંવર્ધન કરનાર ડૉ. ગૌતમ પટેલનો જન્મ તા.૪/૪/૧૯૩૬ના રોજ અમદાવાદમાં થયો હતો.

🐝🔜 પિતાનું નામ વાડીલાલ અને માતાનું નામ મહાલક્ષ્મીબહેન હતું.

🐝🔜તેઓ ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી તથા અમદાવાદની સંસ્કૃત સેવા સમિતિના અધ્યક્ષ છે.

🐝🔜અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદેથી ઈ.સ.૧૯૯૬માં નિવૃત થયાં.

🐝🔜સંસ્કૃત ભાષા તથા સાહિત્યના અદ્વિતીય ઉપાસક તથા ચારેય વેદના પારંગત પ્રજ્ઞાચક્ષુ બ્રહ્મલીન સ્વામી શ્રી ગંગાશ્વરાનંદજી મહારાજ ઉદાસીનતા તેઓ પ્રિય શિષ્ય છે.

🐝🔜રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિસંવાદો તથા અધિવેશનોમાં ઉપસ્થિત રહી તેઓએ અભ્યાસપૂર્ણ લેખો તથા શોધપત્રો, મૌલિકતા તથા રજૂઆતને કારણે વિદ્વજજનોમાં સારા એવા પ્રમાણમાં પ્રશસ્તિ પામ્યા છે.

🐝🔜ફિલાડેલ્ફીયા, ન્યુયોર્ક, બોસ્ટન, વિન્ડસર, શિકાગો, ઓક્સફર્ડ , કેમ્બ્રિજ, વિયેના વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠોની તેમણે મુલાકાત લીધી છે. અને અનેક સ્થળો વ્યાખ્યાનો આપ્યા છે.

🐝🔜 એમના પૂ.ગુરુદેવ સ્વામી શ્રી ગંગાશ્વરાનંદજીની જેમ જ તેમણે સંસ્કૃત ભાષા તથા સાહિત્યના દરેક પાસાનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો છે.

🐝🔜વેદ, ઉપનિષદ, ભગવદગીતા, ભાગવત તથા ત્રણેય આચાર્યોના દર્શનના અભ્યાસ ઉપરાંત ભાસ, કાલિદાસ, ભવભૂતિ તથા જગન્નાથ જેવા સાહિત્ય સ્વામીઓની કૃતિઓનું પણ મનન કર્યું છે.

🐝🔜તેમણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તથા સંસ્કૃત ભાષાઓમાં લગભગ ૮૪ ગ્રંથોનું તેઓએ નિર્માણ કર્યું છે.

🐝🔜ગૌતમભાઈએ દીર્ઘ સમી સુધી સંસ્કૃતના વિષયનું અધ્યાપન કર્યું છે. એ રીતે શિક્ષણના માધ્યમથી તો એમને આ દેવભાષાનો મહિમા કર્યો જ છે.

🐝🔜તેમના રસિક અને સુંદર વાગ્છટાધરાવતા વક્તવ્યથી અનેક વિદ્યાર્થીઓને આ વિષયમાં રસ લેતા કરીને નવી પેઢીને તૈયાર કરી છે.

🐝🔜સંસ્કૃત ભાષા સાહિત્યના સંવર્ધન માટેની પ્રવૃત્તિ કરવા માટે એમને સંસ્કૃત સેવા સમિતિની સ્થાપના કરી હતી.

🐝🔜તેના નેજા હેઠળ તેમ જ સુંદર, ઉપયોગી પ્રકાશનો કર્યા હતા.

🐝🔜તેમણે પોતાની આ પુસ્તકાલય પ્રવૃત્તિમાં સંસ્કૃતના અન્ય વિદ્વાનોને પણ સામેલ કર્યા હતા.

🐝🔜મહાકવિ કાલિદાસના ‘ કુમારસંભવ’ પરથી વલ્લભદેવની ટીકા , છાંદોગ્ય ઉપનિષદ પરનું સાયણાચાર્યનું ભાષ્ય’ વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ’ , ‘ આદિ શંકરાચાર્ય’ , વદનો વારસો વૈભવ’ , ‘ યોગેશ્વર ગંગાશ્વાનંદ, આદિ એમની કેટલીક પ્રશસ્ય કૃતિઓ છે.

🐝🔜 ઈ.સ. ૨૦૦૯માં ગુજરાતની સોમનાથ યુનિવર્સિટી તરફથી તેમણે ડી લીટ ની પદવી એનાયત થયેલ છે. 

😊સમીર પટેલ
🏵💐જ્ઞાન કી દુનિયા 💐🏵