Monday 3 April 2017

🍃🍂 આજી નદી 🍂🍃

☂👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿☂

🍃🍂 આજી નદી 🍂🍃

🐾આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે.

🐾આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.

🐾કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે.

🐾રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે.

🐾જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

🐾રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુધ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે.

🐾આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

🎀 સમીર પટેલ 🎀
🎁🎈 જ્ઞાન કી દુનિયા 🎈🎁

No comments:

Post a Comment