Tuesday 16 May 2017

💭 *Verb Form (ક્રિયાપદ)* 💭

📜 *Daily English* 📜

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

💭 *Verb Form (ક્રિયાપદ)* 💭

🎙To Deal ➖ Dealt ➖ Dealt = હિસ્સા તરીકે ફારવવુ

🎙To Dive ➖ Dived/Dove ➖ Dived = ભૂસકો મારવો

🎙To Do ➖ Did ➖ Done = ક્રિયા કરવી

🎙To Draw ➖ Drew ➖ Drawn = દોરવું

🎙To Dream ➖ Dreamt ➖ Dreamt = સ્વપ્ન જોવું

🎞➖➖➖➖➖➖➖🎞

💭 *Phrasal Verb* 💭

🎙To Carry on ➖ To manage or Continue (ચાલુ રાખવું)

🎙To Cast off ➖ To Drive away (દૂર કરવું)

🎙To Get through ➖ To Pass (પાસ થવું)

🎙To Pass Through ➖ To Undergo (પસાર થવું)

🎙To Call for ➖ To Require (જરૂર હોવી , ધ્યાન આપવું)

📇 *16-05-2017*

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

💭 *Simple Present Tense* 💭

📜 *Daily English* 📜

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

💭 *Simple Present Tense* 💭

🎙Rajaram dries clothes on the river bank.
➖રાજારામ નદીકાંઠે કપડાં સૂકવે છે.

🎙My father does not buy newspapers every day.
➖મારા પિતા રોજ સમાચારપત્રો ખરીદતા નથી.

🎙Do the boys play cricket in the evening?
➖શું છોકરાઓ સાંજે ક્રિકેટ રમે છે ?

🎙The moon shines in the sky at night.
➖ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે.

📇 *16-05-2017*

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

📜 *Daily English* 📜

📜 *Daily English* 📜

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

💭 *Vocabulary ( શબ્દભંડોળ )* 💭

🎙Achievement - સિદ્ધિ , પ્રાપ્તિ
🎙Measurement - માપણી
🎙Ability - શક્તિ
🎙Extention - લંબાણ
🎙Attention - ધ્યાન
🎙Resistance - અવરોધ
🎙Decoration - સજાવટ , શણગાર
🎙Selfishness - સ્વાર્થીપણું
🎙Loneliness - એકાંત
🎙Warmly - ઉમળકાથી

📇 *16-05-2017*

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

📜 *Daily English* 📜

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

💭 *Spellings (શબ્દાર્થ)* 💭

🎙Saucer - રકાબી
🎙Hammer - હથોડી
🎙Pillow - ઓશીકું
🎙Iron - ઇસ્ત્રી
🎙Frying Pan - કડાઇ
🎙Needle - સોય
🎙Bowl - વાટકો
🎙Ostrich - શાહમૃગ
🎙Peahen - ઢેલ
🎙Cough - શરદી

📇 *16-05-2017*

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

📜 *Daily English* 📜

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

💭 *Antonyms (વિરુદ્ધાથી)* 💭

🎙Able (સક્ષમ) ❌ Disable (અસક્ષમ)

🎙Social (સમાજિક) ❌ Anti-Social (અસમાજિક)

🎙Hydrous (જલયુક્ત) ❌ Anhydrous (જલવિહિન)

🎙Legal (કાનૂની) ❌ Illegal (ગેરકાનૂની)

🎙Mature (પરિપક્વ) ❌ Immature (અપરિપક્વ)

🎞➖➖➖➖➖➖➖🎞

💭 *Synonyms (સમાનાર્થી)* 💭

🎙Scold = ઠપકો આપવો = Rebuke = Reprimand

🎙Expand = ફેલાવવુ = Spread

🎙Deceive = છેતરવુ = Cheat = Hoodwink

🎙Refuge = આશરો આપવો = Shelter

🎙Separate = જુદું કરવુ = Divide

📇 *16-05-2017*

⏰🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞⏰

⚫⚫ *૧૬ મે* ⚫⚫

⚫⚫ *૧૬ મે* ⚫⚫

✔ *મહત્વની ઘટનાઓ*

👉🏿૧૯૭૫ – પહાડી રાજ્ય સિક્કિમ, ભારે જનમત તરફેણમાં આવતા, ભારતના રાજ્યનો દરજ્જો પામ્યું.

✔ *જન્મ*

👉🏿૧૯૩૧ ➖ નટવર સિંહ (Natwar Singh), ભારતીય રાજકારણી.

👉🏿 ૧૮૩૧➖ડેવીડ એડવર્ડ હગ્સ (કાર્બન માઇક્રોફોન અને ટેલીપ્રિન્ટરનાં શોધક) નો જન્મ.

💐💐 વારિશ 💐💐

*👹રેન્સમવેર વાયરસ👾*

*💥Breaking News💥*15-5-17

*💻સાયબર એટેક🖥*

*👹રેન્સમવેર વાયરસ👾*

*👉કોમ્પ્યુટર લોક કરીને ખંડણી માગતો રેન્સમવેર 'વન્નાકાઇ"* વિશ્વના 150 થી વધુ દેશો સુધી પહોંચી ગયો છે

*👉યુરોપિયન યુનિયનની પોલિસ-યુરોપોલ*ના જણાવ્યા અનુસાર 2.27 લાખથી કોમ્પ્યુટર લોક થઇ ગયા છે

👉એક્ષપર્ટસ હજી પહેલા વર્ઝનનો તોડ શોધી શક્યા નથી ત્યા આજે તો બીજા વર્ઝનનુ જોખમ છે

💥હેકર્સો દ્રારા પોતાની ઓળખ *વન્નાક્રાય* અને *વન્ના ડિક્રિપ્ટર* જેવા ટેકનીકલ નામે આપી છે

*👉બ્રોકન શેડો* નામના હેકર્શ જુથે વિશ્વભર મા સાયબર એટેક કર્યો છે

👉માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમને અસર કરતો આ વાયરસ અત્યારે સમગ્ર વિશ્વ માટે માથાનો દુઃખાવો બન્યો છે

*👉એપલ* ઓપરેટિંગ સિસ્ટમને હાલ આ વાયરસથી કોઇ ખતરો નથી

👉બ્રિટિશ સાયબર સિક્યુરિટી એજન્સી *માલવેર ટેક* એ વન્ના ક્રાય વર્ઝનને રોકી દિધુ છે પરંતુ વર્ઝન ટુ ને ભાગ્યેજ રોકી શકાશે.

💥આ હુમલાની અસર ગુજરાતમા પણ જોવા મળી છે

👉ગુજરાત સરકારે પણ જી-સ્વાન વેબસાઇટ બ્લોક કરવી પડી

👉નોંધનીય છે કે જી-સ્વાન નેટવર્ક ગુજરાત સરકારના વિવિધ વિભાગના 45 કમ્પ્યુટર સાથે જોડાયેલુ છે

👉જોકે સુરક્ષાના ભાગરૂપે ગુજરાત સરકારે માઇક્રોસોફ્ટ ઓપરેટિવ સિસ્ટમને પણ અપગ્રેડ કરી દિધી છે

*💥રેન્સમવેર વાયરસ રોકવો અશક્ય*

👉વિશ્વની સાયબર સિક્યુરિટી એજન્સીઓ ઉંધતી ઝડપાઇ

*👹પ્લીઝ રીડ મી👹* મેસેજ મોકલીને ખુબજ ઝડપથી વાયરસ ફેલાતો હોવાની સાયબર સિક્યુરિટી એજન્સીઓની કબૂલાત

💥હેકર્સોએ રેન્સમવેર નામના વાયરસ થકી વિશ્વભરમા સાયબર એટેક કર્યો છે જેના લિધે ભારતની સરખામણીમા વિદેશમા ખાસ્સી એવી અસર થઇ છે

💥CERT દ્રારા ભારતીય સાયબર સ્પેસ માટે *'ક્રિટિકલ રેડ એલર્ટ'* જાહેર કરવામા આવી છે.
*👉CERT-Computer Emergency Response Team of India*

👉ભારત સરકારના ઇન્ટરનેટ ડોમેઇનની સુરક્ષાની જવાબદારી આ એજન્સી સંભાળે છે

🤔CERT ના જણાવ્યા મુજબ દુનિયાભરમા ત્રાટકેલો આ *રેન્સમવેર* નામનો વાયરસ ખુબજ ઝડપથી ફેલાઇ રહ્યો છે
👉આ વાયરસ વિન્ડોઝ સિસ્ટમ મા ઘુસીને સર્વરને બ્લોક કરી શકે છે
👉આ વાયરસ કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કમા ઘુસીને લોકલ એરિયા નેટવર્કની મદદથી અન્ય કમ્પ્યુટરમાં ફેલાઇ શકે છે
👉આ વાયરસ સ્પામ મેઇલ દ્રારા પણ ઝડપથી ઘુસણખોરી કરી રહ્યો છે

🤔આ વાયરસ માઇક્રોસોફ્ટના એકસપી જેવી જૂની ઓપરેટિંગ સિસ્ટમ ટર ત્રાટક્યો છે
જેથી કરીને CERT એ
માઇક્રોસોફ્ટ દ્રારા અપાયેલા *સોફ્ટવેર પેચ* અમલી કરવાની પણ સલાહ આપવામા આવી છે

✔ *આ છે મોટી મોટી કંપનીઓને બનાવનાર વ્યક્તિ.*

✔ *આ છે મોટી મોટી કંપનીઓને બનાવનાર વ્યક્તિ.*


👉🏿ગુગલ - લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન,

👉🏿ફેસબુક - માર્ક ઝુકરબર્ગ,

👉🏿યાહૂ - જેરી યાંગ અને ડેવિડ ફિલો,

👉🏿ટ્વીટર - એવન વિલિયમ્સ, જેક ડોર્સી, બીઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ,

👉🏿ઈન્ટરનેટ - ટીમ બર્નર્સ-લી,

👉🏿લીંકેડઇન - રેઇડ હોફમેન, એરિક લાય, જીન-લુક વેઈલ્લેન્ટ, એલન બ્લુ અને કોન્સ્ટેન્ટિન ગુરિક,

👉🏿ઇમેઇલ - શિવા અય્યાદુરાઈ,

👉🏿જીટેક - રિચાર્ડ વાહ કેન,

👉🏿વોટ્સએપ - જન કોમ અને બ્રેઈન એકટન,

👉🏿હોટમેલ - સબીર ભાટિયા,

👉🏿વિકિપીડિયા - જીમી વેલ્સ અને લેરી સંગર,

👉🏿યુટ્યુબ - ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ,

👉🏿રેડીફ - અજિત બાલક્રિશ્નન,

👉🏿નીમબઝ - વિકાસ સક્સેના,

👉🏿આઈબીઆઈબીબો (Ibibo ) - આશિષ કશ્યપ,

👉🏿ઓએલએક્સ (OLX) - ફેબ્રિસ ગ્રીંડા અને એલેક ઓક્ષનફોર્ડ,

👉🏿સ્કાઈપ - જાનુસ ફ્રીસ અને નીકલ્સ ઝેનસ્ટ્રોમ,

👉🏿બ્લોગર - એવન વિલિયમ્સ,

👉🏿પીન્ટરેસ્ટ - બેન સીલ્બરમન્ન.

💐  *વારિશ*  💐

⚫⚫ *૧૫ મે* ⚫⚫

⚫⚫ *૧૫ મે* ⚫⚫

📮 *મહત્વની ઘટનાઓ*📮

👉🏿૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે  તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ" ની શોધને પુષ્ટિ આપી.આ નિયમ તેમણે માર્ચ ૮ના શોધેલો,પરંતુ અમુક પ્રારંભિક ગણતરીઓ કર્યા બાદ તુરંત નકારેલો

👉🏿૧૯૨૮ – મીકિ માઉસ નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું.

👉🏿૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું.

👉🏿૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું.

👉🏿૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું.

🍫 *જન્મ* 🍫

👉🏿૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર , ભારતીય ધર્મ સુધારક (અ. ૧૯૦૫)

👉🏿૧૯૦૭ – સુખદેવ થાપર, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)

👉🏿૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (અપનાવાયેલ જન્મતારીખ) શેરપા પર્વતારોહક,પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. (અ. ૧૯૮૬)

👉🏿૧૯૨૩ – જોની વોકર  ભારતીય અભિનેતા (અ. ૨૦૦૩)

👉🏿૧૯૭૪ – શાઇની આહુજા  ભારતીય અભિનેતા

👉🏿૧૯૬૭ - માધુરી દીક્ષિત, -ભારતીય અભિનેત્રી

     📜 *વારિશ* 📜

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍

🏵 *સુજની* 🏵

🏵 *સુજની* 🏵

👉🏽. સુજની આંદામાન-નિકોબાર ટાપુઓની કલા હોવાનું માનવામાં આવે છે.

👉🏽 સુજની અંતર્ગત અેકપણ ટાંકો લિધા વગર રુની રજાઇ તૈયાર કરવામાં આવેલ છે.

*ભારતમાં સમુદ્ર તટ ધરાવતા રાજ્યો*

*ભારતમાં સમુદ્ર તટ ધરાવતા રાજ્યો*

1. ગુજરાત (1600કિમી સૌથી વધારે)
2. મહારાષ્ટ્ર
3. ગોવા(સૌથી ટુંકો દરિયા કિનારો)
4. કર્ણાટક
5. કેરળ
6. તમિલનાડુ
7. આંધ્રપ્રદેશ
8.ઓડીશા
9. પશ્ચિમ બંગાળ

✅✅✅🤗🤗🤗

🐙🐙🐙 *લક્ષદ્વીપ* 🐙🐙🐙

🐙🐙🐙  *લક્ષદ્વીપ*        🐙🐙🐙

👉🏽અરબ સાગરમાં આવેલ કુલ 38 દ્વીપ છે.

👉🏽 આ બધા દ્વીપો પરવાળાના ખડકોના બનેલા છે

👉🏽. મિનીકોય, કવતી , મુખ્ય ત્રણ દ્વીપ છે. *"મિનીકોય"* લક્ષદ્વીપનો સૌથી મોટો દ્વીપ છે. *ડ્રેટ* અે સૌથી નાનો દ્વીપ છે.

👉🏽પિટલી દ્વીપમાં મનુષ્યનો નિવાસ સ્થાન નથી છે.

🐢🦀🦑🐙🦐🐠🐟🐡🐬

☄ *ગ્રહ*(planet) ☄

☄ *ગ્રહ*(planet) ☄

👉🏽 *બુધ (mercury)*
       નાનો ગ્રહ છે. તેનો વિશિષ્ટ ગુણ તેના ચુંબકીય ક્ષેત્રની ઉપસ્થિતિ છે

👉🏽 *શુક્ર(Venus)*
       પ્રમ અથવા સૌંદર્યની દેવી કહેવાય છે
        પૃથ્વીનો જુડવા પણ કહેવાય છે.

👉🏽 *પૃથ્વી( Earth)*
        પૃથ્વી પોતાની ધરી પર *23°* નમેલી છે અને *66°*નો ખુણો બનાવે છે.

👉🏽 *મંગળ (Mars)*
       મંગળ યુદ્ધનો દેવતા પણ કેવાય છે.
         માઉન્ટ અેવરેસ્ટથી ત્રણ ગણો ઊંચો પર્વત *"નિક્સ ઓલપિંયા"* છે સૌરમંડળ સૌથી ઊંચો પર્વત છે

👉🏽 *ગુરુ(Jupiter)*
       સુર્ય મંડળનો મોટો ગ્રહ છે.

👉🏽 *શનિ(Saturn)*
      સૌરમંડળ બીજો સૌથી મોટો ગ્રહ છે

📚 *D10Q* 📚

📚 *D10Q* 📚

📮➖માનવી ની જોવાની મહત્તમ ક્ષમતા ૧૦૦૦૦ N.M છે.

📮➖માનવશરીર નુ સામાન્ય ઉષ્ણતામાન ૯૮.૪ ફેરનહીટ હોય છે

📮➖RDX એટલે - રીસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ.

📮➖આંખ નો નેત્રમણિ ઘટક બહિર્ગોળ લેન્સ જેવો છે.

📮➖ સૌથી વધુ પ્રોટિન સોયાબીન માંથી મળે છે.

📮➖હોમિયોપેથી ના પિતા- હાનેમાન

📮➖હેલી નો ધુમકેતુ ૨૦૬૨ મા દેખાશે.

📮➖ પવન ચક્કી ની શોધ પર્શિયા દેશ મા થઈ હોવાનુ મનાય છે.

📮➖કોપર સલ્ફેટ નુ બીજુ નામ મોરથુથુ છે.

📮➖નખ કેરોટિન ના બનેલા હોય છે.

      📜     *વારિશ*         📜
🌍📜  *જ્ઞાન કી દુનિયા* 📜🌍

✔ *રોગ અને અસરગ્રસ્ત અંગ*

✔  *રોગ અને અસરગ્રસ્ત અંગ*

👉🏿ડિપ્થેરિયા ➖ ગળુ

👉🏿ઍક્ઝિમા ➖ ચામડી

👉🏿કમળો ➖ યકૃત

👉🏿ઓટિસ ➖ કાન

👉🏿પાયોરિયા ➖ દાંત

👉🏿પ્લુરસી ➖ ફેફસા

👉🏿ન્યુમોનિયા ➖ ફેફસા

👉🏿ક્ષય ➖ ફેફસા

👉🏿ગ્લાઉકોમા ➖ આંખ

👉🏿પેરેલિસિસ ➖ જ્ઞાનતંતુ

👉🏿ટાઇફોઈડ ➖ આંતરડા

👉🏿ગોઇટર ➖ થાઇરોઇડ ગ્રંથી

👉🏿મધુપ્રમેહ ➖સ્વાદુપિંડ,લોહી

📮 *વારિશ* 📮

📮દેશમાં ચાર પ્રકારની રેલવે લાઇન છે.📮

📮દેશમાં ચાર પ્રકારની રેલવે લાઇન છે.📮

🌱રેલલાઇન     🌱પાટાની પહોળાઈ

➖ બ્રોડગેજ.       ૧.૬૭૬.મી

➖ મોટરગેજ.      ૧.૦૦.મી

➖ નેરોગેજ.        ૦.૭૬૨.મી

➖ લીફગેજ.       ૦.૬૧૦.મી

⚓રોહિત.....

📮 *રાજકોટ* 📮

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

  📮 *રાજકોટ* 📮

✔ *ગુજરાત રાજ્ય માં આવેલું શહેર*

👉🏿રાજકોટએ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે તથા રાજકોટ જિલ્લાનું પાટનગર છે.

👉🏿 આ ઉપરાંત રાજકોટ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

👉🏿આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.

👉🏿રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર માનવામાં આવે છે.

👉🏿રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે...

📜 *ઇતિહાસ* 📜

👉🏿રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે.

👉🏿 આ શહેરનાં ઇતિહાસની શરૂઆત *ઈ.સ. ૧૬૧૨*માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી.

👉🏿 ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

👉🏿 *ઈ.સ. ૧૭૨૦*માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબના સુબેદાર માસુમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું.

👉🏿જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલે કે

👉🏿 *ઈ.સ.૧૭૩૨* માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો અને ફરીવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યું.

👉🏿આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું..

👁 *જોવાલાયક સ્થળો*👁

👉🏿રેસકોર્સ મેદાન 

👉🏿જ્યુબિલી બાગ

👉🏿આજી ડેમ 

👉🏿ઈશ્વરીયા પાર્ક

👉🏿ન્યારી ડેમ

👉🏿વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)

👉🏿લાલપરી તળાવ

👉🏿પ્રદ્યુમન પાર્ક

👉🏿અવધ ક્લબ

👉🏿ખીરસરા પેલેસ

👉🏿ઢીંગલી સંગ્રહાલય.

📜 *વારિશ* 📜

📜 *સુંદર પિચાઈ* 📜

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

✔ *SUCCESS STORY*

    📜 *સુંદર પિચાઈ*  📜

    *CEO OF GOOGLE*
➖➖➖➖➖➖➖➖

📮➖સુંદર પિચાઈ ચેન્નાઈમાં 1972માં જન્મ થયો.

📮➖ તેમનું મૂળ નામ પિચાઈ સુંદરાજન છે, પરંતુ તેઓ સુંદર પિચાઈ નામથી ઓળખાય છે.

📮➖ પિચાઈએ પોતાની બેચરલ ડિગ્રી આઈઆઈટી, ખડગપુરથી લીધી છે. તેમણે પોતાની બેન્ચમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

📮➖ યૂએસમાં સુંદરે એમએસનું અભ્યા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કરી અને વ્હાર્ટન યૂનિવર્સિટીથી એમબીએ કર્યું.

📮➖ સુંદર સીનિયર પ્રેસિડેન્ટ (એન્ડ્રોઈડ, ક્રોમ અને એપ્સ ડિવીઝન) રહી ચૂક્યા છે.

📮➖ પાછલા વર્ષે ઓક્ટોબરમાં ગૂગલના સીનિયર વીપી (પ્રોડક્ટ ચીફ) બનાવવામાં આવ્યા હતા.

📮➖ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને 2008માં લોન્ચ થયેલ ક્રોમમાં તેમની મોટી ભૂમિકા રહી છે.

✔ *પહેલી વાર 20 વર્ષ પહેલા જોયું હતું કોમ્પ્યુટર*

📮➖ દુનિયાની સૌથી મોટી ટેક્નિકલ ફર્મના સીઈઓ પિચાઈએ કહ્યું કે, તેમણે પહેલી વાર કોમ્પ્યૂટર 20 વર્ષ પહેલા IIT ખડગપુરના કેમ્પસમાં જ દેખ્યું હતું. તેમણે કહ્યું કે, આજે વિકાસ ઝડપી થઈ રહ્યો છે. અમારી પાસે સ્માર્ટફોન નહતા, અને જ્યારે અમે મોટા થઈ રહ્યાં ત્યારે અમને કોમ્પ્યૂટર વાપરવાની પણ તક મળી નહતી.

✔ *ગૂગલમાં ઈન્ટરવ્યુનું એક્સપીરિયન્સ*

📮➖ ગૂગલમાં જોબ માટે  ઈન્ટરવ્યું 2004માં 1 એપ્રિલે થયું હતું.

📮➖ ત્યારે જીમેલ લોન્ચ થયો હતો અને તેનો ઉપયોગ કરવાની તક મળી નહતી.

📮➖ જ્યારે જીમેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને લાગ્યું કે આ એપ્રિલ ફૂલનું જોક છે.

📮➖ પહેલા ત્રણ ઈન્ટરવ્યુંમાં તેઓ આ વિશે કોઈ જ જવાબ આપી શક્યો નહતો.

📮➖ ચોથા ઈન્ટરવ્યુમાં જ્યારે બીજી વાર પૂછવામાં આવ્યું તેઓ એ કહ્યું કે, હું જીમેલ વિશે જાણતો નથી.

📮➖ ત્યાર બાદ તેમને આ વિશે જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઈન્ટરવ્યુમાં જીમેલ વિશે બોલી શક્યા હતા...

📮 *વારિશ* 📮

🌴 *ભારતમાં સૌથી વધુ અને નાનું* 🌴

👆💐👆💐👆💐👆💐👆

📮સૌથી વધુ ગીત ગાનાર
➖લતા મંગેશકર

📮સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર
➖મોરારજી દેસાઇ

📮સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર
➖નીલમ સંજીવ રેડ્ડી

📮સૌથી વધુ વખત લોકસભા ચુંટણી જીતનાર
➖ઇન્દ્રજીત ગુપ્તા

📮સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર
➖રાજીવ ગાંધી

📮સૌથી જૂનો ગ્રંથ
➖ઋગ્વેદ

📮સૌથી વધુ જૈન લોકોની વસ્તીવાડું રાજ્ય
➖ગુજરાત

📮સોડાએસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય
➖ગુજરાત

📮સૌથી વધુ મીઠું પકવતું રાજ્ય
➖ગુજરાત

📮હીરા ઉદ્યોગમાં સૌથી અગ્રેસર રાજ્ય
➖ગુજરાત

📮વન ડે ક્રિકેટમાં ૧૫૦૦૦ રન બનાવનાર પ્રથમ ભારતીય
➖સચિન તેંડુલકર

📮ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર
➖અનીલકુંબલે

⚓રોહિત.....

🌴 *ભારતમાં સૌથી વધુ અને નાનું* 🌴

📮સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય
➖મદ્યપ્રદેશ

📮સૌથી વધુ ઠંડુ સ્થળ
➖દ્રાસ - જમ્મુ અને કાશ્મીર

📮સૌથી વધુ વરસાદનું સ્થળ
➖ મોસીનરમ, સોહરા - ચેરાપુંજી(મેઘાલય)

📮સૌથી વિશાળ સ્ટેડિયમ
➖યુવા ભારતી (કોલકતામાં)

📮સૌથી વધુ શહેરી વિસ્તારવાળ રાજ્ય
➖મહારાષ્ટ્ર

📮સૌથી વધુ રસ્તા બદલનાર નદી
➖કોસી નદી

📮બે વખત કર્કવૃત્ત ઓળંગતી નદી
➖મહી નદી

📮દેશનુ સર્વોચ્ચ શોર્ય સન્માન
➖પરમવીર ચક્ર

📮સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેર
➖મુંબઈ

📮સૌથી જડપી ટ્રેન
➖શતાબ્દી એક્ષપ્રેસ

📮સૌથી વધુ કોલસાની ખાણો ધરાવતું રાજ્ય
➖ઝારખંડ

📮દેશમાં સૌથી નાની ઉમર નો તરવૈયો
➖તેજસ્વી સિંદે

📮ભારતમાં સૌથી વધુ નોકરી આપનાર
➖ભારતીય રેલવે

📮સૌથી વધુ ગીત લખનાર
➖સમીર અંજાન

👇💐👇💐👇💐👇💐👇

*તલાક,હલાલા,નિકાહ*

*તલાક,હલાલા,નિકાહ*

📮➖મુસ્લિમોમાં અંગે ત્રણ બાબતો પ્રચલિત છે : તલાક ( છૂટાછેડા) વધુ, સંતાનોની સંખ્યા વધું, અને ઓછું શિક્ષણ .
આજે અહીં મુસ્લિમ તલાક અને હલાલાની,

📮➖તલ્લાકની આંકડાકીય માહિતી પ્રમાણે સાઉદી અર્બીયામાં છેલ્લા વર્ષમાં 70000 લગ્નો થયાં તેમાંથી ૧૩૦૦૦ના તલાક કોર્ટમાં નોધાયા.

📮➖અહીંની કોર્ટ રોજનાં 40 માંથી 20 નાં ડિવોર્સ કરી આપે છે. તાજેતરના આંકડા પ્રમાણે આ બાબતે મક્કા સૌથી ટોપ પર રહ્યું હતું. ક્તરમાં ૫૦ ટકા,ટુનીસિયામાં ૫૦ ટકા, કુવેતમાં 45 ટકા, ઈરાનમાં 80 ટકા યુગલો પ્રથમ પાંચ વર્ષમાં ડિવોર્સ લે છે.

📮➖ ઈજિપ્તમાં નવા પરણેલા યુગલો
માંથી ૩૦ ટકા તલાક લે છે. નાઈજીરિયામાં સૌથી વધુ બાળ નિકાહ થાય છે.

📮➖પાકિસ્તાનના માત્ર લાહોર શહેરમાં રોજના 100 કેઈસ કોર્ટમાં
આવે છે.

📮➖યુનાઇટેડ અરબ અમીરાતમાં 46 ટકા પ્રમાણ છે. દુનિયાના

📮➖મુસ્લિમોમાં સૌથી ઓછો તલાક રેટ ભારતીય મુસ્લિમોનો અને સૌથી

📮➖વધુ રેટ નોર્થ અમેરિકન મુસ્લિમોનો છે.

📮➖એક બેઠકે ત્રણ તલાક અને હલાલાની સમસ્યા

📮➖ઇસ્લામમાં પુરુષને તલાકનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે પરિણામે જાહિલ અને ક્યારેક શિક્ષિત મુસ્લિમો પણ પત્નીઓને નાના –મોટા કારણોસર ધડો ધડ ત્રણ તલાક એક સાથે આપી દે છે..અને પછી પસ્તાવો કરે છે.

📮➖એક મત પ્રમાણે ગુસ્સામાં, મજાકમાં, નશાની અવસ્થામાં કે મનોમન પણ એક સાથે ત્રણવાર તલાક શબ્દ પત્ની માટે ઉચ્ચારી નાખે તો એ જ ક્ષણે સંબંધોનો અંત આવે છે.

📮➖અહી પત્ની વિના કારણે છૂટાછેડાનો ભોગ બની જાય છે. મુસ્લિમ સ્ત્રીઓને આ દેખીતો હળાહળ અન્યાય છે.

📮➖હવે આવા પતિ-પત્નીએ પૂનઃનિકાહ કરવા હોય તો હલાલા
નામની વિધિ કરવી પડે.

📮➖જેમાં પત્નીનો બીજા મુસ્લિમ પુરુષ સાથે નિકાહ કરવામાં
આવે છે ત્યાર બાદ આ નવો પતિ તેણી સાથે સૈયા સુખ માણે છે અને એની મરજી પડે ત્યારે તેણીને તલાક આપે છે.

📮➖ત્યાર બાદ પહેલો પતિ તેણી સાથે પુનઃનિકાહ કરે છે. અને આ રીતે હલાલા પછી પતિને પત્ની પાછી મળે છે.

📮➖આ હલાલા વિધિ કોઇપણ પત્ની માટે નર્ક સમાન અને અત્યંત આઘાતજનક –અપમાનજક હીન કૃત્ય છે.

📮➖ અને કોઇપણ સ્વમાની પતિ આવું ન કરે ….છતાં હકીકત છે કે આવા હલાલા ભારત ,પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે દેશોમાં થાય છે.

📮➖ કહેવાય છે કે જયારે આવા કેસ બને છે ત્યારે કેટલાંક મોલવીઓ આવા હલાલા કરાવી આપે છે તેઓ પાસે તેના શિષ્યો કે અન્યો લોકો હોય છે જે નિકાહ કરી ને બીજે –ત્રીજે દિવસે તલાકઆપી દે છે

📮➖એટલે કે હલાલાના દુલ્હા બની મજા કરી લે છે. કેટલીક જગ્યાએ તો ખુદ મોલ્વી સાહેબ જ દુલ્હામિયા બની જાય છે

📮➖..આ વિધિ માટે પૈસા અને દેહ બન્ને મળે છે ! પાકિસ્તાનમાં આવા હલાલા કરાવવા માટે મસ્જીદ ની આસપાસ ‘’હલાલા સેન્ટરો ‘’ ચાલે છે.

📮➖એક જાણકારી પ્રમાણે એક મોલ્વી સાહેબે ખુદ દુલ્હા બની આશરે 300 હલાલા કરાવ્યા !

✔તલાક અને હલાલાની સાચી હકીકત

📮➖ઇસ્લામમાં નિકાહને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે.

📮➖ અને તલાકને નિંદનીય કૃત્ય ગણવામાં આવ્યું છે.
મહંમદ પયગમ્બરનું ફરમાન છે કે – ‘’ *સંબંધોના ટુકડા કરનાર જન્નતમાં પ્રવેશ પામી નહી શકે ..તથા જે પતિ પત્ની સાથે વધું ભલો હશે તે પુરુષોમાં શ્રેષ્ઠ છ* .’’

📮➖ઇસ્લામમાં નિકાહની જેમ જ તલાક આપવાની નમૂનેદાર વિધિ કુરાન અને શરીયત –હદીસના ગ્રંથોમાં સ્પષ્ટ આપવામાં આવી છે.

📮➖ પરંતુ યોગ્ય માર્ગ દર્શન ,શિક્ષણ અને અજ્ઞાનને લીધે હલાલાની વ્યાખ્યા વિકૃત અને અમાનવીય બની ગઈ.

📮➖જયારે લગ્ન જીવન સાચે જ ઝેર બની ગયું હોય અથવા કોઈ કારણસર છૂટાછેડા અનિવાર્ય બની જાય ત્યારે મુસ્લિમ પતિ-પત્ની સરળતાથી લગ્ન સંબંધનો અંત લાવી શકે તે માટે કુરાન –શરીયત મુજબ તલાક આપી છુટા પડી શકે છે.

📮➖ કુરાનમાં દર્શાવેલી તલાકની વિધિ મુજબ તલાક ઇચ્છતા દંપતીએ પહેલા પરસ્પર સમજણપૂર્વકનો સંવાદ કરવો જોઈએ.

📮➖ એક બીજાને સમજવા અને સમજાવવાનો પૂર્ણ પ્રયાસો કરવા જોઈએ.

📮➖સગા –સ્નેહીઓએ પણ સમજાવવાના દિલથી પ્રયત્નો કરવા જોઈએ. જયારે સંવાદના બધાં જ પ્રયાસો નિષ્ફળ થાય અને સંબંધ વિચ્છેદ કરવો હોય તો પતિએ તલાક આપી શકે છે.

📮➖હવે અહી સમજવાની વાત એ છે કે આ તલાક આપ્યા પછી પતિને ત્રણ માસનો સમય (ઇદ્દ્ત ) સંબંધ ફરી રીન્યુ કરવાનો મળે છે. ત્રણ માસની અંદર પરસ્પર સંવાદ થાય ભૂલો સમજાય પ્રેમનો અહેસાસ થાય તો પતિ ફરી પત્નીને આવકારી અપનાવી લે છે

📮➖ત્યારે ફરી પતિ –પત્નીનો સંબંધ સ્થાપિત થાય છે.

📮➖હવે ફરી ભવિષ્યમાં જયારે લગ્ન વિચ્છેદની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે ફરી ઉપરોક્ત દર્શાવેલ વિધિ કરવી પડે. આ બીજી તલાક ગણાશે.આ વખતે પણ જો બન્ને વચ્ચે જો સુલેહ થઈ જાય તો સબંધ બચી જાય છે.

📮➖પરંતુ જયારે પતિ ત્રીજીવાર તલાક આપે છે ત્યારે નિશ્ચિત જ સંબંધનો નો અંત આવે છે. હવે કોઈ પણ રીતે તેઓ ફરી એક બીજા સાથે સંબંધમાં આવી શકતા નથી. સંબંધની ત્રણેય લાઈફ લાઈન અહી પૂરી થાય છે.

📮➖પત્ની અન્ય લગ્ન કરી પોતાનું નવ જીવન શરુ કરે છે ..પતિ પણ એને જે કરવું હોય તે કરી શકે છે.પરંતુ જો પત્ની બીજા લગ્ન કરે અને ત્યાંથી સ્વભાવિક તલાક થાય અથવા તેણીનો પતિ મરી જાય ,એ સ્થિતમાં ફરી પતિ-પત્ની નિકાહ કરી શકે છે.

📮➖આ પ્રકારના નિકાહને *હલાલા* કહેવામાં આવે છે.

📮➖પરતું અજ્ઞાન અને આવેશમાં આવી ઘણાં લોકો પત્નીને એક સાથે ત્રણવાર તલાક તલાક તલાક બોલી તલાક આપી દે છે ..

📮➖આ સ્થિતિએ વિવાદનો જન્મ આપ્યો છે . હ્ન્ફી ફિરકા મુજબ આ પ્રકારની ત્રણ તલાકને ત્રણ તલાક ગણી સંબધનો કાયમી અંત માનવામાં આવે છે. ભારતમાં બહુમત લોકો હનફી સંપ્રદાયના છે તેથી આ શરીયત -કાયદો લાગુ કરવામાં આવેછે.

📮➖અન્ય ખાસ નોધવા જેવું એ છે કે ઇસ્લામમાં પત્નીને તલાક માંગવાનો (ખુલ્લા) નો અધિકાર આપવામાં આવ્યો છે.પત્ની પણ પતિ પાસેથી તલાક
લઈ છૂટાછેડા લઈ શકે છે.

📮➖મુસ્લિમોની મોટી સમસ્યા એ છે કે કુરાનનું સૂક્ષ્મ અદ્યયન કરતા નથી.કુરાનની ભાષા અરબી હોવાથી, –ભાષા અજ્ઞાન ને કારણે તથા માતૃભાષામાં કે ભાષાંતર વાંચનના અભાવને લીધે મઝહબી જ્ઞાનની વંચિતતાનો ભોગ બને છે..( ref- પ્રો.આઈ.જે.સય્યદ )


✍🏿✍🏿 *વારિશ* ✍🏿✍🏿..

આ લેખ કોઈ ધાર્મિક ઇરાદા થી મુકયો નથી..માત્ર માહિતી માટે મુકુ છુ...એક ગૃપ મેમ્બર ની વિનંતી થી.......