નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
*.૧૯૯૯ -રાજેન્દ્ર શાહ
*.૨૦૦૦ -મકરંદ દવે
*.૨૦૦૧ -નિરંજન ભગત
*.૨૦૦૨ -અમૃત ઘાયલ
*.૨૦૦૩ -જયંત પાઠક
*.૨૦૦૪ -રમેશ પારેખ
*.૨૦૦૫ -ચંદ્રકાન્ત શેઠ
*.૨૦૦૬ -રાજેન્દ્ર શુક્લ
*.૨૦૦૭ -સુરેશ દલાલ
*.૨૦૦૮ -ચિનુ મોદી
*.૨૦૦૯ -ભગવતીકુમાર શર્મા
*.૨૦૧૦ -અનિલ જોશી
*.૨૦૧૧ -ભાનુપ્રસાદ પંડ્યા
*.૨૦૧૨ -માધવ રામાનુજ
*.૨૦૧૩ -નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
*.૨૦૧૪ - હરીશ મિનાશ્રુ
*.૨૦૧૫ - મનોહર ત્રિવેદી
*.૨૦૧૬ - જલન માતરી
Sunday, 25 December 2016
નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
Ss6$2 *_આપત્તિ અને વ્યવસ્થાપન_*
*_જીકે એન્ડ જીકે_*
*_💘એચ.કે_*💘
*_સામાજિક વિજ્ઞાન_*
ધોરણ: 6 સત્ર: 2
પ્રકરણ - 10
*_આપત્તિ અને વ્યવસ્થાપન_*
📚📚📚📚📚
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?
✍જવાબ: લંબ દિશામાં
2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ?
✍જવાબ: ભૂકંપ
3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?
✍જવાબ: બંધ કરવો
4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?
✍જવાબ: પૂર
5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?
✍જવાબ: દુષ્કાળ
6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?
✍જવાબ: દાવાનળ
7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?
✍જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ
8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?
✍જવાબ: આગ
9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?
✍જવાબ: ઔદ્યોગિક અકસ્માત
10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?
✍જવાબ: ત્સુનામી
11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?
✍જવાબ: ત્સુનામી
12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?
✍જવાબ: હુલ્લડ
13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?
✍જવાબ: દુકાળ
14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?
✍જવાબ: જંગલની આગ
15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?
✍જવાબ: વાવાઝોડું
16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?
✍જવાબ: સૂકો દુકાળ
17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?
✍જવાબ: લીલો દુકાળ
18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?
✍જવાબ: ભૂકંપ
19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?
✍જવાબ: જ્વાળામુખી
20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?
✍જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી
21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?
✍જવાબ: આપેલા ત્રણેય
22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: શારીરિક અસર
23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: માનસિક અસર
24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: આર્થિક અસર
25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?
✍જવાબ: સામાજિક અસર
*જીકે એન્ડ જીકે* * *Std :6*
*જીકે એન્ડ જીકે*
*એચ.કે*
*Std :6*
1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?
જવાબ: જૂનાગઢમાં
2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?
જવાબ: અર્થશાસ્ત્રમાં
3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?
જવાબ: પાટલિપુત્ર
4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?
જવાબ: તક્ષશિલા
5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?
જવાબ: કલિંગના
6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?
જવાબ: સિલોન (શ્રીલંકા)
7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?
જવાબ: મહેન્દ્ર
8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?
જવાબ: ઓરિસ્સા
9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?
જવાબ: ઉપગુપ્ત
10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?
જવાબ: બિંદુસાર
11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?
જવાબ: સંઘમિત્રા
12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?
જવાબ: મૌર્ય વંશ
13.બિન્દુસાર કોનો પુત્ર હતો ?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો
14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?
જવાબ: 4
15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?
જવાબ: ધર્મોપદેશક
16.ભારતની રાજમુદ્રા કઈ છે ?
જવાબ: સારનાથનો સિંહસ્તંભ
17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?
જવાબ: 2300 વર્ષ
18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?
જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે
19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?
જવાબ: સમ્રાટ અશોકે
20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?
જવાબ: રાજયપાલ
21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?
જવાબ: કલિંગ
22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?
જવાબ: લગભગ દોઢ લાખ
23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?
જવાબ: એક લાખથી પણ વધારે
24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?
જવાબ: ધમ્મના
25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?
જવાબ: ચાણક્યએ
26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?
જવાબ: મગધ
27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?
જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો
28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?
જવાબ: યવન રાજાઓનું
29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?
જવાબ: શક રાજાઓનું
30.શકો પછી કોનું શાસન સ્થપાયું ?
જવાબ: કુષાણોનું
31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?
જવાબ: પુષ્પમિત્ર શુંગ
32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?
જવાબ: કણ્વ
33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?
જવાબ: આપેલા ત્રણેય
34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?
જવાબ: પલ્લવ, ચાલુક્ય
*💘હરેશ💘*
*💘HK💘*