Sunday 30 April 2017

🎹ગુજરાત રાજ્યનો સ્થાપના દિન🎹

🎹ગુજરાત રાજ્યનો સ્થાપના દિન🎹

     🍄➖આજે ગુજરાતનો ૫૭મો સ્થાપના દિન  

🍄➖પહેલી મે ૧૯૬૦ના  રોજ મુંબઈ રાજ્યમાંથી વિભાજન કરીને અલગ ગુજરાત રાજ્યની રચના થઇ. તે પહેલાં ગુજરાત પ્રદેશ ઉપર અનેક શાસકોનું પ્રભુત્વ રહ્યું હતું.

🍄➖ગુજરાત રાજ્યનો શુભારંભ મૂકસેવક રવિશંકર મહારાજના શુભહસ્તે થયો હતો. અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી જીવરાજ મહેતા અને રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગની પસંદગી થઇ.

🍄➖ગુજરાતને પોતાની આગવી સંસ્કૃતિનો અનોખો ઈતિહાસ છે. અંગ્રેજોનાં ગુલામીના શાસન દરમિયાન મોટાભાગના પ્રદેશમાં ગાયકવાડી શાસન હોવાથી ગુજરાતની પ્રજાનું ખમીર ટકી રહ્યું હતું. અને આપણા પ્રદેશમાં પ્રમાણમાં ગુલામીની ખાસ અસર પડી નહોતી.

🍄➖હજારો વર્ષ પૂર્વ મથુરાની રાજધાની છોડીને ભગવાન કૃષ્ણે ગુજરાતની સાગરકાંઠે આવેલ દ્વારકાને પોતાની રાજધાની બનાવી હતી. અને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ધોળાવીરા અને લોથલમાંથી મળી આવ્યા છે. એ બતાવે છે કે જેમ દુનિયામાં ભારતનું સ્થાન અનન્ય છે તેમ ભારતમાં ગુજરાતનું સ્થાન પણ અનન્ય છે. મહાકવિ નરસિંહ મહેતા, વીર નર્મદથી લઈને ગોવર્ધનરામ ત્રિપાઠી અને કનૈયાલાલ મુનશી જેવા સારસ્વતો તેમ જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ , પૂજ્ય રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક તેમજ મહાજનોની ભવ્ય પરંપરાને કારણે ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક વારસામાં ઉત્તર ગુજરાત, મધ્ય,અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છની આગવી પરંપરાઓ છતાં ગુજરાત એક બનીને આજે વિશ્વના દેશો સાથે હરીફાઈ કરી રહ્યું છે.

🍄➖દુલા ભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી જેવા સંસ્કૃતિના પ્રેરક સંસ્કારોએ આપણને ભવ્ય વારસાની ભેટ આપી છે.

🍄➖ગુજરાતની અસ્મિતાને વધુ દૈદીપ્યમાન બનાવવા શુઈ સંકલ્પબદ્ધ રહેવું જોઈએ.

🍄➖જય જય  ગરવી ગુજરાત

🍁➖➖➖dv➖➖➖➖🍁

*🀄કરંટ અફ્રેર્ *તા.30/4

*🀄કરંટ અફ્રેર્સ*

            *તા.30/4/2017*

⭕⭕⭕⭕⭕⭕⭕
                        *જીબી*

⚜આજે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી "મનકી બાત" જે કેટલામી મનકી બાત હતી.?
➖31 મી

⚜વડાપ્રધાને હાલમાં બાસવા જયંતિ પર કયા કન્નડ ભાષાના પુસ્તકનુ ભારતની 23 ભાષામાં અનુવાદ કરવાની મંજૂરી આપી?
➖વચના

⚜ભારતમાં દિવ્યાંગોની પ્રથમ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ મા કઈ ટીમ વિજેતા બની?
➖ગુજરાત

⚜દેશની પ્રથમ ઈલેક્ટ્રીક ટેક્સીની ટ્રાયલ કયા શહેરમાં શરૂ કરાઈ?
➖નાગપુર

⚜ગુજરાત મા કયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે?
➖રાજકોટ

⚜વડાપ્રધાન દ્વારા ઉડાન સ્કીમ કયાંથી લોન્ચ કરવામાં આવી?
➖શિમલા થી

⚜હરિયાણા ના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
➖બી.એસ.સંધુ

       *♨મેર ઘનશ્યામ*

⚫મણિપુરી નૃત્ય⚫

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

⚫મણિપુરી નૃત્ય⚫

📝➖મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે.

📝➖આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે.

📝➖ ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે.

📝➖ મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે.

📝➖આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે.
📝➖આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે.

📝➖મણિપુરી નર્તકો અન્ય નૃત્ય શૈલિની જે તાલ વાદ્ય સાથે તાલ મેળવતા પગે ઘુંધરુ નથી બાંધતા.

📝➖મણિપુરી નૃત્યમાં અન્ય નૃત્યોની જેમ નર્તકના પગ ક્યારે પણ જમીન પર ઠોકવામાં નથી આવતાં.

📝➖શરીરનું હલન ચલન અને હાવભાવ એકદમ મૃદુ અને લાલિત્ય પૂર્ણ હોય છે..

🍀💃જ્ઞાન કી દુનિયા 🕺🍀
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

📝➖રવિંન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી આ નૃત્ય બહારની દુનિયામાં વધુ પ્રચલિત બન્યો.

📝➖૧૯૧૯માં સિલહટ (આત્યારના બાંગ્લાદેશમાં)માં આ નૃત્યનો ગોષ્ઠ લીલા પ્રકાર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ગુરુ બુદ્ધિમંત્ર સિંહને શાંતિનીકેતનમાં બોલાવ્યાં.

📝➖૧૯૨૬માં ગુરુ નભ કુમાર રાસ લીલા શીખવવા અહીં જોડાયા. અન્ય જાણીતા ગુરુઓ છ્હે છે સેનારિક સિંહ રાજકુમાર, નિલેશ્વર મુખર્જી અને અતોમ્બા સિંહઓને પણ આ નૃત્ય શીખવવા ત્યાં બોલાવેલા હતા.

📝➖તેમણે ટાગોરને ઘણાં નૃત્ય બેસાડવામાં સહાયતા કરી હતી.

📝➖ગુરુ નભ કુમાર ૧૯૨૮માં અમદાવાદ ગયાં ત્યાં તેમણે મણિપુરી નૃત્ય શીખવાડ્યું.

📝➖ ગુરુ બિપીન સિંહે આને મુંબઈમાં પ્રચલિત બનાવ્યો.

📝➖ તેમના પ્રસિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓમાં હતાં ઝવેરી બહેનો, નયના, સુવર્ણા, દર્શના ઝવેરી અને રંજના.

🍀💃જ્ઞાન કી દુનિયા 🕺🍀
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

⚫કુચિપુડી⚫

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

⚫કુચિપુડી⚫

📝➖કુચિપુડી  એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે.

📝➖તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે.

📝➖આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આકળા કુચિપુડી નૃત્ય કહેવાઈ.

📝➖આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધી થી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચના માં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે.

📝➖આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે.

📝➖ સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે.

📝➖ નર્તકના આભૂષણો એક હલકા વજનના લાકડા બૂરુગુ માંથી બનેલા હોય છે.

🍀💃જ્ઞાન કી દુનિયા 🍀🕺
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

📝➖આ નૃત્યની ચાલ એકદમ ચળકતી, ચપળ , વર્તુળાકારે અને ઝડપી પગલે થતી હોય છે.

📝➖ કર્ણાટક સંગીત સાથે કરાતું આનૃત્ય ભારતનાટ્યમ સાથે ઘણું સામ્ય ધરાવે છે.

📝➖એકાકી પ્રદર્શમાં કુચિપુડીમાં 'જાતિસ્વરમ્' અને 'તિલ્લના'નો સમાવેશ થાય છે જ્યારે નૃત્ય માં ઘની રચનઓ છે જેમામ્ નર્તક ભગવાન માં વિલિન થઈ જવાની ઈચ્છા ચ્યક્ત કરે છે, અર્થાત આત્માનું પરમાત્મા સાથે મિલન.

📝➖ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યમાં નૃત્ય શૈલિના ફેરફાર ઉપરાંત અમુક પ્રકારના નૃત્યો એવા છે જે માત્ર કુચિપુડીમાં જ કરવામાં આવે છે.

📝➖ લ્હાસ કરીને તરંગમ તરીકે ઓળખાતો નૃત્યનો એક પ્રકાર જેમાં નર્તક કાંસાના ત્રાંસની કિનાર પર ઉભો રહી નૃત્ય કરે છે.

📝➖ ઘણી વખત નર્તક માથે કુંડી તરીકે ઓળખાતુ પાણી ભરેલું પાત્ર અને હાથમાં દીવા લઈને ત્રાંસ પર નૃત્ય કરે છે.

📝➖ નૃત્યના અંતે નર્તક દીવા ઓલવી દે છે અને તે પાત્રના પાણી વડે હાથ ધોય છે.

📝➖ભરત નાટ્યમ અને કુચિપુડીના વસ્ત્રોમાં પણ ખૂબ ભિન્નતા છે.
▪ભરત નાટ્યમના વસ્ત્રોમાં અલગ અલગ લંબાઈના ત્રણ પાંખ હોય છે જે સાડીના ફેલાતા પાલવ જેવા લાગે છે.
▪કુછિપુડી નૃત્યના વસ્ત્રોમાં ભરત નાટ્યમના વસ્ત્રોની સૈથી લાંબી પાંખ જેટલો એક જ પાંખ હોય છે.

📝➖કુછિપુડી નૃત્યમાં ૨૦મો કરણ નૃત્ય પ્રાય: કરવામાં આવે છે.

📝➖છ્ પદભેદ સિવાયકુચિપુડી બર્તક અમુક અડુગુલુ કે અડવુ ની પારંપારિક શૈલિ પણ વાપરે છે જેમ કે છૌકમ્, કટ્ટેરનટુ, કુપ્પી આદુગુ, ઓન્તાદુવુ, જારાદુવુ, પક્કાનાટુ.

👩🏻‍💻સમીર પટેલ 👩🏻‍💻
💃🍀જ્ઞાન કી દુનિયા 🍀🕺

⚫કથકલી⚫

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫કથકલી⚫

📝➖કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે.

📝➖આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે.

📝➖આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો.

📝➖ અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો..

📝➖કથકલીની શરુઆત પ્રાચીન કાળની રામનટ્ટમ અને કૃષ્ણનટ્ટમ નામના પરંપારિક નૃત્ય નાટિકામાંથી થઈ.

📝➖આટ્ટમનો અર્થ છે પાત્ર ભજવવું. ટૂંકમાં, કથકલી એ બે પ્રધાન હિંદુ દેવ રામ અને કૃષ્ણના જીવનની કથાને નૃત્ય નાટિકામાં પ્રદર્શિત કરતી કળા છે.

📝➖મોટ્ટાકારઓ એ કૃષ્ણાટ્ટમનો પૂરક છે, જેના મૂળ કોળીકોડના ઝામોરી રાજા સુધી જાય છે.

📝➖કથકલી નૃત્ય વિકાસનો પ્રથમ ચરણ એવા રામનાટ્ટમને બાદ કરીએ, તો કથકલીનું પારણું એ વેટ્ટનાડ કહી શકાય.

💃🍀જ્ઞાન કી દુનિયા 🍀🕺
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯