Monday 20 March 2017

🌳 *આજે વિશ્વ વન દિવસ*🌳

🌳 *આજે વિશ્વ વન દિવસ*🌳

🌳દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

🌴જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે.

🌾વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા વગર તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.

🌲🌴"International Day of Forests"🌴🌲
🌼Theme(2017): 'Forests and Energy'🌼

🌷🌷બિસમિલ્લાખાન💐💐

🌷🌷બિસમિલ્લાખાન💐💐

March 21

🍋વિશ્વ વિખ્યાત  મહાન શરણાઈવાદક અને ભારતરત્ન વિજેતા ઉસ્તાદ બિસમિલ્લાખાનનો જન્મ તા. ૨૧/૩/૧૯૧૬ના રોજ બિહારના ડુમરાવ પ્રદેશના એક ગામમાં થયો હતો.

🍋ઉસ્તાદ બિસમિલ્લાખાનના પરિવારમાં પિતા,દાદા,મામા સૌ શરણાઈ વગાડતા હતા . વિવિધ રાજદરબારમાં તેમની શરણાઈના સૂર ગૂંજી ઊઠતા હતા.

🍋જ્યારે બિસમિલ્લાખાન અઢી વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું અને ત્યારપછી તેમનો ઉછેર મામાના ઘરે થયો હતો. તેઓ બાલ્યાવસ્થાથી જ અભ્યાસ કરતાં સંગીતમાં વધુ રૂચિ ધરાવતા હતા.

🍋તેમના મામાની સૌથી વધુ અસર હતી. તેમના મામા અલીબક્ષએ બિસમિલ્લાખાન શહેનાઈ પ્રત્યેનો પ્રેમ જોઇને તેમને માત્ર ૬ વર્ષની નાની વયે શહેનાઈની ભેટ આપી હતી. બસ એ દિવસથી શહેનાઈનો હાથ જીવનના અંતિમ દિવસો સુધી રહ્યો હતો.

🍋ઈ.સ. ૧૯૩૦માં તેઓ અલ્હાબાદમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં સામેલ થયા. ઈ.સ.૧૯૩૭માં  કલકત્તામાં યોજાયેલ અખિલ  ભારતીય સંગીત સંમેલન તેમના માટે માઈનસ્ટોન સાબિત થયો. વીસ વર્ષની વયે જ ખ્યાતી  દેશભરમાં ફેલાઈ ગઈ.

🍋પદ્મશ્રી,પદ્મવિભૂષણ, તાનસેન જેવા સન્માન ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા છે. શાંતિનિકેતન વિશ્વ વિદ્યાલય દ્વારા તેમને ‘ ડોકટરેટ’ ની ઉપાધીથી નવાજ્યા છે.

🍋 શહેનાઈના સૂરવાણી બિસમિલ્લાખાનની અનેક કેસેટ બજારમાં આવી જેને કીર્તિમાન રેકોર્ડ સ્થાપિત કર્યા છે . વિશ્વમાં પોતાની માનમાં હોવા છતાં બિસમિલ્લાખાનના વાણી, વર્તનમાં જરાય અભિમાન નથી. તેઓ ધાર્મિક, લાગણીશીલ અને અત્યંત  સંવેદનાસભર વ્યક્તિ છે. તેમની શહેનાઈમાંથી નીકળેલી ધૂન મનને શાંત અને પવિત્ર બનાવે છે તેવો અહેસાસ થાય છે.

🍋પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં તેમણે શહેનાઈ પર ‘ રાગ્કેફી’ વગાડ્યું હતું.

🍋ઈ.સ. ૨૦૦૧માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

```RIGHT TO EDUCATION ACT ,2009```

```RIGHT TO EDUCATION ACT ,2009```

🍂🍂🍂🍂🍂🍂🍂🍂

👉ભારત ના 6 થી 14 વર્ષ ના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરતો કાયદો એટલે RTE ACT.

👉  ૧ થી ૫ ધોરણ પ્રાથમિક

👉 ૬ થી ૮ ધોરણ ઉચ્ચ પ્રાથમિક

👉 ૯ થી ૧૦ ધોરણ માધ્યમિક

👉 ૧૧ થી  ૧૨ ધોરણ ઉચ્ચતર  માધ્યમિક

👇👇👇👇👇👇👇👇

: 👆👆👆👆👆👆👆

👉 ગુજરાત મા શિક્ષણ નુ માળખુ  ૫+૩+૨+૨+૩
અમલી બન્યુ છે  જેમાંથી  શિક્ષણ નુ અમુલ પરિવર્તન આવ્યુ છે

👉 *આ ઉપરાંત મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર ના નિયમ  ૨૦૧૨ મા  નબળા અને વંચિત જૂથના બાળકો બિનઅનુદાનિત પ્રાથમિક શાળામા. ૨૫% અનામતે  પ્રવેશ આપવાની જોગવાઈ કરવામા આવી છે*

🙏🙏🙏 આભાર 🦋

🏵🌿ગુજરાતમાં સર્વ પ્રથમ🌿🏵

😘: 🏵🌿ગુજરાતમાં સર્વ પ્રથમ🌿🏵

🌺ગુજરાત રાજ્યની સ્થાપના – તા.૧/૫/૧૯૬૦

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ પંચાયત રાજ્યની સ્થાપના : તા.૧/૪/૧૯૬૩

🌺ગુજરાત રાજ્યનાં સર્વ પ્રથમ પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા (તા.૧/૫/૧૯૬૦)

🌺ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ પાટનગર :-અમદાવાદ

🌺ગુજરાતના સર્વ પ્રથમ રાજ્યપાલ: મહેદી નવાબ જંગ (તા.૧/૫/૧૯૬૦)

🌺ગુજરાતના સર્વ પ્રથમ સ્ત્રી રાજ્યપાલ: શ્રીમતી શારદા મુખરજી (તા. ૧૪/૮/૧૯૭૮)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત – ૧૮૭૨માં

🌺ગુજરાતનો સર્વ પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા – તાતરખાન

🌺ગુજરાતમાં ઇલાહી સંવતની શરૂઆત- અકબરે કરી.

🌺ગુજરાતીમાં સર્વપ્રથમ ગુજરાતી પંચાગની શરૂઆત- ૧૮૫૪માં

🌺ગુજરાત વિધાનસભાના સર્વ પ્રથમ અધ્યક્ષ – કલ્યાણજી વિ મહેતા (૧૯૬૦માં)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ રાષ્ટ્રપતિશાસનની શરૂઆત- તા.૩૧/૫/૧૯૭૧

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ કાપડની મિલના સ્થાપક –રણછોડભાઈ શેઠ (૧૯૬૦માં,અમદાવાદ)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- ૧૮૮૬માં, અમદાવાદ

🌺ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસનનો અમલ કરનાર રાજ્યપાલ- શ્રી મન્નારાયણ ( તા.૩૧/૫/૧૯૭૧)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ટેલિવિઝનનું પીજકેન્દ્રની શરૂઆત – ૧૯૭૫માં

🌺ગુજરાતી સાહિત્યનું પ્રગટ થનાર સર્વ પ્રથમ સામયિક- બુદ્ધિપ્રકાશ (૧૮૫૦માં)

🌺ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક સર્વ પ્રથમ ગુજરાતી- રણજીતરામ મહેતા (૧૯૦૫માં)

🌺ભારતના વડાપ્રધાન બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૭૭માં)

🌺ગુજરાતના સર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી – શ્રીમતી આનંદીબેન પટેલ (તા. ૨૨/૫/૨૦૧૪)

🌺મેગ્સેસ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી મહિલા – ઇલાબેન ભટ્ટ (૧૯૭૭માં)

🎯આગળ વાંચો.....
🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ દવાનું કારખાનાની શરૂઆત- ૧૯૦૫માં-એલેમ્બીક , વડોદરા

🌺ગુજરાતમાં અનાથાશ્રમની શરૂઆત કરનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહીપતરામ રૂપરામ (૧૮૦૨માં)

🌺ગુજરાતમાં કોલેજ કક્ષાનું શિક્ષણ શરૂઆત- ૧૮૬૦માં

🌺ગુજરાત યુનિવર્સિટીનાં સર્વ પ્રથમ વાઈસ ચાન્સેલર- હરસિદ્ધ દિવેટિયા

🌺ગુજરાતના સર્વ પ્રથમ મુખ્ય સચિવ- વી.ઇશ્વરન (૧૯૬૦-૬૩)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગેસ અધિવેશન – ૧૯૦૨માં,અમદાવાદમાં

🌺સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)

🌺ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે

🌺ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)

🌺ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર– અંબાલાલ શાહ (૧૯૩૦માં)

🌺ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)

🌺નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)

🌺રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર –ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)

🌺લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત – સુરતમાં

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક- સ્ત્રીબોધ (૧૮૫૭ના-અમદાવાદમાં)

🌺ગુજરાતી સાહિત્યની સર્વ પ્રથમ આત્મકથા- મારી હકીકત ( નર્મદ)

🌺ગુજરાતનો સર્વ પ્રથમ મુઘલ સુબેદાર તરીકે – મિર્ઝા અઝીઝ ડોડા

🌺ગુજરાતી સાહિત્યનો કુમાર ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી- હરીભાઈ દેસાઈ (૧૯૪૪માં)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતમાં રાઈટ ટુ રીજેક્ટનો સર્વ પ્રથમ ઉપયોગ- સુરતમાં

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ લોકયુંક્તનો કાયદો- ૧૯૮૬માં

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ લોકાયત અધકારી – શ્રી ડી.એમ.શુક્લા, ગાંધીનગર (૧૯૯૮)

🌺ગુજરાત વિધાનસભાની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ- ૧૯૬૨માં

🌺ગુજરાતી સર્વ પ્રથમ એન્સાઇક્લોપીડિયા બહાર પાડનાર- રતનજી ફરમાજી શેઠ

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ જીવનચરિત્ર કોલંબસનો વૃતાંત- પ્રાણલાલ મથુરાદાસ

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ નાટક- લક્ષ્મી ( દલપતરામ)

🌺ગુજરાતના સર્વપ્રથમ ભૂમિસેનાપતિ- રાજેન્દ્રસિંહજી

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ગોકુળિયું ગામ યોજનાની શરૂઆત કરનાર મુખ્યમંત્રી-શ્રી કેશુભાઈ પટેલ

🌺ગુજરાતનું સર્વ પ્રથમ ગોકુળિયું ગામ- રાયસણ (જી-ગાંધીનગર)

🌺ગુજરાતી સર્વ પ્રથમ બોલતી ફિલ્મ- નરસિંહ મહેતા

🌺ગુજરાતની સર્વ પ્રથમ રંગીન ફિલ્મ- લીલૂડી ધરતી

🌺ગુજરાતના સર્વ પ્રથમ મહિલા શિક્ષણમંત્રી – ઇન્દુમતીબેન  શેઠ

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ ‘ સફાઈ વિદ્યાલય’ની શરૂઆત કરનાર- સાબરમતી આશ્રમ,અમદાવાદ

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ બેન્કની સ્થાપના – બેંક ઓફ બોમ્બે

🌺ગુજરાતની અસ્મિતા શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર- રણજીતરામ મહેતા

🌺ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સામયિક – ડાંડિયો

🌺સર્વ પ્રથમ ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપનાર- નર્મદાશંકર દવે (૧૮૭૩માં)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતમાં સર્વ પ્રથમ મહિલા સ્નાતક- વિદ્યાગૌરી નીલકંઠ

🌺વિદેશમાં સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વ પ્રથમ ગુજરાતી – મેડમ ભીખાઈજી કામા

🌺ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વ પ્રથમ અધ્યક્ષ – ગોવર્ધનરામ ત્રિપાઠી

🌺ગુજરાતનું એકમાત્ર વર્લ્ડ હેરીટેજ સાઈડ- ચાંપાનેર

🌺ગુજરાત રાજ્યના સર્વપ્રથમ બિન કોન્ગેસી મુખ્યમંત્રી- બાબુભાઈ પટેલ

🌺રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- હીરાબેન પાઠક

🌺ગુજરાતી ભાષામાં કરૂણપ્રશસ્તિપત્ર કાવ્યના સર્વપ્રથમ રચયિતા- દલપતરામ

🌺સર્વ પ્રથમ ગુજરાતી સમાચારપત્ર – મુંબઈ સમાચારપત્ર

🌺ગુજરાતમાં સર્વપ્રથમ સાંજની અદાલત (ઇવનિંગ કોર્ટ)ની શરૂઆત- તા.૧૪/૧૧/૨૦૦૬, મિરઝાપુર

🌺ગુજરતમાં સર્વપ્રથમ ટેલિવીઝનની શરૂઆત – ૧૯૭૫માં

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ગુજરાતી નવલકથા- કરણઘેલો (૧૮૬૬માં, નંદશંકર મહેતા)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નિબંધ – ભૂત નિબંધ ( દલપતરામ)

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ સામાજિક ગુજરાતી નવલકથા – સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ )

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર – ઉત્તમ કપોળ( કરસનદાસ )

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ પ્રવાસ પુસ્તક – ભવાઈ  ( મહીપતરામ નીલકંઠ )

🌺લોકસભાના અધ્યક્ષ બનનાર સર્વ પ્રથમ ગુજરાતી- વાસુદેવ ગણેશ માવલંકર

🌺રાજ્યપાલ બનનાર સર્વપ્રથમ ગુજરાતી- મંગળભાઈ પકવાસા (૧૯૪૭માં, મધ્યપ્રદેશ)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ( અંગ્રેજોની)- ભરૂચ કોટન મિલ, ભરૂચ (૧૮૫૩માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી- દાંતીવાડા (૧૯૭૩માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ કૃષિ વિદ્યાલય- આણંદ (૧૯૪૭માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ ખાંડનું સહકારી કારખાનું- બારડોલી (૧૯૫૫માં)

🌺ગુજરાતી કમ્પ્યુટર – તેજ-સિક્લેર, મુંબઈ (૧૯૮૩માં)

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ દૈનિક પેપર- સમાચાર દર્પણ (૧૮૪૮માં)

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર (૧૮૨૨માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ ગ્લાઈડીંગ ક્લબ- અમદાવાદ (૧૯૬૨માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ તેલશુદ્ધિ રીફાઈનરી –કોયલી

🌺ગુજરાતમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પૂરો પડવાની યોજના સર્વપ્રથમ અમલ – વડોદરા શહેર

🌺ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્ય સચિવ – મંજુલા સુબ્રમણ્યમ

🌺ગુજરાતમાં સયાજીરાવ ગાયકવાડે સર્વપ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણમાં અમલ- અમરેલી

🌺ગુજરાતમાં સર્વપ્રથમ રેલ્વે- ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે ૧૮૫૧માં

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ જાનપદી નવલકથા- સોરઠ તારા વહેતા પાણી (ઝવેરચંદ મેઘાણી)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ રેડીયો કેન્દ્રની સ્થાપના- ૧૯૨૦માં વડોદરા

🌺ગુજરાતમાં સર્વપ્રથમ વિધાનસભાની બેઠકો- ૧૩૨

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ નાટક લખનાર- દલપતરામ (લક્ષ્મી)

🌺ગુજરાતનો સર્વપ્રથમ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી- રણજીતસિંહજી (૧૮૯૫માં)

🌺ગુજરાતનાટકમાં સર્વપ્રથમ નટી- રાધા અને સોના (૧૮૭૫માં)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નવલકથાકાર – નંદશંકર મહેતા (૧૮૬૮માં)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ નાટ્યલેખક – પ્રેમાનંદ ભટ્ટ

🌺ગુજરાતી ભાષાના સર્વપ્રથમ કવિ – દલપતરામ

🌺ભારતના નાયબ વડાપ્રધાન બનનાર સર્વપ્રથમ ગુજરાતી- સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૪૭માં)

🌺સર્વોચ્ચ ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટના સર્વપ્રથમ ગુજરાતી- નાનાભાઈ હરિદાસ કણીયા

🌺ગુજરાતના સર્વપ્રથમ કોસ્ટ એકાઉન્ટન્ટ- દર્શના પટેલ

🌺હિમાચલ કારયાત્રાનાં સર્વપ્રથમ વિજેતા- જયંતભાઈ શાહ

🌺ગુજરાતના સર્વપ્રથમ મહિલા શેરદલાલ – હીના વોરા, અમદાવાદ

🌺ગુજરાતના સર્વપ્રથમ મહિલા પાયલોટ- રોશન પઠાણ

🌺ગુજરાતનું સર્વપ્રથમ મુદ્રણ- ભીમજી પારેખ, સુરત

🌺ગુજરાતના સર્વપ્રથમ પ્રાધ્યાપક- સુનીલભાઈ કોઠારી (૧૯૮૫માં)

🌺જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી સાહિત્યકાર- ઉમાશંકર જોશી (૧૯૬૭માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમ – અમદાવાદ (૧૮૯૨માં)

🌺ગુજરાતનું સર્વપ્રથમ અંગ્રેજી વેપાર કેન્દ્ર – સુરત

🌺ગુજરાતમાં સર્વપ્રથમ અંગ્રેજી શાળાની શરૂઆત- અમદાવાદ (૧૮૪૬માં)

🌺ગુજરાતમાં સર્વપ્રથમ ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર – અમદાવાદ (૧૯૬૭માં

🌺ગુજરાતની સર્વપ્રથમ ઔદ્યોગિક વસાહત – રાજકોટ (૧૯૬૦માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કન્યા પોલીટેકનીક સંસ્થા- અમદાવાદ (૧૯૬૪માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કન્યાશાળા – મગનભાઈ કરમચંદ , અમદાવાદ

🌺ગુજરાતની સર્વપ્રથમ કોમર્સ કોલેજ-એચ.એલ.કોમર્સ કોલેજ, અમદાવાદ ( ૧૯૭૯માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કોલેજ – ગુજરાત કોલેજ , અમદાવાદ (૧૮૮૭માં )

🌺ગુજરાતમાં સર્વપ્રથમ ખનીજતેલ પ્રાપ્તિ- લૂણેજ (૧૯૫૯માં)

🌺ગુજરાતની સર્વપ્રથમ કાપડ મિલ- કોટન મિલ.અમદાવાદ (૧૮૬૦માં)

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ હાસ્ય નાટક – મિથ્યાભિમાન (જીવરામ ભટ્ટ )

🌺ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ કાવ્યસંગ્રહ – કાવ્ય દોહન( દલપતરામ)

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બારમાસી કાવ્ય ની રચના- નેમિનાથ ચતુંષ્પ્દીકા

🌺ગુજરાતના નાની વયે સર્વપ્રથમ મુખ્યમંત્રી બનનાર – ચીમનભાઈ પટેલ

🌺ગુજરાતમાં સર્વપ્રથમ અનાથાશ્રમની શરૂઆત કરનાર- ૧૮૯૨માં (મહીપતરામ)

🌺ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી )

🌺ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા – બાલાછડી ( જામનગર)

🌺ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત- ૧૮૨૪માં, (સુરત)

🌺ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)

🌺ગુજતાની સર્વપ્રથમ લો કોલેજ -૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ

🌺ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન – ૧૯૬૪માં વઘઈ , ડાંગ

🌺ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક-૧૯૭૪માં, અમદાવાદ

🌺ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત- ૧૯૮૪માં. શાળામાં

🌺ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત- ૧૯૬૧માં, રાજકોટ

🌺ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)

🌺ગુજરાતની સર્વપ્રથમ હાઈટેક અને ટેબલેટવાળી શાળા- શ્રી સાંગણવા પ્રાથમિક શાળા(જી.રાજકોટ)

🌺ગુર્જર રંગભૂમિના પિતા- રણછોડલાલ ઉદયરામ

🌺ગુજરાતની સર્વપ્રથમ રીફાઈનરી- કોયલી

🥀🥀સમીર પટેલ 🥀🥀
🐝👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🐝

😘: 🐝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🐝

🌺ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ સર્વપ્રથમ શરૂ થયો- ચંદ્ર્ગૃપ્ત મૌર્ય

🌺ગુજરાતમાં સર્વપ્રથમ પ્લેનેટોરિયમની સ્થાપના- સુરત

🌺ગુજરાતમાં અમદાવાદ-મુંબઈને જોડતી ટેલીફોન લાઈન સર્વપ્રથમ શરૂ થઇ – ૧૮૫૦માં

🌺ગુજરાતી મૂળની સર્વપ્રથમ મહિલા અવકાશયાત્રી- સુનીતા વિલિયમ્સ

🌺બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનાર સર્વપ્રથમ ગુજરાતી- ભોળાનાથ સારાભાઈ (૧૮૪૪માં)

🌺વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સર્વપ્રથમ ગુજરાતી- રિદ્ધિ શાહ

🌺ગુજરાતનું સર્વપ્રથમ થ્રી-ડી થિયેટર – સાયન્સ સિટી-અમદાવાદ

🌺સ્કેટીંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી- નયન પારેખ

🌺ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બાલ પાક્ષિક – ગાંડીવ

🌺સર્વપ્રથમગુજરાતી વ્યાકરણ- સિદ્ધહેમશબ્દાનુશાસન (હેમચંદ્રાચાર્ય)

🌺ગુજરાતી ભાષામાં ખંડકાવ્યો સર્વપ્રથમ શરૂઆત કરનાર- કવિ કાન્ત

🌺ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત – કારતક સુદ એકમથી

🌺ગુજરાતનું સર્વપ્રથમ બાળ સંગ્રહાલય- ગીરધરભાઈ બાળ સંગ્રહાલય,અમરેલી

🌺ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડીયો – લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી અને સ્ટુડીયો, વડોદરા

🌺સ્વતંત્ર ભારતની બંધારણ સભાના અધ્યક્ષ તરીકે સર્વપ્રથમ ગુજરાતી – ગણેશ વાસુદેવ માવળંકર

🌺ગુજરાતમાં સર્વપ્રથમ એમ.એ ની પદવી મેળવનાર – અંબાલાલ સાંકરલાલ દેસાઈ

🌺અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય – ‘બાપાની પીંપર’ (૧૮૪૫-દલપતરામ)

🥀🥀સમીર પટેલ 🥀🥀
💐🌿જ્ઞાન કી દુનિયા 🌿💐

🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥

🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥
(સંપૂર્ણ માહિતી PDFમા)

👌🏻🐥ઘરેલૂ ગોરૈયા (ચકલી)
વર્ષ ૨૦૧૩ની ૧૫ ઓગષ્ટે ગોરૈયા ચકલીને દિલ્હીનું રાજય પક્ષી ઘોષિત કરીને બચાવવા માટે અભિયાન ચલાવાયુ હતુ.

👌🏻🐥20 માર્ચ 2010 દિવસ થી વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી.

👉🏻જે નેચર ફૉરેવર સોસાયટી ઑફ ઇન્ડિયા સાથે ઇકો-સિસ એકશન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને કેટલાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય પહેલ છે.

👌🏻🐥ચકલીનું વૈજ્ઞાનિક નામ ‘પૈસર ડોમેસ્ટિકસ’ છે. અંગ્રેજીમાં તેને ‘સ્પેરો’ કહે છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં તેને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે, ગુજરાતમાં ચકલી, મરાઠી-ચિમાની, પંજાબી-ચિરી, તમિલનાડૂ અને કેરળમાં કુરૂવી, ઓડિસામાં પરઘતિયા, તેલુગૂમાં પિછુકા, કન્નડમાં ગુબ્બાચી.

👌🏻👉🏻🐥🐥ભારતીય 👦🏻સંરક્ષણવાદી મોહમ્મહ દિલાવર દ્વારા નેચર ફાર એવર સોસાયટીની શરૂઆત થઇ હતી.

🤘🏻👏🏻👏🏻તેમણે નાસિક ખાતેના પોતાના ઘરમાં રહેલી ચકલીને મદદ કરવા સાથે કાર્ય શરૂ કર્યુ હતુ. તેમને તેમના કાર્ય બદલ ટાઇમ દ્વારા વર્ષ ૨૦૦૮માં ‘પર્યાવરણ હિરો’ નામ અપાયુ હતુ. આ સોસાયટી વર્ષ ૨૦૦૫થી શહેરી આવાસોમાં ચકલી અને અન્ય સામાન્ય વનસ્પતિ તથા જીવોના સંરક્ષણ માટે કાર્યરત છે.

👦🏻👧🏻બાળક સમજણુ થાય અટલે પેલી વાર્તા તો,
🐥“એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ……….”

અને

પેલ્લુ જોડકણુ પણ..
“ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ આવશો કે નહિ”

અરે હા,

‘ચકલી ઉડે ફર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ર્ …’ આ રમતની શરુઆત જ ‘ચકલી’થી થાય.

✍🏻યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

⚾⚾⚜Khel jagat⚜⚾⚾

⚜Khel jagat⚜
🔺🏇🏻Ghodesavarina medan ne *Arina* Kahevay 6.
🔺🚴🏻 Cycleingna medan ne *Velodram* kahevay  6.
🔺🏉Baseballna medan ne *Daimond* kahevay 6.
⚜Kai ramatma ktla kheladi 2y team ma hoy 6?
🔺Footballma -11
🔺Kho-kho -9
🔺Kabddi-7
🔺Vallyball-6
🔺Handball-12
⚜Kya deshni rashtriy ramat kai 6?
🔺America➖Baseball
🔺Spane➖Bull fight
🔺Brazil➖Football
🔺Australia➖Cricket
🔺Japan➖Judo
🔺India➖Hocky
🔺Chine➖Table Tanis