Monday, 20 March 2017

🌷🌷બિસમિલ્લાખાન💐💐

🌷🌷બિસમિલ્લાખાન💐💐

March 21

🍋વિશ્વ વિખ્યાત  મહાન શરણાઈવાદક અને ભારતરત્ન વિજેતા ઉસ્તાદ બિસમિલ્લાખાનનો જન્મ તા. ૨૧/૩/૧૯૧૬ના રોજ બિહારના ડુમરાવ પ્રદેશના એક ગામમાં થયો હતો.

🍋ઉસ્તાદ બિસમિલ્લાખાનના પરિવારમાં પિતા,દાદા,મામા સૌ શરણાઈ વગાડતા હતા . વિવિધ રાજદરબારમાં તેમની શરણાઈના સૂર ગૂંજી ઊઠતા હતા.

🍋જ્યારે બિસમિલ્લાખાન અઢી વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું અને ત્યારપછી તેમનો ઉછેર મામાના ઘરે થયો હતો. તેઓ બાલ્યાવસ્થાથી જ અભ્યાસ કરતાં સંગીતમાં વધુ રૂચિ ધરાવતા હતા.

🍋તેમના મામાની સૌથી વધુ અસર હતી. તેમના મામા અલીબક્ષએ બિસમિલ્લાખાન શહેનાઈ પ્રત્યેનો પ્રેમ જોઇને તેમને માત્ર ૬ વર્ષની નાની વયે શહેનાઈની ભેટ આપી હતી. બસ એ દિવસથી શહેનાઈનો હાથ જીવનના અંતિમ દિવસો સુધી રહ્યો હતો.

🍋ઈ.સ. ૧૯૩૦માં તેઓ અલ્હાબાદમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં સામેલ થયા. ઈ.સ.૧૯૩૭માં  કલકત્તામાં યોજાયેલ અખિલ  ભારતીય સંગીત સંમેલન તેમના માટે માઈનસ્ટોન સાબિત થયો. વીસ વર્ષની વયે જ ખ્યાતી  દેશભરમાં ફેલાઈ ગઈ.

🍋પદ્મશ્રી,પદ્મવિભૂષણ, તાનસેન જેવા સન્માન ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા છે. શાંતિનિકેતન વિશ્વ વિદ્યાલય દ્વારા તેમને ‘ ડોકટરેટ’ ની ઉપાધીથી નવાજ્યા છે.

🍋 શહેનાઈના સૂરવાણી બિસમિલ્લાખાનની અનેક કેસેટ બજારમાં આવી જેને કીર્તિમાન રેકોર્ડ સ્થાપિત કર્યા છે . વિશ્વમાં પોતાની માનમાં હોવા છતાં બિસમિલ્લાખાનના વાણી, વર્તનમાં જરાય અભિમાન નથી. તેઓ ધાર્મિક, લાગણીશીલ અને અત્યંત  સંવેદનાસભર વ્યક્તિ છે. તેમની શહેનાઈમાંથી નીકળેલી ધૂન મનને શાંત અને પવિત્ર બનાવે છે તેવો અહેસાસ થાય છે.

🍋પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં તેમણે શહેનાઈ પર ‘ રાગ્કેફી’ વગાડ્યું હતું.

🍋ઈ.સ. ૨૦૦૧માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment