Saturday 25 March 2017

🎆🎆Father of the Subjects🎆🎆

Father of the Subjects:

Father of Ayurveda: Charaka

Father of Biology: Aristotle

Father of Physics: Albert Einstein

Father of Statistics: Ronald Fisher

Father of Zoology: Aristotle

Father of History: Herodotus

Father of Microbiology: Louis Pasteur

Father of Botany: Theophrastus

Father of Algebra: Diophantus

Father of Blood groups: Landsteiner

Father of Electricity: Benjamin Franklin

Father of Trigonometry: Hipparchus

Father of Geometry: Euclid

Father of Modern Chemistry: Antoine Lavoisier

Father of Robotics: Nikola Tesla

Father of Electronics: Ray Tomlinson

Father of Internet: Vinton Cerf

Father of Economics: Adam Smith

Father of Video game: Thomas T. Goldsmith, Jr.

Father of Architecture: Imhotep

Father of Genetics: Gregor Johann Mendel

Father of Nanotechnology: Richard Smalley

Father of Robotics:;Al-Jazari

Father of C language: Dennis Ritchie

Father of World Wide Web: Tim Berners-Lee

Father of Search engine: Alan Emtage

Father of Periodic table: Dmitri Mendeleev

Father of Taxonomy: Carolus Linnaeus

Father of Surgery (early): Sushruta

Father of Mathematics: Archimedes

Father of Medicine: Hippocrates

Father of Homeopathy: Samuel Hahnemann

Father of Law: Cicero

Father of the American Constitution: James Madison

Father of the Indian Constitution: Dr. B.R. Ambedkar

Father of the Green Revolution: Norman Ernest Borlaug

Father of the Green Revolution in India: M.S Swaminathan.

🙏🏞 *āŠđેāŠŪુāŠ­ાāŠˆ āŠ—āŠĒāŠĩી*🙏🏞

🙏🏼 *હેમુભાઈ ગઢવી*🙏🏼
〰〰〰〰〰〰〰〰〰〰
ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હતાં.

💁🏻‍♂*પ્રારંભિક જીવન*

💁🏻‍♂*જન્મ*:-ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લા નાં સાયલા તાલુકાનાં ઢાંકળિયા ગામે તા.૦૪-૦૯-૧૯૨૯ નાં દિવસે થયો હતો.

💁🏻‍♂ *પિતાનું નામ* *નાનભા*

💁🏻‍♂ *માતાનું નામ*

         *બાલુબા* 

💁🏻‍♂ *પત્નિનું નામ*

         *હરિબા*

💁🏻‍♂ તેમના માતા પિતાનાં સંસ્કારો નાનપણથી હેમુભાઈમાં ઉતર્યા હતાં.

લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેને " ગામડુ મુજને પ્યારૂં ગોકુળ " પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેર ની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું.

*કારકિર્દી*

આકાશવાણી રાજકોટનાં ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતાં. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ.૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. આમ તેઓએ ઈ.સ.૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.

ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંમ્બિયા કંપનીએ તેમની ૭૮ સ્પીકની "સોની હલામણ મે ઉજળી" રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં. હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ વખતે હેમરેજ થવાથી ચકર આવ્યા અને બાદમાં મૃત્યુ પામ્યા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકસંગીતના ગાયક છે.

*સન્માન*

💁🏻‍♂ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર.

💁🏻‍♂ ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર.

💁🏻‍♂કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર.

💁🏻‍♂રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.

💁🏻‍♂તા.૧૧-૦૮-૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.

💁🏻‍♂લોકગીતો અને ભજનો

💁🏻‍♂મારૂ વનરાવન છે રૂડુ - સ્વર હેમુ ગઢવી

💁🏻‍♂કાન તારી મોરલીયે - સ્વર હેમુ ગઢવી

💁🏻‍♂મ્યુઝીક ઇન્ડિયા ચેનલ ઉપર - સ્વર હેમુ ગઢવી
〰〰〰〰〰〰〰〰〰〰
✍🏻📖🅿♈®🙏🏼✍🏻