Sunday 28 May 2017

⌨➖ *COMPUTER SHORT CUT KEY.*

⌨➖ *COMPUTER SHORT CUT KEY.*

⌨ CTRL+A- સિલેક્ટ ઓલ

⌨ CTRL+B - અક્ષર બોલ્ડ કરવા

⌨ CTRL+C - કોપી

⌨ CTRL+D- ફોન્ટ બદલવા

⌨ CTRL+E-સેન્ટર એલાઇમેન્ટ

⌨ CTRL+F-ફાઈન્ડ

⌨ CTRL+G-ગો ટુ

⌨ CTRL+H- રિપ્લેસ

⌨ CTRL+I- ઈટાલીક

⌨ CTRL+J- જસ્ટીફાઈ

⌨ CTRL+K- હાયપર લીન્ક બનાવવા

⌨ CTRL+L- લેફ્ટ એલાઇમેન્ટ

⌨ CTRL+M- નોટ પેડ નવીલાઈન

⌨ CTRL+N- ન્યુ ફાઇલ

⌨ CTRL+O- ઓપન ફાઇલ

⌨ CTRL+P- પ્રિન્ટ માટે

⌨ CTRL+R- રાઇટ  એલાઈમેન્ટ

⌨ CTRL+S- ફાઇલ સેવ કરવા

⌨ CTRL+T- વર્ડ મા ટુલબોક્ષ ઓપન કરવા

⌨ CTRL+U- અન્ડરલાઈન કરવા

⌨ CTRL+V- પેસ્ટ કરવા

⌨ CTRL+W- વિન્ડો ને ક્લોઝ કરવા

⌨ CTRL+X- કટ કરવા

⌨ CTRL+Y- રી ડુ

⌨ CTRL+Z- અન ડુ

🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞

*લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ* સણોસરા,

✔ *સ્થાપના ૨૮ મે ૧૯૫૩*

👉🏿 શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ  *લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ* સણોસરા,  *૨૮ મે ૧૯૫૩* ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ.

👉🏿 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે.

👉🏿 શ્રી મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

👉🏿 ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે લોકવન) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.

📚🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍📚

*વિનાયક દામોદર સાવરકર*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*વિનાયક દામોદર સાવરકર*

   🍫 *જન્મ* 🍫

*૨૮મી* *મે* 1883

🗞➖ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ *'વીર સાવરકર'* ના નામથી જાણીતા થયા. 

🗞➖હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે.

🗞➖ સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દરદર્શી રાજનેતા પણ હતા.

🗞➖તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.

🗞➖ તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામની બુકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો.

🗞➖‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ મૂળ મરાઠી ભાષામાં 1908ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું.

🗞➖ તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું.

🗞➖અંતમાં આ પુસ્તક 1909ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો.

🗞➖આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો.

🗞➖ આ પ્રતિબંધને 1946ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો...

📚➖ *જ્ઞાન કી દુનિયા* ➖📚

👳🏼 *ડૉ. હરિવલ્લભ ભાયાણી*

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💭 *૨૬ મે જન્મ*
👳🏼 *ડૉ. હરિવલ્લભ ભાયાણી*
            
💭➖ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી એવા ડૉ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ તા. ૨૬/૫/૧૯૧૭ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા ગામમાં થયો હતો.

💭➖જ્ઞાતિએ દસા શ્રીમાળી વણિક હતા. અભ્યાસમાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા.

💭➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં લીધું હતું.

💭➖ ઈ.સ.૧૯૩૪માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવી ઈ.સ. ૧૯૩૯માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે સ્નાતક થયા.

💭➖ ઈ.સ.૧૯૪૧માં સંસ્કૃત- અર્ધમાગધી વિષય સાથે એમ.એ.ની ઉપાધી મેળવી હતી. અને આ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા.

💭➖તેમેન જિનવિજયજી માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી.

💭➖ ઈ.સ.૧૯૫૩-૬૧માં ત્રણ ભાગમાં પ્રકાશન થયું.

💭➖ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે કામગીરી કરી.

💭➖ ઈ.સ.૧૯૪૫માં એમણે મુની જિનવિજયજી સાથે ‘ સંદેશરાસક’ નામની કૃતિનું સંપાદન કાર્ય કર્યું હતું.

💭➖ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપકની કામગીરી કરી હતી.

💭➖ ઈ.સ. ૧૯૪૫માં તેમણે મુની જિનવિજયજી ભાષાભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યક્ષ થયા.

💭➖તેમને ‘ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’, વ્યુત્પત્તિવિચાર, શબ્દપરિશીલનો, શબ્દકથા, અનુંશીલનો અને થોડોક વ્યાકરણ વિચાર જેવા દસેક ગ્રંથોમાં ગુજરાતી ભાષા વ્યાકરણ વિષયક સંશોધનાત્મક વિચારણા થઇ છે.

💭➖સંશોધન સંપાદન ઉપરાંત એમણે વિવેચનક્ષેત્રે કરલું સંપાદન પણ એટલું જ પ્રાણવાન છે.

💭➖ઈ.સ. ૧૯૬૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

💭➖ઈ.સ. ૧૯૮૧માં ‘ રચના અને સંરચના’ વિવેચનગ્રંથણે સાહિત્ય અકાદમી દિલ્લી પારિતોષિક એનાયત થયેલ છે.

💭➖ ઈ.સ.૧૯૮૫માં ‘ કાવ્ય પ્રપંચ ‘ નિબંધને નર્મદ સુવર્ણચંદ્રક તથા ઈ.સ. ૧૯૮૭માં તેમને ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે.

💭➖ગુજરાત સરકારે પણ એમના પાંચ પુસ્તકોને પુરસ્કાર આપીને તેમની વિદ્યાનુરાગી પ્રતિભાનું ગૌરવ કર્યું હતું.

💭➖ગુજરાતી ભાષાના બહુશ્રુત વિરલ વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાનીનું અવસાન ૧૧ નવેમ્બર ૨૦૦૦ને શનિવારના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું.

💥💫 *જ્ઞાન કી દુનિયા* 💫💥

👳🏼 *અંબાલાલ પુરાણી*

🎆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎆

🎇 *૨૬ મે જન્મ* 🎇
👳🏼 *અંબાલાલ પુરાણી*

⏰ *જન્મ*
➖૨૬,મે-૧૮૯૪
➖સુરત

⏰ *વતન*
➖ ભરૂ્ચ

⏰ *અવસાન*
➖૧૧, ડિસેમ્બર – ૧૯૬૫
➖પોંડિચેરી

👳🏼 *કુટુમ્બ*
➖પિતા : બાલકૃષ્ણ
➖મોટા ભાઈ : છોટુભાઈ ( વ્યાયમવીર)

📝 *શિક્ષણ*
➖પ્રાથમિક : ભરૂચ
➖૧૯૦૯ : મેટ્રિક
➖૧૯૧૩ : ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

📇 *વ્યવસાય*
➖સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

🗞 *તેમના વિશે વિશેષ*
➖વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
➖ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
➖શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
➖૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
➖૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

💥 *રચનાઓ*
📑 *વાર્તા*
➖ દર્પણના ટુકડા
➖ઉપનિષદની વાતો

📑 *ચરિત્ર*
➖મણિલાલ નથુભાઈ દ્વિવેદી
➖શ્રી. અરવિંદ જીવન

📑 *પ્રવાસ વર્ણન*
➖ઇન્લેન્ડની સંસ્કારયાત્રા
➖પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી
➖પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)

📑 *પત્રસાહિત્ય*
➖ પથિકના પત્રો
➖પત્રોની પ્રસાદી
➖પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર)
➖પુરાણીના પત્રો

📑 *નિબંધ*
➖ પથિકનાં પુષ્પો
➖ચિંતનનાં પુષ્પો
➖સમિત્પાણિ

📑 *આધ્યાત્મિક*
➖યોગિક સાધના
➖મા
➖વિજ્ઞાનયોગ
➖પૂર્ણયોગની ભૂમિકાઓ
➖ પૂર્ણયોગ નવનીત
➖ ભક્તિયોગ
➖સૂત્રાવલી સંગ્રહ
➖શ્રી.માતાજી સાથે વાર્તાલાપ,
➖પૂર્ણયોગનો જ્ઞાનયોગ
➖પૂર્ણયોગના પ્રકાશમાં
➖સવિત્રીગુંજન,

📑 *અનુવાદ*
➖રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ

📇💫 *જ્ઞાન કી દુનિયા* 💫📇

💥 *૨૬ મે*

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

💥 *૨૬ મે*
🎙 *મહત્વની ઘટનાઓ*

📑૧૮૮૯ ➖ ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator),જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.

📑૧૯૨૮ ➖ એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.

📑૧૯૬૯ ➖ ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.

📑૨૦૦૩ ➖ આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.

📑૨૦૧૪ ➖ ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.

💫💭 *જ્ઞાન કી દુનિયા* 💭💫

🗞 *૨૫ મે મહત્વની ઘટનાઓ*

🎞👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎞

🗞 *૨૫ મે મહત્વની ઘટનાઓ*

💥૧૯૫૫ ➖ બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.

💥૧૯૬૧ ➖ એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.

💥૧૯૭૭ ➖ સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.

💥૨૦૦૧ ➖ કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' (Erik Weihenmayer), એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.

💥૨૦૦૯ ➖ ઉત્તર કોરિયા (North Korea)એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.

🎙🏵 *જ્ઞાન કી દુનિયા* 🏵🎙

📜 *મહમદ બેગડો*

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

📜 *મહમદ બેગડો*

💭➖સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના શ્રેષ્ઠ રાજ્યકર્તા સુલ્તાન હતા.

💭➖તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું.

💭➖તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા.

💭➖તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.

💭➖તેમણે પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત "પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન" થી નવાજ્યાં.

💭➖ તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી.

💭➖તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏵 *વિજયો*

🏆 *ચાંપાનેર* 🏆

💭➖તેમના એક શરૂઆતના વિજયોમાંથી એક કહી શકાય એવા ખીચી ચૌહાણ રાજપૂતોનો પાવાગઢ કિલ્લો સર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

💭➖યુવાન સુલ્તાને, ૨૦ મહિનાઓ સુધી ઘેરો નાખ્યા પછી, ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લો સર કર્યો.

💭➖ત્યારબાદ તેમણે સલ્તનતની રાજધાની ચાંપાનેર ખસેડી જે તેમણે ફરીથી પાવાગઢ કિલ્લાની નાની ટેકરીઓ પર સંપુર્ણ વસાવી, જેને મુહમ્મદાબાદ નામ આપ્યું.

💭➖આ શહેર વસાવતાં ૨૩ વર્ષ લાગ્યાં, અંતે આ શહેર ઇ.સ. ૧૫૩૫માં મુઘલ સમ્રાટ હુમાયુંના હુમલાઓમાં નાશ પામ્યું.

💭➖કહેવાય છે કે, ચાંપાનેર શહેરને તેનું નામ ચંપા નામના વૃક્ષથી, અથવા સમકાલીન ચંપારાજ કે જે અણહિલવાડના રાજા વનરાજ ચાવડા હતા તેમના પરથી પડ્યું મનાય છે.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏆 *મહેમુદાબાદ* 🏆

💭➖તેમણે ઇ.સ. ૧૪૭૯માં મહેમુદાબાદ શહેર (જુનાગઢ)નો પાયો નાંખ્યો હતો.

💭➖તેમણે નદીને સમાંતર પુરને ખાળતી મજબુત દિવાલોની રચના કરી, સુંદર મહેલ બંધાવીને શહેરની સુંદરતામાં વધારો કર્યો, સુંદર ઇમારતો અને વિશાળ બગીચા બંધાવ્યા.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏆 *મુંબઇ* 🏆

💭➖સુલ્તાન બેગડાને બોમ્બે ટાપુ કોળી (માછીમાર) આદિજાતી પાસેથી કબજે કરી લેવા માટે શ્રેય આપવામાં આવે છે.

💭➖જો કે ત્યારબાદ આ ટાપુ તેના વારસદાર બહાદુર શાહે ઇ.સ. ૧૫૩૫માં પોર્ટુગીઝોને સોંપ્યો હતો.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

💭➖સુલ્તાન એક મહત્વકાંક્ષી વ્યકિત હતા, તેમણે ભારતમાં મુસ્લિમ વિજય માટે લશ્કરી સહાય મેળવવા માટે ઓટોમન સામ્રાજ્યનો અને કેરોના સુલ્તાનનો સંપર્ક કર્યો હતો.

💭➖આ એ અરસાની વાત છે જ્યારે તેમના શાસનકાળ દરમિયાન વિખ્યાત દીવ યુદ્ધ થયું.

💭➖તેમના ધાર્મિક શિક્ષકોમાં ઇમામ અલ્ દિન 'અબ્દ અલ્ રહિમ' હતા.

💭➖જે સૈયદ ઇમામ શાહ તરીકે જાણીતાં છે, તેમણે ઇમામ-શાહી પંથની સ્થાપના કરી હતી.

💭➖કેટલાંક યુરોપિયન સાહસિકોએ ભૂલભરેલા નામ "તુર્ક મહમુદ શાહ ૧" (બેગડા), "ઝેરી સુલ્તાન" હેઠળ તેમના વિષે લોકપ્રિય વાર્તાઓનો ફેલાવો કર્યો હતો અને તે સત્તરમી સદીની અંગ્રેજી કટાક્ષકાર સેમ્યુઅલ બટલરની પંક્તિ *"કેમ્બે (હાલનું ખંભાત) નાં રાજકુવર નો દૈનિક ખોરાક નાનો ઝેરી સાપ, કલગીવાળી ઝેરી ગરોળી અને દેડકો છે."* માટેનો સ્ત્રોત બની.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🙏🏻💐 *મૃત્યુ* 💐🙏🏻

💭➖માનવામાં આવે છે કે સુલ્તાન ઇસ ૧૫૧૧માં કુદરતી રીતે મૃત્યુ પામ્યાં.

💭➖ તેઓને અહમદાબાદની દક્ષિણ-પશ્ચિમ સ્થિત સરખેજમાં આવેલી ભવ્ય સ્થાપત્ય સંકુલ ધરાવતી દરગાહ કે જે સરખેજ રોઝા કહેવાય છે ત્યાં તેમની રાણીની બાજુમાં દફનાવવામાં આવ્યા.

💥 *સમીર પટેલ*
🏵📑  *જ્ઞાન કી દુનિયા* 📑🏵

👳🏻‍♀ *ધીરુબેન પટેલ* 👳🏻‍♀

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💥 *૨૫ મે*
👳🏻‍♀ *ધીરુબેન પટેલ* 👳🏻‍♀
         
💭➖ગુજરાતી નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. ધીરુબેન પટેલનો જન્મ તા. ૨૫/૫/૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો.

💭➖શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં અને  ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું હતું.

💭➖ ઈ.સ.૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ઈ.સ.૧૯૪૮માં એમ.એ.ની પરીક્ષા પાસ કરી.

💭➖ઈ.સ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ઈ.સ.૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે કામગીરી કરી.

💭➖થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન ઈ.સ.૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું.

💭➖ઈ.સ.૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી પદે રહ્યા.

💭➖ ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે.

💭➖તેમના ‘અધૂરો કોલ’ ‘એક લહર’  અને ‘વિશ્રંભકથા’ એમના વાર્તાસંગ્રહો છે.

💭➖રોચક વસ્તુગુંફન, પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણોને તાગવાની મથામણ-એ એમની વાર્તાઓની વિશેષતા છે.

💭➖તેમની  ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’, ‘મયંકની મા’ જેવી વાર્તાઓ સફળ છે. ‘વડવાનલ’, ‘શીમળાનાં ફૂલ’, ‘વાવંટોળ’ અને ‘વમળ’ એ નવલકથાઓ પૈકી ‘વાવંટોળ’ સુદીર્ઘ, મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે.

💭➖એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ દેખાય છે.

💭➖ ‘આંધળી ગલી’ માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખે પરેશ-શુભાંગીનું જીવંત-તરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદાસીના પહાડને તોડે છે પણ ક્ષણ માટે જ- એવા સુયોજિત કથાનકને સહારે ઘેરી કરુણતા પ્રગટે છે.

💭➖હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે.

💭➖ ‘ગગનનાં લગ્ન’ સામાન્ય લાગતાં પાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું નરવું હાસ્ય પીરસે છે.

💭➖એમનાં ‘પહેલું ઈનામ’, ‘પંખીનો માળો’ અને ‘વિનાશને પંથે’ જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનનો માનેલો’ એકાંકીસંગ્રહ ‘નમણી નાગરવેલ’ તથા બાળનાટક ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ એમની સર્જક-નાટ્યશક્તિનો પરિચય કરાવે છે.

💭➖એમની બાળવાર્તા ‘બતકનું બચ્ચું’ (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રનાં જોડકણાં’ (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે.

💫 *સમીર પટેલ*
📜🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞📜

📮➖ *પરમાણુ પ્રતિબંધ સંધિ*

📮➖ *પરમાણુ પ્રતિબંધ સંધિ*

👉🏿 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પરમાણુ પ્રતિબંધ સંધિ નો પ્રથમ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવેલ છે.

👉🏿 ડ્રાફ્ટ સંધિ એક નિરંતર અભિયાન છે જે ૧૩૦ થી વધારે બીનપરમાણુ  દેશો દ્વારા સમર્થિત છે.

👉🏿 આ સંધિ પરમાણુ હથિયાર ધરાવતા દેશો ને પરમાણુ હથિયાર  પર પ્રતિબંધ લગાવવા માટે રાજી કરવા બાબતે છે.

👉🏿 પરમાણુ હથિયાર વાળા દેશો

૧-અમેરિકા
૨-બ્રિટન
૩-ચીન
૪-રશિયા
૫-ફ્રાન્સ
૬-જાપાન
૭-પાકિસ્તાન
૮-ભારત
૯-ઉત્તર કોરિયા
૧૦-ઇઝરાયલ.

👉🏿 આ સંધિ માટે પરમાણુ ધરાવતા દેશો એ સમર્થન કરેલ નથી.

👉🏿 આ સંધિ ને માનનાર દેશ ક્યારેય પણ પરમાણુ હથિયાર નું ઉત્પાદન અને તેનું વિકાસ કાર્ય કરી શકે નહિ....

🌍📚 *જ્ઞાન કી દુનીયા* 📚🌍

📮➖ *૨૪ મે* ➖📮

✔ *મહત્વની ઘટનાઓ*

📮➖ *૨૪ મે* ➖📮

👉🏿 ૧૮૪૪ ➖સેમ્યુઅલ મોર્સે અમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર 'આલ્ફ્રેડ વેઇલ'ને, બાલ્ટિમોરમાં, તાર (મોર્સકોડ) દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: "What hath God wrought" (બાઇબલ ઉદ્ધરણ ૨૩:૨૩).

👉🏿 ૧૮૮૩ ➖ ૧૪ વર્ષનાં બાંધકામ બાદ,ન્યુયોર્ક શહેરમાં 'બ્રુકલિન બ્રિજ' જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.

👉🏿 ૧૯૪૦ ➖ ઇગોર સિર્કોસ્કી એ સફળતા પૂર્વક એક રોટર વાળા હેલિકોપ્ટર (Helicopter)નું ઉડાન કર્યું.

👉🏿 ૧૯૭૦ ➖ સોવિયેત યુનિયને, કોલા હોલ તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.

👉🏿 ૨૦૦૧ ➖ ૧૫ વર્ષની ઉંમરનો શેરપા 'તેમ્બા ત્શેરી' સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.

👉🏿 ૨૦૦૪ ➖ઉત્તર કોરિયા (North Korea)એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો..

🍫 *જન્મ* 🍫

👉🏿 ૧૬૮૬ ➖ગેબ્રિએલ ફેરનહાઇટ (Gabriel Fahrenheit), થર્મોમીટર (Thermometer)નો શોધક. (અ. ૧૭૩૬)

🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍