Sunday 28 May 2017

*લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ* સણોસરા,

✔ *સ્થાપના ૨૮ મે ૧૯૫૩*

👉🏿 શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ  *લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ* સણોસરા,  *૨૮ મે ૧૯૫૩* ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ.

👉🏿 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે.

👉🏿 શ્રી મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

👉🏿 ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે લોકવન) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.

📚🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍📚

No comments:

Post a Comment