Sunday 28 May 2017

๐Ÿ“œ *เชฎเชนเชฎเชฆ เชฌેเช—เชกો*

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

📜 *મહમદ બેગડો*

💭➖સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના શ્રેષ્ઠ રાજ્યકર્તા સુલ્તાન હતા.

💭➖તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું.

💭➖તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા.

💭➖તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.

💭➖તેમણે પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત "પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન" થી નવાજ્યાં.

💭➖ તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી.

💭➖તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏵 *વિજયો*

🏆 *ચાંપાનેર* 🏆

💭➖તેમના એક શરૂઆતના વિજયોમાંથી એક કહી શકાય એવા ખીચી ચૌહાણ રાજપૂતોનો પાવાગઢ કિલ્લો સર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

💭➖યુવાન સુલ્તાને, ૨૦ મહિનાઓ સુધી ઘેરો નાખ્યા પછી, ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લો સર કર્યો.

💭➖ત્યારબાદ તેમણે સલ્તનતની રાજધાની ચાંપાનેર ખસેડી જે તેમણે ફરીથી પાવાગઢ કિલ્લાની નાની ટેકરીઓ પર સંપુર્ણ વસાવી, જેને મુહમ્મદાબાદ નામ આપ્યું.

💭➖આ શહેર વસાવતાં ૨૩ વર્ષ લાગ્યાં, અંતે આ શહેર ઇ.સ. ૧૫૩૫માં મુઘલ સમ્રાટ હુમાયુંના હુમલાઓમાં નાશ પામ્યું.

💭➖કહેવાય છે કે, ચાંપાનેર શહેરને તેનું નામ ચંપા નામના વૃક્ષથી, અથવા સમકાલીન ચંપારાજ કે જે અણહિલવાડના રાજા વનરાજ ચાવડા હતા તેમના પરથી પડ્યું મનાય છે.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏆 *મહેમુદાબાદ* 🏆

💭➖તેમણે ઇ.સ. ૧૪૭૯માં મહેમુદાબાદ શહેર (જુનાગઢ)નો પાયો નાંખ્યો હતો.

💭➖તેમણે નદીને સમાંતર પુરને ખાળતી મજબુત દિવાલોની રચના કરી, સુંદર મહેલ બંધાવીને શહેરની સુંદરતામાં વધારો કર્યો, સુંદર ઇમારતો અને વિશાળ બગીચા બંધાવ્યા.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏆 *મુંબઇ* 🏆

💭➖સુલ્તાન બેગડાને બોમ્બે ટાપુ કોળી (માછીમાર) આદિજાતી પાસેથી કબજે કરી લેવા માટે શ્રેય આપવામાં આવે છે.

💭➖જો કે ત્યારબાદ આ ટાપુ તેના વારસદાર બહાદુર શાહે ઇ.સ. ૧૫૩૫માં પોર્ટુગીઝોને સોંપ્યો હતો.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

💭➖સુલ્તાન એક મહત્વકાંક્ષી વ્યકિત હતા, તેમણે ભારતમાં મુસ્લિમ વિજય માટે લશ્કરી સહાય મેળવવા માટે ઓટોમન સામ્રાજ્યનો અને કેરોના સુલ્તાનનો સંપર્ક કર્યો હતો.

💭➖આ એ અરસાની વાત છે જ્યારે તેમના શાસનકાળ દરમિયાન વિખ્યાત દીવ યુદ્ધ થયું.

💭➖તેમના ધાર્મિક શિક્ષકોમાં ઇમામ અલ્ દિન 'અબ્દ અલ્ રહિમ' હતા.

💭➖જે સૈયદ ઇમામ શાહ તરીકે જાણીતાં છે, તેમણે ઇમામ-શાહી પંથની સ્થાપના કરી હતી.

💭➖કેટલાંક યુરોપિયન સાહસિકોએ ભૂલભરેલા નામ "તુર્ક મહમુદ શાહ ૧" (બેગડા), "ઝેરી સુલ્તાન" હેઠળ તેમના વિષે લોકપ્રિય વાર્તાઓનો ફેલાવો કર્યો હતો અને તે સત્તરમી સદીની અંગ્રેજી કટાક્ષકાર સેમ્યુઅલ બટલરની પંક્તિ *"કેમ્બે (હાલનું ખંભાત) નાં રાજકુવર નો દૈનિક ખોરાક નાનો ઝેરી સાપ, કલગીવાળી ઝેરી ગરોળી અને દેડકો છે."* માટેનો સ્ત્રોત બની.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🙏🏻💐 *મૃત્યુ* 💐🙏🏻

💭➖માનવામાં આવે છે કે સુલ્તાન ઇસ ૧૫૧૧માં કુદરતી રીતે મૃત્યુ પામ્યાં.

💭➖ તેઓને અહમદાબાદની દક્ષિણ-પશ્ચિમ સ્થિત સરખેજમાં આવેલી ભવ્ય સ્થાપત્ય સંકુલ ધરાવતી દરગાહ કે જે સરખેજ રોઝા કહેવાય છે ત્યાં તેમની રાણીની બાજુમાં દફનાવવામાં આવ્યા.

💥 *સમીર પટેલ*
🏵📑  *જ્ઞાન કી દુનિયા* 📑🏵

No comments:

Post a Comment