Sunday 28 May 2017

๐Ÿ‘ณ๐Ÿผ *เชกૉ. เชนเชฐિเชตเชฒ્เชฒเชญ เชญાเชฏાเชฃી*

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💭 *૨૬ મે જન્મ*
👳🏼 *ડૉ. હરિવલ્લભ ભાયાણી*
            
💭➖ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી એવા ડૉ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ તા. ૨૬/૫/૧૯૧૭ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા ગામમાં થયો હતો.

💭➖જ્ઞાતિએ દસા શ્રીમાળી વણિક હતા. અભ્યાસમાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા.

💭➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં લીધું હતું.

💭➖ ઈ.સ.૧૯૩૪માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવી ઈ.સ. ૧૯૩૯માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે સ્નાતક થયા.

💭➖ ઈ.સ.૧૯૪૧માં સંસ્કૃત- અર્ધમાગધી વિષય સાથે એમ.એ.ની ઉપાધી મેળવી હતી. અને આ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા.

💭➖તેમેન જિનવિજયજી માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી.

💭➖ ઈ.સ.૧૯૫૩-૬૧માં ત્રણ ભાગમાં પ્રકાશન થયું.

💭➖ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે કામગીરી કરી.

💭➖ ઈ.સ.૧૯૪૫માં એમણે મુની જિનવિજયજી સાથે ‘ સંદેશરાસક’ નામની કૃતિનું સંપાદન કાર્ય કર્યું હતું.

💭➖ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપકની કામગીરી કરી હતી.

💭➖ ઈ.સ. ૧૯૪૫માં તેમણે મુની જિનવિજયજી ભાષાભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યક્ષ થયા.

💭➖તેમને ‘ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’, વ્યુત્પત્તિવિચાર, શબ્દપરિશીલનો, શબ્દકથા, અનુંશીલનો અને થોડોક વ્યાકરણ વિચાર જેવા દસેક ગ્રંથોમાં ગુજરાતી ભાષા વ્યાકરણ વિષયક સંશોધનાત્મક વિચારણા થઇ છે.

💭➖સંશોધન સંપાદન ઉપરાંત એમણે વિવેચનક્ષેત્રે કરલું સંપાદન પણ એટલું જ પ્રાણવાન છે.

💭➖ઈ.સ. ૧૯૬૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

💭➖ઈ.સ. ૧૯૮૧માં ‘ રચના અને સંરચના’ વિવેચનગ્રંથણે સાહિત્ય અકાદમી દિલ્લી પારિતોષિક એનાયત થયેલ છે.

💭➖ ઈ.સ.૧૯૮૫માં ‘ કાવ્ય પ્રપંચ ‘ નિબંધને નર્મદ સુવર્ણચંદ્રક તથા ઈ.સ. ૧૯૮૭માં તેમને ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે.

💭➖ગુજરાત સરકારે પણ એમના પાંચ પુસ્તકોને પુરસ્કાર આપીને તેમની વિદ્યાનુરાગી પ્રતિભાનું ગૌરવ કર્યું હતું.

💭➖ગુજરાતી ભાષાના બહુશ્રુત વિરલ વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાનીનું અવસાન ૧૧ નવેમ્બર ૨૦૦૦ને શનિવારના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું.

💥💫 *જ્ઞાન કી દુનિયા* 💫💥

No comments:

Post a Comment