Sunday 28 May 2017

👳🏻‍♀ *ધીરુબેન પટેલ* 👳🏻‍♀

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💥 *૨૫ મે*
👳🏻‍♀ *ધીરુબેન પટેલ* 👳🏻‍♀
         
💭➖ગુજરાતી નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. ધીરુબેન પટેલનો જન્મ તા. ૨૫/૫/૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો.

💭➖શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં અને  ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું હતું.

💭➖ ઈ.સ.૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ઈ.સ.૧૯૪૮માં એમ.એ.ની પરીક્ષા પાસ કરી.

💭➖ઈ.સ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ઈ.સ.૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક તરીકે કામગીરી કરી.

💭➖થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન ઈ.સ.૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું.

💭➖ઈ.સ.૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી પદે રહ્યા.

💭➖ ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે.

💭➖તેમના ‘અધૂરો કોલ’ ‘એક લહર’  અને ‘વિશ્રંભકથા’ એમના વાર્તાસંગ્રહો છે.

💭➖રોચક વસ્તુગુંફન, પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનનાં ઊંડાણોને તાગવાની મથામણ-એ એમની વાર્તાઓની વિશેષતા છે.

💭➖તેમની  ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’, ‘મયંકની મા’ જેવી વાર્તાઓ સફળ છે. ‘વડવાનલ’, ‘શીમળાનાં ફૂલ’, ‘વાવંટોળ’ અને ‘વમળ’ એ નવલકથાઓ પૈકી ‘વાવંટોળ’ સુદીર્ઘ, મહત્વાકાંક્ષી અને પ્રભાવશાળી કૃતિ છે.

💭➖એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ માં સર્જનશક્તિનો ઉન્મેષ દેખાય છે.

💭➖ ‘આંધળી ગલી’ માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખે પરેશ-શુભાંગીનું જીવંત-તરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદાસીના પહાડને તોડે છે પણ ક્ષણ માટે જ- એવા સુયોજિત કથાનકને સહારે ઘેરી કરુણતા પ્રગટે છે.

💭➖હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે.

💭➖ ‘ગગનનાં લગ્ન’ સામાન્ય લાગતાં પાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું નરવું હાસ્ય પીરસે છે.

💭➖એમનાં ‘પહેલું ઈનામ’, ‘પંખીનો માળો’ અને ‘વિનાશને પંથે’ જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનનો માનેલો’ એકાંકીસંગ્રહ ‘નમણી નાગરવેલ’ તથા બાળનાટક ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ એમની સર્જક-નાટ્યશક્તિનો પરિચય કરાવે છે.

💭➖એમની બાળવાર્તા ‘બતકનું બચ્ચું’ (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રનાં જોડકણાં’ (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે.

💫 *સમીર પટેલ*
📜🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞📜

No comments:

Post a Comment