Saturday 18 February 2017

💐āŠŽāŠģāŠĩંāŠĪāŠ°ાāŠŊ āŠŪāŠđેāŠĪા💐

💐બળવંતરાય મહેતા💐

🎯      ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૮૯૯નાં રોજ ભાવનગરમાં થયો હતો.તેઓ બી.એ થયા પછી ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા.

🎭ભાવનગર પોતાનું કાર્યક્ષેત્ર બનાવી ત્યાં રેલ્વે સેવક યુનિયનના ઓર્ગેનાઈઝેશન તરીકે કામગીરી કરી હતી. તેઓ નાગપુર સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહમાં જોડાયા.

🏌‍♀ઈ.સ.૧૯૩૦માં ધોલેરાના મીઠા સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો.

🏹ઈ.સ.૧૯૪૮માં ધારાસભા પદે ચૂંટાયા. સૌરાષ્ટ્ર અલગ રાજ્યની સ્થાપના થતાં તેઓ નાયબ પંત પ્રધાન બન્યા હતા. આ ઉપરાંત તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તથા અખિલ ભારતીય કોંગ્રેસનાં મહામંત્રી તરીકે પણ સેવા આપી હતી. ઈ.સ.૧૯૫૨માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

                  

✌  તેઓ ૧૯મી સપ્ટેમ્બર૧૯૬૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ ગુજરાતમાં પંચાયતીરાજની સ્થાપના કરી.

🎯ઈ.સ. ૧૯૭૫માં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને યુદ્ધ જાહેર થયું. પાકિસ્તાને ગુજરાતમાં ભુજ અને જામનગરને નિશાન બનાવ્યા. ૨૧ દિવસના યુદ્ધ પછી બંને પક્ષે યુદ્ધ વિરામ થયો.

🎪૧૯ સપ્ટેમ્બરનાં રોજ તેઓ અને તેમની પત્ની સરોજબેન સાથે મીઠાપુર ગયા હતા. ત્યાં અચાનક નિર્ણય લઈને તેઓ કચ્છની સરહદ જીવા જવા રવાના થયા. પાકિસ્તાનના રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનના યુદ્ધ વિમાનો બળવંતરાયના વિમાન પર બોંબમારો કર્યો. આથી તેમનું વિમાન કચ્છમાં પશ્ચિમે સૂથરી પાસે ભૂજથી ૧૦૦ કિ.મી. દૂર દરિયાકિનારે તૂટી પડ્યું. અને આ હોનારતમાં તેઓ અને તેમના પત્ની અવસાન પામ્યા.

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

   .   .   .  Akki.   .   .   .