Wednesday 3 May 2017

📝ડૉ.આર.ડી.દેસાઈ📝

📮૪ મે 📮

📝ડૉ.આર.ડી.દેસાઈ📝
             
📨➖ગુજરાતના મહાન વૈજ્ઞાનિક ડૉ.આર.ડી.દેસાઈ નો જન્મ તા.૪/૫/૧૮૯૭ના રોજ  પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં થયો હતો.

📨➖પિતાનું નામ દાજીભાઇ દેસાઈ અને માતાનું નામ ડાહીબેન હતું.

📨➖ઈ.સ. ૧૯૧૬માં વલસાડની બાઈ આવાબાઇ હાઈસ્કૂલમાં મેટ્રીકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી.

📨➖તેમણે રસાયણ વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસ.સી. પ્રથમ વર્ગમાં પાસ કરી હતી.

📨➖ઈ.સ.૧૯૨૧ થી ૨૪ દરમ્યાન બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો.

📨➖ઈ.સ.૧૯૨૬માં એમ.એસ.સી સંશોધનની ઉપાધી મેળવી.

📨➖તેઓ ઈ.સ.૧૯૨૪ થી ૧૯૨૬ દરમ્યાન વિલ્સન કોલેજમાં સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા.

📨➖તેમણે કાર્બન તત્વના પરમાણુના સંયુક્ત બંધારણ પર સઘન અભ્યાસ કર્યો હતો.

📨➖સાડા ત્રણ વર્ષ બાદ તેમણે ડોક્ટર ઓફ સાયન્સ ની ઉપાધી મેળવી.

📨➖ઈ.સ.૧૯૩૧ થી ૩૮ સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં કાર્બનિક રસાયણશાસ્ત્રના રીડર તરીકે જોડાયા.

📨➖ઈ.સ. ૧૯૫૦ થી ૫૮ સુધી અમદાવાદમાં આવેલી એલ.ડી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપી હતી.

📨➖ત્યારપછી તેઓ એમ.જી. સાયન્સ કોલેજમાં પણ આચાર્ય તરીકે સેવા આપી હતી.

📨➖તેમણે ૧૫૦ થી પણ વધુ સંશોધનપત્રો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ કર્યા હતા.

📨➖ રસાયણશાસ્ત્ર ઉપરાંત તેઓ સાંસ્કૃત સાથે પણ સંકળાયેલા હતા. ઈ.સ.૧૯૫૨ માં ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ રસાયણ વિભાગના અધ્યક્ષ હતા. આ ઉપરાંત ઇન્ડિયન કેમિકલ સોસાયટીના પ્રમુખ તરીકે પણ રહેલા હતા.

📨➖ડૉ. આર.ડી.દેસાઈ ગુજરાતના તો ખરા જ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં તેમણે યશસ્વી કીર્તિ પ્રાપ્ત કરી હતી.

📨➖આવા મહાન ગુજરાતી વિજ્ઞાની તા. ૧૫ નવેમ્બર૧૯૯૧ના રોજ વલસાડ ખાતે અવસાન થયું. 

📮📝 જ્ઞાન કી દુનિયા 📝📮

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

🌿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌿
🌹 Today Birth

📮ચંદ્રવદન. ચી . મહેતા📮

⏰જન્મઃ
✔ ૬ / ૪ / ૧૯૦૧

⏰જન્મસ્થળઃ
✔સુરત

⏰વતનઃ
✔ સુરત

⏰પિતાઃ
✔ ચીમનલાલ મહેતા

⏰અભ્યાસઃ
🔜માધ્યમિક શિક્ષણ સુરતમાંથી,

🔜બી.એ મુંબઇ એલ્ફિન્સ્ટ કોલેજ માંથી.

⏰વ્યવસાયઃ 
🔜વડોદરા મહારાજા સયાજીરાવ યુનિ.સંચાલિત ડાન્સ અને ડામેટિકલ કોલેજના અઘ્યાપક

🛍કૃતિઓઃ

👁‍🗨‘અખો’ (૧૯૨૭),
👁‍🗨 ‘મૂંગી સ્ત્રી’ (૧૯૨૭),
👁‍🗨‘અખો વરવહુ અને બીજાં નાટકો’ (૧૯૩૩),
👁‍🗨‘આગગાડી’ (૧૯૩૩),
👁‍🗨‘રમકડાંની દુકાન’ (૧૯૩૪)
👁‍🗨‘નર્મદ’ (૧૯૩૭),
👁‍🗨 ‘નાગાબાવા’ (૧૯૩૭),
👁‍🗨‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’ (૧૯૩૭),
👁‍🗨 ‘સીતા’ (૧૯૪૩),
👁‍🗨‘શિખરિણી’(૧૯૪૬),
👁‍🗨‘પાંજરાપોળ’ (૧૯૪૭),
👁‍🗨 ‘મેના પોપટ અથવા હાથીઘોડા’ (૧૯૫૧),
👁‍🗨‘રંગભંડાર’ (૧૯૫૩),
👁‍🗨‘સોનાવાટકડી’ (૧૯૫૫),
👁‍🗨‘માઝમરાત’ (૧૯૫૫),
👁‍🗨‘મદીરા’(મિડિયા) (૧૯૫૫),
👁‍🗨 ‘કિશોર નાટકો’- ભા. 1-2 (૧૯૫૬),
👁‍🗨‘હોહોલિકા’ (૧૯૫૭),
👁‍🗨‘કપૂરનો દીવો’ (૧૯૬૦),
👁‍🗨‘પરમ માહેશ્વર’ (૧૯૬૦),
👁‍🗨 ‘સતી’ (૧૯૬૦),
👁‍🗨 ‘કરોળિયાનું જાળું’(૧૯૬૧),
👁‍🗨 ‘શકુંતલા અથવા કન્યાવિદાય’ (૧૯૬૬),
👁‍🗨‘ધરાગુર્જરી’ (૧૯૬૮),
👁‍🗨 ‘અંદર અંદર’ (૧૯૬૯),
👁‍🗨‘અબોલા રાણી’ (૧૯૭૨),
👁‍🗨 ‘સંતાકૂકડી’ (૧૯૭૨),
👁‍🗨‘ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ’ (૧૯૭૪),
👁‍🗨 ‘અંતર-બહિર અને બીજાં નાટકો’ (૧૯૭૫).
👁‍🗨 ‘ખમ્મા બાપુ’ (૧૯૫૦) અને ‘વાતચકરાવો’ (૧૯૬૭) કથાસંગ્રહો 
👁‍🗨‘મંગલમયી’ (૧૯૭૫)
👁‍🗨‘બાંધ ગઠરિયાં’- ભા. ૧-૨ (૧૯૫૪),
👁‍🗨‘છોડ ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘સફર ગઠરિયાં’ (૧૯૫૬),
👁‍🗨‘ભમિયે ગુજરાતે ન રેલપાટે ન વાટે’ (૧૯૬૨),
👁‍🗨 ‘રંગ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨 ‘રૂપ ગઠરિયાં’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્ય ગઠરિયાં’ (૧૯૭૧),
👁‍🗨 ‘અંતર ગઠરિયાં’- ભા.૧-૨ (૧૯૭૩)
👁‍🗨‘ધ્રુવ ગઠરિયાં’ (૧૯૭૬)
👁‍🗨 ‘લિરિક’ (૧૯૬૨),
👁‍🗨 ‘લિરિક અને લગરિક’ (૧૯૬૫),
👁‍🗨‘નાટ્યરંગ’ (૧૯૭૩),
👁‍🗨 ‘અમેરિકન થિયેટર’ (૧૯૭૪),
👁‍🗨 ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ’(૧૯૭૪),
👁‍🗨‘જાપાનનું થિયેટર’ (૧૯૭૫),
👁‍🗨 ‘વાક્’ (૧૯૭૫)

🔊પ્રખ્યાત કાવ્ય

🌿મા‘ વ્હલી માતા ! શિશુસમયમાં બોલતો કાલું

🌿ચાંદાપોળી-વિવિધ રમયને દીધ લ્હાણી અનેરી . ’

💐અવસાનઃ ૪ / ૫ / ૧૯૯૧

😊સમીર પટેલ 😊
🌺🎀જ્ઞાન કી દુનિયા 🎀🌺

📝 *પ્રજારામ રાવળ* 📝

⚫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⚫

👩🏻‍💻 સાહિત્યકાર જન્મદિન 👩🏻‍💻
📝 *પ્રજારામ રાવળ* 📝
       
🌾➖ગુજરાતી કવિ અને અનુવાદક  રાવળ પ્રજારામ નરોત્તમ નો જન્મ તા. ૩/૫/૧૯૧૭ના રોજ તેમના વતન  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો.

🌾➖પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વતનમાં જ લીધું.

🌾➖ઈ.સ.૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા.

🌾➖ઈ.સ.૧૯૫૪ થી ૧૯૭૨ સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને ત્યારપછી ઈ.સ.૧૯૭૫ સુધી આચાર્ય તરીકે સેવા આપી હતી.

🌾➖તેમણે  *‘મહાયુદ્ધ’* નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં *‘આગામી મહાયુદ્ધ’* કાવ્ય એમણે રચેલું છે.

🌾➖એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ *‘પદ્મા’* ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે.

🌾➖તેમાં કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે.  

🌾➖એમના બીજા બે કાવ્યસંગ્રહો *‘નાન્દી’* અને *‘નૈવેદ્ય’* દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને તેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે.

🌾➖વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે.

🌾➖ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે.

🌾➖ *‘ઝાલાવાડી ધરતી’* વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.

▪🗞 *સમીર પટેલ* 🗞▪
👁🍂 *જ્ઞાન કી દુનિયા* 🍂👁

📝 *3 મે મહત્વની ઘટનાઓ* 📝

🔵👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔵

📝 *3 મે મહત્વની ઘટનાઓ* 📝

🍀૧૪૯૪ ➖ કોલંબસે (Christopher Columbus), જમૈકા (Jamaica) થી ઓળખાયેલ પ્રથમ ભુમિનાં દર્શન કર્યા.

🍀૧૮૦૨ ➖ 'વોશિંગ્ટન ડી.સી.' શહેર તરીકે સંસ્થાપિત થયું.

🍀૧૯૩૭ ➖ 'ગોન વિથ ધ વિન્ડ' (Gone with the Wind), 'માર્ગારેટ મિચેલ' દ્વારા લખયેલ નવલકથાને પુલિત્ઝર પ્રાઇઝ (Pulitzer Prize)મળ્યું.

🍀૧૯૩૯ ➖ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (All India Forward Bloc) નામનાં પક્ષની સ્થાપના કરાઇ.

🍀૧૯૭૩ ➖ શિકાગો,અમેરિકાનો શિઅર્સ ટાવર (Sears Tower), વિશ્વની સૌથી ઉંચી ઇમારત તરીકે સ્થાન પામ્યો.

🍀૧૯૭૮ ➖ 'ડિજીટલ ઇકવિપમેન્ટ કોર્પો. દ્વારા,અમેરિકાનાં તમામ 'આર્પાનેટ એડ્રેસ' પર,પ્રથમ વખત જથ્થાબંધ વ્યાપારીક ઇ-મેઇલ મોકલાયા (જે પછીથી "સ્પામ" તરીકે જાણીતા થયા).

🍀૨૦૦૨ ➖ રાજસ્થાન પાસે,લશ્કરી મીગ-૨૧ (MiG-21) વિમાન ટુટી પડ્યું, ૮ લોકોનાં મૃત્યુ થયા.

👩🏻‍💻 *સમીર પટેલ* 👩🏻‍💻
📰🍃 *જ્ઞાન કી દુનિયા* 🍃📰

🗞 *વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ* 🗞

👩🏻‍💻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👩🏻‍💻

👁 *૩ મે , ૨૦૧૭*
🗞 *વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ* 🗞

📰➖વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવવામાં આવે છે.

📰➖પત્રકારિત્વમાં પોતાની જાન ગુમાવનાર પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે તેમજ વૈશ્વિક હીત માટે કાર્ય કરનારને આજના દિવસે બિરદાવવામાં આવે છે.

📰➖આ વર્ષના ઈન્ડેક્ષમાં ભારતનું વૈશ્વિક પત્રકારિત્વ જગતમાં 136મુ સ્થાન છે અને આજ સુધીમાં 26 ભારતીય પત્રકારોએ પોતાની જાનની આહૂતિ આપી છે.

📰➖વિશ્વ પ્રેસ દિવસને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મનાવાય છે.

📰➖અભિવ્યક્તિ સંકલિત થીમ પર દર વર્ષે 3જી મેના દિવસે વિશ્વભરમાં મનાવાય છે.

📰➖પત્રકારીતામાં સિદ્ધિ હાંસલ કરવા અને સૈદ્ધાંતિક નીતિઓ માટે તૈયાર કરાયેલ થીમ પર આ વર્ષે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું આયોજન છે.

📰➖જેમાં *"Critical Minds for Critical Times: Media’s role in advancing peaceful, just and inclusive societies"* ની થીમ UNO દ્વારા આ વર્ષે તૈયાર કરી છે.

📰➖પત્રકારીતાએ રાજકિય સુદ્રઢ વ્યવસ્થાનો ચોથો સ્તંભ(Forth piller) કહેવામાં આવે છે.

📰➖રાજકીય તાકાતો જ્યારે કાબુ બહાર જાય કે પોતાની નિરંકુશ મર્યાદાઓ ઓળંગે ત્યારે પત્રકારીતા એક એવુ માળખુ છેકે જે તેને રોકી શકે છે.

📰➖વિશ્વમાં લોકોને પત્રકારીતાથી અવગત કરવા અને સાર્વત્રિક જાગૃતિ લાવવા આ “વર્લ્ડ ફ્રીડમ ડે” થીમ તૈયાર કરાય છે.

📰➖ UNO દ્વારા ૧૯૯૩માં સૌ પ્રથમ આફ્રિકન પ્રેસને પ્રોત્સાહિત કરવા યોજાયેલ સેમિનાર બાદ તેને આજ પ્રર્યત મનાવવામાં આવે છે.

📰➖દર વર્ષે નવા નવા થીમ પર UNO દ્વારા પત્રકારીતામાં જવાબદેહીની ભાવના જાગૃત કરવાનું કામ કરે છે.

📰➖ 1991માં દુનિયામાં સૌપ્રથમ વખત આફ્રિકામાં 3જી મેના રોજ “ફ્રી પ્રેસ” માટેના સિદ્ધાંતો “ડીકલેરેશન ઓફ વિન્ધોએક” સાથે મુકવામાં આવ્યા હતા તેની યાદમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે.

📰➖1998થી શરૂ કરેલ થીમ પર સંવાદનો સીલસીલો આજે પણ યથાવત્ છે.

🌾🍂સમીર પટેલ 🍂🌾
📝▪જ્ઞાન કી દુનિયા ▪📝
👩🏻‍💻👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👩🏻‍💻