Wednesday 3 May 2017

📝 *પ્રજારામ રાવળ* 📝

⚫👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⚫

👩🏻‍💻 સાહિત્યકાર જન્મદિન 👩🏻‍💻
📝 *પ્રજારામ રાવળ* 📝
       
🌾➖ગુજરાતી કવિ અને અનુવાદક  રાવળ પ્રજારામ નરોત્તમ નો જન્મ તા. ૩/૫/૧૯૧૭ના રોજ તેમના વતન  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો.

🌾➖પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વતનમાં જ લીધું.

🌾➖ઈ.સ.૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા.

🌾➖ઈ.સ.૧૯૫૪ થી ૧૯૭૨ સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને ત્યારપછી ઈ.સ.૧૯૭૫ સુધી આચાર્ય તરીકે સેવા આપી હતી.

🌾➖તેમણે  *‘મહાયુદ્ધ’* નામની ત્રણ કાવ્યોને સમાવતી પુસ્તિકામાં *‘આગામી મહાયુદ્ધ’* કાવ્ય એમણે રચેલું છે.

🌾➖એમનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ *‘પદ્મા’* ઠીકઠીક સમય પછી પ્રગટ થયો એ બાબત સૂચક છે.

🌾➖તેમાં કુલ ૧૨૧ રચનાઓમાં કેટલાંક ગીતો છે, તો કેટલાંક છંદોબદ્ધ ઊર્મિકાવ્યો અને લઘુકાવ્યો છે.  

🌾➖એમના બીજા બે કાવ્યસંગ્રહો *‘નાન્દી’* અને *‘નૈવેદ્ય’* દર્શાવે છે કે અરવિંદદર્શનથી પ્રભાવિત કવિ જીવનમાં પ્રેમ અને સંવાદના ઉપાસક છે; અને તેથી એમની મોટા ભાગની કવિતા પ્રકૃતિ અને અધ્યાત્મ-અનુભવ વિશેની છે.

🌾➖વિવિધ ઋતુઓ અને પ્રકૃતિનાં વિવિધ દ્રશ્યોને વિષય બનાવી એમણે ઘણાં પ્રકૃતિકાવ્યો રચ્યાં છે; તો ઘણાં કાવ્યોમાં શ્રી અરવિંદનો મહિમા તથા શ્રી માતાજીની કૃપાથી અનુભવાતી ધન્યતાની લાગણી વ્યક્ત કરી છે.

🌾➖ગીત, સૉનેટ અને છંદોબદ્ધ રચનાઓ કવિએ કરી છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગીતમાં છે.

🌾➖ *‘ઝાલાવાડી ધરતી’* વતનપ્રેમનો રણકો લઈને આવતું એમનું ધ્યાનપાત્ર પ્રકૃતિગીત છે.

▪🗞 *સમીર પટેલ* 🗞▪
👁🍂 *જ્ઞાન કી દુનિયા* 🍂👁

No comments:

Post a Comment